Raj Mistry's world

Me,my stories and world around….

પ્રેમની એકસો વ્યાખ્યાઓ- ભાગ ૫

Leave a comment

તો પ્રસ્તુત છે…”પાંચ કા દમ” !!!! પ્રેમ એ કંઇ દમ,દામ,સાહ્યબી કે માન,અપમાન ની વાત નથી…એ બધા રોગ-શોક,મોહ થી ઉપર છે..ઘણી વાર એવું થતું હોય છે કે પ્રેમી-પ્રેમિકા વચ્ચે પ્રેમ ની સચ્ચાઈ ,એની સાબિતી આપવાની જાણે કે હોડ ચાલતી હોય છે…પ્રેમિકા પ્રેમી ને પૂછે કે ” તું મારા માટે શું કરીશકે?’ પ્રેમી મીસરી જેવો જવાબ આપે કે..” તું કહે તો તારા તોડી લાવું”!!!! હવે તમે કહો કે શું કહેવું? એ પ્રેમ લગ્ન પછી..બાષ્પીભવન થઇ જાય છે અને પતિ-પત્ની ને ધોળા દિવસે પણ “તારા” દેખાવા લાગે છે….

આથી પ્રેમ સાચો છે કે ખોટો એની સાબિતી આપવાનું માંડી વાળો…સાચો પ્રેમ જ ખુદ પોતે એની સાબિતી છે જે સમય નાં એરણ હેઠળ ચમકી ઉઠે છે…કહે છે ને..

“સભી હૈ ભીડ મેં ,તુમ ભી નિકલ શકો તો ચલો,

યહી હૈ જીંદગી,કુછ ખ્વાબ,ચંદ ઉમ્મીદે..,

ઇન્હી ખીલૌને સે  તુમ ભી બહાલ શકો તો ચલો…

કિસી કે વાસ્તે ,રાહે કહાં બદલતી હૈ,

તુમ અપને આપ કો બદલ શકો તો ચલો……..”

આ ફિલ્મ ની ગઝલ છે પણ પ્રેમ વિષે સમગ્ર સાર એમાં સમાયેલો છે…

……….અને તમારા માટે પ્રેમ ની આરાધનાની આ સફર માં …નવી તરોતાજા..મસ્ત-ગુલાબી દસ વ્યાખ્યાઓ….

૪૧.ભીડ મા થી અલગ તરી આવવું,એટલે કે પ્રેમ

૪૨.પ્રેમ એટલે કે જીવન તમારું પણ શ્વાસ બીજાનો…

૪૩.અમાસની પૂનમમાં ફેરવાઈ જવાની ઘટના એટલે પ્રેમ

૪૪.નિંદ્રાધીન બાળક નું સ્મિત એટલે કે પ્રેમ..

૪૫.ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ના સાચા થવાની ઘટના એટલે કે પ્રેમ

૪૬.જ્યારે માંગવા નું બંધ થઇ આપવાનું શરુ થાય એટલે કે પ્રેમ

૪૭.બે શરીર નું એક મન મા સમેટાઈ જવું એટલે કે પ્રેમ

૪૮.મન ને પાંખો ફૂટવા ની ઘટના એટલે કે પ્રેમ

૪૯.અચાનક જ સમગ્ર સૃષ્ટિ ને પ્રિય થવા ની હોડ એટલે કે પ્રેમ

૫૦.પ્રેમ એટલે કે ધ્યેયવિહીન જીવન ને ધ્યેય મળવું


……સાથે એક કવિતા પણ……..મને આ ખુબ ગમે છે....


“ફકત અઢી અક્ષરનો છે પ્રેમ, પણ સમજવા મા જન્મો લાગે છે…

જુદા પડવું છે કિસ્સો એક શ્વાસ નો, પુનર્મિલન મા યુગો લાગે છે….

સમજો તો ઢાઈ અક્ષરમા છે બ્રહ્મ,પણ તુજ સુધી પહોચતા પ્રકાશવર્ષ લાગે છે….

સંબંધ નથી માત્ર શરીરોનો,આત્મ થી આત્મ મિલન ને સમય લાગે છે..

બંધાય જો એક વાર એ,નાજુક છતાં તોડતા “ભવ”લાગે છે….

બસ કેમેય કરી ને પહોંચવું તુજ સુધી, ભલે ને દામ એનું “મોક્ષ” લાગે છે.…..”.૦૦

તો બસ જીવન નાં ધ્યેયને માણો..સમજો…અને આગળ વધો…જ્યાંથી પાછળ જોવાને અવકાશ નથી…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s