Raj Mistry's world

Me,my stories and world around….

ઝાયકે કા સફર….

Leave a comment

હાઆઆઅશ્ !!!! ઘણા દિવસો બાદ ફરી થી આપને મળી રહ્યા છીએ…હું જરા મારા રોટી-કપડા-મકાન માટે ગયો હતો…પાપી પેટ કા સવાલ હૈ….અને સૌ પહેલા એ કામ તો કરવું જ પડે….બાપા કહી ને પણ કરવું તો પડે……અમારા બોસ કહે છે કે કોઈ પણ કામ કરવા માટે  માત્ર બે વિકલ્પ જ છે….એક તો તમે એને હસતા હસતા કરો અને બીજું રોતા રોતા કરો…..અને એમાં માત્ર પહેલો જ વિકલ્પ સારો છે…..

ખેર!!!!હું ગયો હતો મધ્ય પ્રદેશ ની સફરે…રાત્રે મારી ટ્રેન અમદાવાદ થી ઉપાડી…ત્યારે મારી સાથે અમુક કાઠીયાવાડી  ભાઈ ઓ પણ હતા અને સફર ની શરૂઆત થતા જ એમને એમના પોટલા ખોલ્યા અને બાજરી ના રોટલા,રીંગણ નું શાક, લીલી ડુંગળી ,અથાણું,છાસ પણ કાઢી અને જે એમને સબડકા લઇ ખાવા નું શરુ કર્યું તો આજુ બાજુ ના બધા મુસાફરો બસ ઈર્ષા ભાવ થી એમને જ જોઈ રહ્યા હતા….ખરેખર આ બધું જોઈ ને કદાચ ભગવાન ને પણ કાઠીયાવાડ  માં ભૂલા પડવા નું જરૂર  ગમે જ….!!!! ભોપાલ પહોચ્યો અને ત્યાં ફર્યો તો જોયું કે ભોપાલ એટલું બધું સારું નથી….ચારે તરફ ગંદકી( જે ભારત ના બધા શહેર માં છે જ), ટ્રાફિક ના ઠેકાણા નહિ,અને મોટો કોઈ મોલ તો મને જોવા જ ન મળ્યો….રાત્રે હું ત્યાં થી ઇન્દોર પહોચ્યો…ભારે કમોસમી વરસાદ માં પલળ્યો.ઇન્દોર ખરેખર સારું છે…રોડ એટલા બધા સારા નથી પણ સુધારો  ચૌ તરફ છે અને ત્યાનું ખાવા પીવા નું તો શું કહેવું? મારા મિત્ર મને સમય મળતા જ ત્યાના રામ બાબુ ના પરાઠા ખાવા લઇ ગયા…છપ્પન બઝાર , શરફા બઝાર તો જગ પ્રસિદ્ધ છે . ત્યાં પણ ખાધું…વળી એક મોનિકા નામ ની આઇશ ક્રીમ ની દુકાન છે ત્યાં….તમને  નવાઈ લાગશે કે.. .લીલા મરચા નો આઇશ ક્રીમ પણ મળે છે.તે એટલો બધો તીખો ન હતો પણ મરચા ખાતા હોય એવું જરૂર લાગતું હતું….કે’ વું પડે ભાઈ…આપણા લોકો ખરેખર દુનિયા ના જાદુગર છે……..મને ગમ્યો. ઇન્દોર માં લક્ષ્મી નારાયણ દૂધ વાળા ની દુકાન છે…લગ ભાગ છેલ્લા બસો વરસ થી એ ગ્રાહકો ને મલાઈવાળું, રબડી વાળું કઢાયેલું અને જાડું દૂધ પીવડાવે છે… તમે પણ જ્યારે ઇન્દોર જાવ ત્યારે સો ટકા એનો ટેસ્ટ કરજો …મને યાદ કરશો જ.

બસ ત્યારે મધ્ય પ્રદેશ જાવ અને ઇન્દોર જઈ ને ખાવા પીવા નો લાભ જરૂર ઉઠાવો…..ઝાયાકે કા  સફર નામ નાં એન ડી ટીવી પ્રોગ્રામ માં બતાવેલા ” જોશી કે દહીવાડે” વાળા જોશીભાઈ એ મને સાચું જ કહ્યું હતું કે….તમે જ્યારે નવા દેશ કે પ્રદેશ માં જાવ ત્યારે તમે તમારું હૃદય તમારી પત્ની ને ઘરે સોપી ને આવો પણ પેટ સાથે લઇ ને આવો…..સમજ્યા……!!!!!!!.

love to all
Raj
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s