Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-31/03/24

सत्यस्य स्वात्मनः सङ्गः सत्यस्य परमात्मनः।

सत्यस्य च गुरोः सङ्गः सच्छास्त्राणां तथैव च॥८॥

विज्ञातव्यमिदं सत्यं सत्सङ्गस्य हि लक्षणम्।

कुर्वन्नेवंविधं दिव्यं सत्सङ्गं स्यात् सुखी जनः॥९॥

સત્સંગ દીક્ષા

અર્થાત- સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. ……આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે…….

ઉનાળો હવે અમદાવાદ ને ઘેરી રહ્યો છે……પણ સત્સંગ માં તો શિર સાટે ય જવું એવો મોટા પુરુષો નો મત છે…..આખરે અહીં તો ક્ષણભંગુર દેહ ના કલ્યાણ કરતા અક્ષર એવા જીવ ના કલ્યાણ ની વાત છે…..પછી એક અમદાવાદી તરીકે જ્યાં ફાયદો મોટો હોય ત્યાં જ જાવું અને પરિણામે આજની સભામાં સમય પહેલા પહોંચી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત …શાંત…શીતળ દર્શન……ચાલો તૃપ્ત થઈએ….

સભાની શરૂઆત મન ને સ્થિર કરનારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……..એ સ્થિર થયું એટલે જીવ મૂર્તિ માં ચોંટ્યો….. એક યુવકે ” ધર્મપતિ હરિકૃષ્ણ જી ..તમે ભક્તપતિ ભગવાન…..એ વર માંગુ છું…” પ્રેમાનંદ સ્વામી રચિત પ્રાર્થના પદ રજૂ કર્યું…….અને હૃદય એ પ્રાર્થના માં લીન થઈ ગયું…..નિર્વિકલ્પ…એકાંતિક…નિર્દોષ બુદ્ધિ યુક્ત…દાસનુદાસ ભાવે અખંડ ભક્તિ એ જ સદાય ની પ્રાર્થના છે. જો એ મળે તો બ્રહ્મરૂપ ચપટી માં થવાય…..!! ત્યારબાદ યુવક મિત્ર ધવલ દ્વારા “સદગુરુ એ સાન માં સમજાવીયું રે લોલ…..સત્સંગ વિના સુખ ક્યાંય નથી રે લોલ….” ભક્ત કવિ વલ્લભ દાસ રચિત પદ રજૂ થયું……બ્રહ્મસત્ય….! સત્સંગ વિના જીવ ને સુખ ક્યાંથી મળે??? જીવ નું પોષણ જ એ કરે છે….ત્યારબાદ મિત્ર નીરવ ના સ્વરે ” સ્વામી શ્રીજી નું આ જ્ઞાન …સિંહ ગર્જના સમાન….” પદ રજૂ થયું……ખરેખર સાચી વાત….!! વેદોક્ત સિદ્ધાંત કે જેને સ્વયં શ્રીજીમહારાજ દ્વારા સાર રૂપે આપણ ને મળ્યો છતાં તે એક ખુણિયું જ્ઞાન તરીકે અમુક વર્ષો દબાયેલું…છાનું રહ્યું…..કારણ?? આ સિદ્ધાંત સિંહ ગર્જના સમાન હતો….કાચા પોચા માણસો નું આ કામ નહોતું….લોકલાજે….સમાજ ની …જુના શાસ્ત્રો ની તંતી ના બીકે કોઈ એને જાહેર માં પ્રગટ ન કરી શક્યા….પણ ગુણાતીત પરંપરા એ પોતાના શિર સાટે આ જ્ઞાન ને છડેચોક પ્રસરાવ્યું…… અને આજે એનું પરિણામ સમગ્ર જગત માં  અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રૂપે બ્રહ્માંડ માં ગુંજે છે……!!!!

એ પછી ગયા રવિવારે બાપા શાહીબાગ મંદિરે રવિસભામાં પધાર્યા હતા તેની સ્મૃતિ દર્શન એક વિડીયો ના માધ્યમ થી થયા……

અદભુત દર્શન…..

ત્યારબાદ, આપણા ગુણાતીત ગુરુઓ ની રુચિ મુજબ સારંગપુર માં ચાલતા યુવા તાલીમ કેન્દ્ર (YTK) વિશે વિશેષ પરિચય એક વીડિયો ના માધ્યમ થી મળ્યો…..બાપા કહે છેકે જેં ૬૦ વર્ષ માં પ્રાપ્ત ન થાય તેવા ગુણ અહી માત્ર છ માસ માં યુવકો ને મળે છે…..!!! શક્ય હોય તો આ યુવક તાલીમ કેન્દ્ર નો લાભ અવશ્ય લેવો….. જ…!!! છેલ્લા ૧૬ વર્ષ માં બે હજાર થી વધુ યુવકો અહી તાલીમ લઈ ને તૈયાર થયા છે …..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલી અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત.. પોષિત…આ કેન્દ્ર ના આજે ડંકા વાગે છે.

આજે સભામાં મહામહોપાધ્યાય મહા આચાર્ય શ્રી પૂ. ભદ્રેશ સ્વામી હાજર હતા અને સત્સંગ વિશે વિશેષ પ્રવચન નો લાભ એમની જ્ઞાન સભર વાણી થી મળ્યો…..જોઈએ સારાંશ….

  • આપણે અતિ ભાગ્યશાળી છીએ કે સર્વોપરી ભગવાન….એમને ધારણ કરનાર પ્રગટ સત્પુરુષ….સર્વોપરી સિદ્ધાંત…સર્વોપરી સત્સંગ સાક્ષાત મળ્યા છે…..
  • સત્સંગ દીક્ષા ગ્રંથ માં મહંત સ્વામી એ સત્સંગ શબ્દ ની વ્યાખ્યા કરી છે….સત્સંગ એટલે…સત્ય એવો આત્મા…સત્ય એવા ભગવાન…સત્ય એવા ગુરુ…સત્ય એવા શાસ્ત્રો…મળ્યા એ જ સત્સંગ….
  • જેવો સંગ એવો રંગ….આપણે જે પણ આજે છીએ એ સંગ ને લીધે જ છીએ….વચનામૃત માં અનેક વચનામૃત માં સંગ શુદ્ધિ ની વાત કરી છે…..
  • પ્રથમ …આત્મા નો સંગ એટલે કે આત્મ વિચાર કરવો..અંતરદ્રષ્ટિ કરવી…સત્ય એટલે પોતાના આત્મા નો સંગ સદાય કરવો….આપણે દેહ નથી પણ આત્મા છીએ…એ વિચાર કરવો.
  • બીજો- સત્ય એવા ભગવાન નો સંગ…વિચાર…સમાગમ કરવો. નિત્ય પૂજા દર્શન…કથાવાર્તા…કીર્તન…..નવધા ભક્તિ…. થી ભગવાન નો સંગ સદાય કરવો…..આ સહજ થાવું જોઈએ…પરાણે નહીં. ભગવાન ના મહિમા નો નિરંતર વિચાર કરતા રહેવું. એ જ સર્વ કર્તાહર્તા છે….એ જે કરશે એ સારું જ કરશે એનું અખંડ ચિંતવન કરવું જેથી સ્થિતપ્રજ્ઞ થવાય….સુખદુઃખ માં સ્થિર રહેવાય…અભય થઈ જવાય….જીવન માં પરિપૂર્ણતા નો અનુભવ થાય છે… આપણે આપણા ગુરુઓ ના જીવન માં આ સ્થિતિ સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
  • ત્રીજી વાત- સત્ય એવા ગુરુ નો સંગ કરવો……મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે….ગીતામાં ભગવાને કહ્યું કે …શ્રેષ્ઠ મનુષ્ય નું અનુસરણ કરવું….ગુરુ નો સંગ એટલે એમની સ્મૃતિ કરવી. એમણે કરેલા ઉત્સવો..સમૈયાઓ….ની સ્મૃતિ કરવી જેથી એમની સ્મૃતિ સદાય રહે…ત્રણ લાભ થાય…1. બ્રહ્મરૂપ થવાય…2. ભગવાન ના યથાર્થ સ્વરૂપ મહિમા ની ઓળખાણ થાય…3. ભગવાન ના પ્રગટ પણા નો અનુભવ થાય છે…ગુરુ ના મહિમા..કાર્ય…આશીર્વચન.. આજ્ઞા….નો વિચાર સદાય કરવો. એમની સ્મૃતિ સદાય કરવી. જેવી ભગતજી મહારાજ ને પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિશે નિષ્ઠા ભક્તિ હતી તેવી ભક્તિ આપણે આપણા ગુરુ ની કરવી….એમના પ્રસંગો ની સ્મૃતિ કરીએ તો ય આપણી મૂંઝવણ ટળી જાય….
  • ચોથું…..સત્ય એટલે સત્ય શાસ્ત્રો નો સંગ કરવો…આપણા માટે વચનામૃત આવું શાસ્ત્ર છે…મોક્ષ શાસ્ત્ર છે. જીવન ના દરેક પ્રશ્નો નું સમાધાન..સહજ…સાવ લોક સામાન્ય ભાષા માં અહીં આ ગ્રંથ માં થી મળે છે. યોગીબાપા તો કહેતા કે જે કોઈ 108 વાર વચનામૃત વાંચે તો તેને મહારાજ ના દર્શન થાય…!! વચનામૃત ને એની લઢણ માં જ વાંચવું તો જીવ માં દ્રઢ થાય…મહારાજ સ્વામી અને ગુરુઓ ના જીવન ચરિત્ર પણ વાંચવા……જેથી આપણી સ્મૃતિ તાજી રહે..દ્રઢ રહે…..મહિમા સમજાય.
  • આ ચારેય સંગ યથાર્થ રાખીએ તો જીવ બળિયો થાય….બ્રહ્મરૂપ થાય. એમાં ય ત્રીજો સંગ…સત્પુરુષ નો સંગ અવશ્ય…મહિમા એ સહિત કરવો. ભગવાન ને આવા સત્સંગ માટે સદાય પ્રાર્થના કરવી.

અદભુત પ્રવચન….!! સહજ ભાષા માં ગહન જ્ઞાન…..!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર) – પૂ.ભદ્રેશ સ્વામી વિદ્વતા ની દ્રષ્ટિએ આપણા સંપ્રદાય માં અજોડ છે. ગુણાતીત સ્વામીએ એમના બીજા પ્રકરણ માં સંગ ની વાત અનેક વાર કરી છે. અંતર માં સદાય ટાઢું રહે એ માટે સદાય સત્સંગ કરવો. બ્રહ્મરૂપ થઈ..આત્મા રૂપ થઈ ને ભગવાન નું ભજન સદાય  કરવું. ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા…..સંશય ન કરવો. આપણા ગુરુઓ એ આ જ કર્યું છે. પૂ.ભદ્રેશ સ્વામી એ આપણો સિદ્ધાંત શાસ્ત્રો ને આધારે સ્પષ્ટ કર્યો છે. આગળ પણ તેમની આ સંશોધન યાત્રા પ્રગતિ કરતી રહે….

The letter નામની એક ડોક્યુમેન્ટરી પ.પૂ. મહંત સ્વામી મહારાજે ડિસેમ્બર 2020 માં , કોરોના કાળ વખતે અબુધાબી મંદિર નિર્માણ સમયે એક પત્ર લખેલો …એ પર બની છે…..જે 5 એપ્રિલ , 2024 ના રોજ યૂટ્યૂબ અને આપણી વેબસાઈટ પર રજૂ થશે. જેનું ટ્રેલર આજે રજૂ થયું.

