Raj Mistry's world

Me,my stories and world around….

પ્રેમની એકસો વ્યાખ્યાઓ-ભાગ ૭

Leave a comment

તો આ અવિરત સફર, નિર્વિઘ્ને રંગો નાં તહેવાર સુધી પહોંચી છે અને પ્રેમનું પ્રાગટ્ય રંગો દ્વારા થાય ત્યારે મારો શામળિયો પણ એની લીલામાં થનક-થનક નાચી ઉઠે છે…અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉલ્લેખ છે કે શ્રીજી મહારાજે વડતાલમાં ફૂલડોલ નો જે અપ્રતિમ લ્હાવો સંતો અને ભક્તજનોને આપ્યો એ એક અવિસ્મરણીય પ્રસંગ છે. પૂ. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા બનાવેલો બાર-બાર દ્વારનો ફૂલો થી મઢેલો હિંડોળો અને એની વચ્ચે ઝૂલતા શ્રીહરિ!!!!! શું અદ્દભુતત નજારો હશે એ!!!!!! અને તેથી જ સંતો ગાઈ ઉઠ્યા….

” આજ વૈકુંઠ થી રૂડું વડતાલ કે હિંડોળે હરિ ઝૂલતા રે”………

બાર દ્વારનો હિંડોળે ઝૂલતા શ્રીજી..

તો આપણી વ્યાખ્યાઓ ને પણ આ પ્રસંગ ને હૃદયમાં ધારણ કરી આગળ વધીએ……સફર અવિરત ચાલવો જોઈએ…કારણ કે પ્રેમ અને જીવન અટકવાનું નામ નથી….

૬૧.જયારે વિવાદ આંખો થી અને સંવાદ હૃદય થી થાય એટલે કે પ્રેમ…

૬૨.પ્રેમ એટલે કે આધ્યાત્મિકતાની શરૂઆત

૬૩.આંસુઓ નાં મોતી થવાની ઘટના એટલે કે પ્રેમ

૬૪.પ્રેમ એટલે કે પતંગિયા ની આનંદયાત્રા

૬૫.પ્રેમ એટલે કે ભીડ વચ્ચે પણ એકલા હોવું

૬૬.જ્યાંથી વિજ્ઞાન નો અંત અને જ્ઞાન ની શરૂઆત થાય છે એટલે કે પ્રેમ

૬૭ પ્રેમ એટલે કે નિષ્કામ કર્મ ને જાણવાની દિશામાં એક કદમ

૬૮.માંગ્યા કરતા પણ વધારે મળે અને એ પણ ઓછું લાગે એટલે કે પ્રેમ….

૬૯.સત્કર્મો નો સરવાળો અને દુષ્કર્મો ની બાદબાકી એટલે કે પ્રેમ

૭૦.જેમ પૃથ્વી નો છેડો ઘર એમ લાગણીઓ નો છેડો એટલે કે પ્રેમ

અત્યારે હું પૂ. ડોંગરેજી મહારાજ દ્વારા થયેલી શ્રીમદ ભાગવત નું રેકોર્ડીંગ જોઈ-સાંભળી-સમજી રહ્યો છું…..અને જાણે કે મારા આંખમાં થી આંસુ બહાર આવવા મથી રહ્યા છે…એમને કથા કરતા જોવા એટલે કે શ્રી હરિ ને સાક્ષાત લીલા કરતા જોવા!!! એ પોતે એટલા તન્મય થઇ જતા કે એમના આંખ માં થી ચોધાર આંસુ નીકળતા રહેતા..અને ભાવાવેશમાં શ્રોતાઓ તણાઈ જતા…..પ્રેમની-ભક્તિની આના થી મોટી પરિસીમા કઈ હોઈ શકે?……

બસ વહેતા રહો…… મારી સાથે…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s