Raj Mistry's world

Me,my stories and world around….

વર ઘોડો કે વર-ગાંડો?

Leave a comment

કહેવાય છે કે લગ્ન એક એવો લાડવો છે કે જે ખાય ઈ પણ પસ્તાય અને ના ખાય ઈ પણ પસ્તાય…!!! અને મારા જેવા પરણેલા વ્યક્તિઓ (જો પોતાની પત્ની થી ડરતા ના હોય તો) એનો  સ્વીકાર કર શે જ. ..જયારે લગ્ન થવા ના હોય ત્યારે લગ્ન પછી ની વાસ્તવિકતા ઓ થી અજાણ “વર રાજા” ઓ મહારાજા ની જેમ જ સ્વપ્ના માં મહાલતા હોય છે….અને લગ્ન બાદ જેમ જેમ સમય વિત તો જાય..એમ એમ વર રાજા ..બિચારા રાજા માંથી રંક બની જાય છે..ખેર !!! અત્યારે આવી વાતો કરી ને બિચારા લગ્ન વાન્છુક “વર રાજા ” ઓ ને હતો-ત્સાહ નથી કરવા માંગતો…!!!!!
આજે હું જયારે માર્કેટ માં નીકળ્યો ત્યારે ,રસ્તા માં એક જાન ( જીવ નહિ) બેન્ડ વાજા સાથે નીકળી હતી અને જાન માં લગ ભગ ૨૫-૩૦ માણસ હશે(  જાન માં સંખ્યા ઘટતી જાય છે…કેમ? સંશોધન નો વિષય છે) અને જેમ આજ કાલ જોવા મળે છે તેમ” લગ્ન નો સાચો અને વધારે ઉત્સાહ વર રાજા કરતા જાનૈયા ઓ ને વધારે હોય છે  ” એ  નિયમ ને અનુસાર વર રાજા બિચારો એકલો  છેલ્લી સુશોભિત ગાડી માં બગાસા ખાતો ‘ તો અને જાનૈયા ખુબ મજા થી નાચતા હતા…છેવટે વર રાજા થી રહેવાયું નહિ ને ઈ ભાઈ ગાડી છોડી ને રસ્તા  પર આવી ગયા અને ઈ પણ જોશ થી નાચવા લાગ્યા !!!! અને ઈ માંડવા શુધી પહોચ્યા ત્યાં સુધી રસ્તા પર જ મજા થી લોક લાજ છોડી ને ઠેકડા મારી ને નાચતા હતા!!!! મને અને બધા ને ખુબ જ મજા પડી અને સાથે આશ્ચર્ય પણ થયું!!!! જમાનો બદલાઈ રહ્યો છે..એની આ નિશાની છે….!!!!
માનવીય સંબંધો હવે કંપની ઓ ના માર્કેટિંગ ની જેમ કડક ભડક વાળા પણ અંદર થી કંઇ ઓર …જેવા થઇ ગયા છે….લગ્ન હવે contract   જેવા વધારે છે… Pre -nuptial understandings  માં અટવયેલા લગ્નો કેટલું ટકશે?..એ લગ્ન માં કુંડળી જોવા વાળા પંડિતો પણ કહી શકતા નથી….પહેલા દીકરી ઘર છોડી સાસરે જાય તો રડતી હતી અત્યારે એ માત્ર એક ફોર્માલીટી જ રહી ગઈ છે..કારણ કે એજ દીકરી ઓ લગ્ન પછી સાસરી ઓ ને રડાવે છે …અને પુરુષ સમોવડી બનવા ની હોડ માં સ્ત્રી    …પુરુષ અને લગ્ન જીવન ના સંબંધો ની વ્યખ્યા ઓ ભૂલી જાય છે….અને પછી શરુ થાય છે…” પહેલો પતિ” “બીજી પત્ની”,”સ્ટેપ ફાધર” “સ્ટેપ મધર” નો જમાનો…..ખરેખર  આ શબ્દો રસ પ્રદ છે !!!!! સંભાળતી વખતે જાણે કે કોઈ મોટી ડીગ્રી ઓ વિષે વાત થતી હોય એમ લાગે!!!!
ભાઈ, આતો હજુ ભારત માં આવું મોટા પાયે નથી આવ્યું એટલે સારું છે …બાકી આગે આગે દેખો હોતા હૈ ક્યાં?

Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s