Raj Mistry's world

Me,my stories and world around….

અમદાવાદમાં ખાડા કે ખાડામાં અમદાવાદ….???

3 Comments

આજકાલ અમદાવાદમાં બહાર નીકળો ત્યારે ભગવાનને પગે લાગી ને નીકળવું પડે કે …”આપણે આજે ક્યાંક ખાડામાં ન પડીએ!!! અમદાવાદના ખાડા,પાડા( સીટી બસ) અને વાડા(પોળો) પ્રખ્યાત છે પણ જુદા જુદા કારણોસર……….અને કારણ આખી દુનિયા જાણે છે. મને એક અમદાવાદ મ્યુનિ.ના નગરસેવકે કહ્યું હતું કે ” આ ખાડા તો નગરસેવકોની આજીવિકા નું મોટું સાધન છે..”……સમજ્યા?
અમારા વિસ્તારની વાત કરીએ તો..પહેલા ડ્રેનેજ માટેના ખાડા ખોદાયા, પછી મહિને બે મહિને રોડ બન્યો અને બે માસની ગેપ પછી,ત્યાં જ ટેલીફોન લાઈન માટે ફરી ખાડા ખોદાયા…ફરી રોડ…ફરી નર્મદાના પાણીની પાઈપ લાઈન માટે ખાડા ખોદાયા અને રોડ બન્યો હવે પાછા એજ જગ્યા એ ગેસની લાઈન માટે ફરી ખાડા ખોદાયા છે!!!!! અરે ભાઈ..શું થઇ ગયું છે? કોઈનામાં મગજ છે કે નહિ? નગરયોજના જેવી કોઈ સિસ્ટમ છે કે નહિ?  બસ માત્ર જનતાને હેરાન જ કરવા ની?
એટલી હેરાનગતિ ઓછી હોય તેમ આપણા “આપ બની બેઠેલા “રબારી” ભાઈઓ પોતાની ગાયોને અમદાવાદ ની સડકોનો અભ્યાસ કરવા છુટ્ટી મૂકી ને આરામથી સુઈ જાય છે…અને અબોલ જીવ રસ્તે જતા રાહદારીઓ ને મારે, નુકશાન કરે એના માટે જવાબદાર કોણ? બિચારી ગાયો પ્લાસ્ટિક ની કોથળીઓ ખાઈ ને પેટ ભરે …રબારી ઓ ને શું? અને  જનતાનું  પણ શું? ભલે ને જનતા  ગાયો અને ખાડાથી કમોતે મરતી..!!!!! આપણે કેટલા ટકા?……
શું આમ જ ચાલશે? આપણે આમ જ સહન કર્યા કરવાનું? જવાબ મારે જ શોધવાનો છે….અને તમારે જ શોધવા નો છે….

રાજ

Advertisements

3 thoughts on “અમદાવાદમાં ખાડા કે ખાડામાં અમદાવાદ….???

 1. રબારીઓની ટીકા કરનારા રાજભાઇ,

  રબારીઓએ ગાયોને રખડતી નથી મૂકી દીધી.

  વાસ્તવમાં તમો બધા ગાયોની જગ્યામાં મકાનો અને ઇમારતો ઊભી કરીને બેઠા છો.

  તમો ગાયના ઘરમા ઘૂસી ગયા છો અને ગાયોને રખડતી કહો છો?

  જો રબારીઓની ગાયોથી આટલી જ તકલીફ થતી હોય તો ગાયોનું ગૌચર ખાલી કરાવવાનું કરો.

  આ બાબતમાં તાજેતરમાં સુપ્રિમ કોર્ટ પણ ચૂકાદો આપી ચૂકી છે.

  રબારી તરીકે નહી તો એક હિંદુ તરીકે ગાય તમારી પણ માતા છે.

  ટીકા કરતાં પહેલાં તકલીફનું સાચું મૂળ જાણવાનો પ્રયત્ન કરો.

  From,
  મહેશ રબારી
  (ભાજપ માલધારી સેલ, ગાંધીનગર)

  • મહેશભાઈ,

   કદાચ તમે સાચા હોઈ શકો છો કે ગાયો ની જમીન શહેરીકરણ નો ભોગ બની હોય. પણ એનું પણ કોઈ સોલ્યુશન હોવું જોઈએને…! ગાય બિચારી , રોડ પર બેહાલ ફરે અને કોઈ નાગરિક તેની હડફેટે ચડે અને રામશરણ થાય, એ પણ સ્વીકાર્ય નથી ને!! વાસ્તવમાં તમે કહ્યું એમ, ગાય માટે ,ગૌચર ની અલગ જ જગ્યા હોવી જોઈએ, જે શહેર ના કચરા થી, ઘોંઘાટ થી દુર હોય. આ બધું કરવા માટે , નાગરિક, સ્વયંસેવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર દ્વારા પહેલ થવી જોઈએ…

   હું અને તમે બસ ઠાકોરજી ને એક જ પ્રાર્થના કરી શકીએ કે, ગાય નું જે મહત્વ આપણા શાસ્ત્રોમાં છે, એ જળવાઈ રહે.

   બસ વાંચતા રહેજો.

   રાજ

 2. રાજભાઇ,

  મારી કોમેન્ટનો યોગ્ય જવાબ આપવા બદલ આભાર.

  ગાયોના પ્રશ્નના નિવારણ માટે ઘણી બધી સામાજિક અને રાજકીય સંસ્થાઓ કાર્યરત છે.

  સુપ્રિમ કોર્ટ નો ચુકાદો હમણાજ આવેલ છે અને સરકાર પણ ગૌચરની જમીન ખાલી કરાવવામાં રસ દાખવી રહી છે પણ તેમાં થોડોક સમય તો લાગશે જ. આશા રાખીયે કે વહેલામાંવહેલી તકે ગાયોને પોતાનું ઘર પાછુ મળી જાય અને ગાયો પણ પોતાના નૈસર્ગિક વાતાવરણમાં શંતિથી જીવી શકે.

  જુના સમયમાં માલધારી સમાજની ઓછી રાજકીય જાગ્રૃતતાના કારણે ગૌચરની જમીનો શહેરીકરણનો ભોગ બની પરંતુ હવે એ ભૂલ સુધારવાનો સમય છે.

  મારે આપ સૌને નમ્ર અપીલા છે કે આપ સૌ પણ ગાયો બાબતમાં માલધારીઓની મજબૂરીને સમજો. ગાયોને પોતાનું ઘર પાછું ના મળે ત્યાં સુધી ગાયો બિચારી ક્યાં જાય?

  From,
  મહેશ રબારી
  (ભાજપ માલધારી સેલ, ગાંધીનગર)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s