Raj Mistry's world

Me,my stories and world around….

છગનભાઈ અને વર્લ્ડ રેકોર્ડ…

Leave a comment

આજ ની સવાર ખુશનુમા હતી, કારણ કે ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો. આથી, પથારીમાં થી જરા મોડો ઉઠ્યો,નિત્ય વિધિ પતાઈ, અને ગેલેરી મા બેઠો બેઠો છાપું વાંચતો હતો….અચાનક, સામે છગનભાઈ ના ઘરમાં થી, ધબાધબ ની અવાજો આવવા માંડી..હું ચમકી ગયો, અને થયું કે ચાલો જોઈએ, શું થઇ રહ્યું છે…!! હું તો દોડતો છગનભાઈ ના ઘરે પહોંચ્યો, ત્યારે ત્યાં તો જોવા જેવો માહોલ હતો…છગનભાઈ, એ કમરે એક ટૂંકું કપડું વીંટાળેલું, હાથમાં સાવરણો, અને જાણે કે યુધ્ધે ચડ્યા હોય એવા ઝનુન થી, ચારે દિશામાં સાવરણો ફેરવી રહ્યા હતા..!!!

હું તો છક થઇ ગયો, અને જેમતેમ કરી, છગનભાઈ ને પકડ્યા, અને પૂછ્યું…

” ભલા માણસ…..આ શું કરો છો…?

એ હાંફતા,હાંફતા બોલ્યા…” દેખાતું નથી, હું વર્લ્ડ રેકોર્ડ બનાવું છું….”

મેં પૂછ્યું..” વર્લ્ડ રેકોર્ડ?….પણ શાનો??’

એ બોલ્યા…” એ રાજભાઈ…તમને નહિ હમજાય…!!નીચે જુઓ….કેટલી “લાશો” પડી છે….!! હું તો “માખીઓ” મારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવું છું…..”

હું બોલ્યો…” અલ્યા..માખીઓ મારવાનો…વર્લ્ડ રેકોર્ડ…!! એ વો તે કઈ રેકોર્ડ હોય…???”

છગનભાઈ..જુસ્સા થી બોલ્યા..” બાપુ…કીધું તું ને..તમને નહિ હમજાય….છાપાં વાંચો છો કે નહિ..?? આજના છાપામાં આવ્યું છે કે તાઇવાન ના હુઆંગ નામના ભાઈ એ એક માસમાં , ૪૦ લાખ મચ્છર મારવાનો ગીનીઝ વર્લ્ડ રેકર્ડ કર્યાં નો દાવો કર્યો છે….જો એ મચ્છરો માંરતો હોય તો, આપણે માખીઓ…બરોબર ને!! માખીઓ ક્યાં અહીં ખૂટે એવી છે…??

હું બોલ્યો…” એ તો બરોબર..પણ માખીઓ મારવા નો વર્લ્ડ રેકોર્ડ…કઈ સમજ ન પડી…!!

છગનભાઈ…” એમાં એવું છે કે…..

  • એક તો અમદાવાદ મ્યુનિસિપાલિટી એ ની દયા થી ચારે બાજુ, ખાડા જ ખાડા છે, એટલે ગંદકી તો રહેવા ની જ…અને જ્યાં ગંદકી ત્યાં માખી…બરાબર..! !! અને માખીઓ જ્યાં હાથ નાખો ત્યાં મળે….અર્થાત..”સસ્તું ભાડું ને સિધ્ધપુર ની યાત્રા…” નગરપાલિકા ના ઈજનેરો ખાડા ખોદીને કમાય…અને આપણે માંખી ઓ મારીને!!!
  • અને આપણે ટાઈમ ની ક્યાં કમી છે….!! સરકારી નોકરી કરેલી…એટલે સમય તો ક્યાં કાઢવો એ જ મુશ્કેલી…!! નવરા બેસીએ , એના કરતાં માંખો મારવી સારી…!! એ તો , રાજભાઈ, સારું છે કે સરકારી કર્મચારીઓ એ સમાચાર નઈ વાંચ્યા હોય…નકર…આપણો તો નંબર જ ના આવે…હમજ્યા….!!!!
  • અને માંખો મારવા થી , કદાચ સરકારના ધ્યાનમાં આવી એ તો, કદાચ, છાપે ચડીએ….ઇનામ મળે…અને ગીનીઝ બુક વાળા, ને કઈ લખવા મળે….ભારતનું નામ રોશન થાય…એ લટકામાં…!!!!અને તારી માસીને, પણ માંખો થી શાંતિ ને….મોંઘવારીના જમાના માં ખાવાનું થોડું ને ,એમાં થી… સાલી માંખો જ અડધું ખાવાનું ખાઈ જાય છે…..!!

હું તો વિચારમાં પડી ગયો….!! સાલું, વાત તો સાચી છે….!!! એક પંથ દો કાજ….તો છગનભાઈ જ શીખવાડે…..!!! હું તો વિચારતો ચાલ્યો….અને છગનભાઈ…પાછા “માંખી” મારવાના ધંધે લાગ્યા…..બિચારી માંખીઓ અને ચાતુર્માસ……હરિ…હરિ….!!!

તમને શું લાગે છે….છગનભાઈ નો વર્લ્ડ રેકોર્ડ બનશે???? બને કે ન બને પણ માંખીઓ જરૂર મરશે…..!!!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s