Raj Mistry's world

Me,my stories and world around….

ઓક્ટોપસ પાઉલો અને છગનભાઈ…

2 Comments

તો છગનભાઈ, રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગ્યા…જાગવા માટે પાંચ -છ ચા અને થોડા ભજીયા નો પ્રબંધ કર્યો હતો…પણ ઉજાગરો શા માટે? અરે ભાઈ…છગનભાઈ , ફૂટબોલ ના શોખીન,ભલે ને ભારત ના રમે પણ આપણે શું?…હે..!! બરોબરને…!!સ્પેન અને હોલેન્ડ વચ્ચે મેચ હતી. અને જેમ બધા અંદરો અંદર માને છે એમ , છગનભાઈ એ ઓક્ટોપસ તો જોયેલો નહિ…પણ તેથી શું??? જે હોય તે …એણે સ્પેન ને જીતવાની આગાહી કરેલી,અને ત્યારના છગનભાઈ, સ્પેન ના મોટા ફેન થયી ગયેલા…પણ સ્પેન ક્યાં છે???? એના થી છગનભાઈ ને શું લેવા દેવા???” બેગાનો કી શાદીમે, અબ્દુલા દીવાના” !!!!!

સ્પેન જીતી ગયું…એટલે છગનભાઈ, જાણે કે ભારત ક્રિકેટ નો વર્લ્ડ કપ જીત્યું હોય એમ ખુશ થઇ ગયા…

અને સવારે મને મળ્યા…હસતા હસતા બોલ્યા..” રાજેશભાઈ , શું કહો છો…યાર…માળું સ્પેન શું રમે છે..યાર..!! સાલા , ખેલાડીઓ કેટલું દોડે…થાકે જ નહિ…આપણા લોકોનું આટલું બધું દોડવાનું કામ નહિ…ખાવાપીવા ની ચોખ્ખાઈ જ ક્યાં છે…પછી ચાંથી તાકાત હોય..???”

મે કહ્યું ” ખેલ જ એવો છે ભાઈ..!!!”

છગનભાઈ-” અને પેલા ઓક્ટોપસ બાબા નું તો કેવું પડે….સાલો પાણીમાં બેઠો બેઠો મેચો ફિક્ષ્ કરે છે…”

મે કહ્યું..” છગનભાઈ, એ આગાહી કરે છે, એમ કહેવાય છે, અને જે આગાહી કરે એ સાચી પડે…છે..”

છગનભાઈ- ” એવું?…કદાચ એ હિમાલય થી આવ્યા હશે…?? એ અમદાવાદ માં આવે??”

હું- ” કેમ? અમદાવાદમાં?…”

છગનભાઈ- ” એમાં એવું સ ભઈ …કે અમદાવાદમાં એ ઓક્ટોપસ બાબા આવે તો હું કંઇક પુછું અને ખબર તો પડે કે …એ સાચું પડશે કે નહિ?…!!”

હું- ” તમારે શું પૂછવું છે?”

છગનભાઈ- ” થોડાક સવાલો….નાના-નાના…દાખલા તરીકે…

 1. અમદાવાદ ના ખાડા કયારે પુરાશે?
 2. લોકોમાં વાહન ચલાવવા માં શિસ્ત ક્યારે આવશે?ટ્રાફિક ના નિયમો ક્યારે પડાશે?
 3. આપણા બૈરા સાંજ પડે પૂછે કે ” જમવાનું શું બનાવશું?” એ ક્યારે બંધ થાશે?
 4. ભારતવાળા , ફૂટબોલમાં ક્વોલીફાય ક્યારે થાશે?
 5. કાશ્મીર નો પ્રશ્ન ક્યારે સુલ્ઝાશે?
 6. પેટ્રોલના ભાવ ક્યારે ઘટશે?
 7. અડવાણી , આ જનમમાં પ્રધાનમંત્રી બનશે?

….???? હું આ સાંભળી જોર થી બોલ્યો….” છગનભાઈ…તમારી ડાગળી ચસકી જઈ છે…??? એ પ્રાણી છે , ભગવાન નથી???”

છગનભાઈ- (હસતા હસતા)..- ” જોયુંને ..ફાટી ગઈને…!! તમારું કામ નહિ રાજેશભાઈ…હું તો આ પ્રશ્નો એ ઓક્ટોપસ ને મોકલવાનો છું…જોજો ને…”

હું, નિસાસા નાખતો ચાલ્યો, અને અઠવાડિયા પછી છાપાં માં સમાચાર વાંચ્યા…” ઓક્ટોપસ પાઉલો નો આત્મહત્યા નો પ્રયાસ..” મને આશ્ચર્ય થયું…અને વિચારતો હતો ત્યાં જ છગનભાઈ મળ્યા…નિરાશ ચહેરે…..!! મને કહે…” સાલું, પેલા બધા સવાલો મે તો પેલા ઓક્ટોપસ ને મોકલ્યા…બચાળો જીવ!! પ્રશ્નો ના જવાબ આપતા એટલો ગૂંચવાઈ ગયો કે ,તેના આઠે ય પગ ગૂંચળું વળી ગ્યા…સાલો ખાવા પીવાનું છોડી ,પેટી મૂકી ભાગ્યો અને રોડ પર વચે વાચ ચોટી ગયો…પછી શું થાય????/

શું કહેવું?? ??? હું મનોમન બોલ્યો….” અમુક સવાલો જો ભગવાન ને પૂછીએ તો ભગવાન એ ય ભાગી જાય…આ બચાડો જીવ શું કરે???.

તો સાર- અમુક સવાલો …સવાલો જ રહે એમાં મજા છે….”

રાજ

Advertisements

2 thoughts on “ઓક્ટોપસ પાઉલો અને છગનભાઈ…

 1. very nice…. the best post so far on your blog….

 2. Really. Best post, Raju!

  Keep writing such marvels!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s