આજની સભાનો એક જ સાર હતો……જીવનો સત્સંગ કરી લેવો……આ અતિ દુર્લભ મનુષ્ય અવતાર અને એનાથી ય દુર્લભ આવો સર્વોપરી સત્સંગ આમ ચૂટકી માં નથી મળતો…..એ તો અનંત જન્મો ના સુકૃત ભેગા થાય ત્યારે આ ભગવદ કૃપા એ જ આ યોગ મળે છે. માટે જ સત્સંગ કરી લેવો…..આ જન્મ સફળ કરી લેવો….સ્વયં શ્રીજી જ કહે છે કે સત્સંગ વિના તો અતિ વિદ્વાન હોય તે પણ અધોગતિ ને પામે છે…….!

સમજી રાખો….સત્સંગ ના મહિમા ને સમજી રાખો…જીવ માં દ્રઢ કરી લો….

જય જય સ્વામિનારાયણ…. જય જય અક્ષરપુરુષોત્તમ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-17/12/23

“…..એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે.

…….અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.

……….અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

—————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-અંત્ય-38

ભક્તિ નો માસ….માર્ગશીર્ષ અર્થાત માગશર માસ ની શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભ પણ ધનુર્માંસ ની હેલી સાથે થયો…..આથી પરોઢિયે મંગળા ધૂન અને આરતી નો લાભ અને અત્યારે રવિસભા નો પરમ લાભ……!બસ આજ ના હરિમય દિવસ ને માણતા માણતા…. મારા વ્હાલા ના આજ ના અદભુત દર્શન……

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..એ પછી એક યુવક મિત્ર દ્વારા જોશીલું…મૂર્તિ પદ….” જુઓ છબી શ્યામસુંદર વર કેરી રે….” ભુમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…….માત્ર આંખો બંધ કરી ને એ હરિ ની સોણલી છબી ને માણવા નો પ્રયત્ન કરો…….ગેરંટી છે કે હૈયું એની કલ્પના માત્ર થી બાગ બાગ થઈ જશે…..નવપલ્લીત થઈ જશે…..તો વાસ્તવ માં એ મૂર્તિ કેવી હશે???? એના ક્ષણભર ના દર્શન માત્ર થી…સારંગપુર 1 ના વચનામૃત માં કહ્યું છે તેમ અખંડ …અપ્રતિમ…સર્વોપરી સુખ નો અનુભવ થશે…..!! એ પછી અન્ય યુવક દ્વારા ” મન વસિયો રે…સહજાનંદ મારે મન વસિયો….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…એ અખંડ સુખ ના સ્ત્રોત સમાન શ્રીજી ની છબી દેખાય પછી સીધી અંતર માં જ સોંસરવી ઉતરી જાય ને…..!! બાકી શુ રહે?? એ એક મન માં વસી જાય પછી સહજ જ આ લોક અને તેના ઉપભોગ સર્વે ફિકકા લાગે……જેને દૂધપાક ના આણા હોય તે ખાટી છાસ માટે દોરાય…???? 😊….હરિ ના અપ્રતિમ આકર્ષણ માં ….બ્રહ્માંડો ખેંચાઈ જાય….!! એ પછી મિત્ર ધવલ દ્વારા મૂર્તિ ના પદો ની આ શૃંખલા માં આગળ ” ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……..! અદભુત પદ….! એ પછી પૂ.દિવ્યકિશોર સ્વામી અને યુવકો દ્વારા “સતસંગ વિના, જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને….” બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત પદ સ્વરબદ્ધ થયું…….બ્રહ્મસત્ય….જીવ ને સત્સંગ નો ..અર્થાત સત્સંગ એટલે કે સાચા પુરુષ….સાચા શાસ્ત્ર….સાચા ભગવાન નો સંગ થાય તો જ જન્મમરણ ની આ લખચોરાસી ટળે…. બાકી તો માયા ના આ ગાઢા પડળ માં થી આપમેળે છટકવું શક્ય જ નથી….!

એ પછી ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના 4 થી 6 ડિસેમ્બર દરિમયાન ના નડિયાદ વિચરણ ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી થયો……

અદભુત દર્શન……

એ પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી તે પ્રવચન અને વક્તા નું આગમન થયું…..પૂ. અક્ષરવત્સલ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સનાતન ધર્મ” વિશે રસપ્રદ પ્રવચન નો બીજો ભાગ રજૂ થયો….જોઈએ સારાંશ માત્ર…..

  • સનાતન ધર્મ અજોડ..અતુલ્ય છે….મહાસાગર જેવો છે કે જેનું ઊંડાણ કોઈ પામી શક્યું નથી……જેની વ્યાખ્યા કરવી અઘરી છે….અતિ વિશાળ છે છતાં મદ થી છલકાતો નથી…કોઈ પાળ માં બંધાયેલો નથી…..1948 માં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મહંત શાસ્ત્રી યજ્ઞપુરૂષ દાસ અને એક વૈશ્ય ભક્ત વચ્ચે કાનૂની વિવાદ થયેલો….એમાં જજો ની બેચ સનાતન ધર્મ ની વ્યાખ્યા કરવા બેઠેલી પણ વ્યાખ્યા થઈ શકી નહીં….એમણે આ સનાતન ધર્મ ને ધર્મ નહિ પણ જીવન જીવવા નો એક માર્ગ કહેલો……
  • આ સનાતન ધર્મ સદ્ગુણો…લક્ષણો..જીવન ની કેળવણી આદિક પર આધારિત છે. ભગવાન વેદવ્યાસ શાંતિ પર્વ માં કહે છે કે સૌના પ્રત્યે સદભાવ…સત્ય..શાંતિ..પવિત્રતા જેવા સદગુણ હોય…નિયમ ધર્મ હોય તે સનાતન ધર્મ છે….જો આવા સદગુણ આપણા માં નથી તો આપણે સનાતની નથી….આવા સદ્ગુણો માં…સનાતન નિયમો માં..ભગવાન માં….આત્મા પરમાત્મા, કર્મ ફળ અને પુનર્જન્મ , મૂર્તિ પૂજા અને અવતારવાદ માં અતૂટ શ્રદ્ધા …એ જ સનાતન ધર્મ…
  • અવતારો ની સંખ્યા માં અલગ અલગ શાસ્ત્રો માં ભેદ છે……આપણે સનાતન ધર્મ માં અવતારો ની સંખ્યા માં કોઈ મર્યાદા નથી….સંભવામી યુગે યુગે……શ્રદ્ધા મુજબ ભાવિકજનો… આદિ શંકરાચાર્ય થી લઈને ચૈતન્ય મહાપ્રભુ સુધી ભગવાન ના અવતારો ગણે છે…..આમ, અવતાર વાદ શ્રદ્ધા મુજબ જ ચાલે છે….એ જ સનાતન ધર્મ નું સૌંદર્ય છે….છતાં ભગવાન ની ભક્તિ ક્યારેય ઓછી થઈ નથી…થવાની નથી……ભલે ને વિરોધીઓ આક્રમણ કરે…!!
  • એવી જ શ્રદ્ધા કરોડો લોકો ના અંતર માં ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ માનવા માં છે……જેને કોઈ ડગાવી શકે નહીં…….ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ એમ ને એમ નથી ગણતા…..એના અનેક કારણો છે……
  • સ્વામિનારાયણ ભગવાન ને ઘણા સમાજ સુધારક કે સંત કે મહાપુરુષ….માને છે..એમાં કોઈ વાંધો નથી…પણ ભગવાન સ્વામિનારાયણ ના સમય ના સમકાલીન સમાજ સુધારક રાજા રામ મોહનરાય આદિક થયા , પણ એમને કોઈએ એમને ભગવાન ન ગણ્યા……તો એવું તે શું હતું સહજાનંદ સ્વામી માં ..કે એ એમને ભગવાન ગણાયા????
  • ગુરુ રામાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામી ને દીક્ષા આપી ત્યારે એમને ભગવાન તરીકે ગણ્યા હતા…એનો ઉલ્લેખ એ સમય ના દસ્તાવેજી પુસ્તકો માં છે. સ્વમુખે, સ્વામિનારાયણ ભગવાને પોતાના પત્રો, વચનામૃત, પ્રસંગો દ્વારા અને પોતાના જીવન અને કાર્ય, ઐતિહાસિક વિચરણ યાત્રા માં આ પુરુષોત્તમ પણુ છલકાઈ ઉઠે છે..મુક્તાનંદ…ગોપાળાનંદ …બ્રહ્માનંદ…નિત્યાનંદ…નિષ્કુળાનંદ સ્વામી આદિક મોટા મોટા અતિ વિદ્વાન સંતો ના અનુભવો…….અતિ જડ ,વ્યસની મનુષ્ય માં થી નિષ્ઠાવાન હરિભક્ત બનેલા સમકાલીન વ્યક્તિઓ…..એ સમય ના રાજાઓ…અતિ પ્રતિષ્ઠિત વ્યકતીઓ સ્વામિનારાયણ સત્સંગી થયા…. એના પ્રસંગો ….જીવન પરિવર્તન ના પ્રસંગો…એની સાક્ષી પૂરે છે……..
  • એ સમય ના ત્રણ હજાર થી વધુ ધન સ્ત્રી ના ત્યાગી વિદ્વાન સાધુઓ ( એ પણ અતિ કઠિન એવા 113 પ્રકરણ માં થી પસાર થયેલા) , સમાધિ પ્રકરણ ( એના દસ્તાવેજી પુરાવા હજુ છે…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ એ જ સમાધિ પ્રકરણ ચલાવેલું…જેના ફોટો, ન્યૂઝ આર્ટિકલ હજુ છે…) , અતિ ગહન શાસ્ત્રો ની રચના, ગગનચુંબી મંદિરો…વડતાલ માં પોતાની મૂર્તિ ની સ્થાપના પોતાના હાથે કરી…પોતાના શિષ્યો ના સુખાકારી માટે માગેલા બે વરદાન…..સામાજિક સુધારા ના કાર્યો…. મહિલા ઓ ના શિક્ષણ પર ભાર મુક્યો, દહેજ પ્રથા બંધ કરાવી, દીકરી ને દૂધપીતી રિવાજ બંધ કરાવ્યો, સતીપ્રથા ને બંધ કરાવી…..આ બધું દસ્તાવેજી પુરાવા સાથે છે…..
  • આજે સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી સુખી છે …એની પાછળ આ જ રહસ્ય છે…..એ જ સ્વામિનારાયણ ભગવાન આજે પણ ગુણાતીત પરંપરા દ્વારા પ્રગટ છે…..જે પ્રત્યક્ષ દેખાય છે. આ સંપ્રદાય નો વિરોધ એ સમયે પણ હતો અને આજે પણ વિરોધ છે અને કદાચ ભવિષ્ય માં ય વિરોધ રહેશે…..છતાં આ સંપ્રદાય ના મૂળિયા…..આ સનાતન ધર્મ સંપ્રદાય ના પાયા ડગશે નહીં……સમગ્ર સનાતન ધર્મ નો સાર રૂપ તત્વ…..નિયમ ધર્મ…ભક્તિ વૈરાગ્ય અહીં પ્રગટ પ્રમાણ જોવા મળશે….

અદભુત પ્રવચન…..!! સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી…..!!! એ પછી જાહેરાત થઈ કે તિથિ મુજબ ના પ્રમુખસ્વામી મહારાજ ની જન્મતિથિ ઉત્સવ ની પ્રતીક ઉત્સવ આવતા રવિવારે ઉજવાશે…..પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી રચિત એક સંવાદ પણ રજૂ થશે. અબુધાબી મંદિર નો પ્રતિષ્ઠા ઉત્સવ નજીક છે……એના માટે થોડીક સૂચના ઓ રજૂ થઈ…જો આપ પ્રતિષ્ઠા ઉત્સવ માં જવાના હો તો ..Festival of harmony એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આજે સભામાં સદગુરુ પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…એમનું જાહેર સન્માન થયું…..પ.ભ. હર્ષદભાઈ ચાવડા નું પણ સ્વાગત થયું…..

