Raj Mistry's world

Me,my stories and world around….

હાશ!! લગ્ન ને પાંચ વર્ષ પુરા થયા!!!

Leave a comment

નવાઈ લાગી ને? મને પણ લાગી અને હજુ માન્યા માં નથી આવતું કે લગ્ન ના પાંચ વર્ષ પુરા થઇ ગયા છે…..!!!ગઈકાલે એ શુભ દિવસ હતો અને મે રજા મૂકી હતી…તો ગઈકાલે શું કર્યું?…બસ સવારે શાંતિ થી ઉઠ્યા…મારું સવારે ચાલવા નું બંધ થઇ ગયું છે કારણ કે મારું દોડવાનું વધી ગયું છે..રીના અને મે બંને એ સાથે મળી ઘર ની સાફસુફી કરી. કેટલાયે દિવસ થી ઘર બંધ હતું અને અમદાવાદમાં ઘર એટલે ધૂળ નું છવાઈ જવું સ્વાભાવિક જ છે…અરે કહેવાય છે કે અમદાવાદમાં જો માણસ નકામો પડી રહે તો એના મન માં ધૂળ ભરાઈ જાય છે તો તન નું શું કહેવું?

બપોરે લંચ બહાર લેવાનો પ્રોગ્રામ હતો. ક્યાં જવું એ મૂંઝવણ હતી કારણ કે ગુજરાતી ખાણું કે થાળી ખાવી હતી….પંજાબી અને દક્ષિણ ની વાનીઓ ખાઈ ખાઈ ને ઉબાઈ ગયો છું…છેવટે અમારા એક મિત્ર એ દુધાવાત હોટેલ ના તોરણ ડાઈનીંગ હોલ વિષે જણાવ્યું. અમે ત્યાં ગયા. જગ્યા સારી છે પણ જમવાના ટેસ્ટ માટે હું આ હોટલને પાંચમાં થી ત્રણ માર્ક્સ જ આપું..અને સર્વિસ માટે ૨.૫ જ મળી શકે….જમવાનું બહુ જ ભારે પડ્યું…અને ગરમી થી કંટાળી ને અમે ક્રોસ વર્ડ સામે ના રિલાયન્સ ફ્રેશ માં ગયા પણ ત્યાં ફ્રેશ કશું જ ન હતું…..શું રિલાયન્સ પણ બંધ થવા ની તૈયારીમાં છે ????…………….એવું લાગી રહ્યું છે ,કારણ કે નવો સ્ટોક દેખાતો નથી અને જે પડ્યો છે એ ખરાબ હાલત માં છે અને ખાલી કરવા ના ભાવે વેચાય છે…..જે હોય એ….અમે બંને જેવી તેવી ખરીદી કરી ઘર તરફ ભાગ્યા…શું કરીએ!!!!! ફિલ્મ તો જોવી ન હતી…

તો ગઈકાલ નો દિવસ એવો હતો…સાંજે અમારા મિત્ર ના ઘરે સામુહિક ભોજન હતું અને છેવટે ચાલવા ગયા અને મનભરીને શેરડી નો રસ પીધો….એમા જરા મજા પડી….તો હવે તમને જણાવું કે લગ્ન ના આ પાંચ વર્ષ કેવા રહ્યા…..

 1. મારામાં અને રીનામાં સહનશક્તિ વધી….એક બીજાના અણગમતા વિચારો ને સમજતા અને સ્વીકારતા શીખ્યા….
 2. અમારી વચ્ચે ઘણા વિચારભેદ..મતભેદ થયા પણ…એમાંથી રસ્તો કઈ રીતે શોધવો એ સમજ્યા….
 3. જેમ દરેક સ્ત્રી માટે હોય છે તેમ…રીના શરુ શરૂમાં ગરીબ “ગાય” જેવી હતી અને આજે પાંચ વર્ષ પછી…એના “શીંગડા” જરા વધારે ધારદાર થયા છે….
 4. મારું શરીર અને વજન બંને ભરપુર વધ્યા છે….કારણ રીના એ કરેલા આહાર “પ્રયોગો”!!!!!
 5. પૈસા તો લગ્ન પહેલા પણ બચતા ન હતા અને આજે પણ એજ હાલત છે….યાર!!! ઇકોનોમિક્સ ના નિયમો ક્યાં છે?
 6. લગ્ન પહેલાનો બેફિકરો સ્વભાવ..હવે ઠરી ને ઠીકરું થઇ ગયો છે…સીધા રહેવામાં જ મજા છે….
 7. એક અંદર ની વાત….મને રાંધતા , ઘરની સાફસુફી કરતા સારી રીતે આવડી ગયું છે….થેન્ક્સ રીના!!!!!
 8. પહેલા હું પદ્ય માં વિચારતો ..હવે ગદ્ય કોઠે પડી ગયું છે…..
 9. સાસુ-સસરાનું મહત્વ શું છે?….એ હું હવે ભરપુર સમજી ચુક્યોછું……
 10. રીના મારા ચૂંથવાળા સ્વભાવ વિષે પીએચડી કરી શકે …એટલું જ્ઞાન પ્રાપ્ત કરી ચુકી છે……
 11. સંસાર અસાર છે….પણ માણવા જેવો છે…..એ સમજાઈ ગયું છે…..
 12. ભગવાન માં શ્રદ્ધા વધારે દ્રઢ થઇ છે……….

કદાચ તમારા અનુભવ મારા જેવા જ હશે…..કહેવાય છે ને કે લગ્નો સ્વર્ગ માં નિર્ધારિત થાય છે અને ભોગવવા પૃથ્વી પર પડે છે…….!!!!!!!.તો ચાલો સુખ”દુખ” વહેંચતા રહીએ………

રાજ….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s