Raj Mistry's world

Me,my stories and world around….

લ્યો હવે spiderman ગુજરાતી બોલશે!!!!

Leave a comment

આપણા ETVગુજરાતીવાળા નવા નવા સમાચાર લઇ ને આવે છે!!! ભલે ને ઈ બકરી ની ચોરી હોય કે…કરોડો ના જહાજ ની પણ આ ETV વાળા ક્યાય પાછા નથી પડતા. હમણાં વચ્ચે Godzilla ,હોલીવુડ નું મુવી ગુજરાતી માં દર્શાવ્યું હતું. મેં થોડું જોયું પણ એટલી બધી મજા ના આવી આથી આગળ ના જોયું….પણ મને સો ટકા ખાતરી છે કે spiderman ગુજરાતી માં આવશે ત્યારે જોવા ની સાથે સાથે સંભાળવા માં પણ ખુબ જ રસપ્રદ હશે….તમને કદાચ આપનો બિચારો કરોળિયો માનવ ( અર્થાત spiderman યાર…)  …બોલતો સંભળાય ..” હાળુ..આખા શહેર  માં ઉડા ઉડ કરવા ની ખુબ મજા પડે છે ….લોકો આદુ ખાઈ ને પાછળ .પડ્યા છે કે રાત્રે પણ ઊંઘવા દેતા નથી” !!!!!!!

Spider man in Gujarati!!!!!

એક મસ્ત વિચાર…ધારો કે કોઈ નિર્માતા આપણા ગુજરાતી સુપર સ્ટાર શ્રીમાન નરેશ કનોડિયા ને લઇ ને” કરોળિયો માનવ” ( અર્થાત spiderman ).બનાવે તો કયા કયા પ્રશ્ન ઉભા થાય?…..તો નીચે જુવો…….

  1. નરેશભાઈ પહેલા તો ડ્રેસ્સ કયો પહેરે?  પાઘડી અને લાકડી તો જોઈ જ ને….!!!
  2. ચાલો ડ્રેસ નક્કી થઇ ગયો પણ નરેશ ભાઈ ના વાળ તો દેખાવા જ જોઈએ ને…છેવટે ઈ વાળ ને ફૂંક મારી મારી ને  તો ઈ ગુજરાતી સુપર સ્ટાર બન્યા છે!!!!
  3. એક મોટો સવાલ…કરોળિયો માનવ બન્યા પછી બિચારા નરેશ ભાઈ  લટકે ક્યાં? બાવળિયા સિવાય કોઈ જગ્યા દેખાતી નથી….AMTS નો વિશ્વાસ કરાય જ નહિ..
  4. અને વિલન તરીકે ફિરોજ ઈરાની શું કરે….જ્યાં જાય ત્યાં મામા ને તો લઇ જ જવા પડે…ને…
  5. સ્નેહલતા બેન હિરોઈન હોય તો નરેશ ભાઈ નું જાળું ટકે જ નહિ..આથી નરેશ ભાઈ એ સાહસ કરી જાળા ની રસ્સી બનાવી પડે અને સાથે રમેશ મેહતા ને મદદ માટે રાખવા પડે…
  6. અને સમગ્ર મુવી માં ગુજરાતી ગરબા, દોહા  ને ગોઠવવા ક્યાં?…નરેશ ભાઈ ઉડતા જાય અને ગરબા ગાતા જાય….એવું કઈ થઇ શકે!!!!.અને ગરબા ના શબ્દો શું હોય?   ” આજ રે સપના માં મેતો ડોલતો બાવળિયો દીઠો જો….અને ..” બાવળિયે બાવળિયે વાલા કરોળિયા તારા જાળા ” એવું કૈંક વિચારી શકાય…..

ચાલો બહુ થયું….મજા માણો…જીવન છે…

Love to all,

Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s