Raj Mistry's world

Me,my stories and world around….

છગનભાઈ બન્યા સેક્યુલર..!!!!

2 Comments

આજે સવારે હું ચાલવા નીકળ્યો , તો જોયું કે સામે થી છગનભાઈ આવી રહ્યા હતા….પણ જરા બદલાયેલા….બદલાયેલા…!!! બદલાયેલા એટલા માટે કે , રોજ સાદા કુર્તા ,ધોતીમાં દેખાતા છગનભાઈ, આજે ખાદીના ઝભ્ભા માં, ઉપર ખાદીનું પણ મોંઘુ બાંડું જેકેટ, આંખો પર ચશ્માં, અને એક હાથ માં અંગ્રેજી અખબાર અને બીજા હાથમાં અરુંધતી રોય ની કોઈ અંગ્રેજી નોવેલ…..!! હું તો ચમકી પડ્યો..!!

મે આશ્ચર્ય થી છગનભાઈ ને હમેંશ ની જેમ કહ્યું…” રામ રામ છગનભાઈ…!!”

છગનભાઈ બોલ્યા..” રાજેશભાઈ….રામ રામ નહિ કહેવાનું….”

મે પૂછ્યું “કેમ..???”    …..” બસ હવે થી આપણે સેક્યુલર થઇ ગયા છીએ….સમજ્યા…!!!” એ ગર્વ થી બોલ્યા…

મે કહ્યું ” શું? એ વળી શું???

છગનભાઈ બોલ્યા…” રાજેશભાઈ, તમને નહિ સમજાય…આ બધું ખુબ ભણેલા ગણેલા માટે છે….તમારું કામ નહિ…!!”

હું બોલ્યો…” પણ યાર….સમજાવો તો ખબર પડે ને…..!! સમજાવો તો ખબર પડે….”

છગનભાઈ ઉવાચ…” જુઓ સેક્યુલર , એટલે એવો માણસ કે જેને લોકો , ઉંચી સોસાયટીનો ગણે….ભણેલો ગણેલો ગણે….અને એ લોકો વચ્ચે “વટનો કટકો” લાગે!! એ આપણે તો મોટા માણસ થઇ ગયા…અને હવે તો ***સ વાળા પણ આપણ ને પૂછે છે….”

હું બોલ્યો…” પણ સેક્યુલર કેવી રીતે બનાય???? એ શીખવાડો ને…”

છગનભાઈ બોલ્યા…” અરે રાજેશભાઈ….એના માટે બસ આવું કરવા નું….દાખલા તરીકે….

  1. પહેલા તો ખાદીના કપડા પહેરો…વાળ જરા વિખરાયેલા રાખવાના….ચશ્માં પહેરવાના…જરા વટ પડે….
  2. અંગ્રેજી છાપાં કે પુસ્તકો વાંચવાના….અંગ્રેજી ચીપી ચીપી ને બોલવાનું….
  3. મંદિર કે ભગવાન ની વાત નહિ કરવાની…..
  4. “કચડાયેલા” કે “લઘુમતી” ઓ ના લોકો ને પંપાળવા ના….બાકીના બધાને ભાંડવાના…!!!અને એવો દેખાડો કરવાનો કે તમે લઘુમતીઓ ના એક માત્ર તારણહાર છો….અરે લઘુમતી વિસ્તારમાં કુતરું પણ મરી જાય તો , એના વિરોધમાં મોરચો કાઢવાનો….
  5. કુતરા,બિલાડા,ગધેડા….જેવા પ્રાણીઓ ને ( ખોટું..ખોટું) ભેટીને ફોટા પડાવવાના…..એમની હાલત વિષે ચિંતા કરવાની….

હું સાંભળી રહ્યો…પછી બોલ્યો…” શું છગનભાઈ, આવું કરવાથી સેક્યુલર થઇ જવાય…????”

એ વટમાં આવી બોલ્યા…” કેમ નહિ???” કેમ હું નથી લાગતો..સેક્યુલર????”

મે કહ્યું..” યાર !! તમને તો હું જ ઓળખું છું…લોકો થોડા જાણે છે…???

છગનભાઈ બોલ્યા..” તો શું?? લોકો મલ્લિકા કે તિસ્તા કે શબાના ને તો જાણે જ છે ને….!!!અને આ લોકો જ નહિ…આખે આખા પક્ષ કે અંગ્રેજી સમાચારી ચેનલો …આવા લોકો થી પ્રખ્યાત છે….” એ તો આમ બોલી ને ચાલ્યા…..

હું તો કઈ ના બોલ્યો, પણ મનમાં બબડ્યો….” શું ખરેખર આવું છે…????”‘ શું સેક્યુલર બનવું આટલું સહેલું છે….???”  એટલામાં તો છગનભાઈ ની બુમો સંભળાઈ……આખું ફળિયું ભેગું થયું હતું……છગનભાઈ કાકીને એ જોર જોર થી ભાંડી રહ્યા હતા…લાતમલાતી કરી રહ્યા હતા…અને કાકી રોઈ રહ્યા હતા….મને મનમાં વિચાર આવ્યો…

” માણસ સેક્યુલર બને એ પહેલા…માણસ બને તો બહુ છે….”

તમે શું કહો છો?????

રાજ

Advertisements

2 thoughts on “છગનભાઈ બન્યા સેક્યુલર..!!!!

  1. Lage Raho Chhaganbhai… Please do carry on with Chhaganbhai .. Nice Concept….

    • અમરભાઈ,
      છગનભાઈ, એક એવું પાત્ર છે જેનો વ્યાપ સર્વત્ર છે….એ એક સામાન્ય માણસ છે, સામાન્ય વિચારો ધરાવે છે….અને ભીડ નો માણસ છે…આથી તમને એનામાં હજારો રંગ જોવા મળશે જ……..એ કાયમ છે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s