Raj Mistry's world

Me,my stories and world around….

ll શ્રી ગુરુવે નમ:ll

Leave a comment

તો આજે રવિવાર અને ગુરુ પૂર્ણિમા નો દિવસ હતો. આપણી ભારતીય પરમ્પરા માં ગુરુ નું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામ ના ગુરુ વશિષ્ઠ થી લઇ ને ભગવાન શ્રી કૃષ્ણ ના ગુરુ સાંદીપની સુધી નો મહાન અને અવિસ્મરણીય શાસ્ત્રીય ઇતિહાસ , શાસ્ત્રો માં ભાવ પૂર્વક વર્ણવવા માં આવ્યો છે…અરે ભગવાન શ્રી કૃષ્ણ ને તો “જગદગુરુ” કહેવાય છે……તો ગુરુ, સદગુરુ શું છે…??? તો સદગુરુ ની વ્યાખ્યા પુ. મોરારી બાપુએ આપી છે કે….” ગુરુ એટલે કે જે પોતાના શરણે આવેલા શિષ્ય નો મોહ,ભ્રાંતિ અને સંદેહ દુર કરી, તેને હરિ સુધી પહોચાંડે છે”….

આમ ગુરુ એક સશક્ત માધ્યમ છે જે સ્થૂળ ને સૂક્ષ્મ સાથે સત્સંગ અને જ્ઞાન થી જોડે છે. શું ગુરુ વગર હરિ સુધી કે પરમ જ્ઞાન સુધી ન પહોંચાય??? જવાબ છે – ન પહોંચાય..બિન ગુરુ જ્ઞાન નહિ……!! કારણ કે હરિ સુધી પહોંચવા નો માર્ગ વિકટ છે અને ડગતા કદમ ત્યાં સુધી નથી પહોંચી શકતા…આ ડગતા કદમ ને સ્થિર કરવા….માર્ગ ને જાણવા….માર્ગદર્શક ની જરૂર પડે છે અને એ છે ” ગુરુ”…આજ ના આધુનિક યુગમાં પણ વગર ગાઈડે ડોક્ટરેટ થવાતું નથી….યોગાસનો ગુરુ વગર શીખાતા નથી….અને તમારો ગુરુ કોઈ પણ થઇ શકે છે…સવાલ છે કે તમે તેના માં થી “ગુરુતા” ની પાત્રતા સમજી શકો છો કે નહિ…??

અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં “ગુરુ” નું મહત્વ સર્વોચ્ચ છે. પુ.સહજાનંદ સ્વામી પોતે ભગવાન હોવા છતાં પુ.રામાનંદ સ્વામી નું મહત્વ સર્વોચ્ચ માનતા હતા…અને પુ.શાસ્ત્રીજી મહારાજ જેવા સિદ્ધ પુરુષે, ભગતજી મહારાજ જેવા ગૃહસ્થ ને ગુરુ કરેલા…કારણ? સર્વોપરી આધ્યાત્મિકતા….અને પુ. ભગતજી મહારાજે રાતો રાતો જાગી ને સ્વામી-મહારાજ ના સર્વોપરીતા ના સિદ્ધાંતો પ્રવાર્તાયાઅને શાસ્ત્રીજી મહારાજ જેવા પ્રબળ શિષ્યો બન્યા!!! પછી તો બધા જાણે છે તેમ કરુણામૂર્તિ પુ. યોગીજી મહારાજ અને આજે પુ. પ્રમુખ સ્વામી મહારાજે શ્રીહરિ ના સિદ્ધાંતો દુનિયાભર માં પ્રવર્તાવ્યા…..અક્ષર-પુરુષોત્તમ ને ઘરે ઘર પધરાવ્યા…અને લખો ની જિંદગી બદલી….!!

