Raj Mistry's world

Me,my stories and world around….

કાળઝાળ ઉનાળો અને સ્વાસ્થ્ય…

Leave a comment

આજે સવારે મારા ભાઈ વિમલે(જે એક આયુર્વેદિક ડોક્ટર પણ છે) મને એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો અને પાણી શા માટે? ક્યારે? પીવું જોઈએ અને શું એના ફાયદા છે એ લખીને મોકલ્યા..મેં ને કહ્યું કે તે મોકલેલી માહિતી સારી છે પણ અધૂરી છે. તો શા માટે આપણે પાણી ને ઉનાળા સાથે સંકલિત કરી વધુ માહિતી પૂરી ન પાડીએ? તો અત્યારે પોસ્ટ તૈયાર છે અને મિત્રો, છાપાં,મેગેઝીન અને નેટની મદદ થી નીચે ની માહિતી અહીં પ્રગટ કરું છું….

ઉનાળામાં સ્વાસ્થ્યનો ખ્યાલ…

————————————————-.
ઉનાળો હવે જોર પકડતો જાય છે અને સજીવ માત્રને આકરો તાપ સહન કરવો મુશકેલી ભર્યું છે. ઉનાળા ના રાજા સુરજ વિષે કેટલીક માહિતી…..
૧. પૃથ્વી થી સુરજ લગભગ 15 કરોડ(149.6 million) કિમી દુર છે..અને સુર્યના “પ્રથમ” કિરણ ને પૃથ્વી સુધી પહોંચતા 8 min and 19 seconds લાગે છે.
૨.નોર્વે અને Antarctic zone એવા પ્રદેશ છે જ્યાં મધ્યરાત્રે પણ સુર્ય ને ચમકતો જોઈ શકાય છે અને ધ્રુવ પ્રદેશોમાં એક થી વધારે “સુરજ” જોવા મળે છે…
૩. પૃથ્વી ને નિરંતર સૂર્યમાં થી નીકળતા રેડીએશનનો સામનો કરવો પડે છે અને દર ૧૧ વર્ષે સુર્ય કલંકમાં થી રેડીએશન ધોધ છૂટે છે જે પૃથ્વી પર ની સંચાર અને વીજાણું તંત્રને ગંભીર નુકશાન પહોચાડે છે….પણ આજ ધોધ ધ્રુવ પ્રદેશમાં રંગબેરંગી આકાશી વલયો નું અપ્રતિમ સૌન્દર્ય ઉભું કરે છે..
૪.પૃથ્વી પરનું સૌથી ગરમ સ્થળ અલ-અઝીઝિયા(લિબિયા) છે જ્યાં ૫૮ ડીગ્રી તાપમાન નોંધાયેલું છે(૧૯૨૨મા),અને આ સિવાય અમેરિકાની ડેથ વેલી,ડલ્લાલ( ઇથોપિયા) સૌથી ગરમ સ્થળોમાં નામના ધરાવે છે…ભારતમાં કચ્છનું રણ,પોખરણ,જેસલમેર વગેરે છે…
તો શરીરને આવા વાતાવરણમાં કેમ જાળવવું …ચાલો જોઈએ…

ગરમી માં લીંબુની ઠંડી તાજગી!!!!!

