Raj Mistry's world

Me,my stories and world around….

અનોખો સંવાદ…

Leave a comment

આજે મારા હાથમાં એક જુનું ચિત્રલેખા આવી ગયું. જુના મેગેઝીન વાંચવાની મજા કંઇક ઓર જ હોય છે…!!
ખેર…તો એમાં છેલ્લા પાનાઓ માં ઈશિતા ની રસપ્રદ,મનોરંજક, જ્ઞાનવર્ધક ટીપ્પણીઓ આવતી હોય છે અને એમાં પણ છેલ્લે ” લવિંગ” ની મજા તો કંઇક ઓર જ હોય છે. તો આ “લવિંગીયા” માં એક સંવાદ પ્રગટ થયેલો, અને મને ખુબ ગમ્યો તો લાગ્યું કે ” મન ગમતું” કંઇક વહેંચીએ…..તો વાંચો સંવાદ…થોડાક સુધારા વધારા સાથે…મારી ભાષામાં…મારી યાદ શક્તિ પ્રમાણે….
——————————————
માતા-પુત્ર વચ્ચેનો સંવાદ
——————————————
માં- બેટા !! ઉઠ…તારે સ્કૂલ નથી જવાનું…??
બેટો- ના…મારે સ્કુલ નથી જવું…
માં- કેમ?
બેટો- મને સ્કુલ જવાનું નથી ગમતું…
માં- કેમ..આવું કેમ?
બેટો- ( કંટાળો કરી ને બોલ્યો)બસ…નથી ગમતું…..
માં-બેટા..એવું ના કહેવાય…સારું..ચલ ત્યારે મને બે કારણ કહે…કે તારે શા માટે સ્કુલમાં નથી જવું..??
બેટો- કારણ એક- મને સ્કુલમાં બધા છોકરાં હેરાન કરે છે …અને કારણ બે- ત્યાના શિક્ષકો મને નફરત કરે છે…..
માં- બેટા…આવી બહાનાબાજી નહિ ચાલે…ચલ !! જલ્દી તૈયાર થઇ જ…સ્કુલ ગયા વગર નહિ ચાલે…..જવું જ પડશે…!!
બેટો- પણ..માં મારે નથી જવું…!! મને સ્કુલ જવાના બે કારણ કહે તો જ જાઉં…
માં- તો સાંભળ…..
કારણ-૧….એક તો તું પચાસ વર્ષ નો છે….
કારણ -૨- અને તું એ સ્કુલ નો પ્રિન્સીપાલ છે…..
…………………….!!!!!!
__________________________________________
સાર- તો કોઈ પણ વાતચીત પર થી ઉતાવળે કોઈ નિર્ણય પર ન આવવું….સત્ય કદાચ વાતચીત ને છેલ્લે/અંતે જ હોય છે……
_____________________________________

સાથે રહેજો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s