Raj Mistry's world

Me,my stories and world around….

લગ્ન- પ્રથમ વર્ષ ના આરંભે…અને …અંતે…

Leave a comment

અમારા  એક મિત્ર દ્વારા મને એક “ગુજરાતી સાહિત્યિક નમુનો” પ્રાપ્ત થયો. માણવા લાયક છે, અને કદાચ વહેંચવા લાયક પણ છે ….કારણ કે પરણેલા લોકો માટે આ સત્ય ..સત્ય જ છે…તો માણતા રહો…..

( વાંચવા ની રીત- જો લગ્ન એક બે દિવસ જુનું હોય તો ઉપર થી નીચે તરફ વાંચો…..અને જો લગ્ન એકાદ વર્ષ જુનું હોય તો નીચે થી ઉપર તરફ વાંચો…..મજા આવશે…)

(લગ્નના એક-બે દિવસ બાદ:)

પતિ: તો હવે શેની રાહ જોવે છે?

પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?

પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ ન શકું.

પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?

પતિ: હા! એક નહી હજાર વખત!!

પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?

પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?

પત્ની: હવે તમે મને એક ચુંબન આપશો… ?

પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.

પત્ની: શું તમે મને મારશો?

પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.

પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?

પતિ: હાં!

પત્ની: ઓહ ડાર્લિંગ!!!

(લગ્નના એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો.)

સૌજન્ય- ગુમનામ

તો જીવનમાં જે તક મળે એને માણી લેવી …પેલી કીટકેટ ચોકલેટ ની એડ ની જેમ……

તો બસ માણતા રહો…..જીવન છે યાર…તોપ નથી….સમજ્યા..!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s