Raj Mistry's world

Me,my stories and world around….

BAPS(બેપ્સ) અને રવિસભા-૪/૭/૨૦૧૦

Leave a comment

તો ગઈકાલે , ઘણા સમય બાદ હું રવિસભા માટે શાહીબાગ મંદિરે હતો. રવિસભા ના હેતુ ઘણા સારા છે, દાખલા તરીકે…..

  1. મનુષ્ય ને સંસારમાં એટલી બધી દોડધામ હોય છે કે , સત્સંગ અને ભગવાન માટે સમય કાઢી શકતો નથી અને પરિણામે, તેને જો સત્સંગ થી દુર રાખવામાં આવે તો સન્માર્ગ પર થી પડી જતા વાર નથી લાગતી…આવું રોકવા માટે અઠવાડીક રવિ સભા જરૂરી છે…અનિવાર્ય છે…
  2. અઠવાડિયા માં એક દિવસ તો પોતાના માટે હોવો જોઈએ….આત્મ-ઉન્નતી માટે રવિસભા થી રૂડું શું હોય….!!!
  3. દર અઠવાડિયે ,સંતો ,સંસ્થા અને સત્સંગી વચ્ચે સંપર્ક સેતુ પાકો થવો જોઈએ….કંઇક સમાચાર હોય, નવી પ્રવૃતિ હોય કે બહાર થી કોઈ સંત પધાર્યા હોય….તો સત્સંગ,સંપર્ક,સમત્વ, અને દર્શન માટે રવિ સભા નું મધ્યમ સર્વોચ્ચ છે….તમે એકબીજા ને મળી શકો…સંબંધો વધી શકે….એ જરૂરી છે.

તો ગઈકાલે, પૂ. કીર્તીમુની સ્વામી એ “વિરોધાભાસ” વિષે વાત કરી. પૂ.પ્રમુખ સ્વામી નું દ્રષ્ટાંત આપતા કહ્યું કે…પ્રમુખ સ્વામી અંદર થી નમ્ર છે, દયાળુ છે પણ જયારે ધર્મ-નિયમ ની વાત આવે, ઠાકોરજી ના સ્વમાન ની વાત આવે ત્યારે એ સહેજે બાંધછોડ સ્વીકારતા નથી. આમ, જીવનમાં ક્યારેક “વિરોધાભાસ” જરૂરી છે પણ એણે યોગ્ય સંતુલનમાં રાખવો એનાથી પણ વિશેષ છે…..

પ્રસિદ્ધ બાલગાયક, જેસલ શ્રીમાળી એ , તેના દમદાર અવાજમાં બે ભજન કીર્તન સંભળાવ્યા. મન-હૃદય ડોલી ગયું….આટલી નાની ઉમરમાં સુર-તાલ નો આટલો ખયાલ,જ્ઞાન અદભૂત જ કહેવાય. ત્યારબાદ પૂ. પુરુષોત્તમ ચરણ સ્વામી એ લોયા નું વચનામૃત વાંચી સંભળાવ્યું અને ઊંડાણપૂર્વક ચર્ચા કરતાં કહ્યું કે , ઉપાસના જીવનમાં શા માટે જરૂરી છે??? શું શક્ય છે કે , મનુષ્ય અધ્યાત્મિકતા વગર વિકાસ કરી શકે, અને ધારો કે કરે તો એ વિકાસ ને ટકાવી શકે??? શક્ય જ નથી….અધ્યાત્મિકતા આપણે સમજીએ છીએ , એનાથી વિશેષ છે….

ઉપાસના કોની કરવી?? અને કેવી રીતે કરવી??? એના જવાબમાં એમણે કહ્યું કે….ઉપાસના હમેંશા ઇષ્ટ ની જ કરાય…તમે પૂજા અનેક દેવ-દેવી ની કરી શકો, પણ ઉપાસના એક ની જ કરવી કે જેથી, એકાગ્રતા અને એક શ્રદ્ધા મોક્ષ ને સહેલો,સુલભ બનાવે….અને “પતિવ્રતા” નારી ની જેમ જ ઇષ્ટ ને સેવવા….આ બહુ મોટી વાત છે….કહેવાય છે ને કે મનુષ્ય જો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તેના ઇષ્ટદેવ પરનો વિશ્વાસ ન ચુકે તો એ સાચો ભક્ત કહેવાય….આથી જેમ જેમ તમારી ભક્તિ વધતી જાય તેમ તેમ , શ્રીજી તમારી કસોટી કરવા દુખ આપતા જાય….અને જો તમે તેમાં ટકી જાવ…પાસ થઇ જાવ….તો તમારી ભક્તિ..ઉપાસના સાચી…..!!!

બસ , આજની રવિસભા અદભૂત હતી અને જયારે એ પૂરી થઇ અને અમે સભાખંડ માં થી બહાર આવ્યા ત્યારે જેસલ શ્રીમાળી ના કર્ણપ્રિય સ્વરો કાન મા ગંજી રહ્યા હતા….” હો રસિયા મે તો શરણ તિહારી…..

આ જ્ઞાન માત્ર “પોથી માં ના રીંગણ” ના બની રહે એ જોવા ની જવાબદારી આપણી છે….મારી છે….બધા ની છે…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s