Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-14/04/24

આજે અમદાવાદ નું આકાશ “થોડી સી આગ…થોડા સા પાની…” ની જેમ રંગબેરંગી હતું…..ડિટ્ટો જીવન ની જેમ જ…..બસ એમાં જ આ જીવન ને સત્સંગ નો પાકો રંગ ચડાવતા રહેવા નું છે……એ માટે જ આજની સભા ને ..એ સભા ના…સર્વે ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન…..

સભાની શરૂઆત યુવકો દ્વારા જીવ પ્રિય…જીવ ને સ્થિર કરતી સ્વામિનારાયણ ધૂન થી થઈ….એ પછી ધવલ દ્વારા ” વારે વારે જાઉં વારણીયે…..” પ્રેમાનંદ સ્વામી રચિત જોશ ભર્યું કીર્તન રજૂ થયું…..આ તો શ્રીજી મહારાજ ની પરમ કૃપા કે આપણા જેવા અધમ…પામર જીવ ને આવો સર્વોપરી આત્યંતિક કલ્યાણ નો માર્ગ….ગુણાતીત ગુરુ ની છત્રછાયા.. …અર્થસભર સત્સંગ નું સુખ આપ્યું…એ માટે એમના ચરણો માં કોટી કોટી સાષ્ટાંગ દંડવત કરીએ તો યે ઓછા છે….!! એ પછી જૈમીન દ્વારા ” જો ને સખી પેલા રણ ના પટ પર મંદિર બાંધ્યું સ્વામીએ…”નૂતન પદ રજૂ કર્યું…..આરબ દેશ માં જ્યાં જાહેર માં પૂજા પ્રાર્થના કરતા હજાર વાર વિચારવું પડે ત્યાં ગગન ને ચુમતું ભવ્યાતિભવ્ય મંદિર બનાવવું એ કોઈ દિવ્ય ચમત્કાર થી ઓછું નથી જ…..!!!

એ પછી પ્રગટ ગુરુહરી ના દિવ્ય વિચરણ દર્શન નો લાભ એક વિડીયો ના માધ્યમ થી મળ્યો…..

એ પછી 18 થી 20 જાન્યુઆરી, કણાદ , સુરત ખાતે ના વિચરણ નો વિડીયો રજૂ થયો…..અદભુત દર્શન….

એ પછી સભામાં હાજર શ્રી જયભાઈ શાહ (ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ના સુપુત્ર, BCCI ના ચેરમેન) દ્વારા પૂ. બ્રહ્મવિહારી સ્વામી નું અબુધાબી મંદિર ના નિર્માણ કાર્ય માં બહુમૂલ્ય યોગદાન માટે સન્માન થયું…..એમનું અને અન્ય રાજકીય અગ્રણીઓ નું સન્માન થયું. જયભાઈ એ પોતાના પ્રવચન માં કહયુ કે …એમના જીવન ની કારકિર્દી ની શરૂઆત આ રવિસભા થી જ થઈ હતી. જીવન ની અનેક ઊંચ નીચ ઘટનાઓ માં  પ્રમુખસ્વામી મહારાજ અને baps સંતો નો સાથ સહકાર અને આશીર્વાદ રહ્યા છે……!!

ત્યારબાદ અબુધાબી ના વિશ્વવિખ્યાત ….આપણા baps  હિન્દૂ મંદિર ના પ્રતિષ્ઠા પછી …બે માસ બાદ  પ્રથમવાર જ પૂ. બ્રહ્મવિહારી સ્વામી સભામાં ઉપસ્થિત હતા…..તાળીઓ ના ગડગડાટ વચ્ચે એમનું પ્રવચન થયું…જોઈએ સારાંશ…..

  • ઘણા સમય બાદ અમદાવાદ “ઘરે” પધાર્યા છીએ….આવી વિશાળ સભા જોઈ ને ખૂબ આનંદ થાય છે …Sweet home sweet….!!! બાપા ને પણ રોબિન્સ વિલ થી પરત આવ્યા બાદ આવો આનંદ થયેલો….!! અમે જ્યારે દીક્ષા લીધી ત્યારે પ્રમુખસ્વામી એ કહેલુ કે આ પાઘ નમી પડે એટલા  બધા ઊંચા મંદિર અને ઊંચો વિકાસ થશે…..સ્ટેડિયમ નાના પડે એટલો બધો સત્સંગ થશે…..! ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રથમ સ્વામિનારાયણ મંદિર અહીં બનેલું. સંસ્થા ના સર્વે મોટા ઉત્સવો સમૈયા અહીં થયેલા…..
  • આપણા શીર્ષર્થ દેશ નેતાઓ ગુજરાતી છે અને એ બંને પર આપણા ગુરુઓ નો અઢળક રાજીપો રહેલો છે. જય ભાઈ અહીં આવ્યા છે…તેમના પિતાશ્રી માટે મહંત સ્વામીએ કહેલું કે અમિતભાઇ આપણા છે…. દેશ ની સેવામાં એ સદાય પ્રગતિ કરતા રહેશે….દેશ આગળ વધતો રહેશે…..
  • આ અબુધાબી મંદિર બન્યું છે તે માટે બાપા એ કહ્યું કે જે અહીં આવશે તેને આ ચમત્કાર લાગશે…એનો અનુભવ થશે. આ ભગવાન નું જ કાર્ય છે….કોઈ મનુષ્ય નું કાર્ય શક્ય જ નથી……છેલ્લા ત્રણ ચાર દિવસ માં અઢી લાખ થી વધુ દર્શનાર્થીઓ આવી ચુક્યા છે….દોઢ કલાક ની લાઈન….ચાર ચાર કિમિ ઉઘાડા પગે ચાલી ને ભક્તો અહીં દર્શને આવે છે……બધાને આશ્ચર્ય થાય છે. બધા સંતોષ પૂર્વક દર્શન કરી ને જાય છે. બધાને અહીં અનુભવ થાય છે કે ભગવાન અહીં સાક્ષાત છે…..બાપા તો આ મંદિર ની રચના ને double Cinderella story  કહે છે.
  • સરકાર માં ઉચ્ચ પોસ્ટ પર રહેલા….કાશી વિશ્વનાથ નો કોરિડોર…રામ મંદિર ના નિર્માણ કાર્ય માં પાયા ના સંચાલન માં રહેલા શ્રી ડી એસ મિશ્રા સાહેબે કહ્યું કે રામ મંદિર હતું અને આજે પુનઃ બન્યું પણ આ અબુ ધાબી નું મંદિર નિર્માણ તો ખરેખર ચમત્કાર જ છે……મુસ્લિમ ધર્મગુરુ ઓ ના પણ આવા જ અનુભવ છે….એમણે કહ્યું કે આ ધરતી પર આવું મંદિર…આવી મૂર્તિઓ…એમની આરતી પૂજા થાય એ કેવળ ભગવાન ની કૃપા થી જ થાય….એમ ને એમ ન થાય….! અત્યાર સુધી માં 80 જેટલા દેશો ના રાજદૂત આ મંદિર દર્શને આવી ચુક્યા છે. ઇજિપ્ત ના રાજદૂતે તો કહ્યું….This temple is greater than the pyramids….As pyramid talks about past…This mandir talks about future….!!!!
  • જગત માં શાંતિ લાવવા નો ભગવાન સ્વામિનારાયણ નો આ એક નીર્ધાર છે…સંકલ્પ છે….કાર્ય છે. એટલા માટે જ મહંત સ્વામી ને આટલો બધો અહોભાવ આ મંદિર માટે છે.પ્રમુખ સ્વામી  બાપા કહેતા કે અમારે તો ભગવાન ભજવા..ભજાવવા નું કાર્ય છે..આ મંદિરો તો વચ્ચે બની જાય છે….!! આ મંદિર પર બાપા નો…બધા જ સદગુરુ સંતો નો અઢળક પ્રેમ છે…કારણ કે આયોજન…કલ્પના થી પણ અધિક સારું થયું છે. જે કેવળ ભગવાન કૃપા થી જ થયું….જેણે અડધું દુબઇ બાંધ્યું છે એવા નખીલ ગ્રુપ ના ચેરમેન સુલતાન સુલેમાને તો બ્રહ્મવિહારી સ્વામી ને જાન્યુઆરી માં કહ્યું કે આ મંદિર જુલાઈ સુધી માં જ પૂરું થઈ શકે……પણ આપણે તો ફેબ્રુઆરી માં આ મંદિર પૂરું થઈ ગયું…….પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે કોઈ મુશ્કેલી આવે…મંદિર નું કામ અશક્ય લાગતું હોય તો શાસ્ત્રીજી મહારાજ આગળ પાંચ માળા કરજે…..!!! અને મંદિર પૂરું થઈ ગયું….! આ તો ખરેખર ભગવાન નું જ કામ છે…..મોદી સાહેબે મંદિર પૂર્ણ થયેલું જોઈ મને કહ્યું કે…પ્રમુખ સ્વામી આજે પુનઃ પ્રગટ થઈ ગયા….!!!
  • Khaleej times અબુ ધાબી ના છાપા એ તો એ સમયે 40 પાના ની વિશેષ પૂર્તિ મહંત સ્વામી ના ફોટા સાથે છાપી…..જગત ભર ના છાપા ઓ એ આની વિશેષ નોંધ લીધી……સર્વે એ મંદિર ના ખૂબ  વખાણ થયા……એક એવો કપરો સમય પણ હતો કે ત્યાં ની ધરતી પર ભગવા પહેરી પગ મુકવો અશક્ય હતો……એમાં પણ બાપા એ અતિ કઠિન વિચરણ કર્યું છે….બધા ધર્મો માં સંવાદિતા વધે એ માટે ધૂળ ની ડમરીઓ વચ્ચે…રણ માં બાપા એ ધૂન કરાવી હતી……સંકલ્પ કર્યો હતો જે આજે પૂર્ણ થાય છે……મોટા પુરુષ ના વચન ક્યારેય નિષ્ફળ જતા નથી…લખી રાખજો…!!!
  • શરૂઆત માં ત્યાં એક વીલા માં આપણું નાનું મંદિર હતું….પણ એક દીવાલ દૂર કરી ને નોટિસ આવી…તે માટે બાપા ની આજ્ઞા થી સંતો ત્યાં ના શેખ ને મળ્યા…સત્ય સમજાવ્યું તો આશ્ચર્ય વચ્ચે એ શેખે વિલા માં મંદિર ની છૂટ આપી દીધી. આ જ સત્પુરુષ ની…સત્ય ની તાકાત હતી….શેખ માં ભગવાન નો પ્રવેશ થયો અને મંદિર બન્યું……!! જ્યાં એ મિટિંગ માં માત્ર બે સંત હતા અનેંક શેખ હતા…ત્યાં હમણાં મિટિંગ થઈ ત્યાં અનેક સંતો હતા….મહંત સ્વામી ને દેશ ના મહેમાન તરીકે સન્માન ..સ્વાગત મળ્યું…..! એ જ ભગવાન ની અને સત્પુરુષ ની તાકાત છે.
  • ત્યાં ના શેખે ઉદાર હૃદયે 27 એકર જમીન આપી….અઢળક સહકાર સેવા આપી…..લાઈફટાઈમ માટે જમીન…પાણી….વીજળી મફત કરી આપી. આપણા મંદિર ને ઓફિશિયલ પરમિશન આપવા વિશેષ સરકારી વિભાગ બનાવ્યો અને આપણા કારણે ત્યાંના ચર્ચો ને પણ આપણી સાથે પરમિશન મળી…..સાથે ભગવાને પણ આપણ ને મળેલી જમીન માં એક મોટી શીલા મૂકી…..જેની પર આપણું મંદિર અનંત કાળ માટે ઉભું રહેશે……રેતી પણ સલ્ફર ફ્રી મળી…..બાંધકામ સાવ સહેલું થઈ ગયું…….આ જ ભગવાન કૃપા છે. મહંત સ્વામી એ પોતાના પત્ર માં આ જ લખ્યું હતું….!!! ભારત માં એક વાર સંતો નું હેલિકોપ્ટર ભૂલ થી ગાલિયકોટ દરગાહ માં ઉતર્યું….ત્યાં ના મુસ્લિમો એ સ્વાગત કર્યું અને એ જ મુસ્લિમ વ્હોરા ના પુત્ર દુબઇ માં 3D પ્રિન્ટિંગ નું કામ કરે છે એમણે આપણું મંદિર મોડલ અને 3D પ્રિન્ટિંગ વાળી દીવાલ સેવામાં બનાવી આપી……….!!! આ પણ એક ચમત્કાર જ છે…..શ્રીલંકા ના રાજદૂતે શ્રીલંકા થી, આપણા સંતો ની વિનંતી થી સીતાજી જ્યાં બિરાજતા હતા તે  અશોક વાટિકા માં થી વડ નું વૃક્ષ દાન કર્યું……મંદિર પ્રતિષ્ઠા ના યજ્ઞ સમયે ખૂબ વરસાદ પડ્યો….પણ યોગ્ય સમયે વરસાદ બંધ થયો… યજ્ઞ થયો..સફળ થયો…..!! ભગવાન નું જ આ કાર્ય છે. …શાસ્ત્રીજી મહારાજ ના જીવન વિશે એક મોટો લેખ ત્યાંના છાપા માં છપાયો……મહંત સ્વામી નો વિશાળ ફોટો ત્યાંના મસ્જિદ માં લગાવ્યો છે…….આ જ ભગવાન અને સંત નું કાર્ય છે…..
  • મહંત સ્વામી એ પત્ર માં લખેલું……કે ત્યાં રાજા તમારા રખેવાળ થશે. અને અમને ત્યાંના રાજા ના ભાઈએ અમને બોલાવી ને કહ્યું કે અમે ખૂબ રાજી છીએ અને તમે હવે અમારા સંરક્ષણ માં છો……! આ કેવળ ભગવાન અને સત્પુરુષ ની જ તાકાત છે…..
  • આપ સૌ ત્યાં પધારો…….આમંત્રણ છે….

