Raj Mistry's world

Me,my stories and world around….

જીવન ચક્ર…..મધ્યપ્રદેશ ની સફરે…

Leave a comment

શું કહું?  ગયા ના ગયા અઠવાડિયે હું મહારાષ્ટ્ર ની સફરે હતો અને આ અઠવાડિયે હું મધ્યપ્રદેશ ની સફરે હતો….તો ઘરે ક્યારે હતો? અરે હતો ને….પણ બે દિવસ માટેજ….રવિવારે સવારે આવ્યો અને સોમવારે સાંજે તો શાંતિ એક્ષ્પ્રેસ્સ્ માં નીકળી ઇન્દોર પહોંચ્યો. ટીકીટ કન્ફર્મ હતી એટલે સારું હતું. ઇન્દોર માં ગરમી એટલી અસહ્ય કે જાણે બહાર નીકળો એટલે ચામડી બળવા જ લાગે. અને ઇન્દોરમાં ધૂળ પણ એટલી જ ઉડે…શહેરીકરણ ની બાય-પ્રોડક્ટ એટલે ધૂળ…!!! જમવા માટે અમારા મિત્ર અમને ત્યાની પ્રખ્યાત “ગુરુકૃપા” રેસ્ટોરન્ટ માં લઇ ગયા .ત્યાં ચાર વાગ્યાની જબરજસ્ત ગરમીમાં પણ જબરજસ્ત ભીડ…!! ટેબલ પણ શેર કરવું પડે….અને શક્ય છે કે તમે ઓર્ડર કરેલી શબ્જી બીજું કોઈ પણ ,તમને પૂછ્યા વગર ખાતું હોય…!!!!

બીજા દિવસે કામ પૂરું કરી , શરાફા બજાર માં ગયા. આપણે જેમ માણેક ચોક માં ભીડ કરીએ છીએ તેમ ત્યાં રાત્રે ખાણી- પીણી માટે મોટું બજાર ભરાય છે. મારા જેવા શુધ્ધ વૈષ્ણવ ખાણું ખાવા વાળા માટે પણ અઢળક વેરાયટી ઉપલબ્ધ હતી. મે ત્યાની પ્રખ્યાત ફરાળી ખીચડી, ભૂટ્ટે કા કિસ( અર્થાત ડોડા-પાક ..જેમાં લીલું નાળીયેર,લીંબુ હોય..) , ફાલુદા કુલ્ફી, બડી જલેબી ( ગુજરાતી માં જલેબો….કહી શકાય…) પાણીપુરી ખાધી….ખુબ મજા આવી…રાત્રે સાડા અગિયાર સુધી અમે ત્યાં હતા અને કામ ની સાથે સાથે મજા ની વાતો પણ કરી….યે સફર બહોત હૈ હસીન મગર …ભાગંભાગી બહોત હૈ યાર!!!!!!!

બડી-જલેબી ...શરાફા બજાર...

