Raj Mistry's world

Me,my stories and world around….

અમદાવાદ- દેવી અને દેવીપૂજકો…

Leave a comment

અમદાવાદ નો ઇતિહાસ ખુબ જુનો છે અને કદાચ જ્યાંથી ઇતિહાસ ની શરૂઆત થાય છે ત્યાંથી શ્રીનગર ઉર્ફે કર્ણાવતી ઉરફે આશાવાલી નો નાતો તેના મૂળ નિવાસી ઓ દેવી પૂજકો સાથે રહ્યો છે…તમને આજે પણ શાહપુર, ગોમતીપુર,દરિયાપુર,કોટ વિસ્તાર ,કાંકરિયા શાહઆલમ જેવા વિસ્તારોમાં એમની નોંધપાત્ર વસ્તી છે.

હું જયારે પણ અમદાવાદ ની પ્રખ્યાત ગુર્જરી કે લાલ દરવાજા જાઉં ત્યારે એમની હાજરી છો તરફ અનુભવાય છે. કહેવાય છે કે , આ મસ્ત મૌલા જાતિ મા મહિલા ઓ સંપૂર્ણ આધિપત્ય ભોગવે છે, જેમાં પુરુષો માત્ર ફર્યા કરે અને મહિલા ઓ ધંધો કરી ઘર ચલાવે!!!! તમે કદાચ ગાંધી બ્રીજ નો છેડો વટાવો અને શાહપુર દરવાજા બાજુ જાઓ તો તમને રોડ ની બંને બાજુ, ભંગાર સાધનો નો ધંધો કરતાં સ્ત્રી પુરુષો નજરે પડશે અને ,ક્યાંક ટોળું ભેગું થઇ ને ગપ્પા મારતું હોય તો ક્યાંક વાળ ખેંચી ને મારામારી કરતાં લોકો( ખાસ તો મહિલાઓ) જોવા મળે…..એમાંયે રીના જયારે ઘરે આવે ત્યારે તેની પાસે સીટી બસમાં , થતા “રસપ્રદ પ્રસંગો” ની ઢગલાબંધ વાતો હોય અને એમાં પણ બસમાં પોટલા સાથે ચડતી દેવીપૂજક મહિલાઓ ની મગજમારી અને બોલીઓ ..સંભાળવા જેવી હોય છે…!! ઘણીવાર આ સમાજ , ઘણા કુ-કૃત્યો માટે જવાબદાર ગણાય છે તો ઘણીવાર લોકો એમને , એમની ધાર્મિકતા અને દેવીપુજા માટે પણ વખાણતા હોય છે….

હાલ તો એમના માટે દશામાં નો તહેવાર ચાલે છે…આમ તો આખું વર્ષ આ લોકો માટે બાધા-આખડી-તંત્ર-મંત્ર -મગજમારી ચાલુ જ હોય છે પણ , દશામાં તો દશામાં જ !!! એ જોર જોર થી સ્પીકર વાગતા હોય અને ” દશામાં ની દીકરી શારદા રોતી છાની રે…!!!(!!!!!!!!)” વાગતું હોય…ઢોલ વાગતા હોય…ટોળું ઝુમતું હોય….!!! અને હવે તો દશામાં ની મોટી મૂર્તિઓ, ગણેશ સ્થાપન ની જેમ સ્થાપવા માંડી છે….અને વિસર્જન પણ રંગે ચંગે -ખર્ચાળ રીતે થાય છે….આજે પણ એ જ ચાલતું હતું….!!

અમદાવાદ ની પણ એક મજા છે…અને દેવીપૂજકો ની હાજરી , એમાં પણ એક રંગ છે….ભલે એનો વિકાસ ન હોય….પ્રગતિ ન હોય…..!!

ચાલો ત્યારે…અમદાવાદ મા હો ત્યારે , ગુર્જરી મા જરૂર જજો ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s