ગઈકાલ ની જ વાત છે કે -આપણો પતંગ , અમદાવાદી ,કડક આકાશ મા ઉંચે “ગગન વિશાળ” મા પોતાના પરછમ બિછાવી રહ્યો હતો. એક વાત તો મે માર્ક કરી છે કે , આપણા અમદાવાદ મા હજુ દિવાળી ના ફટાકડા ની ગંધકી વાસ દુર થાય , ત્યાં તો આકાશ મા પતંગો જોવા મળે છે, અને વળી, કેટલાક વર્ષ થી અમદાવાદ મા દર વર્ષે , મોદીજી ની મહેરબાની થી IKF ( International Kite Festival) નું ભીડ ભર્યું આયોજન થાય છે. અને જાણે કે આખું અમદાવાદ , “જેમ નવરાત્રિ ની નવ રાત્રી ઓ તેમ ઉત્તરાયણ ના પાંચ દિવસ” પતંગમય થઇ જાય છે…..અને કેમ ન થાય….આ બધું લાવવા વાળા મોદી જ છે કે જેમની આગળ પેલા કોન્ગ્રેસિયા ના પતંગો ક્યાં કપાઈ ને…ક્યાં ખોવાઈ ગયા – એ ખબર જ નથી પડતી..!!!!
પણ સારું છે…..કે પતંગોત્સવ ને કારણે- ગુજરાત આખી દુનિયામાં જાણીતું બન્યું છે. આતો , એવું કહેવાય કે….” મીઠાઈ ની દુકાન બેસી ને ..સ્વાદ ની સંતૃપ્તિ સાથે સાથે ધંધો પણ થાય……” આપણો ગાંડો શોખ, એ ગુજરાત ના પ્રવાસન ઉદ્યોગ માટે કમાણી નું સાધન બન્યો છે. તો, ગઈકાલે અમે- અમદાવાદ ના રીવર ફ્રન્ટ ( એને ગુજરાતી મા શું કહેવાય?) પર આયોજિત, આ ઉત્સવ મા જઈ આવ્યા…..તો જોઈએ…એની સાથે સંકળાયેલ ” વાત” અને “લાત”………
વાત…..
- મજાનો ઉત્સવ…..સારી ભીડ…..જાત જાત અને ભાત ભાત ના અવનવા પતંગો…..
- મસ્ત જગ્યા……રીવર ફ્રન્ટ- જાણે કે અમદાવાદ કોઈ વિદેશી શહેર હોય એમ લાગે છે……..
- બોટિંગ, પેરાસેલીંગ…..વોટર સ્કુટર…..અને કદાચ તરતું રેસ્ટોરન્ટ- ભવિષ્ય મા….અદભૂત છે. અને અમદાવાદી હોવાનો ગર્વ થાય છે…..
- પતંગો વિષે ઘણું જાણવા મળ્યું……અને સાથે સાથે મજબુત- ગુજરાત ટુરીઝમ નો એક ચહેરો પણ જોવા મળ્યો……
લાત…..
- પાર્કિંગ….ક્યાં છે? અને સિક્યુરિટી- એ તો મજાક જ લાગી…..! મેટલ ડિટેક્ટરો તો અવાજ કરતાં વાજીંત્રો જેવા લાગ્યા….ટોન વાગે પણ કોઈ કશું ચેક ન કરે….અરે..! આપણે કેટલા લાપરવાહ છીએ….મુંબઈ કેઅમદાવાદ મા થયેલા બોમ્બ ધડાકા ભૂલી ગયા????
- અશિસ્ત પ્રજા- આપણે લોકો ક્યારેય નહી સુધરીએ…..ગમે ત્યાં ચાલવાનું…થૂંકવા નું…..અને કચરો તો કચરાપેટી થી દુર જ ફેંકવા નો…( કેમ? સાલું કચરાપેટી બગડવી ન જોઈએ…..ને..) હે..રામ…!
- રસ્તે પતંગ લુંટવા દોડતા છોકરાં….! રોજ છાપાં મા દુખદ ઘટનાઓ આવે છે….પણ કોઈ સુધરતા જ નથી…..વાડજ- દિલ્હી દરવાજા વાળો BRTS ટ્રેક સૌથી ભંગાર અને ગંદા ટ્રેક મા આવી શકે….આજુબાજુ ના ઝુપડપટ્ટી ના લોકો- આ ટ્રેક મા જ ફરે…ઢોર પણ ત્યાં જ ફરે….કચરો પણ આ ટ્રેક મા જ નાખવા નો….પતંગ ઉડાડવા…ક્રિકેટ રમવા- આ ટ્રેક મા જ ઘુસવા નું….! કોઈક અડફેટે આવી જાય તો વાંક બિચારા બસ વાળા નો જ ગણવા નો….!
- સાબરમતી નદી મા – ખુલ્લેઆમ કોલ્ડ્રીંક્સ ની બોટલો, ફૂડ પેકેટ્સ….કચરો નાખવા નો….- આ બધું જોયા પછી લાગ્યું કે- કદાચ રીવર ફ્રન્ટ માટે એક સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ બનાવવું પડશે……
- અને અંતે……આપણો – સ્વભાવ- વિદેશી નાગરિકો…અને એ પણ ખાસ કરી ને સ્ત્રી પર્યટકો ને જોયા નથી ને- એમને હેરાન કરવા – આ લોકો પાછળ પડ્યા નથી….! ઘણું જ શરમજનક લાગે છે….કે બીજા દેશ વાળા આ લોકો આપણા વિષે શું વિચારતા હશે?
તો – આ ઉત્સવ માનવીએ….જલસા કરીએ…પણ મર્યાદાઓ મા રહી ને……! મજા અગત્ય ની છે….પેચ કે કાપકૂપી નહી……!
રાજ
Tags: અમદાવાદ, ગુજરાત, ટુરીઝમ, પતંગ, પતંગોત્સવ, મોદી, રીવર ફ્રન્ટ, સાબરમતી, BRTS, kite festival, river front






