Raj Mistry's world

Me,my stories and world around….

વાદ..વાદ અમદાવાદ…હેપ્પી બર્થડે અમદાવાદ!!!!

Leave a comment

“જબ કુત્તેપે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા….”…બસાયા તો બસાયા પર ક્યાં બસાયા….!!!! તો આ છે અમદાવાદ…!!! કર્ણાવતી..આશાવલ્લી થી શરુ થયેલી..એક નગરની યાત્રા આજે અમદાવાદ પર અટકી છે…અને ભાજપા વાળા ફરીથી ઇતિહાસનું ચકરડું ફેરવી ને ,અમદાવાદમાં થી કર્ણાવતી કરે તો ૩૬૦ ડીગ્રીનું પરિભ્રમણ પુરુથાય…છતાં તમે જો કોઈ અસલી અમદાવાદીને પૂછો કે “અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરીએતો કેવું?” તો ફટાક દઈને રોકડા રૂપિયા જેવો ખણખણતો જવાબ મળે..” બોસ , અમદાવાદનું કર્ણાવતી કરો..તો આપણ ને શું મળે?      ……………….આપણો ફાયદો શું?”….સામે વાળો તો હબક જ ખાઈ જાય!!!!! તો આજે અમદાવાદ ને ૬૦૦ વરસ પુરા થાય…છતાં એ એટલું જ જીવંત છે..ચિંગૂસ છે..ધબકતું છે…તો સસ્તામાં વિશ કરીએ….

“ અમદાવાદને એના ૬૦૦મા વર્ષગાંઠ ની ખુબ ખુબ શુભેચછાઓ”


હવે આ અમદાવાદી કેવો? બધા એમજ જાણે છે કે “સો હરામજાદી એટલે એક અમદાવાદી”…પણ આ વ્યાખ્યા બરાબર નથી કારણ કે આ વ્યાખ્યાથી અમદાવાદી ને શું મળે? જો કંઇ નાં મળતું હોય તો ભલે તમે એને ગાળો દ્યો…એને કંઇ નહિ થાય એની ગેરંટી હું આપું છું…કારણ કે તમે એને કંઇ આપી રહ્યા છો…લઇ નથી રહ્યા!!!!! ચલો જોઈએ અસંખ્ય ખાસિયતોમાં થી…અમુક ખાસિયતો..અમદાવાદીની….!!!!!

