BAPS રવિસભા -તા ૮/૦૧/૨૦૧૨

8 Jan

આજ ની સભા ખાસ હતી. કારણ કે ,  અત્યારે ગુજરાત ના વિવિધ ક્ષેત્રો ના સંનિષ્ઠ કાર્યકરો ની મંદિર મા શીબીર ચાલી રહી છે. ” અલ્પવિરામ કે પૂર્ણ વિરામ” વિષય આધારિત આ શીબીર- દર્શાવે છે કે ભક્તિ એ એક અલ્પવિરામ છે અને મોક્ષ એ કદાચ પૂર્ણ વિરામ….! પણ કાર્યકરો ની કાર્યદક્ષતા…ફરજ…કે નિષ્ઠા – એ એક સતત વિષય છે. પળેપળ , કાર્યકર્તા પોતાના કર્તવ્ય પાલન દ્વારા અનેક મુમુક્ષો ને – હરિ અને સંતો મા જોડી રાખે છે…! કાર્યકર્તા બનવું– એક સરળ કમ તો નથી જ. એ સાબિત થાય છે.  આથી જયારે અમે સભામાં ગયા- ત્યારે શીબીર નો અંતિમ દિવસ હોવા છતાં ઘણા કાર્યકરો જોવા મળ્યા. અને ધનુર્માસ અત્યરે પુર જોશ મા છે. શ્રીજી નો શણગાર – એના ઉપલક્ષ મા ધ્યાનાકર્ષક હતો. રમકડાં- એ જ્ઞાન સાથે ગમ્મત ના સાધન છે- અને આજે એ માહોલ હતો. જુઓ નીચેના ફોટા….

આજ ના દર્શન....

ધનુર્માસ- રમકડાં અને જ્ઞાન.....

અમે જયારે સભામાં બેઠા ત્યારે- કીશોરમંડળ ના કિશોરો દ્વારા- શાસ્ત્રીજી મહારાજ ના ગુણો પર વક્તવ્ય ચાલતું હતું. પૂ. શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું..કેમ? શું કારણ હતું? – પૈસો….પ્રતિષ્ઠા …..કે અહં…? જવાબ- ના છે. એક ” અક્ષર પુરુષોત્તમ ના સિધ્ધાંત ના પ્રસાર ખાતર- શાસ્ત્રીજી મહારાજે અનેક વિઘ્નો, દાખડા….દુખો કે વિરોધ સહ્યા…પણ ૧૯૦૭ મા શરુ થયેલી – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ની આ યાત્રા આજે, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના વડપણ અને આશીર્વાદ હેઠળ સમગ્ર દુનિયા મા સ્વામિનારાયણ નામ નો ડંકો – વગાડી રહી છે. ” ભગવાન અને ભક્ત” ના આ યુગ્મ ને – આના થી વધારે કોણ..કઈ રીતે પૂજી શકે?  માન આપી શકે?  જો ૮૨ વર્ષ ની ઉમરે – પૂ. શાસ્ત્રીજી મહારાજ – માત્ર સત્સંગ માટે આટલું વેઠી શકતા હોય તો – આપણે કેમ આળસ કરીએ છીએ…..રવિસભા અને કથા-વાર્તા – જીવન નું અભિન્ન અંગ થાવું જ જોઈએ…..હાર્દિક અને ચિરાગ દ્વારા થયેલા તેજસ્વી પ્રવચનો- અદભૂત હતા.

ત્યારબાદ- પૂ. સંતો ના સ્વરે કીર્તન થયા. ” સ્વામી ગુણાતીતાનંદ આજ , આવી ને અઢળક ઢળ્યા…” ઢોલ અને તબલા ના સાથે -જોશીલું આ કીર્તન પણ અદભૂત હતું. ત્યારબાદ શરુ થયું પ્રવચન કે જેની રાહ શરૂઆત થી જ જોવાતી હતી. પૂ. ડોક્ટર સ્વામી આજે પુનઃ અમદાવાદ ને આંગણે હતા અને અને એમનું તેજસ્વી, પણ રસપ્રદ પ્રવચન – ભલભલા માણસ ના આત્મા -મનોબળ ને ઝંઝોળી નાખે એવું હોય છે. એમની પ્રવચન કરવા ની લાક્ષણિકતા -જોવા લાયક હોય છે. એ જ ચરોતરી જુસ્સો…..જ્ઞાન થી ભરેલી ” સીધી સટ્ટાક” વાતો…..! આજના એમના પ્રવચન ની જોઈએ થોડીક ઝલક….

