Raj Mistry's world

Me,my stories and world around….

પ્રેમની એકસો વ્યાખ્યાઓ-ભાગ ૬

Leave a comment

તો પ્રેમ નો પગરવ ધીમે ધીમે તમારા હૃદય ની ગતિ ને વેગ આપી રહ્યો છે…બરોબર ને!!!! જયારે આ પગરવ તમારા હૃદયના ધબકારના તાલે-તાલ લયમય થશે ત્યારે..એ આ વ્યાખ્યાઓના જોરે સર્વોચ્ચ સ્થાને બિરાજશે…એમાં કોઈ શંકા નથી….

તો માણો…પ્રેમ નાં રંગ…પણ એ પહેલા અમુક કાવ્ય પંક્તિઓ…આવનારા રંગભર્યા ઉત્સવ માટે….

” હોળી ખેલે વ્રજમાં રસિયો ઉડે અબીલ ગુલાલ રે,

સંગે રમે રાધાગૌરી ,વરસે સતરંગી ધાર રે….

જે ગાશે આ ગીત ગોવિંદના ,એનો થાશે  બેડો પાર રે…

હરિ ભજતા ભક્તોને મળશે ,વ્રજભૂમિમાં વાસ રે”

અને આ સતરંગી ધારમાં ભીંજવવા તૈયાર થઇ જાવ…..આપણી સફરમાં…

૫૦.પ્રેમ એટલે કે ધ્યેયવિહીન જીવન ને ધ્યેય મળવું

૫૧.સ્પર્શને જયારે આંખો ફૂટે એટલે કે પ્રેમ……..

૫૨. દુર રહી ને પણ નજીક,અને નજીક રહી ને દુર હોવાની પ્રતીતિ એટલેકે પ્રેમ

૫૩.હજારો વ્યાખ્યાઓ છતાં અવ્ય્ખાયિત એટલે કે પ્રેમ

૫૪.કાળા મેઘ ની વચ્ચે વીજળી નો ઝબકારો એટલે કે પ્રેમ

૫૫.ડૂબ્યા પછી પણ તરી જવું એટલે કે પ્રેમ

૫૬.જયારે લાગણીઓ ની શરૂઆત તમારા હૃદય મા થાય પણ અંત મારા હૃદય મા થાય એટલે કે પ્રેમ

૫૭.હૃદય ની શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે કે પ્રેમ

૫૮.બે હૃદયોની સમાન લય મા ધબકવાની ઘટના એટલે કે પ્રેમ

૫૯.પરમ-તત્વ ના અસ્તિત્વની પ્રતીતિ એટલે કે પ્રેમ

૬૦.આત્મા નું પરમાત્મા થઇ જવું એટલે કે પ્રેમ…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s