આજે સભામાં સદગુરુ પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…..તેમનું સન્માન થયું.

તારીખ 17/4 શ્રીહરિ જયંતિ છે…રાત્રે 8 વાગ્યે ભવ્ય સભા છે……21 તારીખે સારંગપુર ફુલદોલ ઉત્સવ છે…લાભ લેવો…..

આજની સભા….ભગવાન અને એમના ધારક સંત ના સંકલ્પ …કૃપા ના મહિમા માટે હતી…..એમના સંકલ્પ પૂર્ણ થાય જ છે…આપણે પેલી રામાયણ ની ખિસકોલી ની જેમ…..નિમિત્ત બની ને એ સંકલ્પ પૂર્તિ માં ભળવા નું છે…..

જય જય સ્વામિનારાયણ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-07/04/24

ભગવાન ની શક્તિ….

POWER OF GOD…….!!

– excerpt from THE LETTER by HDH Mahant swami maharaj about Abudhabi mandir.

આજની સભા વિશિષ્ટ હતી…..પોતાના ગુરુનો એક સંકલ્પ અને કોરોના નો વિપરીત કાળ…છતાં એ સંકલ્પ પૂર્તિ માટે મંડ્યા રહેવું…અન્ય હજારો ને એના માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહી …એ સંકલ્પ ને મૂર્તિમંત કરવો…એ કોઈ સત્પુરુષ થી જ થાય અને એ પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના એક પત્ર ને આજની સભા માં ગુલાલ કરવા માં આવ્યો….સૌના હૈયા એ રંગે રંગાઈ ગયા…..તો ચાલો આ સભા માં સર્વપ્રથમ મારા વ્હાલા ના દર્શન….જીવભરી ને કરીએ…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..મન એકતાર થઈ ગયું….પછી એક યુવક દ્વારા “મંદિર આવો માણિગર માવા….તમને ખમ્મા રે ખમ્મા….”પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમભીનું પદ રજૂ થયું. દરેક ભક્ત જીવ નો મનોરથ હોય છે કે પોતાનો આરાધ્ય …અંતર ને આંગણે પધારે…..એમાં જ સ્થિર થાય…..અને એ જ ભક્તિ ની પરાકાષ્ઠા છે…..માટે આપણે હરિ પાસે આ જ માંગવું…. એક તેને જ માંગવો….!!! અહીંયા તો આઠો જામ એક હરિ જ હરિ….!!! મિત્ર ધવલ દ્વારા વૈષ્ણવ હવેલી રાગ માં  ” મોરે મંદિર આજ બધાઈ …ગાઓ મંગલ…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……હરિવર જ્યારે મંદિરે…અંતર ને આંગણે પધારવા ના હોય ત્યારે એમના સ્વાગત માં શુ બાકી રહે???…..એ પછી જૈમીન દ્વારા ” પ્રમુખસ્વામી કા  સંકલ્પ હૈ યે….” અબુધાબી મંદિર રચના …એના મહિમા ને વર્ણવતું પદ રજૂ થયું…..એક બળવત્તર સંકલ્પ એક સત્પુરુષ દ્વારા અને એ ફળ્યા વિના કેમ રહે??? આ તો ભગવાન નું કાર્ય છે અને સત્પુરુષ માધ્યમ છે પછી એમાં ખોટ શાની રહે?? બસ, આમ સર્વે સંકલ્પો પૂર્ણ થશે જ….આપણે તો માધ્યમ….નિમિત્ત બની એ યજ્ઞ માં જોડાઈ જવાનું છે.

એ પછી 22 ડિસેમ્બર, 2020…કોરોના કાળ માં લખાયેલા …પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના એક પત્ર….The letter …પર એક ડોક્યુમેન્ટરી રજૂ થઈ…આ ગાથા મંદિર નિર્માણ ની નહીં પણ મંદિર ના નિર્માતા ની હતી…….એના શબ્દે શબ્દ માં થી ટપકતા ઇશ્વરીય તેજ…ઐશ્વર્ય….સાક્ષાત હરિવર ને એક વિડીયો ના માધ્યમ થી રજૂ કરાયો….

સમગ્ર વિડીયો અચૂક જોવો…….જુઓ તો જ સમજાય છે કે ભગવાન નું કાર્ય શુ છે?? કેવું છે?? ભગવાન ક્યાં પ્રગટ છે …?? બસ….આ તો ભગવાન ની અમાપ…અપાર…અતુલ્ય શક્તિ ની એક ઝલક માત્ર છે…..!!!

અદભુત વિડિઓ….અદ્દભૂત સંદેશ……..!!

આવતી રવિસભામાં પૂ. બ્રહ્મવિહારી સ્વામી સ્વયં પ્રવચન આપવા ના છે….સભાનો અચૂક લાભ લેવો…! પૂ.કોઠારી ધર્મતિલક સ્વામી એ હાલ માં ધામ ગમન પામેલા અમદાવાદ નિવાસી …ખૂબ જ સેવાભાવી ..પ.ભ. સંનિષ્ઠ હરિભક્ત શ્રી રાવજીભાઈ પટેલ નો પરિચય , શોક સંદેશ રજુ કર્યો….

આજની સભાનો એક જ સાર હતો….કે ભગવાન નું પોતાનું કાર્ય….પોતાના સંકલ્પો પોતે પુરા કરે જ છે….આપણે ભળીએ કે ન ભળીએ….માનીએ કે ન માનીએ…..પણ ભગવાન નું કાર્ય પૂર્ણ થાય જ છે. તો આપણે એમાં માધ્યમ….નિમિત્ત બની ને કેમ ન ભળીએ…??? મનુષ્ય અવતારે આવો લાભ ક્યાં મળે?? આપણે તો ખરેખર મહા ભાગ્યશાળી છીએ કે આવો સર્વોપરી સત્સંગ….આવા સમર્થ ગુરુ….આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ઇષ્ટદેવ રૂપે સાક્ષાત મળ્યા છે…..!!!

બસ પ્રાપ્તિ ના આ કેફ ને…આ ક્ષણ ને… જીવી લઈએ….માણી લઈએ…..હજુ તો બ્રહ્માંડ આખું કેસરિયે રંગાશે….સ્વામિનારાયણ નું ભજન કરશે…..એ પ્રત્યક્ષ …વિસ્ફારીત નેત્રે નિહાળવા નું છે…!!!

જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે….!!

રાજ


Leave a comment

BAPS રવિસભા-31/03/24

सत्यस्य स्वात्मनः सङ्गः सत्यस्य परमात्मनः।

सत्यस्य च गुरोः सङ्गः सच्छास्त्राणां तथैव च॥८॥

विज्ञातव्यमिदं सत्यं सत्सङ्गस्य हि लक्षणम्।

कुर्वन्नेवंविधं दिव्यं सत्सङ्गं स्यात् सुखी जनः॥९॥

સત્સંગ દીક્ષા

અર્થાત- સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. ……આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે…….

ઉનાળો હવે અમદાવાદ ને ઘેરી રહ્યો છે……પણ સત્સંગ માં તો શિર સાટે ય જવું એવો મોટા પુરુષો નો મત છે…..આખરે અહીં તો ક્ષણભંગુર દેહ ના કલ્યાણ કરતા અક્ષર એવા જીવ ના કલ્યાણ ની વાત છે…..પછી એક અમદાવાદી તરીકે જ્યાં ફાયદો મોટો હોય ત્યાં જ જાવું અને પરિણામે આજની સભામાં સમય પહેલા પહોંચી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત …શાંત…શીતળ દર્શન……ચાલો તૃપ્ત થઈએ….

સભાની શરૂઆત મન ને સ્થિર કરનારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……..એ સ્થિર થયું એટલે જીવ મૂર્તિ માં ચોંટ્યો….. એક યુવકે ” ધર્મપતિ હરિકૃષ્ણ જી ..તમે ભક્તપતિ ભગવાન…..એ વર માંગુ છું…” પ્રેમાનંદ સ્વામી રચિત પ્રાર્થના પદ રજૂ કર્યું…….અને હૃદય એ પ્રાર્થના માં લીન થઈ ગયું…..નિર્વિકલ્પ…એકાંતિક…નિર્દોષ બુદ્ધિ યુક્ત…દાસનુદાસ ભાવે અખંડ ભક્તિ એ જ સદાય ની પ્રાર્થના છે. જો એ મળે તો બ્રહ્મરૂપ ચપટી માં થવાય…..!! ત્યારબાદ યુવક મિત્ર ધવલ દ્વારા “સદગુરુ એ સાન માં સમજાવીયું રે લોલ…..સત્સંગ વિના સુખ ક્યાંય નથી રે લોલ….” ભક્ત કવિ વલ્લભ દાસ રચિત પદ રજૂ થયું……બ્રહ્મસત્ય….! સત્સંગ વિના જીવ ને સુખ ક્યાંથી મળે??? જીવ નું પોષણ જ એ કરે છે….ત્યારબાદ મિત્ર નીરવ ના સ્વરે ” સ્વામી શ્રીજી નું આ જ્ઞાન …સિંહ ગર્જના સમાન….” પદ રજૂ થયું……ખરેખર સાચી વાત….!! વેદોક્ત સિદ્ધાંત કે જેને સ્વયં શ્રીજીમહારાજ દ્વારા સાર રૂપે આપણ ને મળ્યો છતાં તે એક ખુણિયું જ્ઞાન તરીકે અમુક વર્ષો દબાયેલું…છાનું રહ્યું…..કારણ?? આ સિદ્ધાંત સિંહ ગર્જના સમાન હતો….કાચા પોચા માણસો નું આ કામ નહોતું….લોકલાજે….સમાજ ની …જુના શાસ્ત્રો ની તંતી ના બીકે કોઈ એને જાહેર માં પ્રગટ ન કરી શક્યા….પણ ગુણાતીત પરંપરા એ પોતાના શિર સાટે આ જ્ઞાન ને છડેચોક પ્રસરાવ્યું…… અને આજે એનું પરિણામ સમગ્ર જગત માં  અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રૂપે બ્રહ્માંડ માં ગુંજે છે……!!!!

એ પછી ગયા રવિવારે બાપા શાહીબાગ મંદિરે રવિસભામાં પધાર્યા હતા તેની સ્મૃતિ દર્શન એક વિડીયો ના માધ્યમ થી થયા……

અદભુત દર્શન…..

ત્યારબાદ, આપણા ગુણાતીત ગુરુઓ ની રુચિ મુજબ સારંગપુર માં ચાલતા યુવા તાલીમ કેન્દ્ર (YTK) વિશે વિશેષ પરિચય એક વીડિયો ના માધ્યમ થી મળ્યો…..બાપા કહે છેકે જેં ૬૦ વર્ષ માં પ્રાપ્ત ન થાય તેવા ગુણ અહી માત્ર છ માસ માં યુવકો ને મળે છે…..!!! શક્ય હોય તો આ યુવક તાલીમ કેન્દ્ર નો લાભ અવશ્ય લેવો….. જ…!!! છેલ્લા ૧૬ વર્ષ માં બે હજાર થી વધુ યુવકો અહી તાલીમ લઈ ને તૈયાર થયા છે …..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલી અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત.. પોષિત…આ કેન્દ્ર ના આજે ડંકા વાગે છે.