આજની સભાનો એક જ સાર હતો…….કે પૂર્વ ના અનંત પુણ્ય પ્રગટ થયા હશે તો જ આવા સર્વોપરી ભગવાન નું શરણું મળ્યું છે…..અને એ જ સર્વોપરી શ્રીહરિ ….એમના એકાંતિક સંત ગુરુ રૂપે પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે……આપણા ભાગ્ય નો કોઈ પાર નથી…એ લખી રાખવું…..

બસ પ્રાપ્તિ ના કેફ ને વધાવી લેવો……..

જય જય સ્વામિનારાયણ……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

BAPS રવિસભા-10/09/23

સ્વામિનારાયણ હરે…..સ્વામી એ વાત કરી જે….

ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે……

————

અક્ષર વાતો-1/22

આજે શ્રાવણ માસ નો છેલ્લો રવિવાર અને સાથે એકાદશી…..સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ ને એક હરિ માં સ્થિર કરવાનો દિવસ…..પછી ભક્તિ નું જોર મોળું કેમ પડે?? ભક્તિ એ જ જીવન સાથે મારા વ્હાલા ના અદભુત દર્શન ને હૃદયસ્થ કરીએ…..એકાદશી સફળ કરીએ…

આજે સભાની શરૂઆત ઓચ્છવીઆ મંડળ દ્વારા થઈ…..આ મંડળ એટલે આપણા સંપ્રદાય જેટલું જ જૂનું પ્રણાલીગત મંડળ…..ઢોલ,ત્રાંસા અને ભૂંગળ ની મદદ થી એકાદશી,પૂનમ કે અન્ય ઉત્સવો ના પદો એમની લાક્ષણિક ઢબે ગાય…..જુના મંદિરો કે શીખરબદ્ધ મંદિરો માં આ મંડળો જોવા મળે….પણ એમને સાંભળવા એક લ્હાવો છે……શેર લોહી ચઢી જાય …!!!😊

અદભુત…..! એમના દ્વારા ધૂન પછી બ્રહ્માનંદ સ્વામી રચિત ” મારા ઘેર આવો રે ..સુંદર પાઘ ઘડી ને……” પદ એમની આગવી ઢબ માં ત્રાંસા.. ભૂંગળ અને ઢોલ ના પડઘા સાથે રજૂ થયું…..અદભુત…અદભુત…!!

એ પછી “આજ એકાદશી ઓચ્છવ ની…….”બ્રહ્માનંદ સ્વામી રચિત પદ એમના દ્વારા જ..એ જ હોંકારા પડકારા સાથે રજૂ થયું…….અદભુત માહોલ…..!! ભક્તિ આરાધના નો દરેક રંગ હૃદય સુધી પહોંચે છે……! ત્યારબાદ ” મારા મંદિરિયે પધાર્યા …..” પદ એ જ ઉત્સવ મંડળ દ્વારા રજૂ થયું…..ભગવાન અંતર ને આંગણે પધારે ત્યારે હૈયું હાથ રહે??? આ પદ માં એજ લાગણી હતી…..સહજ આનંદ સદાય…….સર્વત્ર…!!! એ જ ઉત્સવ ના ..ઉત્સાહ ના માહોલ માં ….ઉત્સવ મંડળ નું પ્રિય પદ ” છબી તારી….છબીલા તારી….રસીલા તારી…..” બ્રહ્માનંદ સ્વામી રચિત… રજૂ થયું અને સમગ્ર સભામાં એ કીર્તન નો ઉન્માદ …ઉત્સાહ બની ને છવાઈ ગયો…..! મંજીરા..ત્રાંસા.. ઢોલ નો નાદ જ પ્રધાન થઈ ગયો……ભૂંગળ ગુંજી ઉઠ્યા…..છબી તારી…છબીલા….!!!!

આજની શ્રાવણ માસ ની અંતિમ પારાયણ હતી અને પૂ.બ્રહ્મ મુનિ સ્વામી આજે શ્રીહરીલીલામૃત પર પોતાના પ્રવચન ( ભક્તવત્સલ શ્રીહરિ) નો લાભ આપવાના હતા…..પારાયણ પૂજન વિધિ પછી આરતી અને એ પછી પારાયણ નો પ્રારંભ થયો….જોઈએ સારાંશ માત્ર…

  • ભારત ની પુણ્ય ભૂમિ …ભગવાન અને એમના અવતારો…..સંતો ભક્તો ની ભૂમિ છે. એમના લીલા ચરિત્રો હજારો વર્ષો થી ભક્તો ના મનોરથ પુરા કરી રહ્યા છે……ભગવાન સ્વામિનારાયણ 250 વર્ષ પહેલાં પ્રગટ થયા અને એમની ભક્તવત્સલતા શાસ્ત્રો માં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે.
  • ગઢડા માં વરસાદ ખેંચાયેલો અને પછી ઇન્દ્રદેવ ની પૂજા કરાવી અને ખૂબ વરસાદ પડ્યો…જીવા ખાચર ના દરબાર માં બિરાજમાન શ્રીહરિ ને વરસાદ નું જોર વધતા બીજી મેડીએ મહારાજ ને બિરાજમાન કરી , ખાટલા ના પાયા તોડી ને તાપણું કરી…મહારાજ ને જમાડી ને અન્ય જગ્યા એ મોકલ્યા….એ રાત્રીએ ભારે વરસાદ માં એક હરિભક્ત દેવા ભગત નું ઘર ધસી પડ્યું અને ભક્ત ની પ્રાર્થના સાંભળી મહારાજે એ ભક્તના ઘર નો મોભ પોતાના ખભા પર લઈ ને એને બચાવ્યો….
  • આમ, ભગવાન ..ભક્ત ની પ્રાર્થના સાંભળી ને દોડી આવે છે…એ સદાય આપણી રક્ષામાં બેઠા છે…..સતત 30 વર્ષ સુધી જ્યાં જ્યાં ભક્તો નો સાદ પડ્યો ત્યાં ત્યાં સ્વામિનારાયણ ભગવાન ની માણકી દોડી છે…..અનેક ભક્તો ના મનોરથ પુરા કર્યા…..જીવન ના પરિવર્તન કર્યા…..શુદ્ધ જીવન જીવતા કરી બ્રહ્મ માર્ગ બતાવ્યો….આત્યંતિક કલ્યાણ ના અધિકારી કર્યા…..
  • ભગવાન સ્વામિનારાયણે એમના જીવન કાળ દરમ્યાન 6 મંદિરો રચ્યા…પોતે બે મુખ્ય શાસ્ત્ર ની ભેટ સત્સંગ સમાજ ને આપી……વચનામૃત અને શિક્ષાપત્રી માં પોતાના સત્સંગીઓ ને સદાચાર યુક્ત ધાર્મિક જીવન જીવવા ની આજ્ઞા કરી…..બ્રહ્મરૂપ થઈ ને પરબ્રહ્મ ની ભક્તિ કરવાનો માર્ગ બતાવ્યો…..એ માટે નિયમ ધર્મ આપ્યા….પોતાના એકાંતિક સંત દ્વારા પ્રગટ રહેવાનું વચન આપ્યું…..
  • સાચા સંત એમના માં રહેલા ભગવાન ને લીધે ઓળખાય…..એમના મુખ પર ભગવાન ની હાજરી નો આનંદ હરઘડી દેખાય…..એનો મહિમા એમના કાર્ય થી દેખાય….ઓળખાય…..! વેદો, પુરાણો, ઉપનિષદો…ભાગવત…રામાયણ….વગેરે માં આવા સાચા સંત ના લક્ષણ દર્શાવ્યા છે…..આપણે તો વચનામૃત ના પાને પાને આવા મોટા સંત ના લક્ષણ ..મહિમા કહ્યા છે……આવા સાચા સંત ની પરંપરા આપણે ત્યાં છે……જે આજે પણ ચાલુ છે અને ચાલુ રહેશે…….
  • આપણા ગુણાતીત ગુરુઓ ના કાર્યો આજે દુનિયામાં વખણાય છે…….માન હોય કે અપમાન….સર્વે સ્થિતિ માં એ સમ …સ્થિર ..સ્થિતપ્રજ્ઞ રહ્યા છે……જીવ માત્ર ના સુખાકારી નો વિચાર પહેલા કર્યો છે…..પોતાના શુદ્ધ જીવન થી લાખો કરોડો મુમુક્ષુ ઓ ના જીવન બદલ્યા……સ્વભાવ ટાળ્યા….કોઈનો તિરસ્કાર નહીં….બધા પ્રત્યે કરુણા…આદર ભાવ….! હિન્દૂ ધર્મ …સનાતન ધર્મ ની રક્ષા…. વિકાસ ..પ્રચાર માટે ભગવાન ના અનેક અવતારો….મહાદેવ ના મંદિરો ની રચના…માં યોગદાન આપ્યું….સમાજ ના વિકાસ માં સિંહફાળો આપ્યો…..આમ આપણી સંસ્કૃતિ..ધર્મ….સંસ્કાર ની રક્ષા કરી..પોષણ કર્યું…..જેના સૌ કોઈ સાક્ષી છે……
  • આપણ ને જે ભગવાન માં શ્રદ્ધા હોય…..કે જે માતાજી માં શ્રદ્ધા હોય…તેના સાચા ભક્ત થવું…….નિષ્ઠા દ્રઢ રાખવી……સત્સંગ માં સદાય દ્રઢ રહેવું…..સત્સંગ ક્યારેય છોડવો નહીં…..એ જ જીવન છે… !!

અદભુત…અદભુત….!! પ્રેરક પ્રવચન……..!

ત્યારબાદ એક વિડિયો દ્વારા ગુરુ મહંત સ્વામી મહારાજ ની ભક્ત વત્સલતા ના દર્શન થયા……સારંગપુર માં દંડવત કરતા યુવકો ના કપડાં ન બગડે એની ચિંતા કરી….કણાદ સુરત માં અસહ્ય ગરમી માં હરિભક્તો ને બેસવું પડ્યું એ માટે સ્વામીશ્રી એ સર્વે ની ક્ષમા માંગી…..સાંકરી માં એક હરિભક્ત ની 56 વર્ષ પહેલાં ની લાલ મોટર માં બેઠેલા એ સ્વામી ને એ હરિભક્ત ને જોઈને યાદ આવી ગયું…..અદભુત ભક્ત વત્સલતા….!! …સારંગપુર માં એક નાના બાળક નો રૂબરૂ ચરણ સ્પર્શ નો સંકલ્પ અંતર્યામી પણે પૂરો કર્યો…!

આવતા રવિવારે સાંજે 5.30 શાહીબાગ બાલિકા પારાયણ છે…..અહીં થી બે સંતો અમેરિકા અક્ષરધામ જઇ રહ્યા છે….એમનું જાહેર માં અભિવાદન થયું.

આજની સભાનો એક જ સાર હતો……જે ભગવાન ની પ્રાપ્તિ આપણ ને થઈ છે….જે ગુરુ આપણ ને મળ્યા છે….તેના આદર્શ ભક્ત..શિષ્ય થવું…….એમની આજ્ઞા માં દ્રઢ રહેવું…..એમની લાજ વધે તેમ કરવું….એમણે આપણા પર મુકેલો વિશ્વાસ ભંગ ન થાય….એમ જીવન જીવવું……!!!

