Raj Mistry's world

Me,my stories and world around….

ચલ મન અગાશીએ….!!!

Leave a comment

આજકાલ ગરમી જોર જોર થી પાડી રહી છે અને પોતાના પરછમ ચો તરફ લહેરાવી રહી છે….અરે ગરમી ના આ કેર થી અમદાવાદના માણસોના મગજ પર પણ ગરમી છવાઈ ગઈ છે….જોવું છે તો જાઓ…શાહપુર..રંગીલાચોકી…..!!!!! અરે યાર દિવસે તો ગરમી પડે એ સ્વાભાવિક છે ,પણ રાત્રે પણ ગરમી નો “ગરમ” કહેર સહન કરવાનો….??? આથી અમે સદીઓ પુરાની, અનુભવે સિદ્ધ…ગરમીને નાબુદ કરવાની …સસ્તી સીધી સાદી પધ્ધતિ આપનાવી…એ છે…” ધાબે ઊંઘવાની….”…અરે શું મજા આવે છે….તમે અનુભવો તો ખબર પડે….પણ આ માટે ધ્યાનમાં  રાખવા જેવી બાબતો…લોક હિત માં પ્રકાશિત…

  • સૌથી પહેલી શરત- ધાબા પર ઊંઘવા માટે…ધાબુ હોવું જોઈએ,,,,એ પણ યોગ્ય…પતરા ન ચાલે…અને  એ પણ સ્વચ્છ,સલામત, આજુબાજુ પાળી વાળું હોવું જોઈએ….
  • ધાબાને સાફ કરી , ઊંઘવાના બે એક કલાક પહેલા ,ગોદડીઓ..( ગાદલા ને મેલા કે બગાડવાની જરૂર નથી) પાથરી આવો…જેથી ઊંઘવા જાઓ ત્યારે એ ઠંડા હોય…
  • રાત્રે ઊંઘવા જાઓ ત્યારે , ધાબા પર મચ્છર તો નથી ને? એ ચેક કરો…જો હોય તો મચ્છરદાની નો ઉપયોગ કરો, ઓઢવાનું સાથે લઇ જાઓ…આથી સવાર ની ઠંડીમાં પણ લાભ મલશે…
  • કપડા મર્યાદાવાળા પણ ખુલતા, કોટન ના પહેરો…રાત્રે ઊંઘવામાં મદદરૂપ થાશે…..
  • રાત્રે એફ એમ રેડીઓ સાથે રાખો….રેડીઓ પર જુના ગીતો, આકાશમાં ચંદ્ર અને તારા, અને પોતાના લોકોનો સાથ…મનગમતી વાર્તાઓ…બધું જ તમને ઉત્તમ ઊંઘ આપવા માટે મદદરૂપ થાશે….
  • કીમતી વસ્તુઓ, ઘરેણાં, કે મોબાઈલ સાથે લઇ જાઓ તો રાત્રે સાચવી ને રાખો….ચોરી થઇ શકે છે…..કારણ કે ઊંઘ એટલી જબરદસ્ત આવશે કે સમય-સ્થળનું ધ્યાન નહિ રહે….

તો બસ મનભરી ને ઊંઘ લો….અત્યારે ઉનાળા ના “ફાયદા” અમે મન ભરી ને લઇ રહ્યા છીએ…..તમે પણ લો…..આખરે જીવન ના તડકા-છાયંડા માંથી પણ “ફાયદા” શોધવા એ તો અમારા અમદાવાદી ઓ ની, ગુજરાતીઓ ની ખાસિયત છે……

રાજ….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s