 1. કોઈ પણ અમદાવાદીને જન્મથી જ ચાર શબ્દ હમેંશા વધારે ગમે…- સસ્તું, નમતું,મફત વધારે…….
 2. અમદાવાદીને તમે કોઈ પણ વસ્તુ આપો..તેનો “નીચોવી” નાખે એવો સંપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો..એ જાણે જ…દા.ત. ડિસ્કાઉન્ટમાં જીન્સ લઇ આવે..ચાર-પાંચ વરસ પહેરે..ઘસાય એટલે એની  કેપ્રી બને..એ ઘસાય એટલે બર્મુડો બને…એ ઘસાય એટલે શોર્ટ ચડ્ડી બને…અને એ ઘસાય એટલે પોતું થાય..અને એ ઘસાય એટલે બાઈક લુંછાવાનું ઘાભુ બને!!!!! અહિયા ભલ-ભલા અર્થશાસ્ત્રી માથું ખંજવાળે!!!
 3. અમદાવાદી માટે મોટી મોટી કંપનીઓને પોતાની રણનીતિ બદલાવી પડે…જુઓને અમદાવાદમાં મોટા મોટા મોલ ખુલ્યા , અમદાવાદીઓ શરુ શરૂમાં ઘુસ્યા,ફર્યા..પછી સમજી ગયા કે અહીં તો સાલું કઈ ફાયદો નથી..આથી માત્ર ફરવાનું…એસી ની હવા ખાવા જવાની…લેવાનું કશું નહિ.!!!!!.અને એ બધા મોલ વારાફરતી બંધ થવા લાગ્યા!!!!બધા લાઈન પર આવી ગયા….
 4. અમદાવાદીઓ ને પોતાના “ શાકાહારી “ હોવા પર બીજાને ઈર્ષા અને ઘૃણા થાય એવો ગર્વ.!!!!..એના કારણે જ્યાં જાય ત્યાં પૂછતાં ફરે..”ગુજરાતી થાળી” મળશે? “જૈન” ખાવાનું મળશે? અને ધારો કે મળી જાય તો પાછો સવાલ..”એટલું મોંઘુ કેમ?” અમારા અમદાવાદમાં તો એટલામાં માં મળે છે?….બિચારા મેકડોનાલ્ડ વાળા અને ડોમીનો/અમેરિકન પીઝા વાળા પણ જૈન પીઝા લઇ આવ્યા…થેન્ક્સ ટુ અમદાવાદી..!!!!
 5. આખી દુનિયામાં ફરવાનું…એ પણ ડિસ્કાઉન્ટ સ્કીમમાં,અને ફરવાનું પણ ખરીદી માપની જ કરવાની…જે વસ્તુ અમદાવાદમાં મળે..એ ત્યાંથી નહિ લેવાની…ગમે તેટલા મોઘા મોલમાં જવાનું પણ ભાવતાલ નો પ્રયત્ન તો કરવાનોજ…ઉપર ભાવ લખ્યો હોય છતાં પણ પૂછવાનું..”કેટલામાં આપ્યું?”અને પડોશીઓ માટે કંઇ લાવવાનું હોય તો અમદાવાદમાં થી જ લઇ આવવાનું અને ઉપર પાછું લખાવવાનું કે” ફલાણાભાઈ તરફથી..”
 6. શાકભાજી લેવા જાવ તો ૮-૧૦ લારી ફરવાનું..શાકભાજી વાળા જોડે જાણે સગા-વ્હાલા હોય એમ મીઠી મીઠી વાતો કરવાની..બધો સર્વે કરવાનો…..સસ્તામાં શાક લેવાનું… અને મરચા-કોથમીર તો મફત જ લેવાના…
 7. ધરમની વાત આવે એટલે દાન-ધરમ કરવાના…પણ જયારે મંદિર તરફથી સમૈયો થાય એટલે પેટ ભરીને ખાવાનું..પડોશીઓને પણ ખવડાવવાનું અને વસુલ કરવાનું…પાછું કહેવાનું…”આપણે તો દાન કરી એ પણ મંદિરનું નથી ખાતા”…
 8. ટ્રાફિકના નિયમો…નિયમો? એ વળી શું? સિગ્નલ બંધ હોય અને જો…જો..પોલીસવાળો ઉભો હોય અને પકડાઈ જવાની સંભાવના હોય તો જ સિગ્નલ પર ઉભા રહેવાનું…હેલ્મેટ પણ ત્યારે જ પહેરવાનું…ત્રીસ રૂપિયાના હેલ્મેટ પર નકલી ISI નું સ્ટીકર લગાડી ,વટ થી મસાલા ખાતા, ગમે ત્યાં ફરતા થુંકતા જવાનું…અને જોર થી ,ઊંડા નિસાસા નાખી કહેવાનું…” સાલું આખું તંત્ર જ ચોર છે…કેટલી ગંદકી અને ટ્રાફિક છે..”
 9. મોબાઈલ રાખવાના..બેલેન્સ જરૂર પૂરતું રાખવાનું..રીંગ ટોન રંગ-બેરંગી રાખવાની અને જાહેરમાં બધાને આખી રીંગ સંભળાવવાની અને પછી જ ફોન ઉપાડવાનો…જોર થી બધાને સંભળાય એમ બોલવાનું…અને “મિસ-કોલ”ની શોધ જ અમદાવાદી એ કરેલી!!! મિસ-કોલ ની ભાષા એને જ આવડે..પૂછો તો શીખવાડવાના પણ પૈસા લે!!! અને પાછા ગમે ત્યારે જરૂર વગર પણ મિસ-કોલ મારવાના…એના ક્યાં પૈસા લાગવાના છે?
 10. કટિંગ ચા, ફીક્ષ થાળી..ફ્રી ચટણી( ડબલ ચટની મફત લેવાની..),વાસી ઉતરાણ,ડાયેટ  ખાખરા..ચોમાસું-સ્કૂટર( જેમાં સાઇલેન્સર પર નળી બાંધી ઉપર તરફ રાખવાની), પસ્તીના બદલામાં વસ્તુઓ, જુના કપડાના બદલામાં વાસણો, છાપાની કુપનો પર ફ્રી ગીફ્ટ, પાણી નાં પાઉચ,ચાલુ બાઈક પર મોબાઈલ પર વાત કરવાની,વગર કેબલના પૈસા ખર્ચે,ચેનલ જોવાની…….આ બધાનો શોધક એટલે પાકો ગુજરાતી…અમદાવાદી…દુનિયાની કેટ-કેટલી સેવા કરી…!!!!
 11. લડવામાં, રમખાણ કરવામાં અને દિવસો સુધી ધંધા બગાડી..લોકોને ફ્રી સમૂહ-ભોજન જમાડી પુણ્ય મેળવનારો એટલે અમદાવાદી…અને તમે એને ૨ ફૂટ જગ્યા ધંધા માટે આપો તો એ જગ્યા એક પણ પૈસો ચુકવ્યા વગર ૨૦ ફીટ ની કરી દે એટલે અમદાવાદી….અને એનું મગજ ધંધો જ શોધે..નોકરી એને પાસ-ટાઈમ લાગે…