એમની જ નીતિ..રિતી …આજ્ઞા જ સર્વોપરી….! એ જ આપણું જીવન…….એમનો જ રાજીપો એ જ જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-04/09/2022

સંત પરમ હિતકારી, જગત માંહી… ꠶ટેક

પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી… જગત꠶ ૧

પરમકૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખહારી… જગત꠶ ૨

ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી, રીત જગતસે ન્યારી… જગત꠶ ૩

બ્રહ્માનંદ કહે સંતકી સોબત, મિલત હૈ પ્રગટ મોરારી… જગત꠶ ૪

આજની સભા ” સૌના પ્રાણ આધાર પ્રમુખ સ્વામી મહારાજ…” થીમ પર હતી અને સભા આજે ભરીભરી હતી…..ગણેશ ઉત્સવ થી સમગ્ર વાતાવરણ ઉત્સવ ભર્યું છે અને અહીંયા તો નિત નવીન સત્સંગ ની હેલી…..પછી બાકી શુ રહે?? શરૂઆત સદાય મારા વ્હાલા ના દર્શન થી…

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન થી થઈ અને એ પછી એક યુવક મિત્ર દ્વારા ” સાત સમંદર પર….સ્વામી તારો જયજયકાર….” પદ રજૂ થયું……ગુરુ સમર્થ મળે તો સત્સંગ નો જયજયકાર થતા કોઈ રોકી ન શકે…સમર્થ ગુરુ જ સર્વ પ્રાપ્તિ નું કારણ છે…એક કિશોર દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત ” લાલ તેરી લટકની મેં લલચાણી…” પદ રજૂ થયું…….શ્રીજી ની દરેક ક્રિયા એટલે મધુરં… મધુરં… રુચિરં…રુચિરં…રુચિરાધી પતે… અખિલમ રુચિરં…!! એમના સિવાય જીવ બીજે ચોંટે તે જ માયા….! એ પછી એક યુવકે પૂ.અક્ષર જીવન સ્વામી રચિત ગુરુ મહિમા નું પદ ..” સૌના રે પ્રાણ પ્રમુખસ્વામી મહારાજ…” રજૂ થયું. પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા જેટલો ગવાય એટલો ઓછો છે….એમના કાર્યો.. એમણે કરેલા અનેક ના જીવન પરિવર્તન…એના જ સાક્ષી છે….

એ પછી સત્ય ઘટના આધારિત એક સંવાદ ” સૌના પ્રાણ આધાર…” અટલાદરા મંદિર છાત્રાલય ના યુવકો દ્વારા રજૂ થયો…..કુસંગ ને રવાડે ચડેલા સત્સંગી પરિવાર ના યુવક ને , પત્ર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ…માર્ગદર્શન મળ્યું અને એનું જીવન પાછું સન્માર્ગે આવી ગયું…સુધરી ગયું…! જે સૌના થયા છે…એના સૌ થયા છે…એવા પ્રમુખ સ્વામી મહારાજ આજે કરોડો ના પ્રાણ આધાર ગુરુ છે…એ કઈ એમ ને એમ નથી…! અદભુત સંવાદ…!

અન્ય એક સંવાદ માં , ઉશ્કેરાઈ ને , પ્રદર્શન ને આગ લગાડનાર ક્રોધીલા યુવક ને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ક્ષમા મળી..માર્ગદર્શન મળ્યું… એના હૃદય માં રહેલા ક્રોધ ને સ્વામીશ્રી ના સ્નેહભર્યા વચનો એ શાંત કર્યો….એના સ્વભાવ બદલ્યા….એ યુવક સંનિષ્ઠ સત્સંગી થયો…! આવા તો અનેક ના નરક સમાન જીવન ને …અધમ સ્વભાવો ને પ્રમુખ સ્વામી એ સત્સંગ ને રંગે રંગ્યા…. કલ્યાણ ના અધિકારી કર્યા….!

અદભુત સંવાદ…!! સૌ યુવકો ની આ અદભુત પ્રસ્તુતિ ને ..સંદેશ ને સમગ્ર સભાએ અસ્ખલિત તાળીઓ ના ગડગડાટ થી વધાવ્યો…!

ત્યારબાદ એ જ અટલાદરા મંદિર છાત્રાલય ના યુવકો નો સ્વાનુભવ ” હતા રજકણ ..બન્યા હિમાલય…” વિષય આધારે સ્વભાવ…જીવન…પરિવર્તન , વિડીયો ના માધ્યમ થી જાણવા મળ્યા…..! અદભુત અનુભવ….! આપણા છાત્રાલય તો ખરેખર સંસ્કાર ના કેન્દ્ર છે…જીવન ઘડતર ના મંદિર છે…

ત્યારબાદ એ જ યુવકો દ્વારા પદ્ય નૃત્ય. (Lyrical dance) “સંત પરમ હિતકારી” રજૂ થયું….સાચા સંત કોને કહેવાય? વાસ્તવ માં સંત પરમ હિતકારી હોય છે?? એના કાવ્ય નૃત્ય દ્વારા ઉત્તર મળ્યા….! પ્રમુખનસ્વામી મહારાજ ના જીવન ના અમુક પ્રસંગો…એમના ગુણાતીત ગુણો અને એમાં થી જગત ને મળેલા સદજીવન ના સંદેશા ઓ ની અદભુત પ્રસ્તુતિ થઈ…..! અદભુત…અદભુત….! સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી….! પૂ. પરમપ્રેમ સ્વામી અને એમની ટીમ નો ખુબ ખુબ આભાર…

ત્યારબાદ સારંગપુર થી પધારેલા વરિષ્ઠ સંત પૂ. અક્ષર ચરણ સ્વામીએ પૂ.પરમપ્રેમ સ્વામી નું હારતોરા થી સન્માન કર્યું….પ્રસંગોચિત પ્રવચન માં સ્વામી એ કહ્યું કે…..ભાગવત માં વર્ણવેલા તમામ સત્પુરુષ ના ગુણ પ્રમુખસ્વામી મહારાજ માં જોવા મળતા….હવે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર છે….આપણી પાસે પરમ એકાંતિક સત્પુરુષ છે…..આપણે સદાય નું સુખ પ્રાપ્ત થયું છે….બસ આ પ્રાપ્તિ ના સુખ ને અનુભવવા નું છે…વધારતા રહેવાનું છે….

પૂ.સંતો દ્વારા જાહેરાત થઈ કે…હવે કોઈ પણ રજા આવે એટલે પહેલો વિચાર શતાબ્દી નો કરવો….શતાબ્દી કાર્યકરો નો તાલીમ પ્રોગ્રામ આવી રહ્યો છે…ત્રણ તબક્કા માં …આવતા રવિવાર થી સવારે 8 થી 4 સુધી આ પ્રથમ તબક્કા ની શરૂઆત થશે….કયા વિસ્તાર આવશે..એની જાણકારી મળી. ( નામ જે તે વિસ્તાર માં થી જાણવા મળશે..) ….ટીવી ચેનલ ટીવી 1 પર શનિવાર 10 સપ્ટેમ્બર થી ” પ્રમુખ સ્વામી મહારાજ ને પગલે પગલે…” કાર્યક્રમ સિરીઝ રજૂ થવાના છે………આવનારી એકાદશી જળ ઝીલણી એકાદશી છે….યથાશક્તિ નિર્જળા કરવી…..શાહીબાગ મંદિરે આની સભા થશે….

આજની સભા એક એવા યુગપુરુષ ને સમર્પિત હતી કે જે સદાય પ્રગટ પ્રમાણ રહ્યા છે…અને રહેશે…..જીવમાત્ર ના એકાંતિક કલ્યાણ માટે એમના કાર્ય ને કોઈ તોળી નહીં શકે…એના સ્નેહ…પ્રેમ…ભગવાન ને પળ ભર ન વિસરવા ની રીત…અતુલ્ય છે ..અજોડ છે…માટે જ આપણા મોટા ભાગ્ય છે કે આવા ગુરુ સદેહે આપણ ને મળ્યા છે…..બસ એની પ્રતીતિ જીવ માં દ્રઢ થવી જોઈએ…

તૈયાર છો ને?? વારો હવે આપણો છે……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા- 31/07/2022

“અહીં તો સેવા એ જ સત્સંગ…..સેવા એ જ જીવન….સેવા એ જ બ્રહ્મરૂપ થવાનો માર્ગ…..”

આજે મેઘ ઘનઘોર છવાયેલા હતા અને સારી વાત એ હતી કે સત્સંગ ને આતુર હરિભક્તો ને ભીંજવવા વર્ષાની હેલી ન હતી…!આજની રવિસભા નો મુખ્ય વિષય હતો…સેવા ના વ્રતધારી..અને સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરી ને બેપ્સ સંસ્થા ના હાર્દ માં જ આ ગુણ પ્રધાન છે……અને સેવા ના આ મહા અભિયાન માં રામાયણ ની પેલી નાનકડી ખિસકોલી જેવું મારુ પણ..સ્વામી શ્રીજી ની કૃપા થી થોડુંક યોગદાન ક્યાંક છે આથી આ સભા કેમ ચુકાય??? સમયસર સભામાં પહોંચી ગયા અને સૌપ્રથમ…સદાય ની જેમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન…

સભાની શરૂઆત અમદાવાદ ગ્રામ્ય ક્ષેત્ર ના સત્સંગ મંડળ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થઈ. ત્યારબાદ એક યુવક દ્વારા ભક્તરાજ વનમાળી દાસ રચિત ” સેવામાં રાખો સદાય…તમ પાસ માંગુ હું એટલું..” પદ રજૂ થયું. દેહ થી અને મન ..કર્મ..વચન થી મોટા પુરુષ ની આજ્ઞા મુજબ સત્સંગ ની સેવામાં જોડાઈ એ છતે દેહે અક્ષરધામ નું સુખ સદાય વર્તે એ ચોક્કસ છે….! ત્યારબાદ એક યુવક દ્વારા ” સેવા એ જ અમારું જીવન…” પદ રજૂ થયું. ખરેખર તદ્દન સાચી વાત…..અહીં તો સેવા કરે એ જ મહંત…એ જ સત્સંગ માં મોટેરો….અને એથી જ સેવા એ જ અહીં જીવન…!

આજે સભામાં ભરૂચ મંદિર કોઠારી અને વિદ્વાન, ખૂબ સારા વક્તા એવા પૂ.અનિર્દેશ સ્વામી પધાર્યા હતા. સભાને એમના પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ…..

