Raj Mistry's world

Me,my stories and world around….

આઝાદી….આઝાદી…

Leave a comment

તો લોકો ની એક રજા બગડી!!! છગનભાઈ…જેવા સામાન્ય માણસો, નોકરિયાત માણસો ની આ સામાન્ય ફરિયાદ છે….આમ તો આજકાલ થોપી બેસાડેલી અને ગળે પડેલી મોંઘવારી માં પીસાતા સામાન્ય લોકો વધારે સામાન્ય…ન્યુનતમ થઇ ગયા છે….મોંઘવારી શું છે એ ગઈકાલે જ મને ખબર પડી …રીનાએ મને બજારમાં કંકોળા લેવા મોકલ્યો. જે મફતના ભાવે ગામડાઓ માં મળે છે એનો ભાવ મને જયારે શાકવાળી એ કહ્યો ત્યારે હું તો વિચાર માં પડી ગયો….” કંકોળા ૧૫ રૂપિયા ના ૨૫૦ ગ્રામ…!!!”…લોકો આવી મુશ્કેલીઓ માં થી મુક્ત થાય તો દેશ ની આઝાદી વિષે વિચારવા નો સમય મળે ને…

તો દેશ આઝાદ થયો ,૬૩ વર્ષ વીત્યા ,પણ આપણે ખરેખર આઝાદ થયા છીએ….??? યક્ષ પ્રશ્ન છે…કદાચ આપણ ને હમેંશ ની જેમ “બંધન” કોઠે પડી ગયું છે…આપણે છૂટવા માંગતા જ નથી…તો આઝાદી જોઈએ પણ શાના થી..?? મેં વિચાર્યું છે..આ કદાચ તમે પણ વિચાર્યું હશે…

  • સમાજ ને સુધારવા ના ક્રાંતિકારી  “વિચારો” થી
  • મન ની વાતો ” ખુલ્લેઆમ ” દર્શાવવા થી….અને વધુ પડતા ઈમોશનલ થવા થી…
  • અમદાવાદ ને – ભૂવા, ગાયો,રબારીઓ,અનિયંત્રિત ટ્રાફિક થી, અશિસ્ત થી, લાંચિયા કોર્પોરેટરો અને ઈજનેરો થી..
  • ભારત ને- ભ્રષ્ટ રાજકારણીઓ- અમલદારો  થી, છુપા ગદ્દારો થી,મોંઘવારી અને ફુગાવા થી,જાત-નાત-ધર્મ -સંપ્રદાય વાદ થી..
  • ભગવાન ને- દંભી ભક્તો-સંતો થી,સદાયે રોતા રહેતા અને વિણ-કર્મે માત્ર ફળ ની આશા રાખતા સગવડિયા ભક્તો થી….
  • ટીવી દર્શકો – ને રોવા ધોવા ની કંટાળાજનક સીરીઅલો થી,ખોટા “રીઅલ” શો થી, કંટાળાજનક અને અર્થહીન ટીવી ડીબેટ શો થી….

….લીસ્ટ અનંત છે અને કદાચ આઝાદી ની વ્યાખ્યા બદલાતી જાય છે….પણ એટલું સત્ય યાદ રાખો કે…આઝાદી ક્યારેય સસ્તી નથી હોતી..!!!! ઘણા સંઘર્ષો પછી દેશ આઝાદ થયો હતો પણ સામાન્ય નાગરિકો કદાચ હજુ પણ પરાધીન છે….છતાં આઝાદી ની આશ કાયમ છે..

દેશ માટે…મારા-તમારા દેશ માટે…માતૃભુમી માટે…वंदे मातरम…….

રાજ

Leave a comment