Raj Mistry's world

Me,my stories and world around….

ગુજરાત અને નક્શલવાદ…

Leave a comment

થોડા સમય પહેલા એક કહેવાતા જવાબદાર અને ગંભીર મંત્રી( કેન્દ્ર સરકારના મંત્રી-“માનનીય” તુષારભાઈ) તરફ થી એક વક્તવ્ય આવેલું કે “જો ગુજરાત સરકાર નહિ સુધરે( …હા..વાંચો…નહિ સુધરે) તો ગુજરાતના આદિવાસીઓ નક્શલવાદ નો સહારો લેતા અચકાશે નહિ..!!!! બોલો આ આપણા મંત્રી…!!!જેને શું બોલવું..ક્યારે બોલવું એ ખબર નથી પડતી..!!!.લોકોની મુશ્કેલીઓ ને વાચા આપવી એ એમની ફરજ છે પણ એ લોકોને  લોકો ને બિન-જરૂરી ઉશ્કેરી રહ્યા છે  અને એ પણ ગંભીર રીતે !!!..આ બધું શું છે..? કેન્દ્ર ણી અને રાજ્ય સરકારની નીતિઓ ને કારણે દેશ ના અમુક રાજ્યોમાં નક્શલવાદ વધ્યો છે અને સડાની જેમ ફેલાયો છે એની નાં નહિ…પણ ગુજરાતમાં એ નથી એટલે શું એને સામે થી લાવવાનો….???? આભાર તુષારભાઈ….!! અમને તમારા પર ગર્વ છે…????? તમે દેશની સારી સેવા કરી રહ્યા છો…

તુષારભાઈ કદાચ સાબરકાંઠામાં નથી ફર્યા..અહીના આદિવાસી પોતાના મનોબળ,હોશિયારી પર ડોક્ટર,ઈજનેર બની વિશ્વના અનેક દેશોમાં નોકરી કરે છે…સરકારી ખાતાઓ મા ઉચ્ચ હોદ્દા પર ગર્વ થી બિરાજે છે…અને સરકાર મા પણ પોતાનો સિંહફાળો આપે છે…એમને હજુ વિકાસ ની જરુર છે પણ એ માટે એમણે પોતાની જાતે જ પ્રયત્ન કરવા નો છે…રસ્તો તૈયાર છે પણ ચાલવાનું તમારે છે…એમને તુષારભાઈ નીસલાહ કે દયાની જરૂર નથી….એમણે વિકાસ કર્યો છે અને કરતાં રહેશે…એમાં કોઈ શંકા નથી…અરે ભવિષ્યમાં એમને અનામત ની પણ જરૂર નહિ પડે…….આથી જ ગુજરાતમાં નક્શલવાદ ક્યારેય નહિ આવે…એ ની ગેરંટી પાકી…!!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s