Raj Mistry's world

Me,my stories and world around….

વાર્તા રે વાર્તા…

Leave a comment

અમારા સ્વામિનારાયણ સંપ્રદાય માં વાર્તા કે બોધ કથા ઓ નું આગવું મહત્વ રહ્યું છે. એ માં યે યોગીજી મહારાજ ની બોધ કથાઓ ઓ નું આ બાબતમાં આગળ પડતું સ્થાન છે. તો ચાલો એમાં ની એક વાર્તા હું તમને સંભાળવું ……..
એક ગામ હતું અને અને એમાં એક વાણીયો રહેતો હતો. એ વ્યાપાર ધંધામાં આગળ પડતો પણ દાન ધરમ માં છેક છેલ્લી પાટલી એ બિરાજતો. ઘરમાં એની પત્ની અને માં બધા તેને દાન ધરમ માટે સમજાવવા નો પ્રયત્ન કરતા પણ લોભી વાણીયો માને તો ને…!!!!! એક દિવસ ગામમાં એક સાધુ મહાત્મા પધાર્યા. ધાર્મિક માણસો એમના દર્શન નો લાભ લેવા અને પધરામણી કરાવવા પડ પડી કરવા લાગ્યા. વાણીયા ની પત્ની એ ખુબ જ આગ્રહ કરી ને સંત ને પોતાના ઘરે પધરાવ્યા. પધરામણી પછી સંતે વાણીયા ને કહ્યું..” શેઠ ધંધા પાણી કેમ છે?” વાણીયા એ કહ્યું કે ” શું કહું મહારાજ!! ધંધા તો છે પણ પૈસા નથી..બે પૈસા આવે તો બે જાય છે..એમાં ખાવા નું શું અને પીવા નું શું?” સંતે કહ્યું ..કે શેઠ પૈસા તો તમને મળશે ..અનેક ઘણા મળશે પણ તમારે મંદિરમાં ભગવાન માટે કંઇક સેવા કરવી પડે..કહેવાય છે ને કે એક નું અનેક કરે એ મુરારી!!!!!
શેઠે સંતના પરચા વિષે સાંભળ્યું હતું અને લોભમાં શેઠે સંત ને વચન આપ્યું કે એ મંદિરમા સો રૂપિયા ની સેવા કરશે પણ પૈસા માગવામાં ઉતાવળ કરવી નહિ..સંતે કહ્યું કે સારું…જેવી હરી ઈચ્છા !!!!સમય વીતતો ગયો અને વાણીયા ને પૈસા આપવા ના હતા એ યાદ જ ના આવે…એક દિવસ એની પત્ની થી રહેવાયું નહિ અને શેઠ ને યાદ કરાવ્યું. વાણીયા એ વાત ને ગમે તેમ કરી ને ટાળી દીધી પણ ક્યાં સુધી ચાલે…એક દિવસ પત્ની એ ખુબ જ દબાણ કર્યું તો વાણીયા એ પૈસા ના હોવા નું ટાણું ચાલુ કર્યું…પત્ની બિચારી હારી પડી..સો ના પચાસ થયા અને પચાસ ના દસ !!!! ..પણ વાણીયો ના માન્યો..છેવટે પત્ની એ કહ્યું કે ..ઠાકોરજી માટે તમે એક રૂપિયો આપશો તો પણ એ રાજી થશે અને એક ના અનેક આપશે!!! વાણીયો એક રૂપિયા ની વાત સાંભળી રાજી થયો પણ કચવાતા મને હા પાડી અને મંદિરે ગયો. હવે કોટ નાં આગળ ના ખીસામાં  એક રૂપિયો પડેલો પણ શેઠ મંદિરમાં દર્શન કરતા જાય અને ખીસામાં  હાથ નાખતા જાય…પણ પૈસા ને પકડે ..છોડી દે…પકડે..છોડી દે..શેઠ ને તો ટેન્સન થઇ ગયું કે …એક રૂપિયો મંદિરમાં આપી દેવા નો..?.!!! વળી એમના હાથમાં ના પરસેવા ને કારણે પૈસો ભીનો થઇ હાથમાં થી સરકવા લાગ્યો……..શેઠ ની તો ઈચ્છા હતી અને પૈસો સરકવા લાગ્યો…અને શેઠ ને મનમાં આનંદ થયો…હસી ને ધીરે થી સિક્કા ને બહાર કાઢી ને બોલ્યા..” રડ નહિ..રડ નહિ..હું તને મંદિરમાં નહિ આપી દઉં…તારી મરજી વિરુદ્ધ નહિ  જાઉં.. હું પાપ માં નહિ પડું…” એમ બોલી ને સિક્કા ને પાછો ખીસામાં નાખી દીધો!!!!! અને દર્શન કરી હસતા હસતા ઘરે પાછા આવી ગયા!!!!!

હવે આ વાર્તા નો સાર શું?
સાર એટલો કે…

” તમારી પાસે જેટલું પણ ધન છે તે માંથી અમુક હિસ્સો સમાજ કે ધર્મ માટે વાપરવો જ જોઈએ…” અને..

” દાન કરવા માટે એક કારણ હોય છે અને ના કરવા માટે હજારો બહાના હોય છે”….

સમજ્યા?

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s