Raj Mistry's world

Me,my stories and world around….

લગ્ન..વરઘોડો….અને ઘણું બધું…

1 Comment

આજકાલ ગુજરાતમાં લગ્નો ની ભરમાર ચાલી રહી છે….ગરમી …ગરમી ક્યાં છે?….કોને ખબર…?? પણ લગ્ન ના ઉત્સાહમાં લોકો , જાનૈયા, વરઘોડીયા બધા …ગરમી ને ભૂલી જાય છે..અને વરઘોડો તો ખરા બપોરે પણ નીકળે. …ખરા બપોર નો સમય હોય…ટ્રાફિક ની અંધાધૂધી ..અને બેન્ડ વાળાઓ નો રાગ-હીન કર્કશ અવાજ…વરઘોડા ને “શક્તિ પરીક્ષણ” માટે કસી રહ્યું હોય એમ લાગે છે…રાત્રે નીકળે તો દસ-બાર જણા ટ્યુબલાઈટ  પકડી ને ચાલે…પાછળ જનરેટર લઈને લારી કે રિક્ષા હોય….અને  લોકો ને નાચવા મુક્યા હોય તો કોઈ પાછું ન પડે.

મને યાદ છે કે , ગામમાં લગ્ન હોય અને બેન્ડ વાળા કે પેલા ત્રાંસાવાળા હોય…જેવું વાગવાનું શરુ થાય કે ગામ આખાનાં છોકરાં , લગ્ન સ્થળે નાચવા જ મંડી પડે…….અને વરઘોડો મોટે ભાગે રાત્રે ૧૨ કે એક વાગ્યે લોકો ને “જગાડવા” જ નીકળે…ઠાકોર કે અન્ય કોમમાં વરઘોડો ક્યારેક મોડી રાત્રે  બે કે ત્રણ વાગે નીકળે અને વરરાજા નો ઠાઠ જોવા જેવો હોય……. માથે લાલ ફેંટો બાંધ્યો હોય…ખીસામાં રૂમાલ ખોસ્યો હોય..અને ઝબુકતી લાઈટ વાળું ચપ્તું ક્યાંતો ખીસામાં કે ક્યાંતો ફેંટા માં લગાવ્યું હોય…એના પાવર પાછા ખીસામાં ખોસ્યા હોય…હાથમાં તલવાર હોય…અને કર્કશ અવાજ વાળું બેન્ડ હોય…પણ આખો સમૂહ,ઉમર બાધ વગર જોશે ચડ્યો હોય અને બધા નાચતા હોય…..તમે જુઓ તો ખબર પડે…કે લગ્ન કોને કહેવાય.???… ભિલોડામાં અમારું ઘર ચાર રસ્તા પર જ છે આથી, ગામ આખાના વરઘોડા આમારા ઘર પાસે થી જ નીકળે અને અમને એનો લાભ પુરેપુરો મળે..મોટા મોટા સ્પીકર મૂકી સતત કલાકો સુધી ગામ આખા ને ગાણા સંભળાવવા માં આવે….!!!આદિવાસી સમાજમાં તો લગ્ન ના નિયમ જ અલગ…વર કે કન્યા બંને લગ્નના અઠવાડિયા પહેલા થી જ આખા શરીર પર પીઠી ચોળી ને ફરે…હાથમાં તલવાર કે કટાર જેવું શસ્ત્ર હોય…કન્યાના હાથમાં રીબન બાંધેલી લાકડી હોય..અને અઠવાડિયા સુધી આમ જ ફરવાનું…!! લગ્ન ના દિવસે આ સ્થિતિ બદલાય..

મને અંગત રીતે વરઘોડા નો ખર્ચ ફાલતું,નકામો લાગે છે. મારા લગ્ન માં , મારો વરઘોડો નહોતો નીકળ્યો. માત્ર નજીકના સગા-વ્હાલા સાથે હું ચાલતો,કોઈ અવાજ-ધૂમ ધડાકા વગર મંદિરે દર્શન કરવા ગયેલો. મે જેમ બને તેમ લગ્ન સાદાઈ થી થાય એવું ધ્યાન રાખેલું….આખરે લગ્ન ને અને જાહોજહાલી ને શું સંબંધ???? લગ્નમાં વધારે ખર્ચ કરવા કરતા ,પૈસા બચાવી, એ પૈસા ને લગ્ન પછી ઠરીઠામ થવા ઉપયોગ કરવો….એમાં જ સમજદારી છે….અને એમ પણ લગ્ન પછી સમજદારી કઈ ચીડિયાનું નામ છે? એ બધા જાણે છે…..

તો ગરમી જાય ભાડમાં….કાઢો વરઘોડો…કરો લગન…કરો ખર્ચા…કોના બાપ ની દિવાળી?…આપણા બાપ ની જ ને….

રાજ…

Advertisements

One thought on “લગ્ન..વરઘોડો….અને ઘણું બધું…

  1. આજે તમારા બ્લોગ નુ લખાણ “લગ્ન, વરઘોડો..” વાંચ્યો.

    ભીલોડા આવેલો તે વખતે રાત્રે જ વર્રઘોડો નિકળેલો.. અને એક ગાયન બધા જ મા વાગતુ હતુ..
    સાજન મેરા ઉસ પાર હૈ મિલને કો દિલ બેતાબ હૈ……”

    ખાસ કરી ને મને ભિલોડા ની પ્રભાત ફેરી બહુ ગમતી… ખબર નહી હવે પ્રભાત ફેરી નિકલે છે કે નહી….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s