  • વિષય હતો- આત્મનિષ્ઠા, સંઘ નિષ્ઠા….સ્વરૂપ નિષ્ઠા..
  • પોતાના સંસ્કાર- ધર્મ- વિકટ પરિસ્થિતિ ઓ મા પણ ન છોડવા….અને એ સત્ય યાદ રાખવું કે ( સારંગપુર ૧૦ વચનામૃત- ) ભગવાન સદાયે અંતરમાં વિરાજમાન હોય છે….બસ એને સમજો…..વિશ્વાસ રાખો…
  • ભગવદ ગીતા ના શ્લોકો મા અડધા થી વધુ શ્લોકો – મા ભગવાને – પોતાના સ્વરૂપ ની- એમાં નિષ્ઠા રાખવા ની- અને પ્રગટ મા માણવા ની વાતો કરેલી છે. આપણા શાસ્ત્રો – એ અદભૂત છે- દુનિયાના મોટા મોટા સાહિત્યકારો કે તત્વચિંતકો એ પણ એ માન્યું છે..સ્વીકાર્યું છે. પણ આપણી નવી પેઢી ને આનું જ્ઞાન નથી.
  • બ્રહ્મ નું જ્ઞાન, એ સર્વોચ્ચ જ્ઞાન છે. એ જ્ઞાન આગળ બધા જ્ઞાન ફિક્કા છે.
  • ભગવાન- હીરા જેવા…પારસમણી જેવા..કે ચિંતામણી જેવા છે. તમે એમને મન મા સતત ધારો અને એ – તમને ઉગારે છે….ભવસાગર તારે છે.
  • જ્યાં સુધી આપણા મા સંઘ ભાવના છે….એકતા છે ત્યાં સુધી આપણો ધર્મ, નિષ્ઠા અને ભક્તિ કાયમ છે. ઘર અને બહાર- એકતા, સમત્વ અને સ્નેહ થી વર્તો. પ્રેમ અને સ્નેહ થી દુનિયા નો કોઈ પણ સવાલ કે પ્રશ્ન – ઉકેલી શકાય છે.
  • યાદ રાખો- બીજા ના ભલા મા જ આપણું ભલું છે. બીજા ના ધર્મ, કે એના નિયમો, ધર્મગુરુ ઓ કે એના ભગવાન ને ક્યારેય તિરસ્કૃત ન કરો.

પૂ. ડોક્ટર સ્વામી ની અસ્ખલિત વાણી- લગભગ સવા કલાક સુધી સતત વરસતી રહી અને સમગ્ર સભા એમાં સાથ આપતી રહી. આટલી ઉમરે- આટલું બધું જોશ- ખરેખર માન્યા મા ન આવે ,એવું છે.

છેવટે સભા ને અંતે- ઉત્તરાયણ કે મકર સક્રાંતિ ના પર્વ નિમિત્તે- ઝોળી ઉત્સવ વિષે જાહેરાતો થઇ. સવારે- ૭ થી ૧૦ મંદિર મા – વિસ્તાર પ્રમાણે – હરિભક્તો માટે દાન-પુણ્ય માટે ની વ્યવસ્થા કરેલી છે. લાભ લેવો.  પૂ. ડોક્ટર સ્વામી- રોજ સવારે પોતાના પ્રવચન નો લાભ હરિભક્તો ને આપશે. આથી, જરૂર થી લાભ લેવો.

તો, આજની સભા- બળ ભરી સભા હતી. પૂ. યોગી બાપા કહેતા કે” કદીયે મોળી વાતો ન કરવી” – આજે એ વાત સાબિત થઇ. આજે આપણી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં ૮૫૦+ સંતો છે, એમાં થો ૭૫ જેટલા સંતો એન્જીનીયર છે, ૧૦ જેટલા ડોક્ટરેટ થયેલા છે તો એક સંતે હમણાં ડી.લીટ. ની ડીગ્રી મેળવી છે. આ બધું શા માટે? આ બધું – એક હરિ માટે છે….હરિભક્તો ના કલ્યાણ માટે છે……સંસાર ના સુખ ભોગો છોડી ને – સાધુ થાવું સહેલું નથી- દાખલા તરીકે શ્રીજી દર્શન સ્વામી જેવા સંતો છેલ્લા ૩૩ વર્ષ થી એકટાણા કરે છે…..મહિનામાં ૬-૭ દિવસ નિર્જળા ઉપવાસ કરે છે….છતાં એમની સેવાઓ અટકતી નથી…..આ બધું કોના માટે…?

વિચારો……..ભક્તિ એ સહજ માર્ગ નથી….અને સહજ માર્ગ જ છે……..વિચારો…!

જય સ્વામિનારાયણ….

રાજ

 

Advertisement

Tags: , , , , , , , , , ,

One Response to “BAPS રવિસભા -તા ૮/૦૧/૨૦૧૨”

  1. coffeetimeread January 27, 2012 at 11:45 #

    ખુબ સુંદર… અમારા વતી સ્વામીશ્રીના દર્શન કરજો….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 33 other followers