Raj Mistry's world

Me,my stories and world around….

સ્વભાવવશ સંસાર…..

Leave a comment

અમુક દિવસ પહેલા મારા હાથમાં એક નવીન બુક આવી. જેનું મથાળું કે નામ હતું…” સ્વભાવ વશ સંસાર” જેના લેખક છે ખુબ જ વિદ્વાન એવા પુ. વિવેકસાગરદાસ સ્વામી. અને બેપ્સ ના તરફ થી જે પુસ્તકો બહાર પડે છે એ પૂરતા સંશોધન પછી જ પ્રગટ થાય છે આથી, વસ્તુ વિષય ની નાનામાં નાની વાતો પણ એમાં સમન્વિત થઇ જાય છે.

તો આખરે સ્વભાવ એટલે શું?..ઘણા બધા જવાબ છે પણ એક શબ્દ માં કહેવું હોય તો કહી શકાય કે સ્વભાવ એટલે “પ્રકૃતિ”..વચનામૃત ( ગ.અં.૨૦) માં શ્રીજી મહારાજે સ્વયમ કહ્યું છે કે “ જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઇ જાય છે અને એ પરિપક્વતામાં જીવ ભેળા રહ્યા કર્મ એને જ સ્વભાવ કહીએ…વાસના કહીએ કે પ્રકૃતિ કહીએ…” તો સ્વભાવ એટલે “ આપણાપણું”…કહેવાય છે ને કે મનુષ્ય બધું બદલી શકે પણ સ્વભાવ બદલાવો ખુબ જ દુષ્કર છે, એ એની અસર દેખાડ્યા વગર રહેતો નથી જ…

સ્વભાવ કેવો ? એ એની ઉત્પત્તિ પર અવલંબે છે અને ઉત્પત્તિના કારણો…પર…જેમ કે,

૧.  દેહાભિમાન- કામ,ક્રોધ,મદ,મોહ,લોભ આના થી જ પેદા થાય…

૨. કુસંગ- અગ્નિ ને જેમ ઘી મળે તેમ

૩.દોષબુદ્ધિ અને સ્વીકાર્ય પણું- પારકા માં માત્ર દોષ જ જોવા , એને નિમ્ન જ ગણવો…

પણ સ્વભાવ અલગ અલગ કેમ હોય છે…તો તેના માટે શ્રીહરિ એ શ્રીમદ ભાગવત ગીતા માં કહ્યું છે કે

न कर्तृत्वं न कर्मणि लोकस्य सृजति प्रभु:I

न कर्मफल संयोगं स्वभवस्तु प्रवर्तते II (૫/૧૪)

અર્થાત પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાના,કર્મફળ કે કર્મ ને સર્જતા નથી.પ્રકૃતિ જ તેને તેમ કરવા પ્રેરે છે. આવી પ્રકૃતિ જીવના બંધારણ માં ખુબ ઊંડે સુધી ખૂંપેલી હોય છે…અને આથી જ સ્વભાવ ને બદલવો ખુબ જ કઠીન છે પણ અશક્ય નથી…ઉપર વર્ણવ્યા મુજબ જો સ્વભાવ ની ઉત્પત્તિ બદલી શકાય તો સ્વભાવના દુર્ગુણો આપોઆપ ટળે…પણ સ્વભાવ બદલવો શું કામ….??? પ્રશ્ન સારો છે અને કદાચ જવાબ નીચે મુજબ હોઈ શકે….

૧. સ્વભાવ મનુષ્ય નું કર્મફળ નિશ્ચિત કરે છે ..જો બાવળ વાવો તો બાવળ જ ઉગે…આંબો નહિ…

૨. સ્વભાવ થી તમારી સફળતા નક્કી થાય છે ….દાખલા તરીકે તમારો અહં મોટો હોય તો તમને વાત-વાતમાં ખોટું લાગી જશે અને તમે તમારા વર્તુળમાં એકલા પડી જશો અને તમારી સફળતા નિષ્ફળતા માં પરિવર્તિત થઇ જશે…

૩. મનની શાંતિ , તમારા સ્વભાવ પર અવલંબે છે…દાખલા તરીકે તમે સકારાત્મક સ્વભાવ ધરાવો છો તો કોઈ પણ વિપરીત સંજોગોમાં તમે સ્થિર રહી શકશો..અને એનો સામનો દ્રઢતા થી કરી શકશો..

