Raj Mistry's world

Me,my stories and world around….

યોગીજી મહારાજ ની બોધકથાઓ -૨

Leave a comment

આ પૂર્વે મે યોગી બાપાની એક બોધ વાર્તા લખી હતી. યોગીબાપા નું માનવું જ એવું હતું કે જીવન ના પળેપળમાં થી કંઇક સંદેશો કે બોધપાઠ મેળવવો અને જીવન ને એવું બનાવવું કે , શ્રીજી મહારાજ નો રાજીપો કાયમ રહે. અને આ સંદેશા જેવી ગહન આધ્યામિક વાત ને એમની હસમુખી શૈલી માં સામાન્ય લોકો ને ગળે ઉતારી દેતા….આથી જ તો પૂ.શાસ્ત્રીજી મહારાજ કહેતા કે “ સંત તો જોગી મહારાજ જેવા…”

"મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે"

તો ચાલો માણીએ…એમની બોધકથાને…..

_______________________________________________________________________________________________________

જેવા સાથે તેવા…..

___________________________________________________________________________

પહેલાના જમાનામાં ખાખી બાવાઓનો બહુ ત્રાસ. એમની જમાત લઈને જે ગામમાં પડાવ નાખે તેનું આવી જ બને…!!!   એમની જે માગણી થાય એ પૂરી કરવી જ પડે નહીતર રીતસરની ગાળો-મારઝૂડ કે લુંટફાટ કરી લોકો ને ડરાવે….એવા જ એક ગાળા માં , એક ગામે ખાખી બાવા ની જમાત પધારી અને જમાત એમના એક શિષ્ય ને ત્યાં ઉતર્યા. જમાતે જેવો ઉતારો લીધો કે તરત જ શિષ્ય ને હુકમ કર્યો..

”બચ્ચા હમકુ કાળી રોટી –ધોળી દાળ માંગતા હૈ…હમકુ પાકા સીધા દ્યો”…

શિષ્ય બિચારો સામાન્ય ગજાનો….એ તો ચિંતામાં આવી ગયો કે આટલા બધા બાવાને જમાડવા કઈ રીતે…???એણે બાવાઓને કહ્યું કે

“ મહારાજ , હું તો ગરીબ છું અને તમે જે માંગો છો એ મારા પહોંચની બહાર છે…કંઇક ઓછું કરો  બાપજી..” પણ ખાખી બાવા એટલે ખાખી બાવા , એ તો અડી પડ્યા..

” નહિ..હોગા..હમકો તેરે સી હી પાક્કા-સીધા ચાહિયે..અગર નહિ મિલા તો હમ તેરી મેડી સે નહિ હટેન્ગે…””

શિષ્ય બિચારો ચિંતામાં આવી ગયો,  પણ શિષ્ય હતો બુદ્ધિશાળી , એણે વિચાર્યું કે કંઇક તો કરવું પડશે; એટલામાં એની નજર બાવાઓના જોડા પર ગઈ..જોયું તો જોડા નવા નક્કોર…એણે બધા જોડાને ચુપચાપ ઉપડ્યા, પોટલું બાંધી ગામના મોચીને વેચી દીધા અને જે પૈસા આવ્યા એમાં થી રસોઈ માટે સીધું લઇ આવ્યો અને બાવાઓને રસોઈ કરી જમાડી.

જમતા જમતા બાવા બોલતા જાય…” કહેના પડેગા..ચેલા હો તો તેરે જૈસા…”

શિષ્ય પણ સામે બોલે..” અરે બાપજી , આપણા તો દુકડાએ ન આવે , આ તો તમારા ચરણ નો પ્રતાપ છે…તમારા ચરણ છે તો આ રસોઈ છે…તમ-તમારે પેટભરી જમો…”

બાવા તો ખુશ ખુશ થઇ ગયા અને સબડકા મારી જમતા જાય….હવે જયારે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે બાવાઓ એ જોયું તો એમના જોડા ગાયબ!!! તો શિષ્ય ને પૂછ્યું…શિષ્ય બોલ્યો…”બાપજી , મે નહોતું કહ્યું, આજની રસોઈ, તમારા ચરણનો જ પ્રતાપ છે….” બાવા બિચારા શું બોલે??

____________________________________________________

સાર- ૧ જો તમે બોસ હો કે કોઈ કંપની ના માલિક હો…તમારા માણસોની શક્તિ પ્રમાણે જ કામ કે જવાબદારી સોંપવી , નહીતર માણસો કે કર્મચારીઓ કંપનીને કે તમને ઉલ્લુ બનાવવાનું શીખી જશે…

સાર ૨- ખંધા માણસો ને સીધા કરવા ખંધાઈ ની જરૂર પડે છે…

સાર ૩- જીવનમાં ક્યારેક , વણજોઈતી પરિસ્થિતિ આવી પડે ત્યારે બળ કરતાં કળ વધારે કામ લાગે છે…

________________________________________________________________

તો બસ જીવન તો એવું જીવો કે તમને જીવન આપનાર ને એવું નાં લાગે કે તમને જીવન આપીને એણે કોઈ ભૂલ કરી છે……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s