  • ભતૃહરી એ સેવા ધર્મ ને ગહન…ગૂઢ કહ્યો છે પણ આપણાં ગુરુવર્યો એ એને સર્વજીવ સુગમ કર્યો છે….આજ્ઞા થી થતી સેવા અક્ષરધામ પ્રાપ્તિ નું કારણ બને છે
  • સેવક ના લક્ષણ- આપોઆપ સેવા કરવાનો શુદ્ધ ભાવ, સાચું સમર્પણ, જવાબદારી અને નિર્દમ્ભ પણું , ઉપેક્ષા રહિત તન્મયપણું, કોઈ શરત વગર ની તત્પરતા પણુ અને ઉત્સાહ…દેહભાવ મૂકી ને સેવા ની સાતત્યતા …..ટૂંક માં સાચો સેવક એટલે સાચો ધણી…. ધણી પણુ રાખી ને સેવા કરે એ સાચો સેવક
  • શતાબ્દી માં.સેવા ..ધણી થઈ ને કરવાની છે….જે આપણા ગુરુવર્યો ના જીવન માં પ્રત્યક્ષ દેખાય છે…
  • સાચો સેવા ધર્મ નો ધણી એટલે અધિકાર સામે જોયા વગર સેવામાં જોડાઈ જવું….અધિકાર આપે પણ વાપરે નહિ…પ્રમુખ સ્વામી એ પ્રમુખ વરણી દિન ને દિવસે જ એંઠા વાસણો ધોયા…
  • સાચું ધણી પણુ એટલે સેવા કરે…સેવા કરાવે નહિ એ….પ્રમુખ સ્વામી મહારાજે અટલાદરા મંદિર માં અતિ ગરમી વચ્ચે ચુનો પીસવા ની સેવા કરી…પોતાની આંગળી મહાકાય પથ્થર વચ્ચે છૂંદાઈ ગઈ છતાં સેવા નો યજ્ઞ અવિરત ચાલતો જ રહ્યો….
  • સાચું ધણી પણુ એટલે સૌનું સાંભળે પણ કોઈને સંભળાવે નહિ…….સ્વામી સૌને સાંભળે…પણ કોઈને કોઈ ..ક્યારેય ફરિયાદ નહિ….સગવડો અગવડો વચ્ચે અતિ કઠિન વિચરણ પણ કોઈ ફરિયાદ નહિ..
  • સાચું ધણી પણુ એટલે બીજાને અનુકૂળ થઈ જાય પણ એ ને પોતાને અનુકૂળ કરવાનો કોઈ આગ્રહ નહિ….હઠીલા હરિભક્તો ની અયોગ્ય હઠ ને સાચવવા પ્રમુખ સ્વામી મહારાજ પોતાની અનુકૂળતા છોડી એમની અનુકૂળતા પ્રમાણે વર્તતા…
  • સાચું ધણી પણુ એટલે સ્વયં જાત ને જોડી દે….પણ કોઈને જોડવા નો દુરાગ્રહ ન કરે…..સ્વામી …મંદિર ના ગંદા ટોયલેટ કોઈને પણ કહ્યા વગર જાતે જ સાફ કરવા મંડી પડ્યા….
  • સાચું ધણી પણુ એટલે સૌને સફળતા નો યશ આપે પણ એક પોતાને ન આપે…..સમગ્ર સમૈયા ઓ માં પોતાનું સર્વ માર્ગદર્શન ..આયોજન હતું પણ તેની સફળતા નો યશ તો સર્વે સંતો..હરિભક્તો…ને જ આપતા…ક્યારેય આ “મેં” કર્યું છે એવી વાત જ નહીં..
  • સાચું ધણી પણુ એટલે સૌને હાથ જોડે પણ કોઈને જોડાવે નહિ…….પ્રમુખ સ્વામી હોય કે મહંત સ્વામી…એમના હાથ હરિભક્તો ની સમક્ષ સદાય જોડાયેલા જ હોય…! ગોંડલ માં અમૃત મહોત્સવ માં હઠાગ્રહ થી પીડિત એક હરિભક્ત ને મનાવવા માં બાપા એ યોગીબાપા ની આજ્ઞા થી 10 થી 12 કલાક હાથ જોડીને મનામણી કરી હતી…..હરિભક્ત ને હાથ જોડ્યા પણ એને જોડાવ્યા નહિ….!
  • સાચો ધણી એટલે સામે વાળા ને સમજી જાય પણ એને સમજાવવા નો કોઈ દુરાગ્રહ નહીં….
  • સામે વાળા ની લાગણી સમજી જાય પણ પોતાની લાગણી કોઈ ને સમજાવવાનો આગ્રહ નહિ
  • સામે વાળા ની માફી માંગે પણ કોઈની પાસે પોતાની માફી મંગાવે નહિ…એ સત્સંગ નો સાચો ધણી….ભૂલ બીજા ની હોય છતાં પોતે વિના કારણે માફી માંગે..એવા અનેક પ્રસંગો પ્રમુખ સ્વામી ના જીવન માં ઠેર ઠેર જોવા મળે છે….
  • અડધી રાત્રે ગાદલા ભરેલી ટ્રક આખી..પોતે ખાલી કરી….કોઈને પણ તકલીફ ન આપી…ભીડો પોતે વેઠી લીધો.
  • આ શતાબ્દી ઉત્સવ માં પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા થી યાહોમ કરી જોડાઈ જવું…..પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર નો એક એક પ્રસંગ ..એનો મહિમા વિચારી ને …એમને રાજી કરવા …એમના જન્મ શતાબ્દી ઉત્સવમાં ઉત્સાહ થી જોડાઈ જવું…….
  • એમનું જીવન એ જ એમનો સંદેશ છે….આજ્ઞા છે…પ્રેરણા છે….એ પ્રમાણે જીવાશે તો સર્વોપરી સેવા થશે….શબરી જેમ ભગવાન ને ઓળખી અમર થઈ ગયા…..તેમ આ સંત ..એનો મહિમા ઓળખી…સમજી ને…એમનામાં મન કર્મ વચને..બુદ્ધિ એ કરી જોડાઈ જવું…. અક્ષર રૂપ થઈ જવું.
  • ગુરુ વચને…ગુરુ ની અનુવૃત્તિ પ્રમાણે પોતાની નજર રાખવી…જીવન જીવી જવું….પોતાનું મન મુકીને વર્તીએ…તો જ અંતરમાં સુખ રહે….શાંતિ રહે….હવે શતાબ્દી ઉત્સવ માં ગુરુ આજ્ઞા મુજબ યથાર્થ જોડાઈ જવું….તો જ ગુરુ રાજી થાય.

અદભુત પ્રવચન….!!

એ પછી પ.પૂ.મહંત સ્વામી મહારાજ ની સભામાં પધરામણી થઈ. સ્વામી ..મહારાજ સાથે શ્વેત હિંડોળા માં અદભુત લાગતા હતા….બાળકો કિશોરો એ સ્વામી ના સ્વાગતમાં “સેવા ના વ્રતધારી અમે તો…”પદ પર નૃત્ય રજૂ કર્યું.

સેવા કરવામાં મોટું વિઘ્ન હોય તો તે છે દેહભાવ….અને આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ ના બળદિયા થવાનું છે…..એ વિઘ્ન પર એક સંવાદ રજૂ થયો….

સેવા કરતા દેહભાવ નડે તો આપણા ગુરુઓ એ કરેલી સેવા ના પ્રસંગો નું મનન ચિંતન કરવું…..દેહભાવ દૂર થઈ જશે….સેવાનો મહિમા સમજાશે….! સેવા કરતા ઉતારા.. ખાવાપીવાની સગવડો ન સચવાય તો પણ મોળા પડી જવાય….એ પર પણ અન્ય એક સંવાદ કડી ગાંધીનગર ના યુવકો દ્વારા રજૂ થયો…..! અદભુત સંવાદ….! દેહાભિમાન પણ એક વિઘ્ન છે …..તેના પર પણ એક સંવાદ રજૂ થયો…..! સેવા કરીએ અને વખાણ ની અપેક્ષા રાખવી એ દેહાભિમાન છે….જીવ ને મોળો પાડી દે…..સત્સંગમાં થી પડી જાય…..આ કદરભાવ ને દર્શાવતો એક સંવાદ રજૂ થયો….! આપણે આપણા ગુરુઓ નું જીવન નજર સમક્ષ રાખી મહારાજ સ્વામી નીં સેવા કરવાની છે…

ત્યારબાદ મહેસાણા ના યુવકો દ્વારા ” સેવા પ્રમુખ ની રીતે” વિષય પર એક અનુભવ આધારિત કાર્યક્રમ રજૂ થયો…..જેમાં શતાબ્દી સેવકો એ પોતાના વિવિધ અનુભવ…ગુરુ ના પ્રસંગો ને આધારે રજૂ કર્યા….! અદભુત….! ગુરુ નો…ભગવાન નો મહિમા દ્રઢ હોય…હરપળ એમના રાજીપા નો જ વિચાર હોય…તો શું ન થાય?? સમજવાનું એ જ છે….

ત્યારબાદ હિંમતનગર ના બાળકો દ્વારા “સેવા…સેવા…સેવા..” પદ પર એક નૃત્ય રજૂ થયું……ગુરુ આજ્ઞા એ …પરસ્પર સંપ..આદરભાવ સાથે સેવા કરીએ તો ગુરુ..ભગવાન રાજી થાય….એ જ મંડળ દ્વારા સેવા પર એક સંવાદ પણ રજૂ થયો…. ! અદભુત સંવાદ……જો જીવ ને કલ્યાણ નો ખપ હોય તો બધું જ થાય…!

સભાને અંતે મહંત સ્વામી મહારાજે આશીર્વચન માં કહ્યું કે….અત્યારે શતાબ્દી ઉત્સવ મેદાન પર સેવા નો બમણો ઉત્સાહ છે…બધા મંડી પડ્યા છે…આપણા ગુરુઓને અસહનીય ભીડા ઓ વચ્ચે …કેટલા ઉત્સાહ સાથે સેવા કરી છે..! આપણે પણ એવી જ સેવા કરવાની છે…! ત્યારબાદ અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા બનાવેલા વિવિધ હાર થી સ્વામીશ્રી નું અભિવાદન પૂજા થયું. ત્યારબાદ ખાસ સ્વામીશ્રી ના દર્શન માટે જ મુંબઇ થી પધારેલા પ્રસિદ્ધ ગાયક નીતિન મુકેશ નું સ્વાગત થયું. ગુરુ મહિમા ના એક બે પદ ગાઈ ને સમગ્ર સભાને ઉત્સાહ થી ભરી દીધી…… શુદ્ધ ગુજરાતી માં બોલતા કહ્યું કે પૂ.મહંત સ્વામી ના દર્શન થયાં ને ધન્ય થઈ ગયો…મારા બાપુજી..બાળકો નું જીવન ધન્ય થયું….હું શતાબ્દી ઉત્સવમાં સ્વામી આજ્ઞા થશે એટલી સેવા કરીશ…જય સ્વામિનારાયણ…!! અદભુત…..!!

આજની સભા અદભુત હતી…..ક્ષર માંથી અક્ષર કઈ રીતે થવાય? એ ગહન રહસ્ય નો ઉત્તર અહીં હતો……જો દેહભાવ ટાળી ને…કેવળ એક ભગવાન ને રાજીપા…પ્રસન્નતા ને અર્થે કાર્ય થાય…સેવા થાય તો એ ભક્તિ કહેવાય છે અને મોક્ષ નું કારણ બને છે…..ગીતામાં…શિક્ષાપત્રી માં શ્રીજી એ જેમ આવક નો દસમો વીસમો ભાગ ભગવાન અર્થે કાઢવાની વાત કરી છે તેમ જો આપણા આયુષ્ય નો દસમો કે વીસમો ભાગ ભગવાન અર્થે નીકળે તો ફરી લખચોરાસી માં ભટકવું ન પડે…..!!! અહીં તો સેવા કરે એ જ મહંત…એ જ મોટો…!!

સમજતા રહો….છેવટે આ આપણા મોક્ષ ની વાત છે….બ્રહ્મરૂપ થવાની વાત છે….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

સેવક રાજ ના સર્વને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ


2 Comments

BAPS રવિસભા- 01/05/2022

પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે,

“પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદાખાચરના ઘરનાં માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતાં નથી; તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. તથા ભયે કરીને પણ ટળે છે પણ તે અતિશય નથી ટળતી. કેમ જે, જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે; જેમ રાજાને ભયે કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે. અને …

જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંક માર્યા હોય ને કચવાવ્યો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય; તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત-સ્વપ્નમાં સંભાર્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી…..

—- વચનામૃત ગઢડા અંત્ય-24

ઉનાળો અમદાવાદ જ નહી સમગ્ર ભારત પર આજકાલ બહુ જ મહેરબાન છે…..ધરતી ઉકળી રહી છે અને તેની અસર સમગ્ર જીવ સૃષ્ટિ પર થઈ રહી છે….અને આવા માહોલ વચ્ચે સત્સંગ કરવો..કરાવવો એ શુરા ઓ નું જ કામ છે….સ્વામી શ્રીજી ખૂબ રાજી છે પરિણામે વિપરીત સ્થિતિ ઓ માં પણ સત્સંગ સહેજે થાય છે….તો શરૂઆત રવિસભા સત્સંગ ની …મારા વ્હાલા ના મનમોહક દર્શન થી…..

