Raj Mistry's world

Me,my stories and world around….

BAPS અને રવિસભા- તા-૪/૪/૨૦૧૦

Leave a comment

આજ ની રવિસભા કંઇક ખાસ હતી.સારંગપુર ના સંત તાલીમ કેન્દ્ર માં સેવા આપતા પૂ.નારાયણ મુની સ્વામી એ અમદાવાદની સભા ને તેમના રસપ્રદ ,અસ્ખલિત પ્રવચન નો લાભ આપ્યો. અને આજ નો વિષય હતો..” પારિવારિક સંબંધો..અથવા કૌટુંબિક સંબંધો”…વિષય ખુબ જ ચર્ચાસ્પદ અને આજના જમાનાનો સૌથી અગત્યનો વિષય છે. જ્યાં આજે સંબંધો નામના રહ્યા છે, ભૌતિક વાદ વધી રહ્યો છે અને લાગણીઓ અને સહનશીલતા ઘટી રહી છે ત્યારે આ મુદ્દા પર ચર્ચા ખુબ જ અગત્યની છે….હવે “જાગવા”નો અને “જગાડવા”નો સમય છે…પૂ.પ્રમુખ સ્વામી એ “પરિવાર”ને અકબંધ રાખવાના જે સિદ્ધાંતો આપ્યા છે તે પર વિસ્તારપૂર્વક અને ઉદાહરણ સહીત પ્રવચન પૂ.નારાયણ મુની એ કર્યું…આ સિદ્ધાંતો….

  1. સત્સંગ- સત્સંગ કોઈ પણ સંબંધ કે વ્યવહારનો પાયો છે. સત્સંગ છે તો બધું જ યોગ્ય રીતે, શ્રીહરિના રાજીપા માટે,નિમિતમાત્ર ના ભાવ થી થાય છે અને સંસાર સારી રીતે .સુ-ગઠિત ચાલે છે…
  2. ઘરસભા- પૂ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રવાહિત આ નવો આયામ આજ ના પરિવાર ને ટકાવવા માટે ખુબ જ અસરકારક છે..રોજ સાંજે અમુક નક્કી સમયે પરિવારના સમગ્ર સભ્યો ભેગા થાય અને “સત્સંગ” કરે( ઘરની વાતો નહિ) ,ભગવાન ની વાતો થાય,સમજદારીની વાતો થાય…બીજી કોઈ વાત નહિ…આમ તો આ જરા “ચીકણું” લાગે પણ એ પરિવાર ને સંસ્કારથી જોડતો એક ” ચીકણો પણ મજબુત” ગુંદર છે..આધાર છે અને ઘરસભા થી ઘણા કુટુંબોમાં રોજ ની કટકટ બંધ થઇ શાંતિ સ્થપાઈહોય એવા અસંખ્ય દાખલા છે…
  3. સમજણ- એક બીજાને સમજવું….એ ખુબ જ અગત્યનું છે…જો એક બીજાને સમજ્યા તો તમે એક બીજાને અનુકુળ થઇ જીવી શકશો….આ માટે પહેલા તો ..ઓછું બોલો, વધારે સાંભળો, વધારે સમજો અને અનુકુલન સાધો….એક બીજાની પ્રકૃતિ સમજો અને એક બીજાને સ્વીકારો….
  4. હૃદયની વિશાળતા- હૃદયને વિશાળ રાખો..જીવનમાં ખોટા અનુભવો ને ભૂલી જાઓ..સારા ગુનો/અનુભવોને જ યાદ રાખો…એક ઉદાહરણ….

_______________________________________

પૂ. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં આંબલીવળી પોળમાં વિરાજમાન હતા. એક સત્સંગી એ , સ્વામીના કહેવાથી ભૂતકાળમાં એક જરૂરિયાત સત્સંગીને અમુક નાણાકીય મદદ કરી હતી, પણ હજુ તેના પૈસા પરત આવ્યા ન હતા આથી, આ “ખોટ” માટે એ શાસ્ત્રીજી મહારાજ ને જવાબદાર ગણતો હતો. આથી ગુસ્સામાં એ સ્વામી પાસે આવ્યો અને સ્વામી ને જેમતેમ બોલીને ચાલ્યો ગયો. શાસ્ત્રીજી મહારાજ ચુપ રહ્યા. અમુક સમય પછી એ સત્સંગીને પોતાની ભૂલ સમજાતાં ,પુનઃ શત્સ્ત્રીજી મહારાજ પાસે આવી માફી માગી અને સાષ્ટાંગ દંડવત કર્યાં અને રડી પડ્યો….શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ..તું રડ નહિ, અમે તારી વાત ને ધ્યાનમાં લીધી જ નથી..અમારી પાસે ” ઉધાર” માટે ના ચોપડા જ નથી…અમે માત્ર “જમા” ના જ ચોપડા રાખી એ છીએ……

કહેવા નું એટલું કે સામે નો માણસ ગમે તેવો હોય પણ એના અવગુણો ને ભૂલતા શીખો અને એના ગુણ જ જુઓ…સકારત્મક બનો…હૃદય ને વિશાળ રાખી ક્ષમા ને પોતાનું શસ્ત્ર બનાવો…તો જ પરિવાર ટકી રહેશે…પરિવારમાં એકતા રહેશે…..

___________________________

તો બસ આજ ના આ પ્રવચન થી હજારો નહિ તો કોઈ એક ની જીંદગી બદલાશે…એક પરિવાર તૂટતો બચશે તોય એ ગણું છે…..

સાથે રહો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s