પુ. બ્રહ્માનંદ સ્વામી કે જે પૂર્વાશ્રમ માં મહાન કવિવર લાડુદાન તરીકે ઓળખાતા અને  એમણે જયારે પ્રથમ વાર જ સહજાનંદ સ્વામીને જોયા ત્યારે ….તે પોતાના ગુરુ નામાટે ગઈ ઉઠ્યા…….

“આજની ઘડી રે ધન્ય આજ ની ઘડી ,

તેણે નીરખ્યા સહજાનંદ, ધન્ય આજ ની ઘડી….૦૦

કામ, ક્રોધને લોભ,વિષય રસ ન શકે નડી,

માવજીની મૂર્તિ મારા રુદિયામાં ખડી રે….ધન્ય…૦૦

જીવની બુદ્ધિ જાણી ન શકે , એ મોટી અડી..

સદગુરુની દ્રષ્ટિ જોતા ,વસ્તુ એ જડી રે….ધન્ય..૦૦

ચોરાશી ચહું ખાણમાં હું તો ,થાક્યો આથડી…

અંતર હરિ શું એકતા ત્યારે ,દુગધા દુર પડી રે…ધન્ય…૦૦

જ્ઞાન કુંચી ,ગુરુગમ સે ગયા , તાળા ઉઘડી…

લાડુ-સહજાનંદ નિહાળતા ,ઠરી આંખડી રે…ધન્ય..૦૦

આમ સદગુરુ નો મહિમા જ એવો છે. પ્રથમ નજરે કે અનુંભવે જ એમની હાજરી કે સ્પર્શ તમારી જિંદગી બદલી શકે છે…” જે પરિવર્તન ન આણે તે ગુરુ નહિ”…..પુ.સહજાનંદ સ્વામીના શિષ્યોમાં જોબંનપગી જેવા ખૂનખાર લુંટારા થી માંડી ને પુ.ગોપાળાનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષો પણ હતા….અને એમના સામાન્ય સંસર્ગ થી એ એમના શિષ્ય બનેલા……મે ખુદ જોયેલું છે કે પુ.પ્રમુખ સ્વામી એ માત્ર એક જ મુલાકાતમાં અનેક નાસ્તિકો ને આસ્તિક અને અનેક વ્યસનીઓ ને નિર્વ્યસની બનાવ્યા છે…એમનો જ એક પ્રસંગ..ગુરુ ને કેવી રીતે સ્વીકારવા????પર…

તત્સ્મૈશ્રી ગુરુવે નમ:

એક વાર અમુક સંતો એ પુ.પ્રમુખ સ્વામી ને  પૂછ્યું કે ગુરુ ના શરણ માં જતી વખતે કે સ્વીકારતી વખતે   બુધ્ધી નો ઉપયોગ કરવો કે હૃદય નો…..? પુ. પ્રમુખ સ્વામીએ સરસ જવાબ આપ્યો….” પ્રથમ વખત ગુરુને શોધવામાં કે શરણ માં જતા પહેલા  બુદ્ધિ નો ઉપયોગ કરવો….અને એક વાર શરણાગતિ સ્વીકાર્યા પછી હૃદય નો ઉપયોગ કરવો”…..

આમ સાચા ગુરુ , કદાચ, કહેવાયું છે એમ , અનેક જન્મો ના પુણ્યો ભેગા થાય એટલે જ મળે…..!!! આથી સાચા ગુરુ માટે આપણી પોતાની પાત્રતા પણ જરૂરી છે…

તો…વિદાય લઈએ એક શ્લોક સાથે જે પ્રત્યેક ભારતીય સાથે સંકળાયેલો છે….

llगुरुर ब्रह्मा गुरुर विष्णु: ,गुरुर्देवो महेश्वर:..

गुरुर्साक्षात परर्ब्रह्म, तत्समैश्री गुरुवे नम:ll

તો જય સ્વામિનારાયણ…બધા ને!!!…..જાગતા રહો….क्यूंकि …”जो जागत है वो पावत है”…અને જે “જગાડે” છે એ “ગુરુ”છે…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s