આજની સત્સંગ સભાની શરૂઆત પૂ.સંતો..યુવકો ના મધુર સ્વરે મોક્ષદાયક મહામંત્ર સ્વામિનારાયણ ના ધૂન પ્રાર્થના થી થઈ….ત્યારબાદ મિત્ર ધવલ ના સ્વરે ” મારા પુણ્ય ઉદય થયા પાછલા રે…મુને મળિયા સુંદરવર મારા શ્રીહરિ રે..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…..ખરેખર જન્મોજન્મ ના પુણ્ય ભેગા થાય ત્યારે જ શ્રીજી અને એના ધારક સંત નો યોગ આપણ ને થાય….બાકી 84 લાખ યોનીઓ માં ભટક્યા સિવાય ક્યાં આરો છે?? પૂ.સંત ના સ્વરે…બ્રહ્માનંદ સ્વામી રચિત….” સત્સંગ વિના જન્મમરણ ભ્રમજાળ ટળે નહિ…..” પદ રજૂ કર્યું…! આગળ વાત કરી એમ 84 લાખ યોની ની દોડધામ પછી એક મનુષ્ય અવતાર મળે અને જો એમાં પણ સત્સંગ નો યોગ ન થાય તો એ મોંઘેરો મનુષ્ય અવતાર પણ પાણીમાં જાય….! માટે જ શિર સાટે સત્સંગ કરી લેવો….નટવર ને ભજી લેવો…!ત્યારબાદ મિત્ર નીરવ દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત…” સંત સમાગમ કીજે…નિશ દિન ..” પદ રજૂ થયો. સત્સંગ તો સાચા સંત મળ્યે જ થાય..એ વગર તો જીવ સત્સંગ ના માર્ગે એક ડગલું પણ આગળ વધી ન શકે….! અદભુત…

ત્યારબાદ પૂ. યજ્ઞપ્રિય સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા વચનામૃત ગઢડા અંત્ય 24 પર રસપ્રદ..જ્ઞાનવર્ધક પ્રવચન કર્યું…જોઈએ સારાંશ માત્ર…

  • જીવ સાથે અનંત જન્મો ના કર્મો….સ્વભાવો ચોંટીને એકરસ થઈ જાય છે ..જેને દૂર કરવા અઘરા છે….આ ચોંટેલા કર્મો જ સ્વભાવો અને પ્રકૃતિ બને છે…જેને દૂર કરવા દાખડો કરવો પડે છે
  • ગુણાતીત સ્વામી કહેતા કે સ્વભાવ ડુંગર જેવા છે….ખોદી ને દૂર કરવા અઘરા છે….એમ સ્વભાવ સુધારવા અઘરા છે…આ તો લાખ મણ વજન ની ધગધગતી લોઢી ને ગંગાના જળ થી શાંત..ઠંડી કરવા જેવું છે…..રાતોરાત કાઈ ન થાય….
  • સમૈયો આવશે…સેવા કરવાનું થશે ત્યારે આપણ ને આપણા સ્વભાવ દેખાશે…..માન સર્વે દોષો માં સુપ્રિન્ટેન્ડેટ છે….એ જ મનધાર્યું કરાવે છે….સત્સંગ સેવા માં થી વિમુખ પણ થાય…
  • માન આદિક દોષો બધામાં છે, પણ અગત્ય નું છે..તેને જાણી, સમજી ને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો….અંતરદ્રષ્ટિ કરવી…જાણપણું રાખવું….દેહભાવ…અહં મમત્વ ના ભાવ મુકવા.
  • ગઢડા પ્રથમ 68 માં કહ્યું કે ક્રોધ..માન આદિક દોષો થી ગ્રસ્ત…જડ થયેલો જીવ એટલી હદે આ દોષો થી પીડિત હોય છે કે મોટા પુરુષ ગમે તેટલું સમજાવે છતાં એ સ્વભાવ દોષ ટળતા નથી…
  • તો આ સ્વભાવ પ્રકૃતિ ટળે કઇ રીતે?? શ્રીજી અહીં કહે છે કે ..જીવ ને અહીં સત્સંગ નો મહિમા…સત્સંગ માં રહ્યા નો સ્વાર્થ….ખપ…ગરજ સમજાય…તો આ સ્વભાવ..દોષો કાળક્રમે ઘસાય…અને જીવ એને વિપરીત લાગતી સ્થિતિમાં પણ એ સત્સંગ ન છોડે …પોતાના સ્વભાવ સાથે લડી ને પણ સત્સંગ માં ટકી રહે…
  • આપણે પણ આવો ખપ ..ગરજ સત્સંગ માટે કેળવી શકીએ….બસ પાછું વળી ને જોયા કરવું…..અંતરદ્રષ્ટિ કરવી…..

અદભુત પ્રવચન…! એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રાસંગિક આશીર્વચન માં કહ્યું કે— સત્સંગ હોય કે સંસાર…આપણા સ્વભાવ..દોષો આપણ ને નડે છે…નાના મુદ્દાઓ ..વાતો થી આપણું મન ડગી જાય છે….જો આપણે બધા સાથે નિર્દોષ ભાવે વર્તીએ…મહિમા સમજીને વર્તી એ તો વાંધો ન આવે….આવનારા સમૈયા માં આ વાત નું ધ્યાન રાખવાનું છે…સંપ ..સુહર્દભાવ..એકતા…નિર્દોષભાવ રાખશું તો સ્વામી શ્રીજી રાજી થશે….અને એ જ સાચો સમૈયો..!! આ જ આપણી કસોટી અને એમાં આપણે પાસ થવાનું છે. વર્તન માં …સેવામાં નમ્રતા…સુહર્દ ભાવ…દાસત્વભાવ રાખવો……બધાના ગુણ જ જોવા…..કટુ વચન ન બોલવા…મહિમા સમજવો…! સત્સંગ માં વધ્યા નું જ આ કારણ છે…..! આ સમૈયો આપણી પરીક્ષા છે…એમાં સેવા કરશું એટલે સમજાશે કે સત્સંગ માં આપણું લેવલ શુ છે? …બસ દાસનુદાસ થઈ ને વર્તવાનું છે….સમૈયો સર્વોપરી થશે…..આપણા ગુણાતીત ગુરુઓ એ સહન કરી ને પણ સત્સંગ કર્યો છે…આપણે એ જ કરવા નું છે…! બાપા બધું જ જાણે છે…એમને રાજી કરવાના છે….રોજ પ્રાર્થના કરવાની છે કે ..આપણા માં ઉપરના બધા ગુણ આવે…

અમુક જાહેરાત થઈ કે 8 તારીખે શાહીબાગ મંદિર નો પાટોત્સવ છે….એનો કાર્યક્રમ મંદિરમાં થી ..સંપર્ક કાર્યકર દ્વારા મળશે…..અન્નકૂટ સાંજે થશે અને રવિસભા માં – વિશિષ્ટ ઉત્સવ- શ્રીપુર મધ્યે…થશે અને એ ..વિષય પર પૂ.અક્ષર વત્સલ સ્વામી પ્રવચન નો લાભ આપશે…….ભગવાન શ્રી સ્વામિનારાયણ ના જીવન ચરિત્ર ભાગ 1 અંગ્રેજી માં પ્રકાશિત થયું છે….ચંદન ના વાઘા – અખાત્રીજ થી શરૂ થશે….સેવાનો લાભ લેવો.

આજની સભાનો એક જ સાર……લખચોરાસી માં આપણે ઘણું ભટક્યા…હવે મનુષ્ય અવતાર મળ્યો છે તો એને સફળ કરી લેવો…..શિર સાટે સત્સંગ કરી લેવો…અને એનો મહિમા સમજવો….ખપ એવો રાખવો કે જીવ આ સત્સંગ સિવાય આડોઅવળો ભટકે જ નહીં…! હવે તો બ્રહ્મરૂપ થઈ અક્ષરધામ પ્રાપ્ત કરવું ..એ જ એક નિશાન…!

ધ્યાન રાખજો….આ મનુષ્ય અવતાર એળે ન જાય…!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/04/2022

” અનુવૃત્તિ એ જ ભક્તિ…..” …અહીં તો સેવા કરે એ જ મહંત….

— Baps સંસ્થા નો પાયા નો સેવા સંદેશ…

આવનારા બે ત્રણ દિવસ સુધી ગુજરાત પુનઃ આગની ભઠ્ઠી માં શેકાવા જઈ રહ્યું છે……વડીલો અને બાળકો એ આ અસહ્ય ગરમી માં ખાસ સંભાળ લેવી જરૂરી છે……સત્સંગ તો એની એ જ ધૂન માં સદાયે નવપલ્લીત…..મઘમઘતો હતો…..અને સાથે હરિભક્તો નો ઉત્સાહ પણ…!! આજ નો દિવસ અતિ પવિત્ર છે કારણ કે સર્વ કારણ ના કારણ એવા મારા વ્હાલા નો અંગ્રેજી તારીખ પ્રમાણે …03/04/1781 નો પ્રાગટય દિન હતો……મારો વ્હાલો તો સદાયે પ્રગટ પ્રમાણ જ છે…એ ક્યાય દૂર છે જ નહીં….એ બળવત્તર ..દ્રઢ વિશ્વાસ સાથે આજના મનમોહક દર્શન….

સભાની શરૂઆત યુવકો અને સંતો દ્વારા મહામંત્ર ની ધૂન થી થઈ…ત્યારબાદ પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મધુર સ્વરે “મોગરા ના ફૂલ સખી…મોગરા ના ફૂલ…શ્રીજી ને પ્યારા સખી..” પદ રજૂ થયું અને મોગરા ના મઘમઘતા ફૂલો થી આચ્છાદિત શ્રીજી ની મરમાળી મૂર્તિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ….અને એની કેસરભીની સુવાસ જીવ માં ઉતરી ગઈ…..એ પછી યુવક મિત્ર ધવલે ” રંગરેલ પિયા ગિરધારી….’બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું….અદભુત પદ ..!! શ્રીજી ની મૂર્તિ ના અસંખ્ય પદો છે અને એક એક પદ માં શ્રીજી ની મૂર્તિ ના જે વર્ણન થયા છે એવા તો કદાચ કોઈ જગ્યા એ ..કોઈ અવતાર માટે નહીં થયા હોય…! એ પછી પૂ.વિવેકજીવન સ્વામી ના બુલંદ સ્વર માં ” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…સેવામાં રાખો સદાય…” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ રજૂ થયું……પોતાને સાક્ષાત મળ્યા એવા બ્રહ્મ રૂપ ગુરુ ને કેમ રાજી કરી શકાય? એનો ઉત્તર અહીં મળે છે….આ લોક ના અહં મમત્વ છૂટે ને જીવ ને ભગવાન ના….સત્પુરુષ ના બંધન થાય તો જ આત્યંતિક “મુક્તિ” પ્રાપ્ત થાય…!

ત્યારબાદ એ જ પ્રગટ સત્પુરુષ ના દિવ્ય સાનિધ્ય નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો……જોઈએ નીચેની લિંક દ્વારા..

