Raj Mistry's world

Me,my stories and world around….

ભોપાલ ગેસ દુર્ઘટના,૧૫૦૦૦ મોત, બે વર્ષ કેદ……

1 Comment

હવે તો હદ થઇ ગઈ…!!!!!.૨૫-૨૫ વર્ષ સુધી આટલી મોટી દુર્ઘટના કે માનવ-બેદરકારી નો કેસ , કે જેને સમગ્ર દુનિયા નું ધ્યાન ખેચ્યું…૧૫૦૦૦ લોકો જેમાં કીડી મકોડા ની જેમ મોત ને ભેટ્યા…હજારો અપંગ થયા…અને હજારો હજુ પણ એના થી પીડાઈ રહ્યા છે….આટલો મોટો કેસ હોવા છતાં આપણા કાયદા એ કોઈ ફેસલા સુધી પહોંચવા ૨૫ વર્ષ લીધા…..હવે શું કહેવું?…. પેલી કહેવત છે ને કે Justice delayed is justice denied…અને આ કિસ્સામાં એવું જ બન્યું છે…
જે ઘટનાની સાક્ષી આખી દુનિયા છે…અને નજર સામે જ છે છતાં અમેરિકાની યુનિયન કાર્બાઈડ ના કોઈ અધિકારી સામે કોઈ જ પગલા લેવાયા નથી…એમને સજા તો થઇ..પણ એના નીચલા સ્તરના ભારતીય અધિકારીઓ ને…એ પણ માત્ર બે વર્ષ!!!!આર્થિક વળતર કીડી ના પગ જેટલું…!!!એના અમેરિકન અધિકારીઓ ક્યાંતો કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે અને જે જીવે છે એ મુક્તપણે આનંદ થી જીવી રહ્યા છે..
હવે વિચારો….
— જો આ જ ઘટના અમેરિકામાં બની હોત તો?
— જો આપણા રાજકારણીઓ, સરકારો અમેરિકન કંપની કે અમેરિકાના સામ-દામ સામે ઝુકી ન હોત તો?
— યુનો કે WHO જેવી સંસ્થાઓ એ એની જવાબદારી નિભાવી હોત તો….???
— આપણા કાયદા જો કડક અને ઝડપી હોત તો????
— આપણી સરકાર ની કોઈ સક્રિય ભૂમિકા “ખરેખર” રહી હોત તો…???

સવાલો ઘણા છે પણ જવાબ??? કદાચ એ પણ ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો સાથે કબરમાં…આપણી જાડી ચામડી ની કબરમાં …દફનાઈ ગયા છે…

યહાં સબ ચલતા હૈ….બસ ચલાને વાલા ચાહિયે….

રાજ

Advertisements

One thought on “ભોપાલ ગેસ દુર્ઘટના,૧૫૦૦૦ મોત, બે વર્ષ કેદ……

  1. બચ્ચન નો એક dialog યાદ આવી ગયો! ખૂન એક કરો કે બે-ત્રણ ફાંસી તો એક જ વાર થવાની છે!

    પણ આ લોકો ને તો આ wholesale deal માં મળી!

    જય હો!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s