Raj Mistry's world

Me,my stories and world around….

પુણે થી ગયો નાગપુર…નાગપુર થી નાસિક…

Leave a comment

તો મારું પરિભ્રમણ ( ગોળાકારમાં નહિ..નિરાકાર સ્વરૂપમાં..) શરુ છે. અને હું અમદાવાદ થી પુના ગયો. આમ તો હું ઘણીવાર પુના ગયો છું અને દર વખતે પુના મને નવું જ લાગ્યું છે. એક શહેર તરીકે પુના એની કક્ષા ના બીજા શહેરો કરતા ઘણું આગળ લાગે છે. જમીન-મકાનોનો વિકાસ, આર્થિક વિકાસ , રોજગારીની તકો, લોકોની ખરીદ શક્તિ વગેરે વગેરે પરિબળોને આધારે આ હું તારણ કાઢી રહ્યો છું. અમદાવાદ પણ કંઇ પાછળ નથી , એ હું સ્વીકારું છું, પણ પુના વિકાસની આ દોડ માં આગળ છે, એ દેખીતું છે. એના મગરપટ્ટા, કોન્ડવા કે આર્મી કેન્ટોનમેન્ટનો એરિયા તમે જુઓ તો ,આ હકીકત સમજી શકો. મારું કામ પૂરું કરી , હું નાગપુર માટે રવાના થયો. નાગપુર માટેની આ મારી પ્રથમ જ સફર છે, પણ નાગપુર મને હમેંશા આકર્ષિત કરતુ રહ્યું છે કારણ કે ત્યાં આગળ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ નું હેડ ક્વાર્ટર છે અને અમારો પરિવાર વર્ષો થી સંઘ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલો રહ્યો છે. જેના માટે તન-મન-હૃદય- થી ગર્વ છે.
તો નાગપુર ,ખરેખર પુના થી ખાસું દુર પડે છે . લગભગ ૧૨-૧૩ કલાકની મુસાફરી તો છે જ…હું ગઈકાલે જ નાગપુર પહોંચ્યો. પણ શહેર પ્રથમ નજરે જ ભીડભાડ થી ભરેલું અને વિકાસ માં ખુબ જ પાછળ લાગ્યું. રિક્ષા વાળા તો અહિયા અમદાવાદના કુખ્યાત રીક્ષાવાળાઓ ને ભુલાવી દે એવા છે…કોઈ પણ જગ્યા એ જવું હોય ..૩૦-૪૦ રૂપિયાથી ઓછું તો બોલતા જ નથી!!! જો તમને જાણકારી ન હોય તો સમજો કે તમે લુંટાઈ જ ગયા!!! અને અહિયા ગુજરાતીઓ ની સંખ્યા ખાસ્સી છે પણ ગુજરાતી ભોજન શોધવા થી પણ જડતું નથી. અમે પ્રયત્ન કર્યો તો ગુજરાતી કહી શકાય એવું ભોજન ,સ્વાદે વાહિયાત અને ભાવે વધારે પડતું મોંઘુ મળ્યું. નિરાશા થઇ પણ ગુજરાતી વેપારી મન માં જાગી ઉઠ્યો અને એમાં પણ ધંધાની તક દેખાણી!!!! નાગપુર નું કામ ખતમ કરી રાત્રે નાસિક માટે જવા રવાના થયા. એસી ક્લાસ માં ટીકીટ ના મળી એટલે સ્લીપર માં ઘુસ્યા પણ મજા ન આવી. આપણી ટ્રેનો અંદર થી કેટલી ગંદી, અને અસલામત હોય છે એનો અનુભવ થયો. છેવટે ટીસી ને પટાવી, એસી ક્લાસમાં ઘુસ્યા અને છેવટે રાત તો સારી ગઈ જ….તો પહોંચ્યા નાશિક….નાસિક વિષે શું કહું? એક દમ શાંત, મંદિરો થી ભરપુર અને ગોદાવરી નદી ના સાનિધ્ય માં વસેલું આ નાનું શહેર રસપ્રદ લાગ્યું. કામકાજ ને લીધે વધારે કંઇ ફરવા તો ન મળ્યું પણ રસ્તામાં જેટલું જોયું એ મજાનું હતું.

ગોદાવરીને ઘાટે...નાસિક

આસ્થાનો ઘાટ..નાસિક

નાસિક -ત્રંબક ,આપણા હિંદુ તીર્થ સ્થાનોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આથી ગોદાવરી નદીના ઘાટ જોવા રાત્રે અમે નીકળ્યા પણ જેમ વિચાર્યું હતું તેમ જ , નદીના ઘાટ એટલા બધા ગંદા અને તીવ્ર વાસ ફેલાવતા હતા. હજારો તીર્થ યાત્રીઓ અહીં આવે છે અને નાસિક  મ્યુનિસિપાલીટી ને એની આવક પણ થાય છે છતાં આવો હાલ!!!!!!ગંદા હૈ પર ચલતા હૈ સબ!!!!આથી બસ ફટાફટ ભાગ્યા અને ગુજરાતી થાળીની તપાસ કરી પણ નાસિકમાં પણ દુકાનો અને હોટલના બોર્ડ ગુજરાતીમાં દેખાય પણ એમાં ગુજરાતી કશું નહિ…છેવટે પંજાબી જૈન ખાઈને ચલાવ્યું…..એમાં પણ મજા ક્યારેક હોય છે અને એણે પુરેપુરી માણવી એ મને આવડે છે…

જીવનમાં એક જગ્યા એ સ્થિર રહેવું કદાચ અશક્ય છે પણ મનને એક જગ્યાએ સ્થિર રાખવું કઠીન ખરું પણ અશક્ય નથી…..આથી જ તો સ્થિરતા મનોનીય છે અને તેથી જ અગત્ય ની છે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s