Raj Mistry's world

Me,my stories and world around….

અમદાવાદ, AMTS અને જીવન….

Leave a comment

આજે અમારા બ્લોક માં એક દુખદ ઘટના બની…બીજા માળે રહેતા એક વડીલ , AMTS ની બસ સાથેના કરુણ અકસ્માત માં મૃત્યુ પામ્યા…રોષે ભરાયેલા લોકો એ બસ ના કાચ ફોડી નાખ્યા અને ડ્રાઈવર ભાગી છૂટ્યો…લાશની હાલત જોવા જેવી ન હતી…આથી મને વિચાર આવ્યો કે અમદાવાદ ધીરે ધીરે મહાનગરોના “ગેર ફાયદા” તરફ આગળ વધી રહ્યું છે. AMTS  જાણે કે મોત ની બસ બની રહી છે…ઘણીવાર વિચારું છું કે દર વર્ષે અમદાવાદ સીટી બસ થી કેટલા નિર્દોષ મોત ને ભેટતા હશે? ૫૦,૭૫,૧૦૦ કે ૨૦૦..???? કોઈ હિસાબ નથી..આના માટે જવાબદાર કોણ..? મેં ઘણું વિચાર્યું અને મને જે યોગ્ય લાગ્યા તે મુદ્દા તમારી સમક્ષ મુકું છું…એ એક શહેરનું …એના એક નાગરિકનું “આત્મમંથન”  ગણી શકાય…..

  • પહેલા તો આવી ઘટના ઓ માટે મહાનગરપાલિકા અને એના નગર રચનાકારો જવાબદાર છે….નગર રચના એટલી ગૂંચવાયેલી છે કે લોકો ની સંખ્યા,સગવડો વધી છે તો રસ્તાની પહોળાઈ મોટા ભાગ ના અમદાવાદમાં હજુ ચિંતા જનક છે…કોઈ એવી રીત છે કે જેથી ટ્રાફિકની સમસ્યા હલ થાય?
  • બીજા ક્રમે છે…લોકો..અર્થાત આપણે ખુદ..!! કોઈનામાં ટ્રાફિક કે પાર્કિંગ માટે શિસ્ત છે? જાણે રેસ માં નીકળ્ય હોય એમ આડેધડ વાહન ચલાવવાના..લેનમાં ચાલવાનું? એટલે શું? નિયમ,ગતિ મર્યાદા તો દુર ની વાત છે…અને પાર્કિંગ તો એવું કે રસ્તો તો દેખાય તો જ ઘણું અને આથી જ વાહનો એકબીજા ને અડી ને જાય!!!અકસ્માત ન થાય તો જ નવાઈને!!! ફેરિયાઓ,શાકભાજી વાળા અને ઝુંપડપટ્ટી વાળા ચાલવાની જગ્યા પચાવી ને બેસી ગયા છે…કોઈ શું કરે?
  • ત્રીજા ક્રમે છે કાયદો અને પોલીશ તંત્ર…!!! પોલીશ વાળા તો હદ કરે છે..એ નિયમ પળાવવા માટે છે કે પૈસા ઉઘરાવવા માટે? અખબારનગર,જુના વાડજ,સાબરમતી આરટીઓ,કાલુપુર….(લીસ્ટ અનંત છે..) જાઓ ,નજરે નિહાળો…ટ્રાફિકની સમસ્યા કોઈ હાલ નહિ કરે પણ હેલ્મેટ ના પહેરવાના પૈસા જરૂર ઉઘરાવતા દેખાશે…!! રીક્ષાવાળા અને જીપો વાળા વાડજમાં અને સાબરમતીમાં જે કાળો કેર વર્તાવે છે એ જોવા જેવું છે…અને એ પણ પોલીસની રહેમરાહ હેઠળ!!!!!
  • ચોથા ક્રમે છે રીક્ષાવાળા અને AMTS  વાળા..( તમને લાગતું હશે કે આમને પ્રથમ ક્રમે મુકવા જોઈએ..પણ શાંતિ થી વિચારો..તમને પ્રોબ્લેમ સમજાશે..) એ લોકો ને તો નાના વાહનો વાળા, ચાલતા લોકો દેખાતા જ નથી…આડેધડ ગાડી ચલાવવી અને ગમે તેમ રિક્ષા કે બસ ઉભી રાખવી, એ પણ કોઈ સિગ્નલ બતાવ્યા વગર..!! અસંખ્ય લોકોની જીંદગી રોજ પળેપળ જોખમ માં મૂકાઈ રહી છે….!!!! ક્યારે કડક કાયદા અને કાયદાને પાલન કરાવનારા અને કરનારા પેદા થશે?
  • પાંચમાં ક્રમે છે ..મ્યુનિ.ઈજનેરો અને કોન્ટ્રાક્ટરો..ગમે તેમ ખાડા ખોદવાના, કોઈ બોર્ડ નહિ અને ક્યારે ખાડા ખોદાશે, ક્યારે પુરાશે…કઈ  રીતે પુરાશે…કોઈ નથી જાણતું….ખાડા ક્યારે કબર બની જાય ? કહેવાય નહિ…

બસ અમદાવાદ ની આજ કહાની છે અને બેજવાબદાર સિસ્ટમને કારણે રોજના કેટલા લોકોની જીંદગી જોખમમાં મુકાય છે?  ભગવાન જાણે….ભગવાન બચાવે….ટૂંકમાં અમદાવાદમાં જીવવા માટે ભગવાન માં માનવું જરૂરી છે.!!!!…ચાલો કંઇક તો સારું છે….

તો રામ-ભરોસે અમદાવાદ…અને આપણે?

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s