Raj Mistry's world

Me,my stories and world around….

World Poetry Day..વિશ્વ કાવ્યદિન…

Leave a comment

આજે UNESCO  દ્વારા નિર્ધારિત “વિશ્વ કાવ્ય દિન ” છે. ભાષાની લાવણ્યતા અને સૌંદર્યને કાવ્ય દ્વારા જ પારખી શકાય. એક ફિલસૂફે સાચું જ કહ્યું છે કે માણસ જયારે બોલતા શીખ્યો એની વાણી કાવ્યરૂપે જ હતી….તો “કાવ્ય” એટલે શું?…કાવ્ય એ હૃદયની ભાષા છે..ગદ્ય કરતાં પદ્ય નો પક્ષ વધારે મજબુત અને વધારે અસરકારક છે એનો ઇતિહાસ સાક્ષી છે…..કવિરાજ ઝવેરચંદ મેઘાણી ના શબ્દો ” કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ…” … કોઈ પણ નિર્બળના મન-તનમાં જોશ ભરી દે તેવું છે તો પૂ. નિષ્કુળાનંદ સ્વામી ની ભક્તીકવિતા ..” ત્યાગના ટકે વૈરાગ વિના …” અને ” જનની જીવો રે ગોપીચંદની રે….” કોઈ પણ સંસારી જીવ ને દુનિયાના સુખ-મોહ ત્યજી વૈરાગ લેવા પ્રેરે એવી છે…!! અને તેના આજ બોલે/શબ્દે ઘણાય નવ-લોહિયા સંસાર છોડી સાધુ થઇ ગયા ના દાખલા છે…!!!! પ્રેમ ની તો ભાષા જ કાવ્ય છે….બીજું શું કહું?….

તો ચાલો આજના આ કેસરભીના પવિત્ર દિને મારી સ્વરચિત એક અંજલિ-કાવ્ય તમારી સેવા માં…..એના એક એક શબ્દમાં હજારો અર્થ છે પણ સત્વ એક જ છે અને એ છે “જીવન”……

“બસ શ્વાસની રફતાર છે આ જીંદગી,

ઘણું સમજયા પછી પણ ન સમજાતી,એવી છે આ જીંદગી…..

વિચારે છે ઘણું બધું ,ઘણા જીંદગી વિષે,

પણ પળ મા વિચારો ને ભુલાવી દે, એવી છે આ જીંદગી…..

કહે છે કે સમયની હમસફર છે આ તો,

હમસફર પણ દગો દઈદે, એવી છે આ જીંદગી……

લોકો રાખે છે પાપ-પુણ્ય નો હિસાબ સઘળો,

કોઈ હિસાબ ની પણ શરમ નાં રાખે , એવી છે આ જીંદગી.

પોતાનાઓ એ એવો તો પારખ્યો મને,કે

પારકાને પોતાનાથી અધિક લાગ્યા,એવી છે આ જીંદગી.,

બધા બહુ ભટકે છે ,તને પામવા…

પામ્યા પછી પણ નથી પમાતી, એવી છે આ જીંદગી.

દુર થી લાગતી,વેરાન સહરા નાં રણ જેવી એ તો,

પણ વણ-શ્રાવણે ભીંજવે મુજ ને, એવી છે આ જીંદગી..

ક્યારેક રંક ને રાજા,’ને,ક્યારેક રાજા ને રંક કરતી,

ક્ષણે-ક્ષણ બદલાતી,છતાં અટલ, એવી છે આ જીંદગી.

નથી માગ્યો મેં ક્યારેય હિસાબ તેની પાસે,

પણ જન્મો-જન્મ ના હિસાબ બતાવે,એવી છે આ જીંદગી.

ચાલતો રહ્યો છું હું ,સંધ્યા થી ઉદય સુધી,

મંઝીલ નહિ,ફકત રસ્તા બતાવે..એવી છે આ જીંદગી.

સમજ્યો કે હું જાણું છું સઘળું ,એના વિષે ,પણ

રોજ નવી વ્યાખ્યા ભણાવે,એવી છે આ જીંદગી.

ચાલ્યો છું કશી સમજણ વગર,પણ

આશ છે ,કે ક્યારેક તો ભેદ સમજાવે..કેવી છે આ જીંદગી.

મારા-તારા નાં ભેદ તો બહુ કીધા હો રાજ ,

હવે મુજ થી મુજ સુધી પહોચાડે તો જાણું ..એવી છે આ જીંદગી.

બધા માને છે કે ,સઘળી સૃષ્ટિ મનુષ્ય જ ચલાવતો…

ક્યારેક મનુષ્યને પામર,હરિને સર્વસ્વ સમજાવે…એવી છે આ જીંદગી……..૦૦

તો જીવનના સફરમાં કવિતારૂપી પુષ્પોની સુવાસ , સફરને સુગંધિત બનાવે છે અને સફરના અર્થને સમજવામાં મદદ કરે છે…..

બસ સાથે રહો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s