આપણી સંસ્થા સામાજિક આધ્યાત્મિક સંસ્થા socio spiritual organization છે…અને એના કાર્યો સમગ્ર જગત માં જાણીતા અને પ્રેરણારૂપ રહ્યા છે…એ વિશે પૂ.વિવેકમુની સ્વામી દ્વારા વિશેષ પ્રવચન નો લાભ મળ્યો…જોઈએ સારાંશ માત્ર…

  • સેવા એ જ અમારું જીવન…એ જ સૂત્ર આ સંસ્થાના પ્રમુખ ..ગુરુ ના રક્ત ના કણેકણ માં રહી છે…..પ્રમુખ સ્વામી …પ્રમુખ બન્યા એ જ દિવસે એંઠા વાસણ ધોવાની સેવા ઉત્સાહ થી કરી હતી….હું તો સદાય સેવક જ છું…એ જ એમનો મૂળ સંદેશ હતો…
  • અનેક મહાનુભાવો એ આપણી સેવા ભાવના ના વખાણ છડેચોક કર્યા છે….આપણી સેવા ભાવના…એનું મેનેજમેન્ટ ભલભલી કોર્પોરેટ સંસ્થા ઓ ને ટક્કર મારે એવી હોય છે….દરેક ના અંતર ને સ્પર્શે છે.
  • શા માટે આપણી સેવા વખણાય છે?? એના ત્રણ કારણ છે…
  • 1. નિસ્વાર્થ ભાવે સેવા…..બાપા ને તો કોઈ હરિભક્ત..મુમુક્ષુ નિયમ ધર્મ માં દ્રઢ રહે…વ્યસન છોડે..સંસ્કાર જાળવે એ જ મોટી સેવા…..એના સુખાકારી માટે જ વિચરણ….
  • નિર્માની ભાવે…અહં શૂન્યભાવે સેવા……પ્રસિદ્ધિ માટે કોઈ સેવા નહીં…ક્યારેય હું પણુ નહિ….બસ ગુરુ ના સંકલ્પ મુજબ…ભગવાન અને ગુરુ ના રાજીપા અર્થે જ સેવા…
  • 2. વસુધેવ કુટુમ્બકમ …સમગ્ર જગત પોતાનો પરિવાર છે એ ભાવે સેવા કરવા ની ભાવના…..સેવામાં કોઈ સંકુચિતતા જ નહીં….નાત જાત..ધર્મ નો ભેદ જોયા વગર સેવા કરી છે
  • 3. આધ્યાત્મિક ભાવે….એક ભગવાન ને જ રાજી કરવાનો વિચાર સાથે સેવા કરવા ની નિષ્ઠા…..

આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન ઉપર ના ત્રણ મુદ્દા પર જ વીત્યું હતું….એ ત્રણ વિચાર સાથે જ સમગ્ર સેવા મય જીવન….પોતાના શિષ્યો ને…સાધુઓ ને આ ભાવના સાથે જ સેવા કાર્ય માં જોડ્યા છે. આવનારા શતાબ્દી સેવામાં આ જ ભાવના કેળવવા ની છે….સર્વોપરી સેવા કરવા ની છે…!!

એ જ સેવા ની સુગંધ દર્શાવતો એક પ્રસંગ…હાલમાં જ યુક્રેન રશિયા યુદ્ધ માં ફસાયેલા વિદ્યાર્થીઓ ને ….ભારતીય નાગરિકો ને ભારત પરત લાવવામાં ….યુક્રેન ના નાગરિકો ને માટે જે સેવા કરી તેનો વીડિયો રજૂ થયો…..

અદભુત સેવા…..દરેક સત્સંગી ને ગર્વ થાય તેવી સેવા આપણા સ્વયંસેવકો એ રાત દિવસ જાગી ને ખડેપગે રહી ને કરી….Proud to be baps volunteer…..આ વીડિયો અચૂક જુઓ….જોવડાવો…એનો ગુલાલ કરો…

ત્યારબાદ પૂ.ઇશ્વરચરણ સ્વામી એ આશીર્વચન માં કહ્યું કે……ભગવાન અને ગુરુ ની મરજી મુજબ જીવન જીવવું એ જ સાચી ભક્તિ છે…..આપણા ગુરુઓ એ…સ્વયં શ્રીજી મહારાજે અઢળક સેવા કરી છે….હવે શતાબ્દી ઉત્સવ માં સેવા કરવાનો વારો આપણો છે….અહીં તો આપણા ગુરુઓ એ પોતાના દેહ કૃષ્ણર્પણ કરી ને સર્વે નું હિત થાય એમ જીવન જીવ્યા છે…સેવા કરી છે….! આ શતાબ્દી ઉત્સવ સર્વોપરી છે….આની સેવા રખે ચુકતા…એવી આપણા ગુરુ ની આજ્ઞા છે…અનુવૃત્તિ છે….આ સેવા ની સ્મૃતિ સમગ્ર જીવન રહેશે….અંતકાળે કલ્યાણ નું કારણ બનશે….! આંબલીવાળી પોળ નો મહિમા મોટો છે…..અમદાવાદ નું અક્ષરધામ કહી શકાય…તેનું નવીનીકરણ થયું છે…એના દર્શન નો …પદયાત્રા નો પણ અચૂક લાભ લેવો….દર રવિવારે મહાપૂજા થાય છે…એનો પણ અવશ્ય લાભ લેવો….સર્વે ના શુભ સંકલ્પ પૂર્ણ થશે…

સભાને અંતે જાહેરાત થઈ કે…બાપા એ પત્ર લખ્યો છે….

આવતા રવિવારે શ્રીહરિ જયંતિ રામ નવમી નો મહોત્સવ ધામધૂમ થી ઉજવાશે….આજ્ઞા મુજબ નિર્જળા ઉપવાસ કરવો…અને રવિસભા નો સમય રાત્રે 8 વાગ્યા નો રહેશે…….વિશેષ માહિતી જે તે વિસ્તાર ના સંસ્કારધામ પર થી પ્રાપ્ત થશે…..

આજની સભા અદભુત હતી અને સાર એ જ હતો કે….જો આપણે આપણા ઇષ્ટદેવ અને ગુરુઓ એ બતાવેલા માર્ગ પર…એમની આજ્ઞા મુજબ જીવન જીવીએ તો જ આ જીવન ..તેની હરએક પળ સફળ અને સુફલ કહેવાશે…..દેહ છતાં અક્ષરધામ નો સાક્ષાત અનુભવ થશે….માટે જ ગુરુ વચને આ જીવન જીવાય…એ જ સાચું જીવન….એ જ મોક્ષમાર્ગ….

મને ગર્વ છે….કેફ છે.. કે હું આ સંસ્થા નો સેવક છું….સર્વોપરી ગુરુ નો શિષ્ય છું…..સર્વોપરી ઇષ્ટદેવ નો શરણાગત છું…

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ..


Leave a comment

BAPS રવિસભા – 19/12/2021

સ્વામિનારાયણ હરે….સ્વામીએ વાત કરી જે….

કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે. અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય….

—– અક્ષર વાતો-૨/૫૫

કોરોના ના વધતા ઓછાયા હેઠળ સત્સંગ નો ઉજાસ યથાવત છે….અને સદાય યથાવત રહેશે…કારણ કે અહીં તો સત્સંગ એ જ જીવન છે ….જીવ ના બળ નું કારણ છે….

તો સૌપ્રથમ મારા વ્હાલા ના પૂનમ ના ……હૃદય ભરી ને દર્શન…..

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધૂન અને કીર્તન થી થઈ….”થઈ રહ્યો છે જય જય કાર રે….સ્વામી મળવા થી..” અખંડાનંદ મુનિ રચિત પદ ..એક યુવક દ્વારા રજૂ થયું….! અદભુત…એક સત્પુરુષ ના મળવા થી જીવ નો સદાય જયજયકાર જ થાય ..એમાં કોઈ શંકા નથી…! ત્યારબાદ એક યુવક મિત્ર દ્વારા …મારુ ..સર્વેનું મનગમતું પદ….”તું દિન કહે તો દિન હવે…તું રાત કહે તો રાત…” જ્ઞાનેશ્વર સ્વામી રચિત પદ રજૂ થયું…અને હૃદય બાગ બાગ થઈ ગયું…..જીવન માં આ જ કરવાનું છે….મન કર્મ વચન થી… સત્પુરુષ ના થવા નું છે…..માથું એમના ખોળામાં માં મૂકી…એની મરજી પ્રમાણે વર્તવા નું છે…અણઘડ જીવન ને…મન ની સર્વ ગાંઠો ને સરખી કરવાના છે……! …ત્યારબાદ એવું જ હૃદય સ્પર્શી કીર્તન ” નારાયણ સ્વરૂપ ને જોયા….બીજું હવે શું જોવું રહ્યું બાકી…” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ રજૂ થયું……સત્પુરુષ મળ્યા પછી બીજું શું બાકી રહે??? એક એ જ માર્ગ…એમની જ આજ્ઞા એક જ સાધન….અને શ્રીહરિ ને પામવા એ જ એક ધ્યેય…!!!

ત્યારબાદ ગુરુહરી ના 12 થી 14 ડિસેમ્બર ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…

અદભુત વીડિયો દર્શન….!! ત્યારબાદ પૂ. અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા દ્વારા સ્વામીની અક્ષર વાતો – ૨/૫૨,૨/૫૪, ૨/૫૫ , પર વાત કરતા કહ્યું કે…( સારાંશ માત્ર)

  • ગુણાતીતાનંદ સ્વામી જ્ઞાન નો સાગર હતા….માનવીય સંબંધો ને અધ્યાત્મ માં ગૂંથી ને કહેવામાં એમનો જોટો જડે એમ નથી…
  • દેહ ના દુઃખ તો આવવા ના જ પણ સત્પુરુષ પોતાનું મિષ લઇ એ દુઃખ ને સહન કરવાનું બળ આપે છે….સર્વ કાળ માં પ્રસન્ન રહેવા નું બળ આપે છે…હિંમત ન હારવી…
  • જીવન છે…સંસાર છે…સવળા અવળા માણસો મળે…પણ આપણો સ્વભાવ એવો રાખવો કે બધાની જોડે અડગ રહી શકાય…એમને વશ કરી શકાય. આપણા ઇષ્ટદેવ..આપણા ગુરુઓ એ એ જ કર્યું છે….
  • સંસાર નું બીજું નામ જ સમસ્યા છે…સર્વત્ર પારિવારિક પ્રશ્નો છે….સ્વામી એ એનું સમાધાન આપતા કહ્યું….નમી જવું..જીદ છોડી..વિવેક થી વર્તવું. ખમતા શીખવું…મનગમતું મૂકી દેવું…
  • પ્રમુખ સ્વામી મહારાજ સદા સહજ…સરળ રહ્યા છે…ભક્તોના રાજીપા માટે પોતે કષ્ટ વેઠી ને રહ્યા છે..
  • ઘરમાં એકબીજાનું માન જાળવો….વડીલો ને સાચવો…એમનું માન રાખો….એમનું સાંભળો….પરિવાર એક રહેશે. આપણા ગુરુઓ એ આ જ કર્યું છે.
  • પ્રમુખ સ્વામી મહારાજે સ્નેહ નું …આત્મીયતા નું એવું વાતાવરણ ઉભું કર્યું કે એમના સંપર્ક માં આવતા સર્વ ને એમ જ લાગતું કે સ્વામી મારા છે….મારુ સર્વસ્વ છે…બાપા સૌના થઈ ગયા…માટે જ સર્વે એમના થઈ ગયા…
  • આ બદલાવ લાવવા નો છે..પણ એ માટે ધીરજ થી મંડ્યા રહેવાનું છે…ગુરુ ને રોલ મોડલ બનાવી ..પોતાની જાત ને ઘડવા ની છે.

ત્યારબાદ પૂ.ઇશ્વરચરણ સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે…અહીંયા સ્વામીને વશ કરવાની વાત કરી એ સ્વાર્થ ની વાત નથી…પણ સામેવાળાને વિવેક થી સાચવવા ની..જાળવવા ની વાત છે. કોઈની ઉપેક્ષા કે અપમાન ન કરવું. ભાદરા માં ભરત નામ ના ભલાભોળા યુવક ને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સ્નેહ થી સાચવ્યો….જતન કર્યું….એ પર થી શીખવું કે પરસ્પર સ્નેહ..વિવેક…કઈ રીતે રાખવો. બીજા ના સ્વભાવ ને અનુકૂળ થવું….યોગી બાપા તો સ્નેહ ની મૂર્તિ….એમના જીવન થી શીખવાનું છે.

