Raj Mistry's world

Me,my stories and world around….

પૂ.પ્રમુખ સ્વામી મહારાજ હિંમતનગર ને આંગણે….

Leave a comment

સાબરકાંઠા જીલ્લો આમ તો આર્થીક રીતે પછાત ગણાય છે પણ હવે એ દિવસો દુર નથી કે આ “આર્થિક પછાતપણા ” મા સંસ્કારો ની સંમૃધ્ધી વધારે મજબુત અને સંપન્ન થશે. શામળાજી,ખેડબ્રહ્મા જેવા યાત્રા ધામો અહિયા છે. હવે એમાં નવું છોગું ઉમેરાવાનું છે. અને એ પણ હિમતનગર ને આંગણે..મુખ્ય હાઈ-વે પર..શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બની રહેલું પાંચ શિખર વાળું ભવ્ય મંદિર!!!!!

હવે તો ગામે ગામ અક્ષરધામ..

આ સ્વામિનારાયણ મંદિર ૧૮ એકર જમીન મા વિસ્તારિત હશે..અને ગુલાબી પથ્થર મા શોભતું,કળા કૃતિ થી પૂર્ણ મંદિર દર્શન કરનાર નાં મન ને અભિભૂત કરશે..આકર્ષિત કરશે અને દેખાવ થી શરુ થયેલું આ આકર્ષણ ઠાકોરજી ના આકર્ષણમા પૂર્ણતા પામશે. અને સંસ્કાર,ભક્તિ નું આ ધામ હજારો જીંદગી ઓ ને સાચા માર્ગ પર ચાલવા ની પ્રેરણા આપશે એમાં કોઈ જ શંકા નથી..
વળી, પૂ.પ્રમુખ સ્વામી ની નાદુરસ્ત તબિયત હોવા છતાં , એ પોતે ત્યાં પધાર્યા અને સ્વ-હસ્તે મધ્ય શિખરનો શિલાન્યાસ કર્યો,અને પૂ.ગોપાળાનંદ સ્વામી ની આ ભૂમિ ને ફરી થી સ્વામિનારાયણ નામ થી પ્રત્યક્ષ કરી. પૂ.ગોપાળાનંદ સ્વામી જેવા ખુબ જ સમર્થ સંત કે જેમને શ્રી હરિ ના સ્વધામગમન પછી સંપ્રદાય ને સંભાળ્યો , એમના “દેશ” મા આ મંદિર ની મહત્તા પૂ.સ્વામીશ્રી એ સમજાવી. બસ હવે ઠાકોરજી ને પ્રાથના કે મંદિર તૈયાર થયા પછી,ઠાકોરજી ની મૂર્તિ પ્રતિષ્ઠા પણ એમાંનાં હાથે થાય…
મારું માનવું એ છે કે મંદિર તો અદભત બનશે પણ આપણે એમાં થી શું “પ્રાપ્ત” કરી શકી એ છીએ..આપણા જીવન ને ભગવાન સાથે કઈ રીતે જોડી શકીએ છીએ ..એ અગત્ય નું છે અને મંદિર માત્ર પથ્થર નો નમુનો ન બની રહે એ જોવા ની જવાબદારી આપણી છે…

બસ હૃદય ને મંદિર સમાન બનાવી ,એમાં શ્રી હરિ નો અનંત વાસ કરાવીએ તો જ જીવન જીવ્યા એવું કહેવાય..

સાથે રહેજો…
રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s