આજે સભામાં મહામહોપાધ્યાય મહા આચાર્ય શ્રી પૂ. ભદ્રેશ સ્વામી હાજર હતા અને સત્સંગ વિશે વિશેષ પ્રવચન નો લાભ એમની જ્ઞાન સભર વાણી થી મળ્યો…..જોઈએ સારાંશ….

  • આપણે અતિ ભાગ્યશાળી છીએ કે સર્વોપરી ભગવાન….એમને ધારણ કરનાર પ્રગટ સત્પુરુષ….સર્વોપરી સિદ્ધાંત…સર્વોપરી સત્સંગ સાક્ષાત મળ્યા છે…..
  • સત્સંગ દીક્ષા ગ્રંથ માં મહંત સ્વામી એ સત્સંગ શબ્દ ની વ્યાખ્યા કરી છે….સત્સંગ એટલે…સત્ય એવો આત્મા…સત્ય એવા ભગવાન…સત્ય એવા ગુરુ…સત્ય એવા શાસ્ત્રો…મળ્યા એ જ સત્સંગ….
  • જેવો સંગ એવો રંગ….આપણે જે પણ આજે છીએ એ સંગ ને લીધે જ છીએ….વચનામૃત માં અનેક વચનામૃત માં સંગ શુદ્ધિ ની વાત કરી છે…..
  • પ્રથમ …આત્મા નો સંગ એટલે કે આત્મ વિચાર કરવો..અંતરદ્રષ્ટિ કરવી…સત્ય એટલે પોતાના આત્મા નો સંગ સદાય કરવો….આપણે દેહ નથી પણ આત્મા છીએ…એ વિચાર કરવો.
  • બીજો- સત્ય એવા ભગવાન નો સંગ…વિચાર…સમાગમ કરવો. નિત્ય પૂજા દર્શન…કથાવાર્તા…કીર્તન…..નવધા ભક્તિ…. થી ભગવાન નો સંગ સદાય કરવો…..આ સહજ થાવું જોઈએ…પરાણે નહીં. ભગવાન ના મહિમા નો નિરંતર વિચાર કરતા રહેવું. એ જ સર્વ કર્તાહર્તા છે….એ જે કરશે એ સારું જ કરશે એનું અખંડ ચિંતવન કરવું જેથી સ્થિતપ્રજ્ઞ થવાય….સુખદુઃખ માં સ્થિર રહેવાય…અભય થઈ જવાય….જીવન માં પરિપૂર્ણતા નો અનુભવ થાય છે… આપણે આપણા ગુરુઓ ના જીવન માં આ સ્થિતિ સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
  • ત્રીજી વાત- સત્ય એવા ગુરુ નો સંગ કરવો……મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે….ગીતામાં ભગવાને કહ્યું કે …શ્રેષ્ઠ મનુષ્ય નું અનુસરણ કરવું….ગુરુ નો સંગ એટલે એમની સ્મૃતિ કરવી. એમણે કરેલા ઉત્સવો..સમૈયાઓ….ની સ્મૃતિ કરવી જેથી એમની સ્મૃતિ સદાય રહે…ત્રણ લાભ થાય…1. બ્રહ્મરૂપ થવાય…2. ભગવાન ના યથાર્થ સ્વરૂપ મહિમા ની ઓળખાણ થાય…3. ભગવાન ના પ્રગટ પણા નો અનુભવ થાય છે…ગુરુ ના મહિમા..કાર્ય…આશીર્વચન.. આજ્ઞા….નો વિચાર સદાય કરવો. એમની સ્મૃતિ સદાય કરવી. જેવી ભગતજી મહારાજ ને પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિશે નિષ્ઠા ભક્તિ હતી તેવી ભક્તિ આપણે આપણા ગુરુ ની કરવી….એમના પ્રસંગો ની સ્મૃતિ કરીએ તો ય આપણી મૂંઝવણ ટળી જાય….
  • ચોથું…..સત્ય એટલે સત્ય શાસ્ત્રો નો સંગ કરવો…આપણા માટે વચનામૃત આવું શાસ્ત્ર છે…મોક્ષ શાસ્ત્ર છે. જીવન ના દરેક પ્રશ્નો નું સમાધાન..સહજ…સાવ લોક સામાન્ય ભાષા માં અહીં આ ગ્રંથ માં થી મળે છે. યોગીબાપા તો કહેતા કે જે કોઈ 108 વાર વચનામૃત વાંચે તો તેને મહારાજ ના દર્શન થાય…!! વચનામૃત ને એની લઢણ માં જ વાંચવું તો જીવ માં દ્રઢ થાય…મહારાજ સ્વામી અને ગુરુઓ ના જીવન ચરિત્ર પણ વાંચવા……જેથી આપણી સ્મૃતિ તાજી રહે..દ્રઢ રહે…..મહિમા સમજાય.
  • આ ચારેય સંગ યથાર્થ રાખીએ તો જીવ બળિયો થાય….બ્રહ્મરૂપ થાય. એમાં ય ત્રીજો સંગ…સત્પુરુષ નો સંગ અવશ્ય…મહિમા એ સહિત કરવો. ભગવાન ને આવા સત્સંગ માટે સદાય પ્રાર્થના કરવી.

અદભુત પ્રવચન….!! સહજ ભાષા માં ગહન જ્ઞાન…..!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર) – પૂ.ભદ્રેશ સ્વામી વિદ્વતા ની દ્રષ્ટિએ આપણા સંપ્રદાય માં અજોડ છે. ગુણાતીત સ્વામીએ એમના બીજા પ્રકરણ માં સંગ ની વાત અનેક વાર કરી છે. અંતર માં સદાય ટાઢું રહે એ માટે સદાય સત્સંગ કરવો. બ્રહ્મરૂપ થઈ..આત્મા રૂપ થઈ ને ભગવાન નું ભજન સદાય  કરવું. ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા…..સંશય ન કરવો. આપણા ગુરુઓ એ આ જ કર્યું છે. પૂ.ભદ્રેશ સ્વામી એ આપણો સિદ્ધાંત શાસ્ત્રો ને આધારે સ્પષ્ટ કર્યો છે. આગળ પણ તેમની આ સંશોધન યાત્રા પ્રગતિ કરતી રહે….

The letter નામની એક ડોક્યુમેન્ટરી પ.પૂ. મહંત સ્વામી મહારાજે ડિસેમ્બર 2020 માં , કોરોના કાળ વખતે અબુધાબી મંદિર નિર્માણ સમયે એક પત્ર લખેલો …એ પર બની છે…..જે 5 એપ્રિલ , 2024 ના રોજ યૂટ્યૂબ અને આપણી વેબસાઈટ પર રજૂ થશે. જેનું ટ્રેલર આજે રજૂ થયું.

આજની સભાનો એક જ સાર હતો……જીવનો સત્સંગ કરી લેવો……આ અતિ દુર્લભ મનુષ્ય અવતાર અને એનાથી ય દુર્લભ આવો સર્વોપરી સત્સંગ આમ ચૂટકી માં નથી મળતો…..એ તો અનંત જન્મો ના સુકૃત ભેગા થાય ત્યારે આ ભગવદ કૃપા એ જ આ યોગ મળે છે. માટે જ સત્સંગ કરી લેવો…..આ જન્મ સફળ કરી લેવો….સ્વયં શ્રીજી જ કહે છે કે સત્સંગ વિના તો અતિ વિદ્વાન હોય તે પણ અધોગતિ ને પામે છે…….!

સમજી રાખો….સત્સંગ ના મહિમા ને સમજી રાખો…જીવ માં દ્રઢ કરી લો….

જય જય સ્વામિનારાયણ…. જય જય અક્ષરપુરુષોત્તમ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


1 Comment

BAPS પ્રાગજી ભક્ત પ્રાગટ્યોત્સવ સભા-24/03/24

આજે અમદાવાદ નું શાહીબાગ મંદિર હરિભક્તો ના અભૂતપૂર્વ મહેરામણ થી ઉભરાતું હતું……કારણ…પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની ઉપસ્થિતિમાં બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત નો ભવ્ય પ્રાગટ્યોત્સવ ઉજવાવવા નો હતો…….ભારે ભીડ ને લીધે ઠાકોરજી ના દર્શન બંધ હતા….ઉપર અને નીચેનો ..એમ બંને હોલ 4 વાગ્યા થી જ ભરાઈ ગયા હતા….પાર્કિંગસ બધા ફૂલ થઈ ગયા હતા…મારે પણ મંદિર ના પ્રાંગણ માં ગેટ પાસે બેસવું પડ્યું અને સભા ને સ્ક્રીન પર જ નિહાળવા માં આવી……ચાલો આજના હોળી ઉત્સવ ના પ્રસંગે ઠાકોરજી ના દર્શન કરીએ…..

સભાની શરૂઆત ધૂન અને પ્રાર્થના થી થઈ….એક કીર્તન “કરું વંદના પ્રાગજી ભક્ત ને…” યુવકો દ્વારા રજૂ થયું… પછી પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ભગતજી મહારાજ ના મહિમા નું “માંગો માંગો ભગતજી આજ….” પદ રજૂ થયું……એક ગૃહસ્થ દ્વારા પોતાના દેહ ને સ્વામી ની આજ્ઞા એ કૃષ્ણાર્પણ કરી ને…બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ની આ ઘટના આપણા ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. જીવ સંસાર માં હોય કે ત્યાગશ્રમ માં….જો બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના વચન માં યથાર્થ જોડાઈ જાય તો બેડો પાર થઈ જાય……બ્રહ્મ સંગે બ્રહ્મ થઈ જાય….!!! આપણે સંસારીઓ માટે તો ભગતજી મહારાજ નું સમગ્ર જીવન જ એક પ્રેરણા છે…….એ પછી યુવક મિત્રો દ્વારા ” હોરી આઈ રે…આઈ રે……” પ્રેમાનંદ સ્વામી રચિત રંગભીનું પદ રજૂ થયું….અને મનોચક્ષુ સમક્ષ એજ કેસર ભીનો શ્યામ અને એના સંતો હરિભક્તો સાથે ની એ ગુલાલ અબીલ કેસુડો …કેસર ની હોળી …ફુલદોલ ઉત્સવ નો રંગીન મિજાજ છવાઈ ગયો…..શ્રીજી ની એ મૂર્તિ કેવી હશે…!!!! આ હરિ રંગ તો જીવ ને ચડવો જ જોઈએ ….કે જેથી જન્મોજન્મ સુધી ઉતરે જ નહીં….!!! માટે જ ભગતજી મહારાજ ની જેમ ભગવાન પાસે આ જીવ ને ચડે એવો રંગ માંગવો……!

એ પછી યુવકો દ્વારા ભગતજી મહારાજ ના જીવન દર્શન..વિવિધ ગુણો  ની ઝાંખી કરાવતું એક નૃત્ય -વિડીયો સંવાદ અને પછી સંતો દ્વારા પ્રસંગ કથન….એ રજુઆત રૂપે કાર્યક્રમ  રજુ થયો.

એ પછી અલગ અલગ  સંતો દ્વારા ભગતજી મહારાજ ના જીવન અને ગુણો પર ટૂંકા વક્તવ્ય-વિડીયો સંવાદ રજૂ થયા….ભગતજી મહારાજ ના દિવ્ય ગુણો- બાળ ચરિત્ર, સેવા,જ્ઞાન ની સ્થિતિ, અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના એવા જ ગુણો નું પણ દર્શન વક્તવ્ય દ્વારા રજૂ થયું….( સ્થળ મર્યાદા ને લીધે પ્રવચન ના અંશ રજૂ કરી શકાયા નથી…ક્ષમા કરશો જી..)

અદભુત…અદભુત…!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ..)- 1955માં ગોંડલ ખાતે ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર છપાયું ત્યારે જે કાગળ એમાં વપરાયા હતા તે કાગળ ને અક્ષરદેરી માં પૂજન માટે યોગીબાપા એ મુકાવેલા. આ એક આદર્શ ભક્ત નું ચરિત્ર છે જેની કથા યોગીજી મહારાજ વારેઘડીએ કરાવતા…..ભગતજી મહારાજ માટે ગુણાતીત સ્વામી નું એક એક વચન…એક એક ક્રિયા દિવ્ય હતી…બ્રહ્મરૂપ હતી…..ભગતજી સાવ સામાન્ય હરિભક્ત હતા…સ્વામી ના મહિમા પ્રવર્તન કાજે અસહ્ય અપમાનો …તિરસ્કાર સહન કર્યા…..વિમુખ થયા..છતાં સ્વામી નો મહિમા ગાવા નું છોડ્યું નહીં….આપણે દાસભાવે..નિર્માની ભાવે સત્સંગ કરવા નો છે..જેથી અપમાનો થાય તો ડગી ન જવાય……મહારાજ સ્વામી ને પ્રાર્થના કરવા ની કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ થાય તો છતે દેહે અક્ષરધામ નું સુખ આવે…..

પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી એ ક્ષણ આવી ગઈ…..સતપુરુષ નું આગમન થયું અને સમગ્ર હરિભક્ત ગણ ઉત્સાહ માં આવી ગયો…..હોળી ના રંગો એ દર્શન થી અંતર માં છવાઈ ગયા….ફુલદોલ ઉજવાઈ ગયો…અંતર શાંત થઈ ગયું….!!…બસ…સત્સંગ ના રંગે…મહારાજ સ્વામી ના રંગે આ જીવ હમેંશા રંગાયેલો રહે એટલે જીવ ની અનંત યાત્રા સફળ….!!!

પછી તો વિડીયો દ્વારા એ અખંડ ફુલદોલ ઉત્સવ સુખ ની સ્મૃતિ તાજી થઈ…….સમગ્ર ભક્ત ગણ એ ઉત્સાહ માં ડોલી ઉઠ્યા….બાપા એ બધાને દર્શન આપ્યા….આરતી કરી અને આજની સભા સફળ કરી દીધી…..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર નો 9 મો ભાગ પ્રગટ થયો…એનું લોકાર્પણ બાપા એ કર્યું. બાપા એ આશીર્વાદ આપતા કહ્યું કે (સારાંશ) —ભગતજી મહારાજ સર્વે ગુણો માં આદર્શ હતા…..અનેક અપમાનો સહન કર્યા છતાં ડગ્યા નથી…સ્વામી ની જીભ વળી તેમ તેમનો દેહ વળ્યો…. સ્વામી નું અખંડ અનુસંધાન….બધા હરિભક્તો ને બ્રહ્મ ની મૂર્તિ માનતા….શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે સત્પુરુષ આ પૃથ્વી પર થી કદી જાતા જ નથી….સત્પુરુષ આજે પણ પ્રગટ છે…!!…આપણે પણ આ જ કરવાનું છે…….આમ, બાપા એ સ્વયં સત્પુરુષ ના ચિરંજીવી પણા ની વાત કહી…..!!!! આપણા મોટા ભાગ્ય….!!

બાપા એ વિવિધ પુષ્પો દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજ ની સાથે ફુલદોલ નો ઉત્સવ મનાવ્યો….તો પૂ.ઇશ્વરચરણ સ્વામી એ સ્વામીશ્રી ને ફૂલો થી વધાવ્યા…..!!

આજની સભા ભગતજી મહારાજ અને એમના જ પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ને સમર્પિત હતી. એમને શ્રીજી નો જેવો રંગ લાગ્યો છે….એવો જ શાશ્વત રંગ આપણ ને લાગે એટલે આ જન્મારો સફળ…..

સૌ સદાય આ રંગ ને તાજો રાખજો…….આ અક્ષર રંગ છે…..આમ સહજ ઉતરે તેમ નથી…..

જય જય સ્વામિનારાયણ…… સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/03/24

શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“સત્સંગમાં દૃઢ પાયો કેનો થાય ને કેનો ન થાય?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા……

એવી રીતે….. સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દૃઢ પાયો નથી.”

વચનામૃત-લોયા-5

આજે અમદાવાદ માં ગઈકાલ ના માવઠા ની અસર રૂપે વાતાવરણ ઠંડુ હતું…….જીવન માં આમ જ માવઠા અને તડકા છાયા આવ્યા કરે છે…અનિશ્ચિતતા વચ્ચે પણ જો જીવ નું કલ્યાણ નિશ્ચિત કરતું હોય તો તે છે સત્સંગ છે…..ભક્તિ:કૃષ્ણસ્ય સર્વદા….એમ જગત નો નાથ શિક્ષાપત્રી માં કહી ગયો છે…..માટે જ અહીં હરપળ ભક્તિ..જ્ઞાન..ધર્મ અને વૈરાગ્ય યુક્ત સત્સંગ છે અને જીવ નું કલ્યાણ નિશ્ચિત છે…..એ જ સત્સંગ ને વધાવવા આજે રવિસભા માં સમયસર આવી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના નેણભરી…હૃદય ભરી ને દર્શન…..

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ……અને સભા આ લય માં જોડાઈ પછી એક યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત ” પ્યારી લાગે છે તારી…..” પદ રજૂ કર્યું……ભગવાન નું સર્વે દિવ્ય છે…રુચિરં છે…..પ્રેમભીનું છે……એ પછી અન્ય એક યુવક દ્વારા ” લાગી રે લગન મને સ્વામી તારા નામ ની……”…પદ રજૂ કર્યું…..જો સત્પુરુષ માં આમ જ દ્રઢ પ્રીતિ થાય તો ભગવાન ની પ્રાપ્તિ સહેજે છેટે નથી……બસ આ બ્રહ્મ સત્ય સમજી રાખવું…..! એ પછી મિત્ર જૈમીન દ્વારા ” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” પદ રજૂ થયું……બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન કવન નું આ પદ એમના ગુણાતીત કરુણા ના દર્શન કરાવે છે. સૌનું ભલું થાજો…એ જ પ્રાર્થના એમના જીવન માં સદાય વણાયેલી હતી….અને એ જ રીત એમના જીવન ની હતી. આપણા ગુરુ આવા તો આપણે કેવા થાવું???એ વિચારી લેવું……..

એ પછી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ યોગીજી મહારાજ હોસ્પિટલમાં આરામ માં છે…એમના 28 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ના દર્શન નો લાભ વીડિયો દર્શન દ્વારા મળ્યો….

આટલી મોટી ઉંમરે …નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ સ્વામીશ્રી ની ભક્તિ જુઓ……એ જ સ્થિરતા.. એ જ ભક્તિ ભાવ……!!! અદભુત…..!!

એ પછી સ્વયં શ્રીજી ની વાણી સ્વરૂપ એવા વચનામૃત લોયા -5 ના નિરૂપણ નો લાભ પૂ. વિવેકમુની સ્વામી જેવા વિદ્વાન…બુલંદ સ્વર ના વક્તા દ્વારા મળ્યો…..જોઈએ સારાંશ….

  • આ સત્સંગ જીવ ના જન્મ મરણ ના રોગ ને ટાળે એવો છે……ગુણાતીત તો છડેચોક કહે છે કે અમારો જન્મ જ આવા સત્સંગ થકી આ રોગ ને ટાળવા થયો છે…..શ્રીજી મહારાજ તો કહે છે કે જીવ એક દિવસ નો સત્સંગ કરે તો ય લખ ચોરાસી ટળી જાય છે…..આ સત્સંગ સુખદાયક છે….અને આપણો એક જ સંકલ્પ છે….અક્ષરધામ …! એ પ્રાપ્ત કરવા સત્સંગ અનિવાર્ય છે…..
  • ગુણાતીત સ્વામી કહે છે કે બીજે જે કાર્ય…કલ્યાણ એક કલ્પે થાય તે અહીં એક દિવસ માં થાય……અહીં સત્સંગ એ સત્પુરુષ નું શરીર છે…જો જીવ ને સત્સંગ માં ગુણ લેવા નો સ્વભાવ હોય તો તે અચૂક બ્રહ્મરૂપ થાય…..ગુણ લીધા નો સ્વભાવ હોય તો આપણા માં ગુણ ની વૃદ્ધિ થાય…આપણું અંતર સદ્ગુણો થી ભરાઈ જાય….માટે જ સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..
  • દરેક વ્યક્તિ માં કૈક તો સદગુણ હોય જ છે…જો એ ગુણ પરખતા અને ગ્રહણ કરતા આવડે તો જીવન સફળ થઈ જાય…..આપણે બંધ આંખે પણ શ્રેષ્ઠ વસ્તુ જ લઈએ છીએ..તો ખુલ્લી આંખે અને ખુલ્લી સમજણે સારા ગુણ કેમ ન લઈએ??? …કયારેક કોઈના ગુણ ચાહી એ છતાં દેખાય નહીં તો વચનામૃત ગ.પ્ર.24 મુજબ એ જીવના સત્સંગ નો ….તેનો ભગવાન નો યોગ થયો છે તેથી તેના પુણ્ય નો પાર નહીં…તેમ વિચારી ને તેનો ગુણ લેવો…..No negativity in satsang ….એમ બાપા એ કહ્યું હતું.
  • જો અવગુણ લેવા નું શરૂ થાય તો તે વધતો વધતો સત્પુરુષ અને ભગવાન ના અભાવ સુધી પહોંચે અને જીવ સત્સંગ માં થી પડી જાય…..માટે જ સત્સંગ માં સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..

એ પછી પૂ.દિવ્ય કિશોર સ્વામી અને યુવકો ના મધુર સ્વરે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત “ભાગ્ય જાગ્યા રે આજ …જાણવા….” પદ રજૂ થયું…….. બ્રહ્મ સત્ય….!! આપણા પુણ્યો નો પાર નથી….અનંત જન્મો ના પુણ્યો સફળ થાય ત્યારે આવો સત્સંગ…આવા સત્પુરુષ….આવા ઇષ્ટદેવ સાક્ષાત મળે……પ્રાપ્તિ ના મહિમા નો કોઈ પાર ન કહેવાય….કારણ કે જ્યાં આપણો હાથ સ્વયં શ્રીજી એ ગ્રહયો છે……!!!!! વાત સમજવી અઘરી છે પણ સમજો તો આ બ્રહ્મ સત્ય સમજાય…..!!!

એ પછી સભામાં ઉપસ્થિત સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે…(જોઈએ સારાંશ માત્ર) – યોગીબાપા ની પ્રિય વાત હતી…સ્વામી ની વાતો ની 4/136 ની વાત-

“…ભગવાનના ભક્તના ગુણ કહેવા; તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ને એમાં દાખડો કાંઈ પણ ન મળે, એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો ને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે?……. ને કોઈને નહિ સમજાતું હોય તો વળી આગળ સમજાશે; તેની શી ઉતાવળ છે? ને ક્યાં ભાગી જાય એમ છે? પણ કોઈના દોષ ન કહેવા…… તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું…….”

….માટે જ સત્સંગ માં આવ્યા છીએ તો ગુણ જ ગ્રહણ કરવા….તો જ છૂટકો છે. સત્સંગ માં અવગુણ લીધા કરતા હોય તો તે અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંતર માં ધૂંધવાયા કરે અને અંતે સત્સંગ માં થી પડી જાય……શુભ વાસના વાળો જીવ સર્વે ના ગુણ જ લે…..મહિમા જ સમજે…..અને એ જ સત્સંગ માં આગળ વધે….આપણા ગુરુઓ એ એ જ કર્યું છે….કોઈનો અવગુણ લીધો જ નથી…જાગા સ્વામી કહેતા કે પારકી ક્રિયા…પારકો આકાર ..પારકા દોષ કયારેય ન જોવા……! સત્સંગ માં દાસાનુદાસ….નાના માં નાના થઈને રહેવું……એમ કૃષ્ણજી અદા કહેતા….! દરેક નો મહિમા સમજવો…..શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ અક્ષર પુરુષોત્તમ ના મહિમા ની વાત મારે માથે બેસી ને કરે તો ય મંજુર છે…..!  સંત તુકારામ…સંત એકનાથ…વગેરે સંતો ના આખ્યાન ..પ્રસંગો આપણ ને ખબર જ છે. તેમની ગુણ ગ્રાહક દ્રષ્ટિ ને લીધે જ એ ભક્તિ માં મોટેરા થયા….સત્સંગ નો ખપ હોય પણ જો કોઈ સત્સંગી નો અવગુણ લેતા હોય તે જીવ અભાગી છે….! ભગવાન ના ભક્ત નો કોઈ અવગુણ લે તો સ્વામી ને એ ગમે નહીં…..સત્સંગ ના ગુણ આવે તો નમ્રતા આવે….દાસભાવ આવે…..અને એ દેખાય…અને તો જ સત્સંગ કર્યો કહેવાય….!!આ વાત નું સદાય જાણપણું રાખવું……

અદભુત વાત…..!!! એ પછી પ.પૂ ડોક્ટર સ્વામી એ  લખેલ …જગતપુર મંદિર ના નિર્માણ માટે ની બાળ બાલિકા ભક્તો ની સેવા માટે ની પ્રેરણા આપતો પત્ર રજૂ થયો…..એ પછી રાયસણ ગુરુકુલ માં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ નું જાહેર સન્માન થયું.

