Raj Mistry's world

Me,my stories and world around….

સફરે-નામા-મહાબલિપુરમ…..

Leave a comment

તો આ વખતે હું ચેન્નાઈ હતો. ચેન્નાઈ વિષે ઘણું સાંભળેલું પણ રૂબરૂ જવાનો મોકો આ વખતે જ મળ્યો. મુંબઈ થી લગભગ ૨૦-થી-૩૦ કલાક( જુદી જુદી ટ્રેન્સ માં) ની મુસાફરી કરીને અમે ૨૪/૬/૨૦૧૦ ના રોજ સવારે ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચ્યા. અમારે અહીં થી મહાબલિપુરમ જવાનું હતું. અને ગાડીઓ તૈયાર હતી. ચેન્નાઈ આમ પણ ઇતિહાસના પાનાઓ પર દ્રઢ રીતે છવાયેલું જ છે. અંગ્રેજો ના થાણા થી માંડીને મદ્રાસથી ચેન્નાઈ બનવાની એની સફર ખુબ જ રસપ્રદ રહી છે.સાફ-સુથરું અને જરા ભેજવાળું પણ ઠંડું વાતાવરણ અમને ગમી ગયું. મહાબલિપુરમ લગભગ ૫૫ કિમી દુર છે અને ત્યાં સુધી પહોંચવાનો સમગ્ર માર્ગ દરિયાકિનારા ને અડી ને ચાલે છે આથી, તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે ચેન્નાઈ એ દરિયાકિનારા નો કેવો સદુપયોગ કર્યો છે.ઠેર ઠેર પાકા રોડ, રેસ્ટોરન્ટસ, પેવમેન્ટસ, અને સ્વચ્છતા મન ને આકર્ષિત કરે એવી હતી. મહાબલિપુરમ તો પ્રખ્યાત જોવાલાયક સ્થળ છે જ…અને લગભગ ૧૫૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. પાંચ-રથ મંદિરો અને બીજા ઘણા મંદિરો કે જેને એક સળંગ પથ્થરમાં થી કોતરી ને બનાવેલા છે એ જોવા જેવા છે. વિશાળ પથ્થરો અને વૃક્ષો, સમુદ્ર ધરાવતું મહાબલિપુરમ વર્ષે લાખો પ્રવાસીઓ ને આકર્ષિત કરે છે. કોમિક્સ ની બુકોમાં દેખાતા વૃક્ષો જેવા વૃક્ષો, વિશાળ પથ્થરો જાણે કે એક મેક ને ટેકે ઉભા હોય એવું લાગતું હતું. વળી બાજુમાં જ ઘૂઘવતો દરિયો અને એના ટેકે ઉભેલી દીવાદાંડી….વાતાવરણ ની મન-મોહક્તામાં વધારો કરતી હતી…..જો કે મારી પાસે પુરતો સમય ન હતો છતાં અંતિમ દિવસે આ સ્થળો નો લાભ લીધો. ઘણા બધા ફોટા પાડ્યા છે પણ એણે તો ઓરકુટ પર કે ફેસબુક પર મુકશું.

પાંચ-રથ મંદિર..મહાબલિપુરમ

મહાબલિપુરમ....

અને અમદાવાદ પાછા આવવા માટે ચેન્નાઈ સેન્ટ્રલ થી નવજીવન એક્ષ્પ્રેસ્ પકડી કે જે લગભગ ૩૦ કલાક તો ઓછામાં ઓછા લે છે. મને મારી નોકરી ના લીધે ફરવા મળે છે પણ પરિવારને છોડી એકલા ફરવામાં મજા નથી. ભીડ માં પણ એકલતા , સ્પષ્ટ દેખાય છે ….શું ક્યારેક તો એવો દિવસ આવશે ને કે હું “એકલો” નહિ હોઉં…ઘણા બધા સ્વપ્ન છે પણ સમય કદાચ અત્યારે સાથ નથી આપી રહ્યો…પેલી કહેવત છે ને કે , તમે જેમ ઉપર જાઓ…પ્રગતિ કરો તેમ તમારે સ્થિર રહેવા માટે વધારે દોડવું પડે છે..!!!! કદાચ આ જ વિરોધાભાસ અત્યારે સાર્વત્રિક છે….એ સિવાય બીજો શું ઓપ્શન છે????જીવન સ્થિરતાનું નામ નથી પણ મન એ જ વસ્તુ પાછળ ભાગે છે કે જે આપણી પાસે નથી હોતી…

છેવટે નિયત સમય થી બે કલાક મોડી , નવજીવન એક્ષપ્રેસ મણીનગર આવી અને જીવનમાં પ્રથમ વાર જ હું BRTS ની બસમાં મણીનગર થી વાડજ સુધી  આવ્યો. લગભગ ૪૫ મીનીટ ની મુસાફરી એટલી બધી સારી ન હતી. અસહ્ય ભીડ,ગરમી, આવવા-જવા માટે એક જ કોમન દરવાજો ,ભીડ ની મુશ્કેલીમાં વધારો કરે છે. સમય અને ઝડપ બાબતે આ બસ સર્વિસ સારી છે પણ હજુ એણે વધારે સારી અને આરામદાયક બનાવી શકાય ….અમદાવાદ ને હજુ “મહાનગર” બનવાની વાર છે….!!!

ખેર, ઘણી વાતો, ઘણી વાર્તાઓ…..અને મોટા ,ઊંડા શ્વાસો…….અને બ્રહ્માંડ નો છેડો ઘર….બીજું શું???

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s