Raj Mistry's world

Me,my stories and world around….

ફરી મુંબઈ ની રામાયણ…

Leave a comment

આજે દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં મોહમયી મુંબઈ નગરી ની વાત પ્રગટ થઇ છે…કે આખરે મુંબઈ કોના બાપ ની છે? લગભગ ૪૫ લાખ જેટલા ગુજરાતી ઓ ત્યાના નિવાસી છે અને મુંબઈ ને વ્યવસ્થિત નગર તરીકે સ્વરૂપ આપવામાં ગુજરાતી ઓ નો ફાળો ,સિંહફાળો છે એ સર્વ વિદિત છે. આથી ગુજરાતી ઓ નો હક ,અલબત્ત મરાઠી હક પછી પહેલો છે. પણ સમગ્ર ભારત નો હક મુંબઈ પર પહેલો છે એ આપણે ન ભૂલવું જોઈએ.

લગભગ દર વરસે ૬૦૦૦૦ થી વધારે લોકો ભારત ના જુદા જુદા પ્રાંતોમા થી આવી ને મુંબઈમાં રોજગાર માટે વાસી જાય છે અને એમાં થી ૯૦% ઝુંપડપટ્ટીમાં વસે છે અને મુંબઈ ની ગંદકી અને તકલીફો માં વધારો કરે છે. મુંબઈ માટે ની સગવડો ઓછી છે અને માંગ વધારે છે…તો કરવું શું?
હવે જરા ઊંડાણ થી વિચારી એ તો મુંબઈ ના આ હાલ માટે કોણ જવાબદાર છે? આપણી સરકારો,સરકારી નીતિઓ, અને બિન જવાબદાર નગર રચનાકારો-સેવકો..!!!!!         .વિકાસનો હક ભારત ના બધા શહેરો નો છે અને એમનામાં વિકસવા ના બધા પરિબળો છે,શક્તિ ઓ છે પણ રાજકીય ઇચ્છાશક્તિ નો અભાવ એને નડે છે. મારા અમુક મંતવ્યો છે….મુંબઈ જેવી સ્થિતિ થી દેશ ને બચાવવા ના…

૧. પહેલા તો દેશ ના એવા સ્થાનો /શહેર  શોધો કે જ્યાં રોજગારી ની,રહેવા ની અને આરામથી જીવવા ની બધી તકો ઉપલબ્ધ હોય,અથવા તો ઉભી કરી શકાય અને દેશ ના માર્ગ વ્યવહાર થી સહેલાઈ થી જોડાઈ શકે
૨. કંપની ઓ ને માર્ગ દર્શન આપો , એમને પ્રોત્સાહિત કરો,એમની સગવડો પૂરી પાડી એમને આ શહેરોમાં એમનું કાર્યક્ષેત્ર ઉભું કરવા નું ગોઠવો અને સાથે એમને ધંધો વિકસાવવા ની બધી જરૂરિયાતો સત્વરે પૂરી પાડો..
૩. નગર રચના ની ડીઝાઈન એવી રાખો કે આવનારા દસ-પંદર વરસ પછી ની સ્થિતિ નો સામનો કરવા એ શહેર આરામ થી તૈયાર હોય…અને બધા લોકો કોઈપણ જાત ના ભેદ-ભાવ વગર સાથે રહી શકે અને આર્થિક રીતે શહેર ના વિકાસમાં યોગદાન આપી શકે.
૪. વર્તમાન શહેરો ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા વધારા કરી,રોજગાર-રોજગારી ને બેલેન્સ કરી ને આ પ્રમાણે સરકાર મુંબઈ ને વધતું અને બીજા શહેરો ને તુટતા બચાવી શકે છે.
આ બાબતમાં ગુજરાત સરકાર ની પહેલ આવકાર ને પાત્ર છે. ગુજરાત સરકાર અમદાવાદ અને ગાંધીનગર ને ટ્વીન-સીટી તરીકે વિકસાવવા માંગે છે અને ગીફ્ટ સીટી ની રચના દ્વારા દુનિયાભર ની કંપની ઓ ને ઓફિસો અને કાર્ય ક્ષેત્ર પૂરું પાડવા માંગે છે. આ બાજુ અમદાવાદ નો વિસ્તાર યોજના પૂર્વક વધી રહ્યો છે, રોડ,પાણી અને વીજળી જેવી પાયા ની સગવડો નો પણ વિસ્તાર થઇ રહ્યો છે. હવે ધોલેરા,પોશિત્રા,કંડલા,મુન્દ્રા જેવા પ્લાન્ડ કે અવેઈલેબલ બંદર, નેશનલ હાઇવે, નર્મદા ની કેનાલો આ બધા માટે ની તૈયારી છે. વળી નવી નવી કોલેજોમાં થી બહાર પડતા હજારો એન્જીનીયર,ડોક્ટરો,કારીગરો કે વાણીજ્ય નિષ્ણાતો આ વિકાસ ને આગળ ધપાવવા તૈયાર છે. પણ હજુ ઘણું કામ કરવા નું છે એ પણ એક સત્ય છે……

તો તમે શું વિચારો છો….મુંબઈ ને બચાવવા શું કરવું જોઈએ? અને દેશ ને ઠાકરે જેવા વોટ ભૂખ્યા નેતા ઓ થી બચાવવા શું કરવું જોઈએ?

વિચારો…વિચારો…વિચારવા ના પૈસા નથી…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s