Raj Mistry's world

Me,my stories and world around….

પ્રેમની એકસો વ્યાખ્યાઓ-ભાગ ૧૦

Leave a comment

….તો મિત્રો આપણો આખરી પડાવ આવી ગયો છે. પ્રેમનો સફર આમ તો ક્યારેય ખતમ થતો નથી પણ આ અવ્યાખ્યાયિત પદ ને વ્યાખ્યા માં બાંધવાનો આ પ્રયાસ અલ્પ-વિરામિત થઇ રહ્યો છે…પૂર્ણ વિરામ હજુ બાકી છે..યારો!!!.તો આ સફર તમને કેવો લાગ્યો? જીવન પોતે એક સફર છે અને પ્રેમ આ સફરને રસપ્રદ બનાવે છે. અને બસ જીવન આમ જ ચાલતું રહે એ માટે જરૂરી છે કે જીવન ના અર્થને સમજવો અને પ્રેમ એને સમજવામાં મદદ પણ કરે છે…તો ચાલો પ્રેમની વ્યાખ્યાઓ થી જીવન ને સમજીએ….

૯૧.સ્મિત અને રુદન વચ્ચે નું જોડાણ એટલે કે પ્રેમ

૯૨. .જ્યાં હૃદય હઠ કરે ને મન મનાવે એટલે કે પ્રેમ

૯૩.સંબંધો નો ઓક્શીજન એટલે કે પ્રેમ

૯૪.મન ની લાગણીઓ ને ભક્તિ ના સર્વોચ્ચ પદ સુધી લઇ જતી સીડી ..એટલે કે પ્રેમ

૯૫.પરમાત્માની એક નિષ્ઠા મા મજબુત વિશ્વાસ એટલે કે પ્રેમ…

૯૬.પ્રેમ એટલે કે આત્મા ને લાગતો એવો રંગ કે જેને લગાવવો સહેલો,નિભાવવો મુશ્કેલ અને છોડવો અશક્ય…….

૯૭.રાધા-કૃષ્ણ ની રાસલીલા નો તાદ્રશ્ય અનુભવ એટલે કે પ્રેમ

૯૮. કૃષ્ણને સમજવા નો એક પ્રયાસ એટલે કે પ્રેમ…

૯૯.હૃદયનો અનંત ઉત્સવ એટલે કે પ્રેમ…

૧૦૦. શ્રીહરિ ની અસીમ માયામાં ,”આત્મ”ને શોધવાનો પ્રયાસ એટલે કે પ્રેમ…

તો બસ જીવન ને આમ જ માણતા રહો અને યાદ રાખો કે જીવન માં ચાહે કેટલી પણ મુશ્કેલીઓ આવે પણ પ્રેમ ઘટવો ના જોઈએ…એ દરિયાની આંધીઓ માં માર્ગ બતાવતી દીવાદાંડી સમાન છે…તો બસ આટલું જ…ચાલો જીવન નાં આ ઉત્સવને વધાવીએ…

સાથે રહો…સફર અનંત છે..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s