Raj Mistry's world

Me,my stories and world around….

આત્મ-ભાષા-માતૃભાષા- ગુજરાતી…

6 Comments

આજે “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ”(International Mother Language Day) છે અને દુનિયાના પ્રત્યેક વ્યક્તિ માટે આ “ગૌરવ દિન” છે. આપણે જે સંસ્કૃતિ,સભ્યતા મા જન્મ્યા,ઉછર્યા,પહેલો શબ્દ જે ભાષા મા બોલ્યા…એને અભીવાદિત કરવાનો દિવસ છે. મને ગુજરાતી હોવાનું ગૌરવ છે અને મારો અભ્યાસ ગુજરાતી અને ઇંગ્લીશ બંને ભાષા મા થયો હોવા છતાં હું પોતે ગુજરાતી બોલવાનું,સાંભળવાનું,વાંચવાનું વધારે પસંદ કરું છું….અને મને વિચારો પણ ગુજરાતી ભાષામાં જ આવે છે!!!! આથી હે ગુજરાતી..મારી આત્મ-ભાષા તને શત્-શત્ વંદન…અને તારા માન મા એક ગુજરાતી કવિતા…..એ પણ પ્રેમ થી ભરેલી…જો ભાષા મા છે તો કાવ્ય એના માનમાં થતી પુષ્પ વંદના…..

જરા અમથી છાલક મારી ને,મલકી પડ્યા તમે…

જયારે આવશે પ્રેમ કેરા ઘોડાપુર…શું કરશો તમે?

અમથો જરાક હાથ પકડ્યો ‘ને શરમાઈ ગયા તમે,

જયારે મળશે “મુજ” “મુજ થી ,શું કરશો તમે?…

સીસકારો મન કેરો મુજ નો, સાંભળી ગયા તમે,

હૃદય જયારે દસ્તક દેશે,…શું કરશો તમે?

ચાર દિવસ શું ગયા ખાલીખમ, રડી પડ્યા તમે,

જયારે આવશે વિયોગ ની વેળા, શું કરશો તમે?

સુખની લાલસા મા તો બધા મરે છે,સનમ,

જયારે આવશે મોત ,હૃદય કાજ ..શું કરશો તમે?

સુખ માગે છે જીવનમાં ,ખુદા પાસે બધા,

જયારે મળશે પ્રેમ કેરી વ્યથા ….શું કરશો તમે?

પાંપણે બેસાડે છે બધા તમને સનમ,હરઘડી,

જયારે મુજ કાજે,ભીંજાશે બધાની પાંપણ ..શું કરશો તમે?

ઘડી-બે-ઘડી નો સાથ છે,બધા નો અહીં,

જયારે આવશે,વાત નિરંતર સાથ કેરી…..શું કરશો તમે?

લોક માંગતા ફરે છે ,કંઇક ને કૈંક, હરિ પાસ સદાય,

જયારે કરવું પડશે સર્વસ્વ ન્યોછાવર હરિ-કાજ…શું કરશો તમે?

આ બધું દેશી અંગ્રેજો ને સમજાવવા ની જરૂર છે? ઇંગ્લીશ ની જરૂર છે પણ વ્યવહાર પુરતી જ. તમારા સંતાનો ને ઇંગ્લીશ માધ્યમમાં ભણાવો ,જરૂર ભણાવો પણ ગુજરાતી નાં ભોગે નહિ…એ વ્યવહાર ભલે ઇંગ્લીશમાં કરે પણ વિચારે ગુજરાતીમાં એ જરૂરી છે…….ખાસ કરીને આવનારી પેઢી માટે……

એક ગુજરાતી તરીકે ગૌરવ અનુભવતો…..

રાજ

Advertisements

6 thoughts on “આત્મ-ભાષા-માતૃભાષા- ગુજરાતી…

  1. રાજ ભાઇ.

    આપણે સૌ એક અવાજે માતૃભાષાનું ગૌરવ ફરીથી સ્થાપિત કરીએ.
    http://gadyasoor.wordpress.com/2010/02/19/gujarati_worry/

  2. સુખ માગે છે જીવનમાં ,ખુદા પાસે બધા,

    જયારે મળશે પ્રેમ કેરી વ્યથા ….શું કરશો તમે?

    ભાષા દ્વારા અભિવ્યક્તિ અને માતૃભાષા નું માધુર્ય મનને

    પ્રસન્ન કરેછે.આ કવન મનન ભરેલું મજાનું લાગ્યું.

    અભિનંદન ગુજરાતી માટે ગૌરવ અનુભવવા માટે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    સોળ વરસે…રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel

  3. એક ગુજરાતી મિત્ર લખે છે કે..

    ગુજરાતી બોલવુ તે આપણો ધર્મ છે.
    હિન્દી બોલવુ તે આપણો અર્થ છે.
    અંગ્રેજી બોલવુ તે આપણુ કામ છે.
    અને સાહેબ…
    સંસ્કૃત બોલવુ એ તો ,મારા અને તમારા માટે મોક્ષ છે.

    • સાવ સાચી વાત..સોનાની લગડી જેવી પ્યોર વાત…અને આપણે યાદ રાખવું જોઈએ કે મોક્ષ નો માર્ગ માતૃભાષાથી જ શરુ થાય છે કારણ કે માતૃભાષા આત્મ-ભાષા છે અને મોક્ષ એ આત્મ ની વાત છે….

  4. Jyan Jyan; Jyan Sudhi Gujarati o Rheshe,
    Tyan Tyan; Tyan Sudhi ( Matru Bhasha ) Gujarati Jivshe J.

  5. vah! bhasha hoy to avi aevi mari matrubhasha gujarati jevi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s