Raj Mistry's world

Me,my stories and world around….

મારા કાવ્યો…

Leave a comment

ઘણા સમય બાદ ફરીથી હું મારી એક રચના-મારું એક કાવ્ય તમારી સમક્ષ મૂકી રહ્યો છું…વાસ્તવમાં આ કાવ્ય દ્વારા મેં તમને ભૂતકાળમાં આપેલું વચન પૂરું કર્યું છે…આમે ય આ કાવ્ય મને વિશેષ ગમે છે અને તમે નહિ માનો પણ એની રચના મારા દ્વારા સહજ જ થઇ હતી…એ પણ માત્ર ૨૦-૩૦ મીનીટ મા આ કાવ્ય મેં લખ્યું હતું…અને લખ્યા બાદ મને આત્મ-સંતોષ થયો હતો…પોતાની રચના પર રચનાકાર નો આત્મ સંતોષ એ આત્મ-પ્રોત્સાહન છે…તો ચાલો આ રચના ની સફરે…….

પ્રણય,પુરાવા અને ઘણું બધું….

_________________________

“પ્રણયના દરિયાને કિનારા નથી હોતા, એમાં સફર કરનારા બધા મરજીવા નથી હોતા,

પ્રેમના પુરાવા ચાહે લાખ માગે જમાના, પણ રેત પર ચાલનારના ક્યારેય નિશાના નથી હોતા…

સમજાય છે શું ,પ્રેમમાં એ કોઈ સમજતું નથી, છતાં એ ડગર પર ચાલનારા કમ નથી હોતા,

માગે છે અમૃત બધા પણ ઝેર મળતું,છતાં હસતા હસતા એને પીનારા દુનિયા માં ખતમ નથી હોતા……

ખિદમત ખુદાની ક્યારેય કમ નથી થાતી,ભલેને કંટક લાખ પથ કેરા મળતા,

હામ હૈયાની ભરી,  પળે-પળ પ્રેમ કાજ કંટક ને ફૂલ ગણી ગુજર નારા કમ નથી હોતા…

છે આશ અનંત સફરના સુખદ અંતની, ચાહે જમાનો સાથ દે ના દે,એક પળ પણ,

મન હૃદય એક જો હોય”રાજ” ,તો ભગ્ન જહાજ ને પણ ડુબાડનારા દરિયા નથી હોતા……”

તો બસ સફર જારી છે..હામ ભરપુર છે અને તમારો સાથ છે…..બીજું શું જોઈએ……???

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s