Raj Mistry's world

Me,my stories and world around….

પ્રેમની એકસો વ્યાખ્યાઓ- ભાગ ૮

Leave a comment

તો આખરે હોળી અને ધુળેટી ઉજવાઈ ગઈ…સમય કેટલો જલ્દી થી પસાર થાય છે!!!! વિચારીએ તો આશ્ચર્ય થાય છે, પણ હકીકત એ છે કે આપણે આપણા કામમાં એવા ઉલઝાયેલા છીએ કે આપણે સમય વિષે સભાન નથી રહી શકતા. સમય તો તેની રફતારે જ જાય છે… બસ આપણા મનોસ્થિતિને આધારે એ વધારે ઝડપી કે વધારે ધીમો લાગે છે…આથી કહી શકાય છે કે સમય હમેંશા સાપેક્ષ હોય છે. પણ પ્રેમ વિષે શું? શું એ સાપેક્ષ છે? એક રીતે જોઈએ તો “હા” એ સાપેક્ષ છે..કારણ કે પ્રેમમાં સંવાદ ન હોય તો પ્રેમ અધુરો ગણાય..અને બીજી રીતે કહી એ તો “ના” ….કારણ કે પ્રેમ ને સરખામણી નાં ત્રાજવા માં મુકવો અન્યાય પૂર્ણ ગણાય…..હવે આ “વિવાદ” તમારે હવાલે…પણ એક વાત તો નક્કી જ છે કે પ્રણય સાંગોપાંગ સંપૂર્ણ તત્વ છે…

તો આ “સંપૂર્ણતા” નાં સફર ને આગળ ધપાવી એ…..અને પ્રેમ ની નવી વ્યાખ્યાઓ….

૭૧.શામળિયા ની વાંસળીમાં થી રેલાતો બ્રહ્મનાદ એટલે કે પ્રેમ

૭૨.જીવન ના અફાટ દરિયા મા શ્રદ્ધા રૂપી હોડી ની સફર એટલે કે પ્રેમ..

૭૩.જીવતે-જીવત વૈતરણી પર કરવા ની જીદ એટલે કે પ્રેમ..

૭૪.મન થી હૃદય સુધી પહોચવાનો રસ્તો એટલે કે પ્રેમ

૭૫.વિશ્વાસરુપી દીપક ને ,જીવન નાં ઝંઝાવાત સામે જીવંત રાખતું ઘી એટલે કે પ્રેમ…

૭૬.જો સદભાવના અને સદ્કાર્યો જ્યોત છે તો પ્રેમ “વાટ” છે..

૭૭.ચાંદની રાતો મા ,વિસ્ફારિત નેત્રો થી,રાત રાત જાગી,તારા ગણવા ની ઘટના એટલે કે પ્રેમ..

૭૮.પ્રેમ એટલે કે “એમની” જરા અમથી હાજરી માત્ર થી હૃદય ના ધબકારા વધી જવા…

૭૯. જયારે ઝઘડો મનથી અને સમાધાન હૃદય થી થાય એટલે કે પ્રેમ..

૮૦.જુજવા રૂપ પણ એક જ હરિ..એવી પ્રતીતિ એટલે કે પ્રેમ

તો બસ પ્રણયના સાનિધ્યને માણતા રહો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s