Raj Mistry's world

Me,my stories and world around….

યોગીજી મહારાજની બોધકથાઓ-૪

1 Comment

તો, ફરીથી એ જ સત્સંગ, એજ મંચ અને યોગીબાપા ની એજ રસભરી વાતું….!!!! સત્સંગ એ સદાયે ચાલતી પ્રક્રિયા છે ,પણ સદનસીબ ધરાવતા જ્ઞાન-પિપાસુઓ ને એ લાભ મળતો હોય છે. યોગીબાપા કહેતા કે લાખોનો નફો જતો કરવો, પણ સત્સંગ નો મોકો ન ચૂકવો…!! તો સાંભળો….વાંચો…નવી વાર્તા….

____________________________________________________________________

મિયાં ચોરે મૂઠે…અલ્લાહ વસુલે ઊંટે…”

____________________________________________________________________

એક ગામ હતું, અને ગામ ની સુરક્ષા માટે એક મિયાંભાઈ ને હવાલદાર તરીકે રાખેલા…મિયાં રાત્રે ગામ ની સુરક્ષા કરે અને ગામ લોકો નિરાંતે સુએ. હવે ગામમાં મિયાં નું ઘર , ખેડૂતો ના ઘરના પાસે જ અને ખેડૂતો ના ખળાં, એ મિયાંભાઈ ના ખળાં ને અડી ને જ હતા. રાત્રે બધા સુઈ જાય એટલે, મીયાભાઈ દરેક ખેડૂત ને ખબર ન પડે એમ ,એમના ખળાં મા થી મુઠી મુઠી અનાજ ચોરીને, પોતાના ખળાં મા નાખે.કોઈક વાર તો મોટો હાથ પણ મારે!!! આમ ને આમ . મિયાંભાઈ નું ખળું વધતું જાય અને ખેડૂતોના ખળાં ખાલી થતા જાય…આમ કરતાં કરતાં આજુબાજુ વાળા જુએ કે મિયાં ની કંઇક ગોલમાલ જરૂર છે….!!

આ “ગોલમાલ” અલ્લા ને પણ નજરે પડી….અને એમને લાગ્યું કે…” મિયાને જરૂર કોઈ પાઠ ભણાવવો પડશે..” અને અલ્લા નું કરવું એવું કે એક રાત્રે મારવાડી ચોરો , એમના ઉંટ લઈને ગામ લુંટવા આવ્યા….ખરા ટાણે જ મીયાભાઈ ગુમ હતા, અને મોખરે જ મિયાં ભાઈ નો મોટો ઢગલો જોયો….આટલું મોટું ખાળું એક જ જગ્યા એ મળતું હોય તો ચોર શું કામ બીજે જાય!!! ચોરો બધું ખાળું ઉપાડી ને ભાગી ગયા…..!!મિયાં એ સવારે જોયું તો ખળું ખાલી….બસો મણ નું ખળું ગાયબ….!!!ઊંટના પગલા જોયા અને મિયાં માથે હાથ મૂકી પોકે પોકે રોયા…..!! જોનારા ખુશ થયા અને મિયાં મનોમન બોળી ઉઠયા….

“મિયાં ચોરે મૂઠે તો અલ્લા ચોરે ઊંટે”……….

મેં જે ચોરેલું, એ તો ગયું, સાથે સાથે મારા ઘર નું પણ ગયું…….!!!

_________________________________________________________

સાર- હક વગરનો પૈસો, નુકશાન જ કરાવે…..નસીબ વગરનું, નસીબ થી વધારે, નસીબ થી પહેલા…કશું મળતું નથી…..લાખ તૂટી જાઓ….!!!

__________________________________________________________

તો, સત્સંગ આપણા હક નો છે….એ હમેંશા ફાયદો જ કરાવશે…એ મારા ઠાકોરજી ની ગેરંટી…..!!!

માણતા રહો….સફર ને…..

રાજ

Advertisements

One thought on “યોગીજી મહારાજની બોધકથાઓ-૪

  1. રાજભાઈ જય સ્વામિનારાયણ .
    સરસ યોગીજી મહારાજની બોધકથા મૂકી છે , વાંચીને આનંદ થયો .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s