……………તો આ બધા અમદાવાદીઓ ના અમુક લક્ષણ હતા પણ સાથે સાથે એ પણ નોંધવું રહ્યું કે અમદાવાદી પ્રજા ખુમારી વાળી છે ..એ ભૂકંપ અને પુર સામે એકજુટતા થી લડી શકે છે,ક્યારેય હારતી નથી,એની નસોમાં લોહી નહિ પૈસા વહે છે આથી જ એ કપરી પરિસ્થિતિમાં કમાઈ જાણે છે, જીવી જાણે છે અને દુનિયામાં કોઈ પણ ખૂણે હોય અમદાવાદને ક્યારેય ભૂલતો નથી….એ જાણે છે કે..અમદાવાદ એક જ છે..એક જ છે….અને આથી જ જયારે બહાર કમાવા જાય ત્યારે એની આંખો ભીંજાઈ ને યાદ કરી ઉઠે છે…કે..

“ ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો…રેતીમાં રમતું આ નગર ફરી મળે નાં મળે:..

 

અમદાવાદ..આજ અને કાલ..

જયારે અકબર બાદશાહ અમદાવાદમાં આવ્યો ત્યારે અહિયા ઉડતી ધૂળને જોઈને એનું નામ “ગર્દાબાદ” પાડેલું…જે આજે પણ સાર્થક છે…કારણ કે અમદાવાદ દુનિયાને બદલી શકે છે પણ પોતાના ખમીર ને નહિ…પોતાની માટી..માણસો..મન…મગજ.મિજાજને નહિ…..!!!! આથી તો અમદાવાદ….વાદ…વાદ…અમદાવાદ છે…અમદાવાદ નગર નથી…મિજાજનો દરિયો છે…એને આંખોમાં ભરીલો…” રેતીમાં રમતું આ નગર ફરી મળે ના મળે” ….શ્રીનગર/કર્ણાવતી/આશાવાલ્લી/અહમેદાબાદ/ગર્દાબાદ…અમદાવાદ રહેવાનું…ચિરકાળ સુધી રહેવાનું….પણ આપણે નહિ રહેવાના….!!!!

તો ચાલો…ઉજવીએ…” happy Birthday to Amdavad”….happy 600 years of life….moments…for you…!!!!

હું એક ગુજરાતી…પાક્કો અમદાવાદી…
રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s