Raj Mistry's world

Me,my stories and world around….

હરિ મારો હિંડોળે….!!

Leave a comment

તો અમ વૈષ્ણવો માટે ઉત્સવો શરુ થઇ ગયા!!!! વરસાદ ની થોડી બુંદો, ભીનો ભીનો વાયરો….અને ખુબ બધા ભીના સ્વપ્ના….સંબંધો અને લાગણીઓ….!! આ બધું જ શ્રીહરિ ના રાજીપા માટે જ સર્જાયું હોય એમ લાગે છે…અને ઘટા ઘનઘોર છવાઈ હોય અને ઝરમરતી શ્રાવણી વચ્ચે , શ્રીજી પોતાના સખા-સખીઓ સાથે હિંડોળે ન ઝૂલે ..એ કેમ ચાલે???

વાસ્તવમાં હિંડોળો એક પ્રતિક છે મન ની એક કક્ષાનું….જેમાં ડોલતો હિંડોળો મનની ચંચળતાનું પ્રતિક છે. અને જેમ ઠાકોરજી , એ ઝૂલતા હિંડોળા માં બિરાજે અને હિંડોળો સ્થિરતા થી ઝૂલે…..એ જ રીતે જયારે મનો-હિંડોળા માં , શ્રીહરિ ને બેસાડો અને મન આપોઆપ જ  સ્થિર થઇ જાય….!!!! મનનું સાચું સુખ અને શાંતિ , મનની સ્થિરતા માં જ છે. તો “હિંડોળા ઉત્સવ” એ આનું જ પ્રતિક છે.  સાથે સાથે કુદરતના અસીમ સૌન્દર્ય રૂપી સંમૃધ્ધિ ને આવકારવાનું પણ પ્રતિક  છે..અમારા સ્વામિનારાયણ સંપ્રદાય અને પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા નું આગવું મહત્વ છે…ચોકોલેટ થી માંડી ને ફૂલોના ,અરે શાકભાજી ના પણ હિંડોળા આ ઉત્સવમાં બને છે. હરિભક્તો એમાં બેઠેલા  હરિ ને ઝુલાવી ને પોતાના મનોરથો ને શાંત કરે છે….બ્રહ્માનંદ સ્વામી એ પોતાની આગવી શૈલી માં હિંડોળા નું વર્ણન કર્યું છે….

“અવિનાશી ઝૂલત રંગ અપને સંગ ગોપ કુમાંરિયા,

ઝુલાવત મુખ ગાય ઝૂલા સભી વારમવરીયા……..૦૦

બહુ તનિક બનાય બાંધી પાઘ અધિક સોહામણી,

નવલ પીય કો રૂપ નિરખત ભૈ પરવશ ભામની…..૦૦

ભઈ ભીર અહીર જનકી નન્દ્જુ કી પોર મે ,

કહત બ્રહ્માનંદ પ્યારો ઝૂલત હૈ,કાન હેન્ડોરમેં….૦૦

અનીહારે ઝૂલત હૈ મતવારો,નટવર નાગર નંદ દુલારો

અનીહારે વ્રજ કી નારી ,ઝુલાવે મૂર્તિ મનોહર જોઈ સુખ પાવે..૦૦૦

તો બસ મન હિંડોળામાં સ્થિર થઇ ગયું ને……વડતાલ નો પુ.નિષ્કુળાનંદ સ્વામી એ બનાવેલો બાર દ્વારનો હિંડોળો આજે પણ પ્રખ્યાત છે..અને કહેવાય છે કે જયારે શ્રીહરી જયારે એમાં ઝૂલેલા ત્યારે….કવિ બોલી ઉઠેલા કે…

” આજ લાગે વૈકુંઠ થી રૂડું વડતાલ કે હિંડોળે હરિ ઝૂલતા રે….”

તો જુઓ….અમારા લંડન ના બેપ્સ સ્વામિનારાયણ મંદિર નો એક હિંડોળો…ઠાકોરજી માટે….

હરિવર ..આજ મન ને હિંડોળે

તો માણતા રહો….હિંડોળા ઉત્સવ ને હરિ સાથે……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s