આજની સભાનો એક જ સાર હતો કે- આ સત્સંગ ની પ્રાપ્તિ અનંત જન્મો ના પુણ્ય ફળીભૂત થયા હોય તો જ થાય…..માટે જ સત્સંગી માત્ર દિવ્ય છે…..સર્વે ના ગુણ જ લેવા…કારણ કે આપણે સત્સંગ માં ટકવું છે…..આગળ વધવું છે……છેવટે તો આપણે સત્સંગ માં બ્રહ્મરૂપ થવા જ આવ્યા છીએ…બરોબર ને…!!!!

અહીં તો જે દાસાનુદાસ થાય તે જ મોટેરો થાય…….!! અધ્યાત્મ ની આ જ રીત છે……સમજી રાખો…..

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા -25/02/24

“પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું ભજન થાશે…….”

— અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

ગઈ સભામાં સામાજિક પ્રસંગે હોવાથી રવિસભા ચૂકી ગયો…આ રવિવારે તો અમદાવાદ ને આંગણે પ્રત્યક્ષ સત્પુરુષ ની દિવ્ય હાજરી અને સત્સંગ નો એજ કેસર ભીનો માહોલ…..પછી હૈયું હાથ કઈ રીતે રહે…..!!!!સમયસર પહોંચી ને સર્વ પ્રથમ મારા વ્હાલા ના જીવ ભરી ને દર્શન…..ચાલો એનો  ગુલાલ…કરીએ…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઇ……મન એકતાર થઈ ગયું….પછી એ જ અલબેલા ને અંતર ને દ્વાર સત્કારવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી નું પદ “આજ મે તો દીઠા રે અલબેલો આવતા રે લોલ….” એક યુવક મિત્ર ના સ્વરે રજુ થયું…….અને એ જ તેજસ્વી…. લટકંતી ચાલ… એ જ હાથ માં રૂમાલ લઈ ને ચાલતા શ્રીજી ની મૂર્તિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ…..!અદભુત…અદભુત…..! એ પછી મિત્ર જૈમિન દ્વારા અબુ ધાબી ના નવીન..ભવ્ય મંદિર ની પ્રશસ્તિ ..મહિમા ને રજુ કરતું એક પદ “અબુ ધાબી મંદિર ગાથા સૌ સુરમુની ગા રહે…” રજુ થયું……!ખૂબ જ ભવ્ય મંદિરો.. એ માત્ર શિલ્પ કળા ના સ્થાપત્ય નથી પણ બ્રહ્મ જ્ઞાન ની વિદ્યાપીઠ છે…. એ બાપા ના વચનો આજે સુપેરે સ્પષ્ટ દેખાય છે. લાખો જીવો ના કલ્યાણ નો માર્ગ સહજ થયો એ આજે દેખાય છે.

એ પછી તારીખ ૧૭-૧૯ ફેબ્રુઆરી, અબુ ધાબી ભવ્ય મંદિર ખાતે ગુરુ મહંત સ્વામી મહારાજ ના દિવ્ય વિચરણ ના દિવ્ય દર્શન નો લાભ એક વિડિયો ના માધ્યમ થી મળ્યો…..

એ જ સત્પુરુષ આજે અમદાવાદ માં બિરાજમાન છે….એમના આગમન અને સ્વાગત નો વિડિયો દર્શન રજુ થયા….

અદભુત દર્શન…..!!

ત્યારબાદ, આપણી સંસ્થા ના સદગુરુ સંત અને આંતરરાષ્ટ્રિય સંયોજક પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ અબુધાબી મંદિર ની સ્થાપના અંગે વાત કરતા કહ્યું કે.(સારાંશ માત્ર) …..1997 માં પ્રમુખ સ્વામી મહારાજ અહી પધારેલા અને રણ પ્રદેશ માં વિચરણ દરમ્યાન અહી ભવ્ય મંદિર બને એવો સંકલ્પ કરેલો. આરબ દેશો માં ઇસ્લામિક નિયમો ચાલે અને જાહેર માં અન્ય ધર્મ ના નિયમો..પૂજા કરવા ખૂબ જ અઘરા હતા…..ત્યાં રહેતા હરિભક્તો અને ગુણભાવી ભક્તો ની ઈચ્છા અહી મોટું મંદિર બને તેવી હતી….સત્પુરુષ ના સંકલ્પ….શ્રીજી ની મરજી અને સંતો હરિભક્તો ના અથાક પરિશ્રમ…ત્યાંના શાસકો ની અમૂલ્ય સહાય…આપણી ભારત સરકાર ની સહાય થી આ સ્વપ્ન સાકાર થયું. 27 એકર જમીન ત્યાંના શાસકો દ્વારા  મળી અને કામ થયું…. એ પણ શિખરબદ્ધ મંદિર ની ડીઝાઈન પાસ કરી….સર્વે ના સંકલ્પ મુજબ આ કમળ ખીલ્યું….! રણ મા solid rock foundation… મજબૂત ખડક માત્ર 3 મીટર ની ઊંડાઈ એ મળ્યા…જે ચમત્કાર જ કહેવાય….જેની પર સમગ્ર મંદિર આજે  ઉભુ છે. અનેક નિષ્ઠાવાન કાર્યકરો હરિભક્તો એ પોતાની દેહ…સંસાર…નોકરી ધંધા ની પરવા કર્યા વગર એમાં સેવામાં જોડાઈ ગયા…..અને જે મંદિર બનાવવા મા વર્ષો લાગે એ જ કાર્ય ખૂબ જ ટૂંકા સમય માં બની ગયું.વિશાળ હોલ, સંત ઉતારો, વેલકમ સેન્ટર, વિશાળ પાર્કિંગ, પ્રેમવતી વગેરે અહી છે….શુદ્ધ સનાતન હિન્દુ ધર્મ નું આ મંદિર છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ પણ આ મંદિર જોઈને ખુબ જ રાજી થયા….જોડે આવેલા મંત્રીઓ, અમલદારો, આમંત્રિત મહેમાનો સર્વે ખૂબ જ રાજી થયા….આવું શિલ્પકળા, વૈદિક સ્થાપત્ય યુક્ત ભવ્ય મંદિર આરબ ઈતિહાસ મા કદાચ પ્રથમ જ છે. ત્યાંના રાજા અને અધિકારીઓ નો ખુબ જ સહયોગ રહ્યો….સૌ રાજી થયા અને સત્પુરુષ ના સંકલ્પ અનુસાર ભવ્ય મંદિર બન્યું….દોઢસો સંતો અને અહી ના હજારો હરિભક્તો ની હાજરી વચ્ચે ભવ્ય ઉદઘાટન થયું. મોટા પુરુષ અને ભગવાન ના સંકલ્પ મુજબ સમગ્ર વિશ્વ માં આજે ડંકા વાગે છે…..બસ , આપણે એમની આજ્ઞા અનુસાર ઉપાસના ભક્તિ માં દ્રઢ રહીએ…..

એ પછી સંસ્થા ના પ્રખર વક્તા અને અતિ વિદ્વાન સંત પૂ. અક્ષર વત્સલ સ્વામી એ અબુ ધાબી મંદિર વિશે વિશેષ માહિતી આપી….જોઈએ સારાંશ…

  • જ્યાં ઇસ્લામ સિવાય બીજા ધર્મ ની ચર્ચા કરવી પણ એક જમાના માં અઘરી હતી ત્યાં આજે મહારાજ ના સંકલ્પ અનુસાર ભવ્ય મંદિર બન્યું છે…..અહી ડંકા વાગ્યા અને બીજે બધે પણ હવે ડંકા વાગતા જ રહેશે. ગઈકાલે જ સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ મહારાજ nasa દ્વારા ચંદ્ર પર પહોંચી ગયા…..!!!આવા તો અનેક ડંકા….સત્પુરુષ અને મહારાજ ના સંકલ્પ અનુસાર વાગતાં જ રહેશે….!! આ બધું કેવળ ભક્તિ ની શક્તિ થી…એમના સંકલ્પ અનુસાર થાય છે.
  • નાના બાળક થી માંડી ને વયોવૃદ્ધ હરિભક્તો માં સત્પુરુષ દ્વારા એવી નિષ્ઠા પ્રગટી છે કે સૌ કોઈ સત્સંગ ની સેવા મા સ્વયમ જોડાઈ જાય છે. અહી કેવળ ભક્તિ નો જ વિસ્તાર છે….નાના માં નાના હરિભક્તો ની ભક્તિ..શ્રધ્ધા નો ચમત્કાર છે. ભગવાન સ્વામિનારાયણે જીવ માત્ર ના કલ્યાણ માટે સહજ ..સહેલા માર્ગ આપ્યા….ભગવાન માં દ્રઢ પ્રેમ જેવા સહજ માર્ગ થી સર્વે શાસ્ત્રો નો સાર આપ્યો……નરસૈંયો..મીરાબાઈ…જેવા ભક્તો ભગવાન માં દ્રઢ પ્રીતિ થી તરી ગયા……ભગવાન પ્રેમીજનો ને વશ છે…..આપણા સંપ્રદાય માં ભગવાન સ્વામિનારાયણ અને હરિભક્તો સંતો ના વચ્ચે સ્નેહ ..પ્રીતિ ના અનેક ઉદાહરણ છે. પ્રેમાનંદ સ્વામી..બ્રહ્માનંદ સ્વામી આદિક અનેક પરમહંસ ના વચનામૃત માં ઉલ્લેખ…..એમના અનેક પદ આ પ્રીતિ ની સાક્ષી પૂરે છે.
  • ભગવાન નો એક જ સ્વાર્થ છે…..આપણ ને ભક્તિ શીખવાડવી છે….પોતાનો રાજીપો આપવો છે. બસ એ તો પોતાના ભક્તો ના પ્રેમ ને વશ છે.
  • આપણા BAPS ના હરિભક્તો નો પ્રેમ..ભક્તિ…એની જ શક્તિ છે કે આજે BAPS ના ડંકા દિગંત માં ગાજે છે. બસ…મહારાજ ને અંતર માં અખંડ ધારીએ અને ભક્તિ માં દ્રઢ રહીએ તો બસ આનંદ જ આનંદ છે…..

અદભુત……!!! આપણા એક પરમ ભક્તરાજ મણિનગર ના પ્રવીણભાઈ દવે નો અક્ષરવાસ થયો છે……. એ પૂ. અક્ષરવત્સલ સ્વામી એ જાહેરાત કરી.

આજની સભાનો એક જ સાર હતો……પ્રેમીજન ને વશ પાતળિયો…… આપણે જેટલો પ્રેમ આપણા ભગવાન ને કરીશું…એનાથી અનેક ઘણો અધિક એ મારો વહાલો આપણ ને કરશે……..અને એ આપણો થાય પછી બાકી શું રહે????બસ એ તો પ્રેમ ..સ્નેહ..ભક્તિ નો ભૂખ્યો છે…….બસ મન મૂકી ને પ્રેમ કરી લેવો…

જય જય સ્વામિનારાયણ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા -11/02/24

अक्षरं अहम पुरुषोत्तम दासोस्मि

અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું……

આજની સભા પણ વિશિષ્ટ હતી. સારંગપુર સંસ્કૃત મહાવિદ્યાલય ના ભાવિ પંડિતો આજે જ્ઞાન અને મહિમા સાથે શાસ્ત્રો માં વર્ણવિત સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દર્શન નું પ્રદર્શન કરવા ના હતા……આથી સભામાં સ્વાભાવિક છે તેમ સમય પહેલા પહોંચી ગયા અને જીવભરી ને મારા વ્હાલા ના દર્શન કર્યા…..

સભાની શરૂઆત પૂ.સંતો અને યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન પ્રાર્થના થી થઇ….. એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા “અક્ષર પુરુષોત્તમ ..દયાળુ પ્રભુ…..” પદ રજુ થયું……. આપણે આપણા ગુણાતીત ગુરુઓ ના ચરણો મા કરોડો સાષ્ટાંગ દંડવત કરીએ તો પણ ઓછું છે કારણ કે એમણે સમગ્ર સનાતન શાસ્ત્રો નો સાર અને સ્વરૂપ એક અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે આપણ ને મૂર્તિમંત કરી આપી આત્યંતિક કલ્યાણ ને સહજ કરી આપ્યું………! શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજ ના મંદિરો…મૂર્તિઓ સ્થાપી ને આ સર્વોપરી સિદ્ધાંત ના વાવટા બ્રહ્માંડે રોપી દીધા……એટલા માટે જ પ્રશાંતભાઈ એ “એવા શાસ્ત્રીજી મહારાજ ને અમારા લાખો વંદન હો…..” ભક્ત રાજ રસિક દાસ રચિત પદ રજુ કરી એ મહા પુરુષ ના અતુલ્ય કાર્ય મહિમા ને જીવસ્થ કરી દીધું……અદભુત….અદભુત….!!! આ સમજવા એકવાર પુસ્તક “લિખિતંગ યગ્નપુરુશ દાસ “અચૂક વાંચી જવું……વાંચી જવું…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ એ જ રસિક દાસ રચિત “જય જય યજ્ઞ પુરુષ સુખકારી….” પદ રજુ કરી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા ને ફરી થી વર્ણવ્યો……અદભુત…!!