પણ યાદ રાખો, સ્વભાવ બદલવા કોઈના પર બળજબરી કરવા કરતાં પોતાની જાટ ને એના સ્વભાવ સાથે અનુકુળ કરવું વધારે યોગ્ય છે…અનુકુલન પણ એક સ્વભાવ છે…

તો સ્વભાવવશ સંસાર એક સત્ય છે અને તમે જ તમારું નસીબ કે ભવિષ્ય નક્કી કરો છો..એ તમારા હાથમાં જ છે . તમે એવું જ જીવશો કે જે રીતે તમે જીવવા માંગો છો…માન, લોભ કે મોહ પકડીને જીવન ને દોહલું બનવવા માંગતા હો તો તમને છૂટ છે….

સ્વભાવવશ સંસાર- લેખક- પુ. વિવેકસાગર સ્વામી..

આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે…અને એમાં થી જ “હરિલીલામૃત “ ની અમુક પંક્તિ ઓ…દુષ્ટ-સ્વભાવ માટે..

દીસે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો ,દુરાગ્રહી હોય મમત્વ તેનો,

પુણ્ય ક્રિયામાં પણ આવી આડે,પોતાતણું ને પરનું બગાડે…

જો ક્યાંયથી તેહ પિયુષ લેય,ન પાય, પીએ પણ ઢોળી દેય..

તે જેમ માંખી નીજ્દેહ પાડે ,બીજાતણું એ ભોજન બગાડે,

મનુષ્યને સર્પ ડશે કદાપી ,તેથી ક્ષુધા તો ન ટળે તથાપિ,

વિનાર્થ તેને પરપ્રાણ લેવો,અધર્મીનો હોય સ્વભાવ એવો,

જો દિન ને દાન દયાળુ દે છે ,તે દેખીને દુષ્ટ બળી મરે છે;

જો લભ કે હાની ન હોય એને ,આવે અદેખાઈ તથાપિ તેને ,

કરે કદાપી પરમાર્થ કોઈ, બળી મરે છે જન દુષ્ટ જોઈ,

વિશ્વોપ્કારી જલ્વૃષ્ટિ થાય ,જોઈ જવાસો બળીને સુકાય…

પોતે ભલું કામ કરે ન ક્યારે, બીજો કરે ત્યાં જઈને નિવારે,

ન હોય તેમાં લવલાભ લેવો,તથાપિ તે દુષ્ટ સ્વભાવ તેવો,

અધર્મીનો સે’જ સ્વભાવ એ છે ,જે તે પ્રકારે પર ને નડે છે ;

પ્રકાશ દે સુર્ય શશી સ્વભાવે ,તથાપિ આડો,ખળ રહું આવે…૦૦

(હરિલીલામૃત- ૮/૧૨)


તો સ્વભાવ ફૂલ સમાન રાખવો કે કાંટા સમાન, એ આપણા હાથની વાત છે ; બીજાનું સુખ જોઈને દુખી થનારા ની કમી નથી…પણ ક્યારેક બીજાના સુખે સુખી થઇ તો જુઓ…તમને આનંદ આવશે!!!સંસાર છે તો સ્વભાવ ના ઊંચ-નીચ રહેવાના જ…પણ એમાં થી સુ-માર્ગ શોધવો આપણી ફરજ છે….

કાજળ ની કોટડીમાં સંપૂર્ણ સફેદી ની અપેક્ષા નકામી છે….પણ “કાળાશ” કેટલી અપનાવવી એ તો આપણા હાથમાં છે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s