———————————————————————–
હવે ઉનાળામાં શું ધ્યાન રાખવું…..
૧. જેમ બને એમ પ્રવાહી ખોરાક( પાણી,જ્યુશ,શરબત..) નો વધારે ઉપયોગ કરો.
૨. પાણી લગભગ ૩ થી ૫ લીટર(૧૦-૧૨ ગ્લાસ) જેટલું સમગ્ર દિવસ દરમ્યાન પીવો. ફ્રીઝ નું અતિશય ઠંડું પાણી સ્વાસ્થ્ય માટે ખાસ ઉપયોગી નથી આથી માટલા ના ઠંડા પાણી નો ઉપયોગ કરો.અતિ-શુધ્ધ અથવા આરો-ઓ પ્યોરીફાઇડ વોટર શરીર માટે એટલું બધું સારું નથી કારણ કે અમુક મિનરલ્સ ની જરૂર શરીર ને પડે છે આથી “મીનરલ” વોટર સારું નહિ કે RO purified!!!!! કોલ્ડ્રીંક કરતાં લીંબુનો શરબત લાખ દર્રજે સારો…!!!!
૩. અતિશય પાણી કે પ્રવાહી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકશાન( હાઇપર-હાઈડ્રેશન,બ્રેન-હેમેરજ…) કરી શકે છે આથી “અતિ” નો ત્યાગ કરો અને વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરો.
૪. પાણી સ્વચ્છ હોય એ જરૂરી છે..બજારના ખુલ્લા શરબત, કોલ્ડ્રીંક,બરફના ગોળા,શેરડીનો જ્યુશ તમને કમળો,ટાઈફોડ કરી શકે છે…આથી ઘરની જ શુધ્ધ વસ્તુ ઓ વાપરવાનો આગ્રહ રાખો…જમવાના ૧૫-૨૦ મીનીટ પહેલા અને જમ્યાના ૧૫-૨૦ મીનીટ પછી જ પાણી પીવાનો આગ્રહ રાખો…જમતી વખતે થોડું થોડું પાણી પાચનમાં મદદ કરી શકે છે..
૫. ખોરાક સાદો રાખો..અતિશય ખાટુ,ખારું,તીખું,મસાલેદાર જમવાનું ટાળો..મીઠાનું સામાન્ય થી સહેજ વધારે પ્રમાણ ઉનાળામાં સ્વીકાર્ય છે.ગળ્યું,ચીકણું પણ ચાલે. ખટાસ મીઠા અને ખાંડ સાથે લેવામાં આવે તો મદદરૂપ થાય..દાખલા તરીકે કેરી નો રસ,લીંબુ કે સંતરાનો શરબત, લસ્સી, સહેજ મોળી છાસ, ગુલકંદ વાળું ઠંડું દૂધ,શ્રીખંડ,આઈસ-ક્રીમ…વગેરે..
૫. કેરી અને ડુંગળીનો સલાડ/કચુંબર તમને લુ લાગવાથી બચાવી શકે છે આથી તેનો મોકળાશથી ઉપયોગ કરો.આ સિવાય કેરીની કઢી કે બાફલો ( જીરું નાખીને), વરિયાળી નો શરબત,કાકડી,તરબુચ પણ આ માટે ઉપયોગી છે.
૬. સવારે વહેલા ઉઠવાનું,રાત્રે સહેજ મોડા ઊંઘવાનું ચાલે પણ જો સમય મળે તો બપોરે ગરમીમાં બહાર નીકળ્યા વગર ઘરે અથવા યોગ્ય જગ્યાએ વામકુક્ષી કરી લેવામાં વાંધો નહિ….આના થી તન-મનની કાર્યક્ષમતામાં વધારો થાય છે એ વિજ્ઞાને સાબિત કર્યું છે..
૭. એસી આમ તો સારું પણ જો તમારે બહાર ગરમીમાં વારેઘડી એ જવાનું થતું હોય તો તમને એ નુકશાન પહોચાડી શકે છે અને એર-કુલરને તો શક્ય હોય તો ન વાપરો કારણ કે ભેજ વાળી ઠંડી હવા તમને કમોસમી શરદી કે દમ નો ચેપ લગાડી શકે છે. ચામડીને તાપમાનમાં થતું અચાનક પરિવર્તન નુકશાન કરી સકે છે આથી સમશીતોષ્ણ વાતાવરણમાં રહો..એસી ને ૧૫-૨૦ વચ્ચે સેટ કરો..
૮. સ્કીન માટે- શક્ય હોય તો બપોરે ગરમીમાં બહાર નીકળવાનું ટાળો..નીકળો તો શરીર ને સુતરાઉ કપડામાં લપેટી ને નીકળો..ગોગલ્સ,સન-સ્ક્રીન ( SPF 20 and more)કે જે વિટ.C,E, કે લેટેસ્ટ હેલિઓપ્લેક્ષ્ (helioplex) UVA,UVB protection વાપરો અને તેની અસર લગભગ અડધા કલાકે શરુ થઇ ૩-૪ કલાક સુધી રહે છે તો વાંચી ને ઉપયોગ કરો અને ઘણી વાર સન-સ્ક્રીન બધાને માફક નથી આવતા તો એની જગ્યા એ તમે સુતરાઉ કાપડ ણો ઉપયોગ જ સારી રીતે કરી શકો. Powder એવો પસંદ કરવો કે એ anti perspiration  માટે કામ કરે સાથે સુગંધિત હોય અને સ્કીન ના પોર્સ( છિદ્રો)ને બ્લોક ના કરે…
૯. દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો આનાથી શરીર નું તાપમાન જળવાશે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે પણ જયારે સ્વીમીંગ પુલ નો ઉપયોગ કરો ત્યારે વધારે સમય સુધી પાણીમાં પડી ન રહો..શરીર તડકો અને ઠંડી એક સાથે કંટ્રોલ કરવા જશે તો તેની ચયાપચયની પ્રક્રિયા ખોરવાઈ જશે…અને તમારી સ્કીન ખરાબ થશે એ વધારામાં….
તો બસ માણતા રહો…ઉનાળાની ગરમી ને પાણીની ઠંડક સાથે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s