Raj Mistry's world

Me,my stories and world around….

(Pramukh swami maharaj) પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં…

Leave a comment

પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ,અમદાવાદમાં બિરાજમાન છે અને અમદાવાદી-સત્સંગીઓના સદનસીબે ,આ વખતે લાંબા સમય માટે પૂ.સ્વામીના દર્શન ,આશીર્વાદનો લાભ મળ્યો. આજકાલ મારે પ્રવાસ વધારે રહેતો હોવાથી હું આ લાભ થી વંચિત રહ્યો છું. પણ આજે જયારે હું નાસિક થી પરત આવ્યો ત્યારે સવાર થી જ મનમાં સંકલ્પ કરેલો કે આજે સાંજે રવિસભા માં પૂ.સ્વામીશ્રી ના દર્શન નો લાભ લેવો.

આથી સાંજે હું અને રીના પાંચ વાગ્યે શાહીબાગ મંદિરે પહોંચ્યા. ગરમી એટલી બધી કે ચામડી જાણે કે બળતી હતી છતાં અમે ગરમી સામે લડવાની વ્યવસ્થા કરી ને ગયેલા. પણ ત્યાં પહોંચ્યા તો જોયું કે સમગ્ર પાર્કિંગ ભરાઈ ગયેલું અને ગાડી ને પાર્ક કરવા એક કિલોમીટર દુર જવું પડ્યું. મંદિરમાં ઠાકોરજીના દર્શન ચાલુ હતા અને શ્રદ્ધાળુઓ નો પ્રવાહ અવિરત ચાલુ હતો. મંદિર ના બંને વિશાળ સભા ગૃહો સંપૂર્ણ પણે ભરાઈ ગયા હતા….નવાઈ એ વાત ની હતી કે આવી અસહ્ય ગરમી અને આટલી બધી ભીડ!!!! શ્રદ્ધા ,મહિમા સમજ્યા થી જ આવે છે અને સત્સંગીઓ ,પ્રમુખ સ્વામી નો મહિમા સમજે છે આથી તો ગરમી પણ એમને રોકી શક્તિ નથી.અમારે જગ્યાના અભાવે ઘરે પાછા આવવું પડ્યું….

વ્હાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે....દર્શન-૯ મે,શાહીબાગ

અને આ હરિ-ભક્તોનો પ્રેમ,માન મનમાં આણ્યા વગર બધો શ્રેય એમના ગુરુ અને ઠાકોરજી ને જ આપે છે. એ વારેઘડી એ એક જ વાત ઉચ્ચારે છે કે ” હરિ ની મરજી વગર એક સુકું પાંદડું પણ હાલી શકું નથી…બધું શ્રીજીની મરજી થી જ થાય છે, આપણે તો નિમિત માત્ર છીએ…“….એક દિવસ એવો આવશે કે દુનિયા આખી માં સ્વામિનારાયણ નામ નો ડંકો વાગશે( શરૂઆત તો થઈ ગઈ છે જ…) અને એ માટે પ્રમુખ સ્વામીનું નામ સર્વોચ્ચ સ્થાને લેવાશે….

તો બસ પૂ. સ્વામીશ્રી નો મહિમા સમજી, એમના વચનો ને આત્મસાત કરી…ભગવાન ભજી લેવા….!!!

જય સ્વામિનારાયણ….

Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s