શીતળ પવન ….ધુમ્મસી વાતાવરણ અને હવામાં રાજકારણ ની મહેક સાથે સ્વાગત છે…ભારત ની પોલીટીકલ રાજધાની મા….અર્થાત દિલ્હી મા..! ઘણા સમય બાદ હું પુનઃ દિલ્હી મા છું પણ ઓફિસિયલ કામ થી પ્રથમ વાર જ છું. દિલ્હી ની મને એક વાત ગમી છે…..વિશાળતા અને એનો અલગ જ મિજાજ…! મારા ઘણા મિત્રો દિલ્હી મા છે અને એમની સાથે નો મારો અનુભવ કહે છે કે દિલ્હી ના મિજાજ ને તમે ઠંડો ન કરી શકો…..આની માટીમાં જ એક મિજાજ છે, જે એક સમાન્ય માણસ ને પણ એક અલગ વ્યક્તિ ..એક લડાકુ બનાવે છે…અને કદાચ આથી જ દિલ્હી મા ક્રાઈમ રેટ કંઇક વધારે જ છે.
તો, અમદાવાદ થી રાજધાની પકડી અને ઠંડી ની મજા માણતા માણતા…..એસી થી “ઠંડી” નો સામનો કરતાં કરતાં નવી દિલ્હી સ્ટેશને પહોંચ્યા….પણ પહેલે થી ખબર હતી, આથી બે-ત્રણ સ્વેટર રીના એ બેગ મા મૂકી દીધા હતા અને એ કામ લાગ્યા. હવે મારે દિલ્હી ની દ્વારકા મા પહોંચવા નું હતું અને ગુગલ ભાઈ ફરીથી કામ લાગ્યા….મેઈન સ્ટેશન ને વટાવી ને મેટ્રો ટ્રેન ને પકડી. મારી જિંદગી ની આ પ્રથમ મેટ્રો હતી અને એ સુખદ હતી. ભીડ તો અહીં પણ લાગે છે પણ, અમે એરપોર્ટ એક્સપ્રેસ પકડી આથી મોંઘી પણ સહજ સવારી -ઠાકોરજી ની દયા થી મળી. મેટ્રો અદભૂત છે….ખુબ ફાસ્ટ અને સલામત છે….અને એ જ દિવસ મા અમે ત્રણ વાર મેટ્રો મા ફર્યા……ઠંડી તો એવી કે જાણે કે હાડકા પણ થીજી જાય, પણ એસી ઉનાળા ની જેમ અહીં, શિયાળા મા પણ કામ લાગ્યું….! હોટલ પહોંચ્યા પછી તો કોઈ જ તકલીફ ન હતી…અને ફરી થી હરિ દયા એ મારું સ્વામિનારાયણ જમણ….અને એ ય પાછું ગુજરાતી – મળી ગયું…..અને દિલ બાગ બાગ થઇ ગયું……
હજુ બે ત્રણ દિવસ…દિલ્હી મા જ છીએ…..જીવન ખુબ જ ફાસ્ટ જાય છે અને મારા મન મા વિચારો નું એ જ ઘોડા પુર દોડી રહ્યું છે….કે શું જીવન આ જ છે? સ્થિરતા ની વ્યાખ્યા શું? એક તરફ જીવન ના અનંત રંગો જોવા મળે છે તો એક તરફ આ ભાગંભાગી નો અદ્રશ્ય થાક લાગે છે……..મન-તન ની શાંતિ – કેરિયર ની લ્હાય મા કદાચ ખોવાઈ રહી છે…….પણ બીજો શું ઓપ્શન છે???? આજકાલ , તમારે “સ્થિર” રહેવા વધારે ઝડપ થી દોડવું પડે છે……એ એકદમ સત્ય છે.
જે હોય તે……પણ આ સફર મજાનો છે……જો શક્ય હશે તો મારું પ્રિય અક્ષરધામ અને ૨૬ મી જાન્યુઆરી ની પરેડ જોવા મળશે…….!
બાકી, તો હરિ જ્યારથી મળ્યા….ત્યાર થી અક્ષરધામ મળેલું છે …જ…….!
ડાયરી બાકી છે…..કારણ કે સફર બાકી છે………સાથે રહેશો……
રાજ
Tags: અક્ષરધામ, ડાયરી, દિલ્હી, દ્વારકા, પરેડ, મેટ્રો, રાજધાની