વસંત પંચમી નજીક છે અને એ જ સર્વોપરી ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો પ્રાગટ્ય દિન આવી રહ્યો છે…..એમના જ સંકલ્પ …સિદ્ધાંત રૂપે એમનું જ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આજે અબુ ધાબી દેશ માં ….વસંત પંચમી ના રોજ અતિ ભવ્ય અક્ષર પુરુષોત્તમ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે…..તેના 6-7 ફેબ્રુઆરી ના દર્શન વિડિયો ના માધ્યમ થી મળ્યા…….

ગુણાતીત ના વિશાળ કાર્ય …..સ્વયમ શ્રીજી ના સંકલ્પ ના ફળ રૂપ એવા 1250થી વધુ નાના મોટા ભવ્ય મંદિરો સમગ્ર જગત માં સમગ્ર શાસ્ત્રો ના સાર રૂપી સિદ્ધાંત …અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને સહજ જીવમાત્ર સુધી પહોંચાડી રહ્યા છે………આગળ આગળ જુઓ…શું થાય છે..???જગત ના નાથ નો સંકલ્પ મોળો થોડો હોય……!!!

એ પછી સારંગપુર મહા તીર્થ સ્થાન ના સંસ્કૃત મહા વિદ્યાલય ના ભાવિ પંડિતો એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વિશે પોતાનો વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કર્યો……શરૂઆત અમદાવાદ ના જ વિદ્યાર્થી જીતભાઈ એ સંસ્કૃત દેવભાષા માં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નો મહિમા કહ્યો…….ગુજરાતી મિશ્રિત આ પ્રવચન માં ગીતા, ઉપનિષદો,બ્રહ્મ સૂત્ર માં વર્ણવેલો આ સિદ્ધાંત…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું કાર્ય, દાખડો…મંદિરો ની રચના….હરિભક્તો નો આ સિદ્ધાંત માટે નો દાખડો અને સમર્પણ અદભુત રીતે વર્ણવ્યું….અને સાબિત કર્યું કે  સર્વે સર્વોપરી છે……અદભુત પ્રવચન….!!

એ પછી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ પ્રગટ અક્ષરબ્રહ્મ ના અસ્તિત્વ.. મહિમા…સ્વરૂપ વિશે વિશેષ છણાવટ પ્રશ્નોત્તર….સંવાદ રૂપે વેદ નો આધાર લઈને કરી……મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશ સ્વામી ના અક્ષર પુરુષોત્તમ દર્શન…એના ભાષ્ય..સિદ્ધાંત સુધા ને.. આધારે અક્ષર રુપ ના વેદ પુરાણો…ઉપનિષદો…બ્રહ્મ સૂત્રો….ગીતા માં ઉલ્લેખ ની વાત થઈ……અદભુત….!!! આમ, પ્રતિપાદિત થાય છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ..દર્શન એ સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત છે. પુરુષોત્તમ ને પામવા હોય તો અક્ષર રૂપ થાવું જ પડે……અને અક્ષર રૂપ થવું હોય તો અક્ષર બ્રહ્મ ગુરુ નો યોગ….સમાગમ અનિવાર્ય છે…….અક્ષર બ્રહ્મ રૂપ ગુરુ એ ભગવાન પ્રાપ્તિ માટે નો એક સેતુ છે…જેનાથી માયા રૂપી નદી પાર કરી શકાય છે. માયા ની આ ગહન નદી ને પાર કર્યા સિવાય પુરુષોત્તમ ના ચરણો માં જવાય જ કેમ?? વચનામૃત માં ઠેર ઠેર શ્રીજી એ આ જ ગહન વાતો…એનો અર્થ…એનો સાર અને સમાધાન સહજ શબ્દો માં વર્ણવ્યા છે……ગીતા માં વિષાદ ગ્રસ્ત અર્જુન ને સ્વયં ભગવાને અક્ષર બ્રહ્મ….બ્રહ્મરૂપ થવા ની આજ્ઞા કરી…..બ્રહ્મરૂપ થશે તો જ સર્વે મોહ માયા ટળશે…. એમ કહી ને ભગવાને કહ્યું…અર્જુન બ્રહ્મ થા…..મારા માટે પાત્ર થા…..!!!! અદભુત…અદભુત……!!!ગીતા ના અધ્યાયે અધ્યાયે…બ્રહ્મ ની વ્યાખ્યા…બ્રહ્મ નો મહિમા અને બ્રહ્મ થવા ની આજ્ઞા કરી……..એ જ બ્રહ્મ ના લક્ષણો આજે પણ પ્રગટ સત્પુરુષ માં સુસ્પષ્ટ દેખાય છે…….એ સત્પુરુષ કોણ??? આપણા ગુરુ….મહંત સ્વામી મહારાજ……જાતે ચેક કરો…..પારખો… પછી સ્વીકારો…..!!!!!

બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।

સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્‍ભક્તિં લભતે પરામ્ ॥

અર્થાત- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે. (ગીતા: ૧૮/૫૪)

એ પછી આ મહાવિદ્યાલય ની સ્થાપના 2013 થી અત્યાર સુધી ની માહિતી એક વીડિયો ના માધ્યમ થી મળી…….સાક્ષાત ગુરુકુલ પદ્ધતિ થી અહીં સંસ્કૃત અને અન્ય ભાષા ઓ માં વિવિધ શાસ્ત્રો નું જ્ઞાન સંતો અને વિદ્વાનો દ્વારા મળે છે……અદભુત વિદ્યાલય….!! શક્ય હોય અને રસ હોય તો આ વિદ્યાલય માં જરૂર પ્રવેશ મેળવવો…..ભવિષ્ય ઉજ્જવળ છે…..! ધોરણ 12 પછી પ્રવેશ માટે અરજી કરી શકાય છે…… સંપૂર્ણ પણે મફત ..નિઃશુલ્ક અભ્યાસ છે……..લાભ લેવો….

હરિકૃષ્ણ ભાઈ નામ ના મહા વિદ્યાલય ના એક વિદ્યાર્થી કે જે હાલ વેદાંત માં  ડૉક્ટરેટ કરી રહ્યા છે……તેમણે મહા વિદ્યાલય વિશે વિશેષ વાત કરતા કહ્યું કે- ગુરુ મહંત સ્વામી મહારાજ અહીં ના વિદ્યાર્થીઓ પર ખૂબ જ રાજી છે…..સર્વોપરી અભ્યાસ ક્રમ…તેજસ્વી વિદ્યાર્થીઓ….અનેકો ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ…અનેક રિસર્ચ પેપર્સ…..હાવર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે વિશેષ આમંત્રણ…..ત્યાં ના વિદ્યાર્થીઓ અહીં અધ્યયન કરી રહ્યા છે…….અનેકો બહેનો પણ સંસ્કૃત નો અભ્યાસ અલગ અલગ જગ્યા એ રહી ને કરેલા છે……બાપા એ કહ્યું કે અહીં જે ભણશે તે મહા વિદ્વાન થશે……!!!! સાથે સાથે સદ્ગુણો…..નિષ્ઠા..સમર્પણ જેવા સર્વોપરી ગુણો પણ અહીં સહજ આવે છે. અહીં ના વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ઉજ્જવળ છે અને અહીં ના બહાર પડેલા વિદ્યાર્થીઓ હાલ દુનિયાભર માં સંસ્કૃત ના અધ્યાપક તરીકે કારકિર્દી આગળ વધારી રહ્યા છે.

હાલ મહા વિદ્યાલય માં આચાર્ય તરીકે સેવા આપી રહેલા પૂ. જ્ઞાન તૃપ્ત સ્વામી એ પોતાના પ્રવચન માં કહ્યું કે- (જોઈ એ સારાંશ)

  • જુના ખરડા માં શ્રીજી મહારાજે કહ્યું કે જીવ માત્ર નું અજ્ઞાન ટાળી ને તેમને  બ્રહ્મરૂપ  કરવા માટે તેમનો જન્મ થયો છે. વિવિધ વચનામૃત માં પણ આ જ વાત કરી…ઉપાસના નો મહિમા….એની શુદ્ધતા ની વાત કરી….ભગવાન ના સ્વરૂપ ની નિષ્ઠા સમજવા ની અગત્યતા ની વાત કરી. સ્વરૂપ નિષ્ઠા માં ખામી રહી જશે તો અક્ષરધામ ની પ્રાપ્તિ નહીં થાય…..
  • આપણે તો ગુણાતીત જ મૂળ અક્ષર અને સહજાનંદ જ પુરુષોત્તમ….. એ જ્ઞાન ……સ્વયં ગુણાતીત પરંપરા એ સર્વ ને દ્રઢ કરાવ્યું……મૂર્તિમંત કર્યું અને જીવ માત્ર ને આત્યંતિક મોક્ષ નો માર્ગ બતાવ્યો…..ગુણાતીત નું આ કાર્ય ચાલુ છે…ચાલુ જ રહેશે…….બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત ના પ્રવર્તન માટે અઢળક દુઃખ સહન કર્યા…..દાખડો કર્યો…..અને પરિણામે આજે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના હસ્તે એ જ સર્વોપરી કાર્ય ચાલુ જ છે…..જગતભરમાં  આ જ સિદ્ધાંત ને મૂર્તિમંત કરતા હજારો મંદિર ના વાવટા દિગંત માં ફરકી રહ્યા છે……..

અદભુત…અદભુત…..!!!

સભાને અંતે અમદાવાદ ના 9 જેટલા ભાવિ પંડિતો નું સન્માન થયું……મહા વિદ્યાલય માં અભ્યાસ ઇચ્છુક યુવક યુવતીઓ શાહીબાગ મંદિર ઓફીસ નો સંપર્ક કરે. આવનારી વસંત પંચમી…14/2 ના રોજ અબુ ધાબી મંદિર નો લોકાર્પણ સમારોહ નું જીવંત પ્રસારણ છે.

આજની સભાનો એક જ સાર હતો કે …..બ્રહ્મ સંગે બ્રહ્મરૂપ થવું અને પુરુષોત્તમ ની સેવા માં અખંડ રહેવું………!!! બસ …બ્રહ્મરૂપ કઈ રીતે થવું….એનો અભ્યાસ કરવો….અને એમ વર્તવું……એ જ મોક્ષ નો માર્ગ…….

આપણું એક જ ધ્યેય……અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મિ

જય જય સ્વામિનારાયણ……. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-04/02/24

“બધા કાર્યકરો ને હાથ થી ડાંગર ફોલી ને મેળવેલા અણીશુદ્ધ ચોખા જેવા અણીશુદ્ધ કરી ને અક્ષરધામ લઇ જવા છે….અરે..કાર્યકરો ના પરિવાર ને પણ અક્ષરધામ ની પ્રાપ્તિ થશે….”

————————

પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, કણાદ,સુરત

ઘણા રવિવાર થી હું રવિસભા નો લાભ લઇ ના શક્યો…કારણ??? અંગત….શિબિર…વગેરે….પણ રવિસભા ચૂક્યા નું દુઃખ છે જ…..જે આજે સમય પહેલા સભામાં આવી સરભર કરવા નો આછો પાતળો પ્રયત્ન કરવા માં આવ્યો……આજની સભા કાર્યકર સુવર્ણ મહોત્સવ (1972-2022)ની વિશિષ્ટ સભા હતી…… આપણી સંસ્થા ના પાયા માં ના એક ભાગ એટલે દ્રઢ નિષ્ઠાવાન કાર્યકરો…….અને એમની નિષ્ઠા ને વધાવતું આ 2024નું વર્ષ….કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ તરીકે ઉજવાશે….તો આ નિષ્ઠા અને અનેક કાર્યકરો ના સમર્પણ ની સ્મૃતિ સાથે.. એ સર્વે ના કારણ એવા મારા વ્હાલા ના અદભુત દર્શન….

