Raj Mistry's world

Me,my stories and world around….

ગુજરાત અને દારૂબંધી..????

Leave a comment

આજે જ મિત્ર કાર્તિક સાથે થોડીક “વાતચીત” થઇ…ગુજરાત માં દારૂ અર્થાત મદિરા અર્થાત સોમરસ અર્થાત alcohol ….પીવાના શું ફાયદા કે ગેર ફાયદા , એ વિષે જરા ટીપ્પણી થઇ…આમ જુઓ તો ગુજરાત ,ગાંધી નું રાજ્ય છે અને દારૂબંધી અહીં ધર્મ છે આથી કોઈ પણ સરકાર આવે , એણે દારૂબંધી તો રાખવી જ પડે ,ભલે ને એના ખુદ ના મંત્રીઓ દારૂ પીતા હોય કે દારૂ ,મતદારોને પીવડાવીને ચૂંટણી જીત્યાં હોય!!!!  તો ટૂંકમાં દારૂબંધી, બિલાડીને ગળે બાંધેલો એક એવો ઘંટ છે કે જેના અવાજ થી ત્રાસીને ,ઉંદરાઓ ગમે તેટલી ભાગમભાગ કરે, પણ કોઈ માઈ નો લાલ …સોરી…ઉંદર એણે છોડી શકવાનો નથી…

હું પોતે દારૂબંધીના પક્ષમાં છું, કારણ કે એના ઘણા ફાયદા છે…પણ બધા ગુજરાતીઓ જાણે છે કે દારૂબંધી ગુજરાતમાં મજાક થઇ ગઈ છે. ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તમને દારૂ માંગો તેટલો મળી જશે….અરે અમારા ભિલોડા ગામમાં તો દારૂ, માટે ફોન કરવાનો, અને ઠંડો કે ગરમ તમે ઓર્ડર કરી શકો..ખુદ પોલીસવાળા જ એના બાંધેલા ગ્રાહક છે. મોદી સરકારે આ દંભને ઘટાડવા, દારૂબંધીના કાયદામાં ઘણી છુટછાટ જાહેર કરી છે. SEZ કે સ્પેશિઅલ ઇકોનોમિક ઝોન માં દારૂ પીવા પર છૂટ છે. પરમીટ રાજ થી પોલીસ,બુટલેગરો ને થતો ફાયદો આના થી થોડોક ઘટવાનો….!!!!! અને દારૂ પીવા ના શોખીન ,પીવક્ક્કડ “જનાબો” ને હવે જેલમાં પૂર્વ ને બદલે “સમાજ સેવા” નું કામ સોંપાય છે….આનંદો…આનંદો….!!!!

પણ મારી સલાહ છે કે દારૂ પીવામાં “ગુજરાતીપણું” રાખો…એમ વિચારો કે આલ્કોહોલ પીવા થી ફાયદો શું? કશો જ નહિ…કોઈ કેલરી મળતી નથી કે કોઈ વિટામીન મળતું નથી….ઉલટાનું તમને નુકશાન ગણાવું….

  1. દારૂ ની બાટલી ઓ ગુજરાત માં મોંઘી મળે છે અને એ પણ ભેળસેળ વાળી જ….શુધ્ધતા મળે જ નહીં…તો ખોટનો ધંધો શું કામ કરવાનો…???
  2. દારૂ પીવો એટલે સંતાઈને ,ડરીને પીવો પડે…ઘરમાં તો પીવાય નહિ…ઈજ્જત નો સવાલ છે…વળી પીવા માટે તો દુકડા ખર્ચવાના અને ખાવા માટે પણ ખર્ચવા જ પડે….બે બે ખર્ચ એક સાથે ….ન પોસાય…કારણ કે પોતાના પૈસે પીવો પડે છે…
  3. રોજે રોજ તો દારૂ પીવા નું પોસાય જ નહિ અને દારુ..આદત પાડી દે એવો જ હોય છે…અને એને પીધાપછી માણસ સત્ય બોલવા લાગે છે….એ જો સાચું હોય તો આપણા ગુજરાતીઓના ધંધા માટે સારું ન કહેવાય…સિક્રેટ બહાર પડી જાય ને…!!!
  4. પીતા પકડાઈ જાઓ તો ..સમાજ માં આબરુ જાય, પોલીસ વાળા પૈસા પડાવે, સમાજ સેવા સ્વરૂપે રસ્તા કે ગટર સાફ કરવી પડે….!!!!અને ગયેલી આબરુ જલ્દી થી પાછી આવતી નથી….
  5. દારૂ પીવા થી અન્નનળી, લીવર,કીડની બધાને નુકશાન થાય છે…અમારા સમાજમાં ઘણા દારૂ ને કારણે “નર્ક” ને શરણે થઇ ગયા છે….વળી દારૂ વૈચારિક,માનસિક બીમારીઓ કે વિકૃતિઓ ની જનની છે , જે તમને બરબાદ કરી ને જ છોડે છે…અમારા ગામમાં એક ભાવસાર શેઠ પાસે ગાડી બંગલો બધું હતું પણ દારૂ નાં રવાડે, બધું વેચાઈ ગયું…એ તો મર્યા પણ એમની પત્ની કે જે શેઠાણી તરીકે જીવ્યા હતા એમને ઘરે ઘરે વાસણ ધોવા નો, કચરા-પોતું કરી છોકરાં ઉછેરવાનો વારો આવ્યો….!!!!

તો આ બધી ઝંઝટ છોડો, દારૂ થી દુર રહો…જે પીવે છે એ ખાડામાં પડ્યા પછી સુધરશે….એમને પીવા દો….

બસ જીવન છે , એને માણો અને પ્રેમ કરો….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s