Raj Mistry's world

Me,my stories and world around….

મિથુન અને …..

Leave a comment

આજકાલ ટીવી પર ડાન્સ ઇન્ડિયા ડાન્સ નો શો ચાલે છે અને એમાં ગ્રાન્ડ માસ્તર તરીકે “ગરીબો ના અમિતાભ” મિથુન દા આવે છે. એ વાત તો માનવી પડશે કે એક જમાનો મિથુન નો પણ હતો…મૃગયા ફિલ્મ થી શરુ થયેલા એક કલાકાર ની સફર પૈસા અને પ્રસિદ્ધિમાં આવી ને ખોવાઈ ગઈ..અને છેલ્લે છેલ્લે તો એવી હાલત થઇ કે દર અઠવાડિયે બે ત્રણ ફિલ્મ તો મિથુન ની હોય જ..ભલે ને કોઈ જુએ કે જુએ…!!!! એક જમાના મા અમારા ભિલોડામાં અને વિજયનગરમા કે જ્યાં આદિવાસીઓ ની સંખ્યા વધારે છે ત્યાં મિથુન દા ની એટલી બધી પોપ્યુલારીટી કે દરેક આદિવાસી યુવાન તમને મિથુન કટ વાળ ,ડ્રેસ અને સ્ટાઈલમા દેખાય..અને એના દરેક મુવી ,ભીલોડા ના એક માત્ર કૃષ્ણ સિનેમા મા આવે અને લાંબા સમય સુધી ચાલે જ…અને જો તમે કોઈ આદિવાસી યુવાન ને પ્રેમ થી “મિથુન” કહો તો એ ખુશ ખુશ થઇ જાય..!!! જે આજે એક “મજાક” નું નામ છે…શું કહેવું?
કલાકારો ખરેખર ગુણો માં સર્વશ્રેષ્ઠ હોય છે પણ પૈસા, પ્રસિદ્ધિ એમને સ્ટાર બનાવવા તરફ લઇ ખેંચી જાય છે અને સરવાળે એક કળાને જ નુકશાન થાય છે….ભારત ભૂષણ,નવીન નિશ્ચલ,ભગવાનદાદા,પરવીન બાબી એના ઉદાહરણ છે…

પ્રેમ કળા ને કરો…કલાકારને નહિ…કલાકાર ને પ્રેમ કળા થી આપોઆપ મળશે જ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s