સભાની શરૂઆત “ભજો સ્વામિનારાયણ…..”ધૂન થી થઇ….યુવક મિત્રો એ સભાનો માહોલ હરિમય કરી દીધો……યુવકો અને ધવલ દ્વારા “પ્રણામ હો… પ્રણામ હો…હે સહજાનંદ જી…” પદ રજુ થયું…..એક હરિ ના ચરણો મા સંપૂર્ણ માથું મૂકીએ તો સહજ આનંદ સદાય રહે…. એ જ બ્રહ્મ અવસ્થા…!! અન્ય એક યુવક દ્વારા “એલી જો ને આ ધર્મકુમાર.. સલોણો શોભતા….” પદ રજુ થયું…..ઉચ્ચ…ઝડપી સ્વરો માં ગવાતા આ બ્રહ્માનંદ સ્વામી રચિત આ પદે સભા ને ડોલતી કરી દીધી…..બ્રહ્માનંદ રેલાઈ ગયો….!! ત્યારબાદ પ્રશાંતભાઈ દ્વારા “સેવા માં રાખો સદાય….વંદન ગુરુજી…વંદન પ્રભુજી….” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ રજુ થયું…..શાસ્ત્રો કહે છે કે મોટા પુરુષ ની મન કર્મ વચને સેવા જ ભગવાન ની સેવા છે…..મોક્ષ નું કારણ છે…….અને આપણે તો અહી સેવા એ તો બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે….એમ ડંકા ની ચોંટે ગવાય છે….વર્તાય છે…જીવાય છે……એટલે જ આપણો સત્સંગ સર્વોપરી છે. એ પછી જૈમિન ના સ્વરે “અમે સૌ સ્વામી ના બાળક….જીવીશું સ્વામી ને કાજે…” ભક્તરાજ મોતીદાસ દ્વારા રચિત બળ ભર્યું પદ રજુ થયું….. આપણા સત્સંગ ની અસ્મિતા ની પુષ્ટિ કરતું આ પદ સૌમાં નિર્ભયતા નું ….નિષ્ઠા નું….સમર્પણ નું બળ ભરી દે તેવું હતું….સભા તાળીઓ થી ગુંજી ઉઠી …

એ પછી આપણી સંસ્થા મા યુવક મંડળ ની રચના..કાર્ય વિશે નો ઈતિહાસ વિડિયો ના માધ્યમ થી રજુ થયો…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી શરૂ થયેલી યુવક સભાઓ ને વિધિવત સ્વરૂપ 1972મા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મળ્યું……અને યુવક મંડળ આગળ જતા વિસ્તૃત થતાં કાર્યકરો ની વિશાળ સેના નું સર્જન આજે જોઈ શકાય છે.

ત્યારબાદ પુ. વિવેકમુની સ્વામી દ્વારા આ કાર્યકરો ની સેવા પ્રવૃત્તિ વિશે માહિતી પ્રવચન દ્વારા મળી…જોઈએ સારાંશ….

  • કાર્યકરો માટે સેવા સત્સંગ નું પ્રથમ સુખ છે…સત્પુરુષ ના સાનિધ્ય નું સુખ….દર્શન..વાતો..મળવું અને પ્રસાદી ના માધ્યમ થી આ સુખ અનરાધાર મળી રહ્યું છે ….
  • બીજું સુખ…સત્સંગ કથા વાર્તા નું સુખ….જે સત્સંગ ને સદાય લીલો પલ્લવ રાખે છે.
  • ત્રીજું સુખ….ઉત્સવ સમૈયા નું સુખ……જેમાં કાર્યકરો નો અથાગ ..અવિરત પરિશ્રમ રહેલો છે. આયોજન…વ્યવસ્થા…. અમલીકરણ….અહી શીખવા..શીખવાડવા મળે છે…..સત્સંગ શિક્ષણ પરીક્ષા….સ્વામિનારાયણ મેગેઝીનો…ઘરસભા, સંત પધરામણી …સામાજિક સેવા ના આયોજન પાછળ કાર્યકરો નો નિસ્વાર્થ પુરુષાર્થ …સેવા છે….આથી જ કાર્યકરો આપણી સંસ્થા ના કરોડરજ્જુ સમાન છે.
  • પ્રમુખ સ્વામી મહારાજે તો આવા કાર્યકરો ને શ્વેતાંબરી સાધુઓ કહ્યા…અને એમનો પરિવાર સહિત મોક્ષ ના આશીર્વાદ આપ્યા…….એમનો ખૂબ જ રાજીપો આજે પણ મહંત સ્વામી મહારાજ દ્વારા દેખાય છે.

એ પછી યુવકો દ્વારા સેવા ના મહિમા નો એક સંવાદ રજુ થયો……

અદભુત સંવાદ……એક ગુરુ…એક હરિ ને જ રાજી કરવા પોતાના જીવન ને કૃષ્ણાર્પણ કરવાની નિસ્વાર્થ ભાવના તો અહી..આપણી સંસ્થા મા જ જોવા મળે…..

એ પછી ગુરુ મહંત સ્વામી મહારાજ ની નિશ્રા માં સુરત ખાતે યોજાયેલા કાર્યકર સુવર્ણ મહોત્સવ સભા ના દર્શન નો લાભ વિડિયો દ્વારા મળ્યો…..કાર્યકરો ના અનુભવો…એમની સેવા ની સુવર્ણ ગાથાઓ……. બાળ..બાલિકા..યુવક યુવતી…મહિલા કે વડીલ મંડળો ની અદભુત સેવાઓ ની ગાથા ઓ..કેસર ની ફોરમ ની જેમ સર્વ ને તરબતર કરી ગઈ..બાપા એ સમગ્ર કાર્યકર સેવા નો સાર એક જ વાક્ય માં કહ્યો….. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી……!! બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ..બધા કાર્યકરો ને હાથ થી ડાંગર ફોલી ને મેળવેલા અણીશુદ્ધ ચોખા જેવા અણીશુદ્ધ કરી ને અક્ષરધામ લઇ જવા છે….અરે..કાર્યકરો ના પરિવાર ને પણ અક્ષરધામ ની પ્રાપ્તિ થશે……!!!…અદભુત વિડિયો…!!!

ત્યારબાદ પૂ. કોઠારી ધર્મતિલક સ્વામી એ પ્રસંગોચિત પ્રવચન કરતા કહ્યું કે…..જોઈએ સારાંશ…

  • લોયા ૩ ના વચનામૃત માં સ્વયમ શ્રીજી એ કહ્યું કે મહિમા એ સહિત નિશ્ચય થાય ત્યારે એ જીવ ભગવાન અને સત્પુરુષ ના રાજીપા અર્થે શું ન કરે?? બધું જ થાય જે આપણા કાર્યકરો માં સ્પષ્ટ દેખાય છે. આપણી ગુણાતીત પરંપરા એ આપણ ને રાજી કરવા પોતાના દેહ ને કૃષ્ણાર્પણ કરી દીધો……
  • આપણા કાર્યકરો એ અતિ કઠીન…વિપરીત સંજોગો માં પણ પોતાની સેવા ની જવાબદારી સુપેરે…સમર્પણ ભાવે…નિસ્વાર્થ ભાવે નિભાવી છે. પોતાના ધંધા…નોકરીઓ ની પણ પરવા નથી કરી. એકવાર મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે…..કાર્યકરો તો અમારા હાથ પગ છે….. સદગુરુ ઓ છે……

ત્યારબાદ વિડિયો ના માધ્યમ થી પ.પૂ.મહંત સ્વામી મહારાજે કાર્યકર સુવર્ણ મહોત્સવ ની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરી..તેના દર્શન થયા…..અહી સભામાં પણ સર્વ કાર્યકરો એ ઊભા થઈ..ધ્વજ, બોર્ડ્સ દ્વારા એમાં પ્રતીક રૂપે ભાગ લીધો…..

સભામાં અમુક જાહેરાત થઈ….. રાંદેસણ ના ગુરુકુળ માટે દીકરીઓ ની પ્રવેશપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે….

આજની સભાનો એક જ સાર હતો…….જો જીવ ને આત્યંતિક કલ્યાણ નો ખપ હોય…..બ્રહ્મરૂપ થઈ ને એક પુરુષોત્તમ ને વરવા ની દૃઢતા હોય તો પોતાના ગુરુ અને ભગવાન કાજે શું ન થાય??? પોતાનું સર્વસ્વ એક એમના જ રાજીપા અર્થે સમર્પિત કરી દે……અને આ જ મોક્ષ નો શોર્ટકટ છે……

સત્સંગ નું બીજું નામ જ સમર્પણ છે……સમજી રાખીએ….

જય સ્વામિનારાયણ…….પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-07/01/24

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે….”

———————-

વચનામૃત ગઢડા પ્રથમ -08

ઇસવીસન 2024 ના વર્ષ ના નવીન વર્ષ ની આ પ્રથમ સભા …..નવા ઉમંગ…નવા ઉત્સાહ…..નવા જોમ જામ સાથે ની આ એકાદશી ની સભાની શરૂઆત મારા વ્હાલા ના સદાય નવીન દર્શન થી…….ચાલો એક એને જ જીવન ની પ્રત્યેક ક્રિયા…પ્રત્યેક ક્ષણ માં કેન્દ્ર માં સ્થિર કરીએ….

આજની જ માગશર માસ ની વદ એકાદશી એ સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સંવત 1858 જગત ને ભેટ મળી હતી……222 વર્ષ પહેલાં ની આ સ્મૃતિ અર્થે જ સભાની શરૂઆત યુવક મંડળ દ્વારા જોશ સાથે ગવાતા ” ઓમ સ્વામિનારાયણ……” મહામંત્ર ની ધૂન થી થઈ……એ પછી એક યુવક દ્વારા ” વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ…..”વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત પદ ખૂબ જ રસાળ સ્વરે રજુ થયું………બસ આ એક જ નામ છે જેના માટે શું ન થાય..??? એ જ સર્વે પ્રશ્નો…સર્વે સંકલ્પ વિકલ્પ નું સમાધાન છે…….જો એ અંતર માં છે તો બાહ્ય કોલાહલ ના ખારા દરિયા માં પરમ શાંતિ નો મીઠો વીરડો મળ્યો હોય એવો આનંદ થશે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ” પ્રાણી…સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈ એ રે….” પ્રેમસખી રચિત પદ સ્વરબદ્ધ થયું…….આ મહામંત્ર નો મહિમા મોટો છે…..એ સમજાય તો એનું અખંડ સ્મરણ સહેજે રહે……સર્વે મૂંઝવણ નું સમાધાન આ જ છે….! ત્યારબાદ એક યુવક મિત્ર ના બુલંદ સ્વરે ” મારે સ્વામિનારાયણ ભજવા રે…..”પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજુ થયું…..સર્વોપરી ભગવાન મળ્યા છે તો એને ભજતાં તો સંસાર…લોકલાજ કે વિઘ્ન આડા આવે તો પણ ગભરાવું નહીં…..શિર સાટે સત્સંગ કરી લેવો…..! એ પછી મિત્ર પ્રશાંત ભાઈ દ્વારા ” જે સ્વામિનારાયણ નામ લેશે….” મહિમા પદ રજૂ થયું…..અદભુત…!!

એ પછી 1984 માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગઢડા માં આજની જ તિથિએ આયોજિત ગઢડા મંદિર મહોત્સવ…સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ના સ્મૃતિ દર્શન નું સુખ એક વીડિયો દ્વારા સર્વે ને મળ્યું…..

એ પછી પૂ.હરીનારાયણ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા” વિશે અદભુત પ્રવચન રસાળ શૈલી માં થયું…જોઈએ સારાંશ….

  • વિક્રમ સંવત 1858 ..આજની જ તિથિએ ફણેણી ગામ માં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ જગત ને આપી….જેને ગુણાતીત ગુરુઓ એ પોતાના એક જ કાર્ય હેતુ…ભગવાન ભજવા અને ભજાવા…દ્વારા જગપ્રસિદ્ધ કરી દીધો…….એના ડંકા યુગેયુગે વાગતા રહેશે…..
  • આ મંત્ર જ પવિત્રતા ની ઓળખ થઈ ગઈ છે….આ મંત્ર સર્વે સમસ્યા ઓ નું સમાધાન છે……….તન, મન ધન ના પ્રશ્નો નું સર્વે સમાધાન આ મંત્ર થી થયા ના ઉદાહરણ પ્રસંગો છે. આ મંત્ર ભગવાન નો સાક્ષાત્કાર કરાવે છે….મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે……
  • આ મંત્ર ભક્તે સહિત ભગવાન નું ભજન …સ્વામી એ સહિત નારાયણ નું પૂજન ….નું પ્રતીક છે…..ભગવાન ના ભક્ત…રાધાજી..હનુમાનજી…અર્જુન જી…આદિક ભક્તો ભગવાન ની ભક્તિ કરતા ભગવાન મય થઈ ગયા…ભગવાન સાથે જ એમનું પણ ભજન થાય છે……મહિમા એ સહિત…દ્રઢપણે ભગવાન નું ભજન કરવું…..શ્રદ્ધા રાખવી….ધીરજ રાખવી…..અને ભજન કરતા રહેવું.

