Raj Mistry's world

Me,my stories and world around….

BAPS અને રવિસભા-તા-૧/૮/૨૦૧૦

2 Comments

આજે અમદાવાદ મા , ખરેખર ચોમાસા જેવું લાગ્યું…!! ધોધમાર વરસાદ..ચારે બાજુ પાણી જ પાણી,ભૂવા જ ભૂવા અને વરસાદી પાણીએ મ્યુનીસીપાલીટી ની પોલ ખોલીને મૂકી દીધી…કરોડો ના ખર્ચે તૈયાર થયેલી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ , પ્રથમ વરસાદે જ ફેલ થઇ ગઈ…બીઆરટીએસ ની બસ અખબારનગર અન્ડરબ્રીજ મા ફસાઈ ગઈ અને મુસાફરોને જેમ તેમ કરીને બહાર કાઢવા પડ્યા..!!

તો આ થઇ, અમદાવાદની રામાયણ..!! હું અને રીના , વરસાદમાં પલળતા શાહીબાગ મંદિરે ગયા…ઠાકોરજી ના શણગાર અને વાઘા જોઈને , અમારી સફર વસુલ થઇ ગઈ…ઠાકોરજીના હિંડોળા , આજે ફૂલો અને ભાતીગળ દર્પણો ના બનેલા હતા…મનમાં હતું કે આજે ધોધમાર વરસાદ છે આથી, રવિસભા કદાચ કોરી જ જશે…!! પણ ઠાકોરજી ની દયા થી ઉલટું થયું…ધીરે ધીરે એટલા બધા હરિભક્તો આવ્યા કે પાર્કિંગ માટે ની જગ્યા પણ ખૂટી પડી!!! હું તો પુરેપુરે ભીંજાયેલો હતો આથી છેક આગળ , એવી જગ્યા એ બેઠો કે જેથી કપડામાં થી ટપકતું પાણી, કોઈને પરેશાન ન કરે…..

રવી સભા ની શરૂઆત, મંત્ર-મુગ્ધ થઇ જવાય એ રીતે ગવાતા ” સ્વામિનારાયણ ધૂન” થી થઇ અને સમગ્ર વાતાવરણ, જાણે કે લયબદ્ધ થઇ ગયું. પુ. બ્રહ્મ મુની સ્વામી એ , ” જેના ગુણે રીઝ્યા ગિરધારી” પુસ્તકમાં થી, પુ. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોનું વર્ણન કર્યું.  ત્યારબાદ, હિંડોળા ઉત્સવ અને વર્ષાઋતુ ના સંદર્ભે , સંતો દ્વારા અને કિશોરો દ્વારા કીર્તન આરાધના થઇ….

” લાગી રે મોહે છેલ્ નજરિયા, હરિવર કી….”

ત્યારબાદ પુ. ઈશ્વર ચરણ સ્વામી એ , ગુરુપૂર્ણિમા ના સંદર્ભમાં “ગુરુભક્તિ” વિષે ઊંડાણપૂર્વક નિરૂપણ કર્યું….ગુરુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા, સંપૂર્ણ વિશ્વાસ જ ગુરુ નો રાજીપો આપી શકે છે. પુ. શાસ્ત્રીજી મહારાજ અને પુ. યોગીજી મહારાજ ના પ્રસંગો, મન ને સપર્શી ગયા. યોગીબાપા ની એક ટેવ હતી કે એમને કોઈ જુવાન સત્સંગી દેખાય કે એને સેવા પકડાઈ જ દે…અને સેવા માં એવા દુષ્કર કાર્યો આપે કે , સામાન્ય જુવાનીયો તો મન-તન થી તૂટી જ જાય…આ એમની “ગુરુ નિષ્ઠા ” ની ચકાસણી ની પધ્ધતિ હતી…રવિસભા ને અંતે પુ. પ્રમુખસ્વામી મહારાજ નું વીડીઓ સ્લાઈડ દ્વારા આશીર્વચન હતું…ભગવાન નું મહત્વ શું? પૈસા જરૂરી છે પણ ” રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે હું દુઃખદાયક જાણું…”એ અંતિમ સત્ય છે…એ યાદ રાખવું જોઈએ…

ટૂંકમાં આજની સભા …બહાર અને અંદર…તરબોળ કરી દે તેવી હતી…અને શ્રોતા તરીકે અમે, ભીંજાવવા તૈયાર હતા….ભીંજાઈ ગયા……રવિસભા ખરેખર જ્ઞાન,અધ્યાત્મ ની સભા તરીકે હવે ઓળખાતી જાય છે….

સાથે રહેજો…..

રાજ

Advertisements

2 thoughts on “BAPS અને રવિસભા-તા-૧/૮/૨૦૧૦

 1. Hey friend,

  Your blogs are awesome …it would be hassle for you but if you could write something like this for EVERY RAVI-SABHA …it would be great !!! haha … if you have time offcourse!!

  anyways its always great to read about BAPS and esp BAPS Amdavad …being in BOSTON for so long …amdavad is still towards the center in my heart…anyhways

  take care
  jsn

  • Dear Chirag,
   Thanks for your comment. I usually , try to be present in every Ravisabha at Shahibag , but my time schedule is too hectic and sometimes due to that, I miss the sabha. But , I will try my best to be there and to share , what happens in the Sabha. It is entirely my pleasure to do so. Keep reading my posts….
   Jay Swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s