સભાને અંતે પૂ. ધર્મજ્ઞ સ્વામી એ જાહેરાત કરી કે….પૂ.સંતોષપ્રિય સ્વામી અને પૂ.વિવેકચરિત સ્વામી હવે થી અમદાવાદ મંદિરે રહેશે. એમનું હારતોરા થી સ્વાગત થયું. અમદાવાદ કુમકુમ મંદિર ના પૂ. અનંદપ્રિય સ્વામી ધામ માં ગયા એમની સ્મૃતિ અને ધૂન થઈ.

પૂ.ઇશ્વરચરણ સ્વામી એ ખૂબ જ હર્ષ અને ઉત્સાહ સાથે શુભ સમાચાર આપ્યા કે 2 જાન્યુઆરી ,2022 ના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદ ને આંગણે પધારવાના છે…અને લગભગ 1 મહિનો રોકાઈ સૌને દર્શન કથા વાર્તા..સત્સંગ નું ભરપૂર સુખ આપવાના છે…..આનંદો….અમદાવાદીઓ આનંદો…!!

તો આજની સભાનો એક જ સાર….બસ હરિ ના ગમતા માં જીવવું…પોતાના ગમતા માં નહિ…..બસ સર્વેમાં દિવ્યભાવ જ દેખાય…કોઈનું અપમાન..ઉપેક્ષા ન થાય…એ જ સ્વામી શ્રીજી ને પ્રાર્થના….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા- 14/11/21

અને રાત દોઢ પહોર વીતી હતી. પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે,

“સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, 

ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી.

કાં જે, ભગવાનનું કર્યું સર્વે થાય છે………………………………

——————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- જેતલપુર-5

નવું વર્ષ…નવું જીવન….સત્સંગ ની એ જ મઘમઘતી તરોતાજા સુગંધ….!! અહા….. મારા વ્હાલા ની પરમ કૃપા થી કોરોના ના લગભગ 20 માસ પછી પુનઃ રવિસભા નો પ્રત્યક્ષ …સદેહે..મંદિર ના પટાંગણમાં અદભુત લાભ મળ્યો….!! ધન્ય ધન્ય આ ઘડી ‘ ને ધન્ય ધન્ય આ સત્સંગ…..! હૈયું..જીવ ..એ જ પ્રી કોવિડ દશામાં આવી ગયા…પુન: જીવંત થઈ ગયા…..!

સૌપ્રથમ મારા વ્હાલા ના મનભરી ને …જીવભરી ને દર્શન…..એક ક્ષણ પણ અળગો ન મેલું મારા નાથ ને….

સભાની શરૂઆત સારંગપુર મહાતીર્થ થી આવેલા પૂ.સંતો ના સુરીલા સ્વરે થઈ…..જીવ સહજ જ એમાં જોડાઈ ગયો….એકતાલ થઈ ગયો…..ત્યારબાદ પૂ.સંતો ના મુખે શ્રીજી ની એ દિવ્ય મૂર્તિ ને તાદ્રશ્ય કરતું કીર્તન …પૂ.પ્રેમાનંદ સ્વામી રચિત….”દિવ્ય સભાપતિ રાય…” રજૂ થયું…..!! મધ્ધમ …શાંત સ્વરે રેલાતા આ કિર્તને શ્રીજી ની એ મનમોહક….મરમાળી મૂર્તિ ને જાણે કે પ્રત્યક્ષ કરી દીધી…સર્વે દુઃખ…સર્વ પીડા પલમાત્ર માં દૂર થઈ ગઈ….મારા વ્હાલા નું સર્વસ્વ દિવ્ય….!!! એ પછી સંતો ને મુખે…પૂ.અક્ષરજીવન સ્વામી રચિત…..”જય સહજાનંદ …જય ઘનશ્યામ….” રજૂ થયું…અદભુત કીર્તન..! ત્યારબાદ સર્વનું પ્રિય એવું કીર્તન…..”દિલ તુજ પે હૈ કુરબાન પ્રમુખ સ્વામી” પૂ.સંતો ને મુખે રજૂ થયું…..અને ગુરુ નો મહિમા અંતરમાં ટાઢક બની છવાઈ ગયો…..સાક્ષાત શ્રીજી ને ધરનાર મહા સમર્થ ગુરુ પ્રત્યક્ષ મળે પછી જીવ ને બીજે ભટકવા નું શાને??? હવે તો માર્ગ પણ એ…અને ધ્યેય પણ એ ….!!

આજે સભામાં બે બે સદગુરુ સંતોના દર્શન નો લાભ મળી રહ્યા હતા…એ વચ્ચે પવિત્ર દિવાળી ઉત્સવ (9-11 નવેમ્બર) ગોંડલ તીર્થ સ્થાન ખાતે ગુરુહરી ની હાજરી માં ઉજવાયો ..તેના સ્મૃતિ દર્શન નો લાભ વીડિયો દ્વારા મળ્યો

અદભુત વીડિયો…..ભારે અશક્તિ અને મોટી ઉમર વચ્ચે પણ સ્વામીશ્રી ના મુખ પર તેજ…જોમ….સહજ સ્મિત… દિવ્યતા જુઓ તો સમજાય કે અક્ષર હોવું એટલે શું….!

ત્યારબાદ લગભગ 600 દિવસ ના સારંગપુર ના રોકાણ બાદ પૂજ્ય ડોક્ટર સ્વામી પુનઃ અમદાવાદ પધાર્યા …પૂ.ઇશ્વરચરણ સ્વામીએ ફુલહાર થી એમનું સ્વાગત કર્યું….અને વિદેશ ના લાંબા ..થકવી નાખનાર વિચરણ કરી ને અમદાવાદ પરત આવેલા પૂ.ઇશ્વરચરણ સ્વામી નું સ્વાગત..અભિવાદન અમદાવાદ મંદિર ના નવા કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી એ કર્યું. ત્યારબાદ પૂ.ઈશ્વર ચરણ સ્વામીએ પોતાના પ્રવચન માં કહ્યું કે….

  • સ્વામી ની વાતો માં કહ્યું છે કે સર્વે કાર્યો માં સત્સંગ ની વાતો/કથાવાર્તા કરવી શ્રેષ્ઠ છે….કેમ કે એના થી જીવ ને પુષ્ટિ મળે છે….આપણા ગુણાતીત ગુરુઓ એ આ જ કર્યું છે….
  • બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ને તો કથાવાર્તા જ આરામ હતો….અને અમારે તો મહારાજ ની મૂર્તિ માં જ અખંડ આરામ છે….અખંડ કથાવાર્તા ચાલુ જ રહેતી. યોગીબાપા ને તો મોડે સુધી વાતો કરવાનો ઇશક… અને કોઈ આરામ ની વાત કરવા તો કહેતા કે…ઊંઘ શાની આવે…અમૃત પીધું છે…!! અર્થાત મહારાજે જે વચનામૃત કહ્યા છે તે અપાર છે….
  • સ્વામીએ કહ્યું કે કરોડ ધ્યાન..માળા.. વ્રત જપ કરતા પણ આ કથા વાર્તા વિશેષ છે…એનાથી મન નિર્વિષયી થાય…સ્થિર થાય…. ! એ જ વાત શ્રીજી મહારાજે કહ્યું છે. સત્સંગ થી રૂડા ગુણ જીવ માં લાવવા હોય તો કથા વાર્તા માં સદાય રુચિ રાખવી. રવિસભા..પરાસભા નો અવશ્ય લાભ લેવો.
  • આપણે ભાગ્યશાળી છીએ કે ગુણાતીત ગુરુઓ એ શરૂ કરેલી આ સભા ઓ મળી છે….તેનો અચૂક લાભ લેવો.

ત્યારબાદ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ તેમની લાક્ષણિક રીત સાથે પ્રવચન માં અદભુત વાતો કરી…જોઈએ એનો સારાંશ…

  • દોઢ વર્ષ બાદ આટલી મોટી સંખ્યા માં હરિભક્તો ને જોઈ ખૂબ આનંદ થાય છે….
  • જેતલપુર 5 ન વચનામૃત માં મહારાજે કહ્યું છે કે જીવ ને ભગવાન ભજવા થી મોટી વાત કોઈ નથી….ભગવાન ભજી નો જીવ મોટો થાય છે….જલારામ બાપા સાવ સામાન્ય લાગતા પણ ભગવાન ના બળે આજે એમના મંદિરો આખી દુનિયામાં છે….
  • મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ભગવાન ને ભજી ને એકાંતિક થયા….અત્યારે આખી દુનિયામાં પૂજાય છે..
  • દુનિયાના મહાન વૈજ્ઞાનિકો ન્યુટન હોય કે આઈન્સ્ટાઈન…. એમણે કૈક અલગ વિચાર્યું….ઊંડે ઉતરી ને વિચાર્યું …અને અઢળક પુરુષાર્થ કર્યો…મંડી પડ્યા અને પ્રખ્યાત થયા…
  • નીલકંઠ વર્ણી નો મહા કઠિન પ્રવાસ …..નિર્ભયતા,દ્રઢ મનોબળ, પળેપળ ગુણ ગ્રહણ કરી સતત આગળ વધતા રહેવા નું પ્રતીક છે…
  • નિત્ય સત્સંગ, દર્શન કરો…..મંદિરે જાઓ…ઘરસભા કરો….સત્સંગ માં દાખડો કરશો તો આગળ વધાશે…ધર્મ નિયમ દ્રઢ રાખવા…..સંપ રાખો..શરૂઆત પોતાના પરિવાર થી કરો…..એક મન…એક વિચાર બનો….બસ નવા વર્ષ માં આ જ પ્રાર્થના છે….

અદભુત પ્રવચન….!! એ પછી પૂ.ધર્મજ્ઞ સ્વામી એ જાહેરાત કરી કે…..પૂ. ધર્મતિલક સ્વામી અમદાવાદ મંદિર ના નવા કોઠારી બન્યા છે….પૂ.ઈશ્વર ચરણ સ્વામીએ એમનું હારતોરા થી અભિવાદન કર્યું. પૂ. દિવ્ય ચરણ સ્વામી સંત નિર્દેશક બન્યા છે. પૂ.નિર્મલ ચરિત સ્વામી પણ સંત નિર્દેશક બન્યા છે. અનેક નવા સંતો અમદાવાદ માં નિમણૂક પામ્યા છે….તેમનું હારતોરા થી સ્વાગત થયું. …અમુક સંતોની વિદેશ માં નિમણૂક થઈ …એમનું સ્વાગત થયું. ….

સભાને અંતે પૂ.ડોક્ટર સ્વામી ના સંકલ્પ મુજબ દરેક હરિભક્ત ને રૂબરૂ દર્શન નો લાભ લઇ વિદાય થવાની સૂચના અપાઈ….

અદભુત …અદભુત…..વિક્રમ સંવત 2078 ની આ પ્રથમ સભા અવિસ્મરણીય હતી……આમે ય જીવનમાં જો કૈક સદાયે સ્મૃતિ માં રાખવું હોય તો તે ભગવાન ની કથાવાર્તા જ છે…એમના દર્શન જ છે…કારણ કે એ છે તો આપણે છીએ….આપણું સર્વસ્વ છે…

કાલે પ્રબોધિની એકાદશી છે…તેની આરતી નો લાભ સાંજે સાડા પાંચે સર્વ ને મળશે…

ત્યાં સુધી સર્વ ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…. રાજી રહેશો…

રાજ