Raj Mistry's world

Me,my stories and world around….

ગુજરાતી હોવું એટલે શું?

Leave a comment

અમે મૂળભૂત રીતે મેવાડા છીએ એટલે કે ઘણી સદીઓ પહેલા અમારા વળવા ઓ મેવાડ છોડી ને ગુજરાત માં આવી ને વસ્યા હતા…આમે ય  ગુજરાત ની પવિત્ર ભૂમિ એ બધી પ્રજાતિ ઓ ને અપનાવ્યા છે , વિકસવા ની તક આપી છે….પણ આજ ની તારીખ માં , અમે શુદ્ધ ગુજરાતી તરીકે ખુબ જ ગૌરવ અનુભવી એ છીએ . આથી ક્યારેક થાય છે કે ગુજરાતી હોવું એટલે શું? “ધન્ય ધારા ગુજરાત ની કે જેણે કૃષ્ણ,સહજાનંદ,ગાંધી,સરદાર ને કર્મ માટે કારણ પૂરું પડ્યું!!!!!”આપણે ગુજરાતી ઓ અનેક મહાન ક્રાંતિ ઓ ના સાક્ષી ઓ છીએ કે જેણે ભારત ના લોકો ની જીવવા ની સમગ્ર પધ્ધતિ જ બદલી નાખી….આથી મહા જાતિ ગુજરાતી ઓ માટે સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી એ સાચું જ કહ્યું છે કે…ગુજરાતી ઓ ની કોઈ જાતિ નથી પણ મહા જાતિ છે;જે સમગ્ર વિશ્વ ને સબળ સફળ નેતૃત્ત્વ પૂરું પાડવા ની ક્ષમતા ધરાવે છે….

  • હું લગભગ આખું ભારત ફર્યો છું…અને ગુજરાત જેવા રોડ,મકાનો,માણશો,સલામતી મેં જોઈ નથી, આ હું છાતી ઠોકી ને કહું છું…
  • ગુજરાત ના લોકો પૈસા ને કમાઈ જાણે   છે અને સાથે સાથે અને કઈ રીતે વાપરવા એ પણ જાણે છે…સમગ્ર દુનિયા માં સૌથી વધારે મુસાફરી કરતા, ધર્મ પાછળ પૈસા ખરચતાં લોકો માં ગુજરાતી ઓ મોખરે છે….ઉમિયા માં નો ઉત્સવ હોય કે પ્રમુખસ્વામી મહારાજ ની જન્મ જયંતી હોય…..ગુજરાતી ઓ તન મન ધન થી ઓવારી જાય છે….
  • ભલે ગુજરાતી ઓ નોકરી કરવા માં એટલા બધા સફળ ના હોય પણ દરેક ગુજરાતી જન્મ થી જ જાણતો હોય છે કે પૈસા કઈ રીતે કમાવા…!!!!!
  • આજે ભારત ના ઉદ્યોગ વિકાસ માં ગુજરાતી ઓ નો સિંહ ફાળો છે….અંબાની,તાતા,મોદી,પટેલ કે અદાની તમારી સામે જ છે અને ગુજરાતી હોવા નું એમને ગૌરવ છે…
  • ગુજરાતી મહાજાતિ સમગ્ર દુનિયા માં વસેલી છે….અને એ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમને નવું મીની ગુજરાત ઉભું કર્યું છે….આજે તમે આનંદ કે ખેડા ના કોઈ ગામ જાઓ તો તમને ગુજરાતી ઓ ની ડોલરિયા સમ્મૃદ્ધી અને જળવાયેલા સંસ્કારો જોવા મળશે જ…
  • ગુજરાતી દુનિયા ના છેડા પર જાય પણ એને ગુજરાતી દાળ  ભાત-શાક-ખીચડી કડી,ઢોકળા,ભાખરી શાક વગર ના ચાલે …અને ગમે ત્યાં થી એ એને શોધી કાઢે, અથવા બનાવે… મેં પોતે હ્રીશીકેશ માં પંડા ના હાથે ગુજરાતી ડીશ ખાધેલી છે…
  • ધર્મ ના નિયમ ધરમ પાડવા માં પણ એને કોઈ પહોચી ના વળે….ઉપવાસ કરવા ના પણ એ પણ  ફરાળી ઢોકળા,પતાર્વેલીયા,ભાખરી ,સુકી ભાજી કે ફરાળી વડા જેવા સંશોધિત વાની ઓ થી કરવા ના!!!!!
  • સમાજ સુધારવા નો કે દીકરી બચાવવા નું આંદોલન હોય….શરૂઆત  ગુજરાતી ઓ જ કરે….અને સરકાર-સમાજ નું આવું અદભૂત ગઠ  બંધન ગુજરાત શિવાય તમને જોવા ના મળે…
  • ટીવી સીરીઅલો ને સફળ કે નિષ્ફળ બનાવવા માં ગુજરાતી ઓ નો સિંહ ફાળો હોય છે…આથી જ તો આજ-કાલ બધી ચેનલો પર ગુજરાતી પરિવાર ની અસરો સ્પષ્ટ દેખાય છે…..
  • જળ ગ્રામ કે ગુનોત્સવ કે જ્યોતિ ગ્રામ જેવી તદ્દન નવી યોજના ઓ માત્ર ગુજરાતી ઓ ના મગજ ની પેદાશ હોઈ શકે છે….

હવે તમે જ કહો કે આવા અધૂરા લીસ્ટ પર થી જ મને ગુજરાતી હોવા નો ગૌરવ થતો હોય તો….જો પૂરું લીસ્ટ હોય તો શું થાય?

મિત્ર  રોહિત શાહ દ્વારા રચિત એક કાવ્ય આ સત્ય નો ઘ્યોતક છે……આ માટે રોહિત શાહ  નો આપણે આભાર માની ઈ એટલું ઓછું છે….બસ હૃદય થી ગુજરાતી  પણું માણો…કારણ કે આ ગુજરાત છે …!!!!!!!
અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !
અહીં ગરબારાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાતજાત છે
યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

તો કહો….જય જય ગુજરાત …ગરવી ગુજરાત….

Raj

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s