આજે સભામાં સદગુરુ પ.પૂ.ડોક્ટર સ્વામી ઉપસ્થિત હતા…પ.પૂ.ઇશ્વરચરણ સ્વામી દ્વારા અમદાવાદ મંડળ વતી તેમનું ફુલહાર થી સ્વાગત થયું. પૂ.ડોક્ટર સ્વામી ના સેવક સંત પૂ.આદર્શ યોગી સ્વામી નું પણ કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા ફુલહાર થી સ્વાગત થયું…

એ પછી ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા વિશે વીડિયો ના માધ્યમ થી લાભ મળ્યો…..સત્પુરુષ થકી આ મંત્ર…નિયમ ધર્મ અને ભગવાન ના સ્વરૂપ ની દ્રઢતા થાય તો સર્વે વાસનાઓ નિર્મૂળ થઈ જાય….

એ પછી પૂ.ડોક્ટર સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર….) ….

  • બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આજ્ઞા કરી હતી કે રૂપિયા 25000 નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો….આપણા સંતો અદભુત કથા વાર્તા કરે છે…અવશ્ય લાભ લેવો…આપણા હરિભક્ત આફ્રિકા વાળા મગનભાઈ નો કથા વાર્તા કરવા નો ઇશક સૌ કોઈ જાણે છે…..કલાકો સુધી કથા વાર્તા ચાલતી…..આપણા હરિભક્તો નું સેવા સમર્પણ પણ અદભુત છે. રોબિન્સ વીલ અક્ષરધામ નું કાર્ય જુઓ તો સમજાય કે સ્વામિનારાયણ ભગવાન નો સંકલ્પ કરોડ મનવાર ભરાય એટલા જીવો નું કલ્યાણ કરવા નું છે.
  • અંતઃકરણ શુદ્ધ રાખવા ની શ્રીજી મહારાજ ની આજ્ઞા છે…..આપણી પાસે બધું જ છે, પણ આપણું અંતઃકરણ શુદ્ધ છે….??? કામ,ક્રોધ..હઠ, માન, ઈર્ષ્યા આદિક અશુદ્ધિઓ અંતર માં પડી છે…તેને દૂર કરવા ની છે. જેનું અંતઃકરણ શુદ્ધ હોય તેને જ જગત યાદ કરે છે.

અદભુત પ્રવચન….!! જાહેરાત થઈ કે પ.પૂ.ડોક્ટર સ્વામી સતત એક માસ અમદાવાદ માં રહેવા ના છે. અઠવાડિયા ના ત્રણ દિવસ…સોમ,મંગળ, બુધ….લાભ મળશે. પોતાના અંગત પ્રશ્નો માટે એમની સાથે મુલાકાત માટે જે તે વિસ્તાર ના કાર્યકરો ને મળવું.

ઉત્તરાયણ 14 તારીખે સવારે ઝોળી સભા…8 થી 10 થશે. સાંજે રવિસભા નથી. 26 જાન્યુઆરી સોલા ભાગવત ખાતે બ્રહ્નમોત્સવ યોજાશે…….હરિભક્ત બહેન જીંકલ બેન દ્વારા 6 માસ ની મહેનત ને લીધે ગોંડલ ના ઘનશ્યામ મહારાજ નું તૈલ ચિત્ર તૈયાર થયું છે…જેનું પૂજન પૂ.ડોક્ટર સ્વામી દ્વારા થયું….

આજની સભાનો એક જ સાર હતો- સ્વામિનારાયણ મહામંત્ર……આ બીજ મંત્ર સમાન છે….જો જીવ માં દ્રઢ થશે….જેનું અખંડ સ્મરણ રહેશે તો હરિ ક્યાંય છેટો નથી…..અને હરિ ભેગો હશે તો છતે દેહે અક્ષરધામ નું અખંડ સુખ મળશે.

બસ…..સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… અખંડ સ્મરણ કરતા રહીએ.

જય જય સ્વામિનારાયણ…..

રાજ


1 Comment

12મુ નાપાસ……

12 મુ નાપાસ……..!!! ના ભાઈ …હું મારી વાત નથી કરતો કારણ કે 12 મુ પાસ કર્યે મને તો ઘણા વર્ષ થઈ ગયા અને અત્યારે તો આખી HSC પરીક્ષા ની પેટર્ન જ બદલાઈ ગઈ છે…….! આ તો વાત છે….ભારત ની….ભારત ના અસંખ્ય યુવાનો ની કે જેમને પોતાના ભણતર વિષે ઝાઝી સમજણ નથી……નથી દિશા કે નથી દાખડો……..!! હું તો અત્યાર ની શિક્ષણ પદ્ધતિ નો ખાસ વિરોધી છુ કે જ્યાં માત્ર ટકા વારી જ વિધ્યાર્થી ની યોગ્યતા નક્કી કરે છે…….નહીં કે તેનું ગણતર…..બધા ચતુર બની રહ્યા છે અને અમુક જ રેંચો……!! થ્રી ઈડિયટ્સ ફિલ્મ નો ડાયલોગ છે ને કે – સીર્ફ સફલ હોને કે લિયે મત પઢો પર કાબિલ હોને કે લિયે પઢો …….કાબિલ બનોગે તો સફળતા તુમ્હારે પીછે ભાગતી આયેગી…!!! જો કે મને શબ્દ્સ: ડાયલોગ યાદ નથી…..આથી માફ કિયા જાયે….પણ ભાવનાઓ કો સમજો …..!! તો વાત થઈ – આપણા ભણતર ની………તો- ગઇકાલે એક ફિલ્મ ડિઝની હોટ સ્ટાર પર જોવામાં આવી…….નામ હતું- 12th Fail……અર્થાત બારમું નાપાસ…….જુઓ ટ્રેલર

કહાની છે- મધ્યપ્રદેશ -ચંબલ વિસ્તાર ની કે જ્યાં વાત વાત માં બે નાળી ના ધડાકા ભડાકા થાય છે તે વિસ્તાર ……વાત ત્યાંના એક મનોજ શર્મા ની કે જે 12 માં ધોરણ ની પરીક્ષા આપતો હોય છે……ખુદ સ્કૂલ વાળા જ પરીક્ષા માં ચોરી કરવા ને પરંપરા ગણાવી ને – વિધ્યાર્થીઓ ને ચોરી કરવી ને પાસ કરતાં હોય છે……આ યુવક પણ એ જ વિચારધારા માં આવી – કાપલીઓ સાથે 12 માં ની બોર્ડ પરીક્ષા આપવા જાય છે. ત્યાં જ એક અત્યંત પ્રમાણિક પોલીસ અધિકારી ની રેડ પડે છે…ચોરી થઈ શકતી નથી અને મનોજ અને બધા વિદ્યાર્થી નાપાસ થાય છે…..પણ મનોજ ને આ પ્રમાણિક પોલીસ અધિકારી નો રુઆબ…ગુણ પ્રભાવિત કરી જાય છે…..અત્યંત પ્રમાણિક પિતા કે જેમણે પ્રમાણિક હોવા ને લીધે નોકરી માં થી પાણીચું પકડાવવા માં આવે છે…જે ઝૂકવા ને બદલે- કોર્ટ માં લડવા માટે ફના થઈ જાય છે…ઘર ની હાલત અત્યંત ગરીબ…..પણ મનોજ ના મન માં એક જ લગન…..એક જ ધૂન…..મારે મોટા પોલીસ અધિકારી બનવું છે……અને પરિણામે – તે અઢળક સંઘર્ષ કરે છે….દિવસ ના 17 થી 18 કલાક સુધી લાઈબ્રેરી કે હોટલ કે ચક્કી ના અંધારિયા રૂમ માં કાળી મજૂરી ……રાત્રે વાંચવા નું…..ટૂંકા સ્ત્રોત પણ’ મિત્રો ની અઢળક સહાય…..પ્રોત્સાહન……..ઘણી બધી ..વારંવાર ની નિષ્ફળતાઓ પણ એક જ વિચાર…….re-start……re start……re-start……..!!!! અને છેલ્લે નસીબ પણ એની મહેનત અને ઝનૂન આગળ નત મસ્તક થઈ જાય છે…..!!!!! એક 12 મુ નાપાસ ….હિન્દી ભાષી ..ગરીબ વિદ્યાર્થી એક IPS ઓફિસર બને છે….!!! છેલ્લે પર્સનલ ઇન્ટરવ્યૂ માં મુખ્ય અધિકારી મનોજ ને પૂછે છે કે 12 માં ધોરણ માં નાપાસ કેમ થયા??? ત્યારે મનોજ પ્રામાણિકતા થી ઉત્તર આપે છે કે પરીક્ષા માં ચોરી કરવા ન મળી એટલે નાપાસ થયા…!!!! બોલો…….શુ જવાબ હતો…!!! આવા તો અનેક ચમકીલા સંવાદો થી સમગ્ર ફિલ્મ છવાયેલી છે……એકવાર જુઓ તો સમજાય કે…ફિલ્મ કેવી હોવી જોઈએ???

વાસ્તવિક જીવન ગાથા પર આધારિત આ ફિલ્મ – વિધુ વિનોદ ચોપરા ના અદ્ભુત દિગ્દર્શન માં…..અને વિક્રમ મેસી જેવા મેથડ કલાકાર ના અભિનય થી આપણ ને છેક વાર્તા ના ઊંડાણ થી ABCD ( any body can do it) ના અગાધ દરિયા માં લઈ જાય છે…….!!! હું તો આ ફિલ્મ માટે કહીશ કે – આ ફિલ્મ દરેક વિધ્યાર્થી એ ….શિક્ષકે….વિદ્યાર્થી ના માતા પિતા એ અવશ્ય ….અચૂક જોવી………..! ભૂલતા નહીં……

છેલ્લે મારા મંતવ્ય….વણમાંગી સલાહ સુચન – આ ફિલ્મ પર થી………

  • યાર……ડોક્ટર- એંજિનિયર સિવાય પણ બીજી ડિગ્રીઓ છે………જેના આધારે જગ જીતી શકાય છે……..કોઈક દિવસ IAS… IPS… બનવા નો તો ધ્યેય રાખો…….
  • જીવન માં પ્રમાણિક્તા અને એ પણ પોતાના માટે ની – થી મોટો કોઈ ગુણ નથી……..પ્રમાણિક્તા બહુ ખર્ચાળ ગુણ છે……આલતુફાલતુ માણસો નું કામ નથી…….એના માટે માથું મૂકવા ની તૈયારી રાખવી પડે……આથી જ આ પ્રમાણિક્તા માં જોખમ મોટું…..તો એનું વળતર એ ય મોટું……..!!
  • જીવન માં ધ્યેય સ્પષ્ટ જોઈએ……અને સાથે સાથે એને પામવા ની ધૂન….પાગલપણુ …અનિવાર્ય છે……..
  • તમારી સરળતા…..સદગુણ…સત્ય પર ચાલવા ની જિજીવિષા સફળતા માટે જરૂરી છે………
  • પ્રોત્સાહન……જીવન માં ડગલે અને પગલે …પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક વ્યક્તિ ને બળ જોઈએ….હિંમત આપનાર બે શબ્દો જોઈએ…….જો તમે કોઈને મદદ ન કરી શકો તો વાંધો નહીં…પણ એનું મનોબળ કયારેય ન તોડતા…..એને સદાય હિંમત આપજો…..પ્રેમ થી બે બળ ભર્યા શબ્દો એના જીવન ને સુધારી શકે છે……અમારા યોગી બાપા કહેતા કે જીવન માં ક્યારેય મોળી વાત કરવી જ નહીં…..!!!
  • નિષ્ફળતા ઓ થી ડરો નહીં……નાસીપાસ ન થાઓ……જીવન નું જ બીજું નામ છે…..RE-START…..!!!!
  • સફળતા માટે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી………….માટે જ મારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે પુરુષાર્થ+પ્રાર્થના= સફળતા…….ભગવાન ને કેન્દ્ર માં રાખી કર્મ કરે જાઓ…………..

ખરેખર…….અદ્ભુત ફિલ્મ છે…….અત્યાર ની જંગલિયાત ભરેલી…. વાહિયાત …..કચરો ફિલ્મો જોવા ને બદલે આવું કૈક જુઓ……જીવન ક્યાંક..કયારેક તો સફળ અચૂક થશે…….!

રાજ