ઇન્દોર માં કામ પૂરું કરી પ્રાઇવેટ ટેક્ષી માં ભોપાલ ગયા. અત્યારે હાઈ વે બન્યો છે એટલે ૩-૪ કલાક માં પહોંચી જવાય…બાકી મધ્યપ્રદેશમાં રસ્તા એટલા બધા ખરાબ કે તમારું પેટ એમાં સાબુત રહે એ જોવાનું કામ તમારે જ કરવું પડે…!! અમારી ટ્રેન જબલપુર માટે રાત્રીના ૧ વાગ્યાની હતી..પણ દર વખત ની જેમ અનુભવાય છે તેમ ટ્રેન ૨ કલાક લેટ હતી….અને વળી તમે જયારે ટ્રેન ની ટીકીટ નેટ થી બુક કરાવો ત્યારે તમને ટીકીટ ન મળે અને રૂબરૂ ટ્રેનમાં પહોંચી ટીકીટ ચેકરને લીલી નોટો બતાવો એટલે જગ્યા મળી જ જાય અને ટ્રેન તમને ક્યારેક ખાલી જોવા પણ મળે….આથી રેલ્વે ને રિઝર્વેશન સિસ્ટમ ૧૦૦ ટકા સંપૂર્ણ નથી….!!! રાત્રે ૨-૩ વાગ્યા ની આસપાસ રેલ્વે સ્ટેશન નો નજારો જોવા જેવો હોય છે….અટવાયેલા પેસેન્જરો જગ્યા શોધી ગમે ત્યાં ઢળી પડે અને ક્યાંક અમારા જેવા આમ થી તેમ રઘવાયા થઇ ભટકતા દેખાય!!!! બીજા દિવસે જબલપુર પહોંચ્યો….ત્યાનું રેલ્વે સ્ટેશન જોઈને દંગ થયી ગયો અને મનમાં વિચારી બેઠો કે જેટલું સ્ટેશન આધુનિક છે એટલું શહેર પણ હશે!!! પણ અફસોસ..!!!.જબલપુર એક મોટા ગામડા થી વિશેષ કઈ નથી….એના બધા વિસ્તારો ફર્યા પણ ક્યાંય કોઈ આધુનિક ઈમારત જોવા ન મળી…રસ્તા તો મધ્યપ્રદેશની છાપ જેવા જ છે…લાઈટ તો વારે ઘડી એ જતી રહે અને ત્યાના લોકો એમ કહે કે ગુજરાત અને મહારાષ્ટ્ર , નર્મદા ને ચોરી ગયા…છતાં નદીએ મધ્યપ્રદેશ ને પીવા ના પાણી માટે અને લાઈટ માટે વલખાં મારવા પડે છે….!!! પણ ત્યાની સીટી બસો સારી…!!! આપણી તાતાની સ્ટાર બસ જેવી જ…..

બીજા દિવસે ભેડા ઘાટ ગયા . જબલપુર થી ૩૦-૪૦ કિલોમીટર દુર ( સમય- ૩૦-૪૦ મીનીટ) આવેલું છે અને નર્મદા ના સાચા દર્શન કરવા હોય તો અહીં જ થાય. એનો ધુઆંધાર ધોધ મનોહર છે …હું તો ખોવાઈ જ ગયો….નદી ની એ વિરાટ શક્તિ અને શક્તિશાળી પ્રવાહ અને પ્રપાત નો ભયાનક આવાજ……તમારા તન મન ને ફ્રેશ કરવા માટે પુરતો છે…..અમે બધા મન ભરી ને નાહ્યા….પાણીમાં થી બહાર નીકળવા નું ગમતું જ ન હતું….અને સાંજ ના સમયે તો નદી નો નજારો જોવા જેવો હતો!!! અદભૂત….!!! શક્તિશાળી પ્રવાહ પર પડતા આથમતા સુર્ય ના કિરણો….જાણે કે મન ની આરપાર નીકળતા હતા’ ને ,ઉર્મીઓ નું સોનું જાણે કે ભારોભાર ચમકતું હતું….રાત્રીના સમયે, એ પણ પૂનમ ની રાતે, ભેડાઘાટ માં નૌકા વિહાર , એ એક અદભૂત વિચાર છે..જોઈએ ભવિષ્યમાં આવો મોકો ક્યારે મળે છે?.!!!!!આ માટે શ્રી હરિ નો આપણે આભાર માનવો જોઈએ….!! ક્યારેક મન કહે છે આ બધું છોડી , નર્મદા ની કે ગંગા ની પરિક્રમા કરવા ચાલ્યો જાઉં…….પણ હું એટલો નસીબદાર પણ નથી…એ અલગ વાત છે.

ભેડાઘાટ- ધુઆધાર ધોધ....

રોપ-વે - ભેડાઘાટ

બસ , આ જીવન ચક્ર આમ જ ઘૂમતું રહે છે …જબલપુર થી મારી ટીકીટ કન્ફર્મ ન થયી અને મારે અથડાતા કુટાતા એ જ ટ્રેન માં ઘરે આવું પડ્યું….તકલીફ લેવી પડી…કારણ કે ઘરે કોઈ રાહ જોતું હતું…અને જેના માટે આ જીવન ચક્ર ચાલી રહ્યું છે….બસ ” ઘરે કોઈ આપણી રાહ જુવે છે” આ શબ્દો જ મનુષ્ય ને તકલીફો વચ્ચે પણ હસતો રાખે છે….ટકાવી રાખે છે અને જીવન ચક્ર માં અવિરત પણે દોડતો રાખે છે..!!!!

તો બસ સાથે રહો….જીવન ચક્ર માં…….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s